માનસિક રસાયણો - 2 Kirtisinh Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માનસિક રસાયણો - 2

શિવો અહં ?
શિવ એજ શૂન્ય ,શિવ એજ શાંતિ ,શિવ એજ શક્તિ ,શિવ એજ પરમ જ્ઞાન એવું આપણે ધાર્મિક પુસ્તકો માં વાંચ્યું હોય કે પછી સાંભળ્યું હોય અને વાત વાત માં કયાંક બોલ્યા હોય તેવું લાગે। પરંતુ તેની અંદર ડોકિયું કરોતો પછી ઉપાસના,પૂજા ,પાઠ ,મંત્રો ,શ્રાવણ ,સાધના ,તપસ્યા કે ધ્યાન જેવા કેટલાય પગથિયાંઓ ની હારમાળા સર્જાય અને વર્તમાન યુગ નો આધુનિક માણસ આવી બધી લાંબી પ્રક્રિયા માં વિશ્વાસ પણ ના કરે તો આપણે કઈ એને નાસ્તિક ના કહેવાય।તો પછી એનો અર્થ શું? અને આટલા વારસો સુધી ભારત માં સનાતન ધર્મ ચાલતો આવ્યો એનું શું?
શિવ ઈન મોડર્ન ટર્મિનોલોજી
સ્વ જોડે સધાવું એટલે શિવ ,સ્વ ને ઓળખવા નો પ્રયત્ન કરવો એટલે શિવ ,સ્વ ને બસ સ્વયમ માં જોવું એટલે શિવ, પરંતુ પછી એજ વાત આવી જાય કે સાધના કરવાની કે ધ્યાન ધરવાનું ?ત મનુષ્ય પોતે સાધના અને ધ્યાન સાથે જન્મેલો મંત્ર છે તેને વળી સાધના પૂજા કે ધ્યાન ની જરૂર શું? બિલકુલ નહિ।
કેમ વિરોધાભાસ લાગેછે ? ચોક્કસ લાગશેજ આ પૃથ્વી પર કોઈ જ નાસ્તિક નથી બધા જ આસ્તિક જ છે કારણકે તે પોતાના માં કે બીજા માં ક્યાંક આસ્થા તો ધરાવેજ છે। દરેક ને બુદ્ધ કે મહાવીર ,કૃષ્ણ કે ક્રાઈસ્ટ ,કબીર કે કાલિદાસ બનવાની જરૂર નથી। એ તત્વ છેજ અને સનાતન જ છે પણ આ વાત ગળે કેમ ઉતરે ?
દલીલો કરશો તો બુદ્ધિ વક્રી થશે અને સ્વ ને ઓળખવા માટે બુદ્ધિ ની જરાય જરૂર નથી આતો માનવ ની વાત છે મન પરથી જ માનવ કહેવાયો એ વાત અજાણી નથી। ટૂંક માં કહીયે તો આપણે મન છીએ બુદ્ધિ નહિ ,શરીર નહિ અને જીવન નો કોઈ પહેલો કે અંતિમ ધ્યેય પણ નહિ। તો શું ? બસ એકજ વાત "પીને દે સાકી આજ મસ્જીદમે યા વો જગા કા પતા બતા જહાં ખુદાનહીં "કહેવાનો મતલબ એટલોજ કે જે સત્ય છે તેને ઓળખવા માટે જગ્યા,સમય કે ધ્યાન વિધિની જરૂર નથી। તે સતત છે ,શાંત છે ,સનાતન છે અને એટલાજ માટે શિવ છે। તો પછી કરવું શું ? કશું પણ કરો તો કર્મ છે ના કરો તો અકર્મ છે। જો પુણ્ય કરશો તો તમે પાપ વિશે માહિતગાર જ છો તમે સારું કરવા જાસો તો ખોટા ની પ્રતિકૃતિ છે જ એમાં કઈ શંકા ને સ્થાન નથી। પાપ નો જન્મ અપરાધ ભાવના ને પ્રોત્સાહન આપવાથી થયો છે અને પુણ્ય નો જન્મ ક્રિયાઓનું વિશ્લેષણ કરવા માટે થયૉ છે ,શરીર 50-80 નો લોડેડ સામાન છે અને તેની કોઈ પણ ચાવી અહીંયા ઉપલબ્ધ નથી નહિ તો ધનવાનો 200 વર્ષ જીવતા હોય અને ગરીબ તત્કાલ મરી જતો હોય.પરંતુ એવું નથી કારણ કે કોઈ કર્મ નથી અને અકર્મ નથી બસ શિવ જ છે મતલબ ફક્ત મન જ છે અને મન ને કોઈ બહાર થી સંચાલિત કરી શકતું નથી કારણ કે તેજ સ્વ છે। તો પછી આ સ્વ ક્યાં છે સીધો જવાબ પૃથ્વી પર રહેવા માટે સૌથી અગત્ય ની જરૂરિયાત કઈ તો એ ફક્ત શ્વાસ છે મતલબ સ્વ નો સાથ એટલે સ્વાશ તો શિવ ને બીજે ક્યાંય શોધાય નહિ અને સધાય નહિ એ તો સ્વ્ય્મ માં સ્થિત છે અને તેનું કોઈ કારણ નથી। અને જે આ દુનિયા માં કારણ શોધ્વા માં વ્યસ્ત છે તે અશાંત છે ,ગણિત છે ,અશક્ત છે અને અજ્ઞાન છે। આ બધા ખેલ બુદ્ધિ ના છે। અને બુદ્ધિ એટલે Brain જેનું સાયન્ટિફિક અને ફિઝિકલ આસ્તિતવ છે અને જેનું અસ્તિતવ આંકી શકાય અને મેળવી શકાય તો તે માત્ર લોજીક અને સાયકોલોજી સિવાય બીજું કશુંજ નથી। તે તો શિવાય છે અને નમ્યાં સિવાય ,શિવાય નથી।
ना अल्फाजो में ,ना कोई इतिहासों में
में तो बसा हुआ हु बस तेरी हर सांसोमें।
કીર્તિસિંહ