Physiological Chemicals - 3 books and stories free download online pdf in Gujarati

માનસિક રસાયણો - 3

જીવ નિયમન

પૃથ્વી પર અસંખ્ય જીવો નો વાસ અને વ્યાપ છે .બધા જીવો કોઈ અગમ્ય કારણસર યા ચોક્કસ કારણોસર આ પૃથ્વી પર આવતા રહેછે અને વિવિધ શરીરો ધારણ કરતા રહેછે .આ સર્વ માન્ય સત્ય છે પરંતુ આ જીવ ધારી શરીર ને સમગ્ર રીતે જીવન મળતું નથી એટલે કે જીવ બધા શરીરો ને મળેછે પરંતુ દરેક શરીરે ને જીવન મળતું નથી .આ એક પાતળી ભેદ રેખા ને આપણે જાણીયે .જેમ દરેક શરીર ને જીવન નથી મળતું તેમ દરેક શરીર ને એક સરખો જીવ પણ નથી મળતો પરંતુ આ જીવાત્મા જરૂર છે .જો જીવ ને શરીર દ્વારા જીવન તરફ લઇ જવાનો વિચાર આવે તો એક વસ્તુ કે એક વાત અવશ્ય સમજી લેવી જોઈએ કે આ જીવન રચના ના ચોક્કસ નિયમો હશેજ યા પછી હયાત છે એમ માનવામાં કંઈજ અજુગતું નથી.આ સૃષ્ટિ કે પ્રકૃતિ માં એક સંચાર સર્વ વ્યાપી છે એટલે કે જીવરચના ને ઉર્જા જોઈએ છે.જેમકે આપણે પાંચ તત્વો નો સહારો લઈએ છીએ અલબત્ત હવા પાણી અને જરૂરી ખોરાક મતલબ સપષ્ટ છે કે ઉર્જા નો સ્ત્રોત દરેક જીવધારી શરીર માટે અનિવાર્ય છે અને મળતો પણ રહેછે .આ સંપૂર્ણ સંચાર પ્રકિયા નો અદમ્ય ભાગ છે .

આથીજ તો પ્રકૃતિ ના ઉપયોગ દ્વારા જ કર્મો ની શ્રુંખલા શરુ થાયછે બીજા અર્થ માં કહીયે તો કોઈ પણ પ્રકૃતિ જન્ય વસ્તુ નું મૂલ્ય છે કિંમત નહિ .જો તમે માનતા હોય કે આ મૂલ્ય આપણા વિચારો કે આદર્શો હોય તો ક્રિયા પણ વિચારો કે આદર્શો ને જીવંત રાખવાનું એક સાધન છે .તો વિચારો કે આદર્શો ને જીવિત રાખવા હોય તો આ સંચાર પદ્ધતિ નો ઉપયોગ કરયા વગર ચાલશેજ નહિ અને આ જીવધારી શરીર ને એની જરૂરિયાત અને પ્રમાણ માં પ્રકૃતિ ના સ્ત્રોતો નો ઉપયોગ તો કરવોજ પડશે .કેમ સાચુંને? તો પછી અહીંયા કૃષ્ણ નું ટોપ જીવન વિજ્ઞાન એટલે કે ગીતા ચાલવાની જ .આ સંચાર પદ્દતિ સંસાર માં સતત પરિવર્તિત થતી રહેછે અને જીવધારી શરીરો આ પ્રકૃતિ નો ઉપયોગ કરતા જ રહેછે .દુનિયા ની મુખ્ય ચાર સભ્યતાઓ અને તેના થકી વિસ્તરિત થયેલી અનેક સભ્યતાઓ આ પ્રકૃતિ ના સંચાલક ને અલગ અલ્લાહ કે ઈશ્વર કે ભગવાન તરીકે વર્ણવેછે .

સ્ટીફન હોકીંગ્સ જેવા આધુનિક વિજ્ઞાનિક તેને બિગ બેંગ થિયોરી નામ આપી નાસ્તિક પદ્દતિ થી આસ્તીક નો નવો સૂર્યોદય કરેછે અને એ ભૂલી જાય છે કે બિગ બેંગ પણ ઉર્જા ના અસ્તિત્વ નો સ્વીકાર કરીને આગળ વધેછે. એટલેકે સંચાર પદ્ધતિ ને સમજાવી શકતા નથી પરંતુ આપણે તો કોઈનું નોબલ પૃસ્ક્રીત નામ જોયું તો પાછા માની બેસીયે કે આ તો સાયન્સ છે પણ એમ જરાય નથી કહેતા કે આ જીવધારી શરીર પણ એક સાયન્ટિફિક મોડેલ છે થોડુંક વિચારીયે તો આ પણ જીવનીયમન જ છે .

જેમ આપણી પાસે આપણા હોવાનું પ્રમાણ પણ જો ધૂંધળું હોય તો એમ માનીયે કે આપણે સર્જિત છીયે એ પહેલી વાસ્તવિકતા અને વિસર્જિત થવાના એ બીજી વાસ્તવિકતા .અને આ પ્રિકયા ના મધ્ય માં પ્રકૃતિ ને જાણીયે તો આપણે બધાજ નોબલે પુરસ્ક્રિત છીએ એમ માનવા માં જરાય પણ અતિશયોક્તિ નથી .તો કેમ આટલી મોટી જીવનીયમન ની પ્રકિયા ને નજરઅંદાજ કરી રોજે રોજ અવનવા વિચારો કરીને મન નું મેરિગો રાઉન્ડ બનાવી દઈએ છીએ તે સમજાતું નથી .આપણા પૂર્વજો તેને આસાની થી ઓળખી ગયા અને અપને સાયન્સ ના શક્કર ટેટા ની રાહ જોઈને બેઠા છીએ .(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED