પ્રેમનો બદલાવ - 7 - સચ્ચાઈથી સામનો  (02) Ankit Chaudhary શિવ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો બદલાવ - 7 - સચ્ચાઈથી સામનો  (02)

ભાગ :- 7 - સચ્ચાઈથી સામનો (02)

અબીર ની મા માધવી એકમહિના પછી પોતાના દીકરા અબીર ને મળવા માટે ખૂબજ ઉત્સાહિત હતી પણ રસ્તામાં જ અચાનક તેની કાર રાત્રે ઠીક 12:17 વાગે ખરાબ થઈ જાય છે. માધવી નું ઘર વધારે દૂર ન હતું પણ આજનો જમાનો પગપાળા ચાલે થોડો! માધવી ઘણો સમય ટેક્સીના ઠીક થવાની રાહ જોવે છે પણ ટેક્સી ઠીક થતી નથી. રાત ના 12:30 થઈ ચૂક્યા હતા. અબીર ની નજર બસ ઘડિયાળ ઉપર જ ટેવાયેલી હતી. અબીર ની બેચેની ધીરે ધીરે વધી રહી હતી. અબીર નો જીવ પોતાની માતા ને લઈને ખૂબ જ ગભરાઈ રહ્યો હતો, આખરે શું થવાનું હતું તેની ભનક પણ કોઈને ન હતી.

અબીર પોતાના ઘરમાંથી બહાર આવી જાય છે કેમકે તે જાણતો હતો કે તેની મા ઠીક 12:30 એ ઘરે આવી જવાની હતી. અબીર બહાર જઈને તેની માતાની રાહ જોઈ રહ્યો હતો પણ 15 મિનિટ રાહ જોવા છતાં તેની મા આવતી નથી. અબીર ની ચિંતામાં સેકન્ડે સેકન્ડ વધારો થઈ રહ્યો હતો. બસ હવે અબીર પાસે એક જ રસ્તો બચ્યો હતો અને એ હતો પોતાની મા ને એક ફોન કરીને પૂછી લે કે આખરે તેની મા ક્યાં પોહચી! અબીર પોતાના ખિસ્સામાં ફોન શોધવા લાગી જાય છે અને ફોન મળતાં જ ઉતાવળમાં ફોન લગાવા જાય છે અને તેનો ફોન નીચે પડી જાય છે. અબીર પોતાનો ફોન ઉઠાવીને પોતાની મા ને ફોન કરી દે છે.

" હેલ્લો મા!" અબીર

" હા બેટા, તું હજી સુયો નથી? " માધવી

" ના મા, પણ તું હજુ સુધી આવી નથી, તો મા મને કઈ રીતે ઊંઘ આવે?" અબીર

" અરે દીકરા હું બસ ઘરથી 2 કિલમીટર જ દૂર છું, બસ ખાલી આ ટેક્સી ખરાબ થઈ ચૂકી છે જેવી જ ઠીક થાય હું તરત જ ઘરે પોહચી રહી છું." માધવી

" મા તું કઈ જગ્યા ઉપર છે? હું તને લેવા આવી રહ્યો છું. તું ત્યાં જ ઊભી રહે." અબીર

"ના અબીર, તું ઘરે જ રહે. બસ હું થોડા જ સમયમાં આવી જઈશ." માધવી

" ઠીક છે મા પણ જલ્દી આવી જા, હું તારી બેસબ્રી થી રાહ જોઈ રહ્યો છું." અબીર

" બસ બેટા હવે ગણતરીની મીનીટોમાં હું તારી પાસે પોહચી જઈશ. લવ યુ બેટા." માધવી

માધવી ફોન કટ કરી ચૂકી હતી. મા સાથે વાત કરીને અબીરને પણ થોડી ચિંતા દૂર થઈ ચૂકી હતી પણ હજુ અબીર ના દિલમાં બેચેની ખૂબજ વધુ થઈ રહી હતી. અબીર નો જીવ આજે પોતાની મા માટે ખૂબ જ ગભરાઈ રહ્યો હતો. અબીર પોતાની મા સાથે વાત કર્યાને એક કલાકનો સમય થવા આવ્યો હતો પણ તેની મા હજુ સુધી ઘરે પોહચી ન હતી. અબીર ની બેચેની હવે ડરમાં પરિવર્તિત થઈ રહી હતી. અબીર હવે એક પણ સેકન્ડ રોકાયા વગર પોતાની મા પાસે જવા માટે નીકળી જાય છે. તો બીજી તરફ માધવી ની મુશ્કેલી ઓછી થવાનું નામ જ ન લઈ રહી હતી.

" મેડમ જી કોઈ દૂસરી ટેક્સી ખોજ લીજીયે, અબ યે બિલ્લો રાની ઠીક નહિ હોને વાલી." ડ્રાઇવર

" ભાઈ બે વાગવા આવ્યા છે, આટલી મોડી રાત્રે મને બીજી ટેક્સી ક્યાંથી મળશે?" માધવી

" બહેનજી વો આપ દેખો. વૈસે ભી આપકા ઘર નજદીક હિ હૈ ચલકર ચલે જાઓ જી." ડ્રાઇવર

" હે ભગવાન આજનો દિવસ જ ખરાબ છે મારો તો! આજે શું થશે ભગવાન જ જાણે! હે ભગવાન." માધવી

માધવી પોતાના નશીબને દોષ દઈને ઘર તરફ નીકળી જાય છે. માધવી નો પણ જીવ હવે ખૂબ જ ગભરાવા લાગી જાય છે એટલે તે પોતાના દીકરા અબીર ને ફોન કરી દે છે. અબીર ઉતાવળા પગે ચાલી રહ્યો હોય છે ને ફોન આવતા જ તે ત્યાં રોકાઈ જાય છે.

" હેલ્લો મા, ક્યાં પોહચી?" અબીર

" બેટા હું ચાલીને આવી રહી છું, દીકરા તું ફિકર ન કર હું એક દમ ઠીક છું " માધવી

" મા હું પણ તારી સામે તને લેવા માટે આવી રહ્યો છું. મા બસ પંદર મીનીટમાં જ તારો દીકરો તારી પાસે હશે." અબીર

" બેટા પણ તારે આવવાની જરૂર નથી બસ હું આવી જ રહી છું." માધવી

" મા હવે હું નીકળી ચૂક્યો છું અને મને પણ સારું લાગશે કે હું સામે ચાલી ને તારી પાસે આવ્યો. પ્લીઝ મા" અબીર

" ઓકે ઠીક છે બેટા, પણ ધ્યાન રાખીને આવજે." માધવી

અબીર સાથે માધવી ફોનમાં વાત કરી જ રહી હોય છે કે એ જ વખતે કેટલાક મવાલીઓ માધવી ની નજીક આવી જાય છે. માધવી મવાલીઓ ને જોઇને થોડી ગભરાઈ જાય છે. મવાલીઓ માધવી પાસે આવીને માધવી ને છેડવા લાગે છે. ફોન માં અબીર " મા મા હેલ્લો મા" બોલી રહ્યો હોય છે પણ કોઈપણ જવાબ આપી ન રહ્યું હતું. પછી પેલો મવાલી અબીરની મા પાસે આવે છે અને માધવી ની ચિખ નીકળી જાય છે.

" મા શું થયું, તું ઠીક છે ને? મા હું આવી રહ્યો છું." અબીર

"ઓય હોય આજ તો આંટી ફરવા નીકળ્યા છે, શું વાત છે ચાલો આંટી આજે અમે તમારો મૂડ બનાવી દઈએ." મવાલી

ફોનમાં અજાણ્યા માણસોનો અવાજ સાંભળીને અબીર ખૂબ જ ગભરાઈ જાય છે. અબીર ને તેની માતાની ફિકર થવા લાગે છે. અબીર ફોન પોતાના કાને જ રાખીને તેની માતા તરફ ભાગવા લાગી જાય છે. અબીર ની બેચેની તેની મા માટે કંઈ નવું જ લખવા જઈ રહી હતી. મવાલીઓ ચારે તરફથી માધવી ને ઘેરીને ઉભા હતા. માધવી થોડી હિંમત કરીને એક મવાલીને ધકકુ મારી દે છે અને પોતાના ઘરની દિશામાં ભાગવા લાગી જાય છે. અબીર નો ડર પણ સાતમું આસમાન પણ ક્રોસ કરી ચૂક્યો હતો. અબીર તેનાથી થઈ શકે એટલું જલ્દી તેની મા તરફ ભાગી રહ્યો હતો.

માધવી એનાથી થઈ શકે એટલી ઝડપી દોડી રહી હતી, પાછળ પેલા મવાલીઓ પણ દોડી રહ્યા હતા. માધવી અને અબીર હવે ફક્ત 10 મિનિટ એકબીજાથી દૂર હતા. માધવી ને દોડતા દોડતા તેની ઓઢણીનો પટ્ટો પગમાં આવી જાય છે અને તે નીચે પડી જાય છે. મવાલીઓ માધવીના ફરતે થઈ જાય છે. બીજી તરફ અબીર જેટલું થઈ શકે એટલું ઝડપી ભાગી રહ્યો હતો પણ તેની માતાથી હજુ તે ઘણો દૂર હતો.

" અરે આંટી આ ઉમરે આટલું ભાગવાની ક્યાં જરૂર હતી? કેટલો શ્વાસ ફૂલી રહ્યો છે, આ જુઓ તમારા પગે વાગી ગયું. આટલું ભાગવાની ક્યાં જરૂર હતી, આંટી આમે તમે અમારા હાથમાં તો આવવાના જ હતા. શું કેવું ભાઈઓ...( બધા હશે છે.) " મવાલી

" બેટા હું તમારી મા ની ઉંમરની છું, ઘરે મારો દીકરો મારી એક મહિનાથી રાહ જોઈ રહ્યો છે. પ્લીઝ મને જવા દો." માધવી

" હા આંટી તમે ચાલ્યા જાઓ, તમને કોઈ પરેશાન નહિ કરે." મવાલી

માધવી જટ ઊભી થઈને લંગળાતા પગે ચાલવા લાગી જાય છે પણ પાછળથી પેલો મવાલી માધવી ને કમર થી પકડીને દબોચી લે છે.

" આટલી પણ જવાની શું ઉતાવળ છે? અમે તમને થોડા સમય પછી સહીસલામત તમારા ઘરે મૂકી જઈશું. પણ એની પહેલા તમને ખૂબ ખુશી આપવા માગીએ છીએ. માની જાઓ નહીતો અમારી પાસે બીજો રસ્તો પણ છે." મવાલી

" બેટા મને જવા દે, મારો દીકરો મારી રાહ જોઈ રહ્યો છે. મને જવા દે." માધવી

" હા અમે ખુદ તમને મૂકી જઈશું પણ એની પહેલા તમને આ ઉમરે અનહદ ખુશી આપવા માગીએ છીએ." મવાલી

માધવી નો જીવ ઊંચો થઈ ચૂક્યો હતો, અબીર પણ હવે ખૂબ નજીક હતો પણ અબીર પહોંચે એની પહેલા જ મવાલીઓ માધવી સાથે દુષ્કર્મ ગુજરી ચૂક્યા હતા. અબીર ની નજર દૂર થી 4-5 લોકો ઉપર પડે છે અને તે ભાગતો ભાગતો તેમની તરફ આગળ વધી રહ્યો હતો. અબીર હવે એટલો નજીક હતો કે તેને પોતાની મા માધવી ની ચીખ પણ સંભળાઈ રહી હતી.

" મા, મા" અબીર

અબીર નો અવાજ સાંભળી પેલા મવાલીઓ થોડા ડરી જાય છે. મવાલીઓ પોતાની જાતને બચાવવા માટે માધવી ના શરીર ઉપર ચાકુ વડે હજારો વાર કરી દે છે અને ભાગી જાય છે. માધવી છેલ્લો શ્વાસ લેતા લેતા બસ એક જ શબ્દ બોલે છે....

" અબીર........" માધવી

અબીર નું નામ લીધા પછી માધવી પોતાનો આખરી શ્વાસ લે છે. અબીર પાસે પોહછે એની પહેલા માધવી નો જીવ જઈ ચૂક્યો હતો. અબીર જેવો જ તેની માતાના નજીક પોહચ્યો છે કે તરત જ એની નજર તેની માતા ના નિવસ્ત્ર શરીર ઉપર પડે છે અને તેના હોશ ઊડી જાય છે.. અબીર જલ્દી થી તેનો શર્ટ ઉતારીને પોતાની માતાના નિવસ્ત્ર પડેલા શરીરને ઢાંકી દે છે. પછી અબીર તેની મા ને બાહોમાં પકડીને જોરથી ચીખ પાડે છે.

" મા...... હું તને કંઈ જ થવા નહિ દઉં. મા તું મને છોડીને ક્યાંય પણ ન જતી. હું હાલ જ રોબર્ટ ડોક્ટર ટીમને બોલાવી તારો ઈલાજ શરૂ કરવી દઉં છું. મા તું ફિકર ન કર તારો અબીર તને કંઈપણ નહિ થવા દે..." અબીર

અબીર ના હોશ અને તેનું મન તેની કાબૂમાં હતું જ નહિ, અબીર તરત જ રોબર્ટ ડોક્ટર ટીમને ફોન કરી દે છે અને ગણતરીની સેકન્ડમાં જ આખી રોબર્ટ ટીમ ત્યાં આવી જાય છે. રોબર્ટ ટીમ ત્યાં આવીને માધવી ના શરીર ઉપર આવેલા જખમને ભરવાના શરૂ કરી દે છે. રોબર્ટ ટીમ જરૂર મુજબ અબીર ની મા માધવી ની દવા કરી રહી હતી. માધવી ના શરીરનું ડ્રેસિંગ કર્યા પછી એક ડોક્ટર રોબો પલ્સ ચેક કરે છે અને ત્યારે તેને ખબર પડે છે કે માધવી મરી ચૂકી હતી.

" મિસ્ટર અબીર માફ કરશો પણ તમારી મા માધવી હવે આ દુનિયામાં રહી નથી. અબીર શાયદ અમારા આવ્યા પહેલા જ તમારી મા પ્રાણ ગુમાવી ચૂક્યા હતા. અબીર તમારી માતાંના શરીર ઉપર દુષ્કર્મ ના નિશાન છે જેને અને કલેક્ટ કરી લીધા છે બસ ગણતરી ના કલાકોમાં જ અમારા રીબો પોલીસ તેમને શોધીને તમે કહો એ પ્રમાણે સજા આપશે. અબીર અત્યારે તમારે હિંમત સાથે કામ લેવું પડશે. અબીર અમારી આખી રોબો ટીમ તમારી સાથે છે." રોબર્ટ

" શું મારી મા મારી સાથે છે?" અબીર

" અબીર તમારી મા અહી જ છે." રોબર્ટ

" તમે મારો દર્દ નહિ સમજી શકો." અબીર

" અબીર અમને પણ તમારા જેવા એક મહાન વૈજ્ઞાનિક એ બનાવ્યા છે. અબીર અમે દર્દ સમજી તો નથી શકતા પણ એને ઓછો કરવા તમારી મદદ કરી શકીએ છીએ." રોબર્ટ

" શું તમે મારી મા ને ફરીવખત જીવતી કરી શકો છો?" અબીર

" માફ કરશો, આ કમાંડ અમારી સિસ્ટમમાં નથી સર." રોબર્ટ

અબીર 29 ડિસેમ્બર 2094 ના દિવસે પોતાનું સર્વસ્વ એટલે કે તેની મા માધવી ને ગુમાવી બેઠો હતો. બસ એજ દિવસે તેની માતા ના અગ્નિ સંસ્કાર પછી અબીર અંતર્મુખી જિંદગી જીવવા લાગી ગયો હતો.) અબીર

1st જાન્યુઆરી 2100

અબીર ની કહાની સાંભળી ત્યાં બેઠેલ દરેક ની રૂહ કંપી ઊઠી હતી. દરેકની આંખોમાં આંસુ હતા, અબીર ના પિતા ઊભા થઈને અબીર ના ગળે લાગી જાય છે. અબીર સાથે બનેલ આ ઘટના આ સમાજ માટે એક દુર્દશા ઊભી કરી રહી હતી પણ હવે અબીરે કરેલા ઇન્વેશનથી આ સમય બદલાઈ જશે! એવી ઉમ્મીદ ત્યાં બેઠેલા દરેક લોકોની હતી.

ક્રમશ.......