માનસિક રસાયણો
શરીર માં ખોરાક દ્વારા 24 કલાક પાચક દ્રવ્યો ઉત્પન્ન થતા રહેછે અને ફરતા રહેછે આ એક જટિલ તંત્ર છે જેને એક સાથે વર્ણવવું અઘરું છે। ક્યુ fruit ખાવાથી કયું વિટામિન મળશે તે ડોકટરો નો વિષય છે। કઈ વસ્તુ ના ખાવી કે કેટલા પ્રમાણ માં ખાવી આ પણ ડોકટરો નો જ વિષય છે. પરંતુ મેડિકલ સાયન્સ પહેલા પણ માનવી નું અસ્તિત્વ તો હતુજ અને તે પણ જીવતો અને સમય પસાર કરતો। દવાઓ નું વિજ્ઞાન પણ બહુ મોટું અને અઘરું છે। તો પશ્ન થાય કે આટલી બધી દવાઓ કેમ અત્યારે બજાર માં ઉપલબ્ધ છે। જવાબ સાયન્સ અને શોધો જ છે। તમને જાણી ને નવાઈ લાગશે કે તમામ પ્રકાર ની દવાઓ નો એક જ માત્ર ઉપાય છે। અને તે માણસ છે। બનાવનાર તે છે। વાપરનાર તે છે ,વેચનાર તે છે અને કઈ દવા કેવી તે સમજાવનાર પણ માણસ જ છે। પરંતુ શરીર જેવી અદભુત મશીનરી બનાવનાર કારીગર એટલો તો કામચલાઉ નથી કે તેની પ્રોડક્ટ તેનું મોડેલ ફેઇલ થઇ જાય। માનવામાં આવે તેવી બાબત જો લગતી હોય તો કારણ તમારી સમક્ષ થયેલી વિજ્ઞાનિક શોધો સિવાય બીજું કઈ નથી. પરંતુ વિજ્ઞાન કઈ ફાયનલ ડિસિઝન થોડું છે અને એમજ હોત તો અત્યાર સુધી માં દરેક વાયરસો ની અગાઉ થી રસીઓ મોજુદ હોત। ના પણ એવું નથી વાયરસો આવતાજ રહ્યા છે ને રસીઓ શોધાતી રહી છે।
પરંતુ આપણે આવી રસીઓ વિશે જાણતા નથી જે કારીગરે પહેલાથી ટેસ્ટ કરી ને ઇન્સર્ટ કરી દીધી છે જે અનંત કાળ સુધી માનવ ને મદ્દ્દ કરતી રહેશે। તમારે બનાવવાની કે શોધ કરવાની જરૂર નથી। અને આ બધીજ રસીઓ માનસ રસાયણ (શરીર નહિ)માં પહેલે થી જ મોજુદ છે। તાજેતર માં આપણ ને એવા સમાચાર આવતા જ રહ્યા છે કે અમુક લોકો કે આટલા લોકો નો રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી છે। કેમ નવાઈ નથી લગતી જવાબ માં તેઓ ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે કે એમની ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ છે તેવું જાણવા મળે। રોગ પ્રતિકારક શક્તિ ને વધારવા ના કીમિયાંઓ પણ બજાર માં ઉપલબ્ધ છે એ તો આપણે જાણીયે છે.મેડિકલ સાયન્સે એનો પણ એક્સરે પાડી દીધો છે અને આજના આધુનિક વિજ્ઞાન માં તેને હોર્મોન્સ તરીકે ઓળખાવે છે। દા.તરીકે ડોપામાઈન /એન્ડોર્ફિન્સ /ઓક્સીટોક્સિન /સેરોટોનિન /એડ્રિનલ વિગેરે। ...પરંતુ આ હોર્મોન્સ બહાર થી દાખલ કરવા બહુ અઘરાં છે કારણકે ઇનબિલ્ટ સિસ્ટમ માં by default રહેલા છે। આપણા કોઈ વખાણ કરે કે પુરસ્કાર આપે ત્યારે ખુશી ના કારણે આપોઆપ ડોપામાઈન રિલીઝ થાયછે અને જે તમારી આનંદદાયક ક્ષણો ને કન્વર્ટ કરી રસાયણ બનાવી દેછે। આપણે ને એવી ક્ષણો યાદ હશે કે જે અનુભવવાથી રૂવાંટા ઉભા હાલ પણ થઇ શકેછે આ પણ એડ્રિનલ નો એક પ્રકાર છે। પ્રગાઢ સંબંધો જેવા કે માતા -પુત્ર , ભાઈ -બહેન માં જયારે વિશ્વાસ અને પ્રેમ નું ઘોડાપુર આવે ત્યારે ઑક્સિટૉક્સિન રસાયણ રિલીઝ થાય છે આજ કારણો થી પૃથિવી પર સંબંધો ની શોધ થઇ છે બાકી લોહીમાં તો જેનેટિક મેમરી છે એને કેરી ઓન કરેછે। પણ ઑક્સિટૉક્સિન જીવન ને મજબૂત બનાવે છે કારણ કે મન નું ટોનિક છે। એન્ડોરફિન્સ જયારે તમે તમારી મનગમતી પ્રવુતિ માં ઓતપ્રોત થાઓ ત્યારે ઉત્પન્ન થાય છે અને એટલાજ માટે ઘણા લોકો તેમની મનગમતી ક્રિયાઓ કરતા થાકતા નથી। જેને નવરાત્રી પસંદ છે તેને થાક કે ઉજાગરો નડતો નથી।
અને આખરે એક એવું રસાયણ માનવી ની શરીર રચના માં છે જે મીરાંમાં હતું ,કબીર માં હતું અને તેવા અનેકો માં છે। અને હાલ પણ છે તેને (શિવો અહં ) શું કહેવાય તે આપ જાણો છો (ક્રમશ :)
કીર્તિસિંહ