સકારાત્મક વિચારધારા 17
ગઈ કાલે રવિવાર એટલે રજા નો દિવસ એટલે મજા નો દિવસ, એટલે કે મારા બાળકો અને મારા પરિવાર નો દિવસ.તેમની સાથે ફરવાનો ,મોજ કરવાનો દિવસ.
આથી, મારા પુત્ર ની ઈચ્છા પ્રમાણે અમે કાંકરીયા ગયેલા ત્યાં છોકરા ને ચકડોળ માં બેસવાની,બોટિંગ કરવાની ખૂબ મજા પડી.હવે સાંજ ના સાત વાગવા આવ્યા ખૂબ ભૂખ લાગી હોવાથી અમે પાવભાજી ખાવા બેઠેલા ત્યાં તો એક સ્રી તેના નાના છોકરા ને લઈ આવી અને ફરી પાછી ગર્ભવતી દેખાતી હતી. "કંઇક ખવડાવો સાહેબ ઈશ્વર તમારૂ ભલું કરે અને તમારી ઈચ્છા પૂરી કરે".મેં પેલા પાવભાજી વાળા ને કહયું કે,"તેમને જે ખાવું હોય તે આપજો ,પૈસા મારા થી લઈ લેજો."સાથે -સાથે હું તેમને અમુક રકમ આપી નીકળી ગયો.ઘરે જઈને આરામ થી હું મારા પુત્ર સાથે ટી.વી. જોઈ રહ્યો હતો. ટી.વી. જોતાં - જોતાં મારા પુત્ર એ મને પશ્ન કર્યો ?,"પપ્પા ત્યાં તો ઘણા લોકો હતા એ આંટી ને કોઈ કંઈ નહોતા આપતા તો તમે કેમ આપ્યું?" ત્યારે પપ્પા એ કહ્યું," હું નાનો હતો ને ત્યારે મારા દાદી હમેશાં કહેતા કે," બેટા જે વસ્તુ પૈસા થી નથી ખરીદી શકાતી તે દુઆ થી મેળવી શકાય છે અને દુઆઓ પૈસા કમાવા જેટલી સરળ હોતી નથી."
આ સમજાવવા માટે મારા દાદી મને ખૂબ સરસ વાર્તા કહેતા,એ આજે તને સંભળાવું," એક દીપક નામ નો છોકરો હતો.તે એક નાનકડા ગામ માં રહેતા તેના પરિવાર માં માત્ર બે જ જણ રહેતા હતા.એક તે પોતે અને તેના મમ્મી. દીપક ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા.
દીપક ની માં તેને દરોજ એક મોટો બાજરા નો રોટલો બનાવી આપતી.તે દરોજ લઈને ખેતીવાડી કરવા ચાલ્યો જતો.બપોર પડે અને પોતાની રોજિંદી જગ્યાએ પોતાનું ભાથું લઈને જમવા બેસી જતો.એક દિવસ તે જમી રહ્યો હતો અને એક અજાણ્યો મુસાફર ત્યાંથી પસાર થયો.તેને દીપક ને કહ્યું કે,"મને બહુ ભૂખ લાગી છે". ત્યારે દીપકે કહ્યું,"મારી પાસે એક રોટલો છે આવો, બેસો આપણે બંને અડધો અડધો ખાઈ લઈએ.બીજા દિવસે બે અજાણ્યા મુસાફર આવ્યા તેમને બંનેએ કહ્યું, "અમને બહુ ભૂખ લાગી છે."ત્યારે દીપકભાઇ એ તેમને કહ્યું કે,"મારી પાસે એક રોટલો છે તેના ત્રણ ભાગ કરીને ખાઈ લઈએ."જમીને એ મુસાફર આભાર માનીને આગળ વધ્યા.ત્યારબાદ ત્રીજા દિવસે ત્રણ મુસાફર આવ્યા અને ફરી દીપક ને કહ્યું કે,એમને ભૂખ લાગી છે ત્યારે તેણે એક જવાબ આવ્યો કે,"મારી માં એ એક રોટલો આપ્યો છે તેના ચારેય જણ એક સરખા ટુકડા કરીને વહેંચી લઈએ."ત્યાર બાદ ચાર મુસાફર આવ્યા અને ફરી તેમણે દીપકને કહ્યું,"બહુ ભૂખ લાગી લાગી છે."ત્યારે ફરી દીપકે એક જ જવાબ આપ્યો ત્યારે તેણે કહ્યું કે,મારી પાસે એક જ રોટલો છે હું તો ઘરે જઈને પણ ખાઈ લઇશ તમે ચારે ભાગે વહેંચીને ખાઈ લો પણ,શું હું જાણી શકું છું કે, તમે રોજ રોજ અહી આવો છો, કોણ છો ?તમે કહો તો કાલ થી જમવાનું પણ વધુ લેતો આવીશ."
એ મુસાફરો એ કહ્યું કે, "ના, એ અમે તને ના કહી શકીએ.જો અમે તને કહેશું તો તું અમારા થી દુર ભાગીશ."ત્યારે દીપક કહે છે, "ના ,દૂર નહી ભાગુ તમે કહો તો ખરા, ત્યારે એ ચાર માંથી એક મુસાફર ને એમ થયું તેની થાળી માંથી ખાધું છે તો કહેવું જોઈએ. મુસાફરો એ કહ્યું કે, અમે યમદૂત છીએ. ત્યારે દીપકભાઈ એ કહ્યું કે,"એ તો કહો કે મારી મૃત્યુ ક્યારે થવાની?"ત્યારે તે યમદૂતો એ કહ્યું, "તમારી મૃત્યુ તમારા લગ્ન ની પ્રથમરાત્રી એ સાપ ના કરડવાના કારણે થવાની છે."
હવે, દીપકભાઈ ના લગન થયા. દીપક ભાઈ જ્યારે તેની પ્રિયતમા પાસે જઈ રહ્યા હતા. ત્યારે યમદૂત સર્પ રૂપ ધારણ કરીને સીડી પર થી પસાર થઈ રહ્યા હતા .દીપકભાઈ એ તેમને વિનંતી કરી કે,"મને માત્ર પાંચ મિનિટ મારી પત્ની ને મળવા જવા દો પછી ભલે ને લઈ જજો."ઉપર ઉભેલી તેમની પત્ની એ યમદૂત અને તેના પતિ નો આ વાર્તાલાપ સાંભળી લીધો. બીજી બાજુ બારી માંથી એક ગર્ભવતી સ્રી નો અવાજ આવી રહ્યો હતો કે કોઈ કંઇક ખાવાનું આપો એ સાંભળવતા દીપકભાઈ ની પત્ની ના રૂમ મિઠાઈ અને જમવાનું પડ્યું હતું તે એક સાડી માં બાંધી ને બારી માંથી નીચે મોકલ્યું.જે ખાઈને પેલી ગર્ભવતી સ્રી ના મુખ માંથી નીકળ્યું કે ,"તારો ચૂડલો, તારો સુહાગ અમર રહે,"તેના મુખમાંથી આ શબ્દો નીકળતા જ સર્પસ્વરૂપ યમદૂત પાછા ચાલ્યા ગયા કહ્યું કે,"કોઈક ની દુઆ એ તને માંગી લીધો હવે અને તમને કશું ના કરી શકીએ."અને દીપકભાઈ ને જીવનદાન મળી ગયું. દુઆઓ યમદૂત ને પણ પાછી મોકલી શકે છે .
આથી, જ તો કહેવાય છે કે,"જીવનના અંધકાર રૂપી માર્ગ પર દુઆરૂપી દીપક મળી જાય તો સુખનો સૂર્યોદય થઈ જાય."
. મહેક પરવાની