ભાગ - 3 - પ્રેમ, રોબર્ટ ને પાર્ટી
અર્વી અને અબીર એકબીજાની બાહોમાં લપતાઈને પ્રેમનો અહેસાસ માણી રહ્યા હોય છે. અબીર અત્યારે પોતાના બધા જ ગમ ભૂલી જઈને બસ અર્વી ની પ્રેમાળ આંખોમાં પરોવાયેલા હતો. અર્વી નો પ્રેમ રોબર્ટ કુંજ માટે હતો પણ અર્વી એ વાત થી હજુ ઘણી અજાણ હતી કે એને જેનાથી પહેલી નજરનો પ્રેમ થયો છે એ અબીર નહિ પણ રોબર્ટ કુંજ છે. અર્વી અને અબીર એક બીજાની આંખોમાં એવા ખોવાયેલ હતા કે તેમની આસપાસ શું થઈ રહ્યું હતું તેની પણ એ બંને ને જાણ હતી જ નહિ! થોડા જ સમયમાં કિયારા અને રિવાયત તે બન્નેની પાસે આવે છે અને ખૂંખાર ખાય છે. અર્વી અબીર ને છોડીને કંઈપણ ન થયું હોય એવો દેખાવ કરી શરમાવા લાગે છે અને અબીર પણ પોતાના કપડા ઠીક કરવામાં લાગી જાય છે.
" મે તને મારી હેલ્પ માટે બોલાવી હતી ને તું....." કિયારા
" અરે યાર એવું કંઈ નથી, હું તારી જ મદદ કરવા જ તો આવી હતી પણ યાર , આમને તને બચાવી લીધી. હું તો બસ આમનો આભાર વ્યક્ત કરવા આવી હતી ને મારો પગ બેન્ડ થઈ ગયો, ને હું આમની બાહોમાં જઈને અટવાઈ ગઈ." અર્વી
" ઓહ હો શું વાત છે. મેડમ હવે બાહોમાં ભરાવા લાગી ગયા..." કિયારા
" અરે યાર એવું કંઈ નથી પણ હવે તું જે સમજે એમાં હું કશું જ ના કહી શકું. " અર્વી
( હસીને ) " મારી સહેલી અર્વી હું બધું જાણું છું કે એવું કંઈ નથી.... ચાલ એ જવા દે અને આમને મળ આ છે સાયન્ટિસ્ટ અબીર અગ્નિહોત્રી અને આ છે એમનો મિત્ર રિવાયત! હું આમની જ પ્રોડક્ટ ની જ એડ કરી રહી છું." કિયારા
" ઓહ હેલ્લો અબીર, નાઈસ ટુ મીટ યુ ( બંને હાથ મિલાવે છે. ) હેલ્લો રિવાયત , તમને મળીને આનંદ થયો. " અર્વી
" ચાલ અર્વી હવે જઈએ! કાલે 31st ની પાર્ટી ખૂબજ યાદગાર અને શાનદાર રહેવાની છે. શું કહેવું રિવાયત સર!" કિયારા
" અફ્કોર્સ કીયરા! " રિવાયત
કીયારા અને અર્વી રિવાયત અને અબીર ને બાય કહીને ઘરે જવા માટે નીકળી જાય છે. અર્વી ની નજર અને દિલ બંને પાછળ વળી વળીને અબીર ને જોવાનો પ્રયાસ કર્યા કરે છે. અર્વી ને પોતાના દિલની હાલત સમજમાં નથી આવી રહી કે તેની સાથે થઈ શું રહ્યું છે. અબીર પણ અર્વી ને જતાં નિહાળી રહ્યો હોય છે. અબીર ના દિલમાં પણ લગભગ અર્વી માટે લાગણી એ જન્મ લઈ લીધો હતો. રિવાયત ની નજર અબીર ઉપર પડે છે ત્યારે અબીર પોતાનામાં જ ખોવાયેલો હોય છે.
" અબીર, ક્યાં ખોવાયેલો છે? " રિવાયત
" તો ચાલ જવું નથી તારા માટે કપડા ખરીદવા માટે! " રિવાયત
" હા ચાલ ને ભાઈ જલ્દી, પછી મારે ઘરે પણ જવાનું છે." અબીર
" હે ભગવાન, ખબર નહિ આને ઘરે જવાની કેમ આટલી ઉતાવળ હોય છે! આ છોકરો આજે ઠીક પાંચ વર્ષ પછી બહાર નીકળ્યો છે તો પણ આ રંગીન દુનિયાને માણવા માટે તૈયાર નથી!" રિવાયત
" મારી દુનિયા મારી મા થી રંગીન હતી. જેને હું પાંચ વર્ષ પહેલા આ હરામી દુનિયાથી બચાવી નથી શક્યો. ( રડવા લાગે છે.)" અબીર
" અબીર એ તારા હાથમાં ન હતું! અબીર ભગવાન ને જે ગમ્યું એ ખરું." રિવાયત
રિવાયત અબીર ને શાંત કરે છે અને થોડા સમય પછી બંને ખરીદી કરવા નીકળી જાય છે. ખરીદી કર્યા પછી રિવાયત અબીર ને એના ઘરે મૂકીને પોતાના ઘરે જાય છે. બીજી તરફ અર્વી પોતાના ઘરે અબીર ના જ ખ્યાલોમાં ખોવાયેલી હોય છે. એજ સમયે અર્વી ને વિચાર આવે છે કે એ જે અબીર ને મળી એ પેલો અબીર હતો જ નહિ જેને કિયારા ને બચાવી હતી. કિયારા ને બચાવનાર અબીર તો ઘણો હેન્ડસમ અને એની પર્સનાલિટી પણ ઘણી સારી હતી પણ એ જે અબીર ને મળી એ તો દેખાવડો હતો પણ એની પર્સનાલિટી ઠીક ઠાક હતી.
" એક જ માણસ એક સેકન્ડમાં કંઈ અલગ હતો ને બીજા સેકન્ડે કંઇક અલગ! આ કઈ રીતે શક્ય જ છે?" અર્વી ( પોતાને જ)
(બીજા જ સેકન્ડે ) " અર્વી તું પાગલ છે યાર ( પોતાના માથા ઉપર ટપલી મારીને ) તને એટલી પણ સમજ નથી કે આવનાર 22 મી સદી ટેકનોલોજી થી વિકસિત સદી રહેવાની છે. અબીર એક વૈજ્ઞાનીક છે, એ પોતાનો દેખાવ અને પર્સનાલિટી સરળતાથી બદલવા માટે સક્ષમ હશે! હવે તું અબીર પુરાણ બંધ કર અને ડિનર ની તૈયારીમાં લાગી જા." અર્વી
અર્વી પોતાનું જમવાનું જાતે જ બનાવતી હતી પણ અબીર ના ઘરે જમવાનું તેનો રોબર્ટ નિકુંજ બનાવતો હતો જે અબીરે આજથી છ વર્ષ પહેલા બનાવ્યો હતો. અબીર ને પોતાની મા ની ઘણી પરવાહ હતી એટલે તેને આ રોબર્ટ નિકુંજ બનાવ્યો હતો. જેથી અબીર ની માતાને રસોઈ બનાવવામાં કોઈ અગવડ પડે નહિ. રોબર્ટ નિકુંજે જમવાનું તો તૈયાર કરી દીધું હતું, પણ આજે અબીર જમવાના સમયે નીચે આવ્યો જ નહિ! કેમકે આજે પાંચ વર્ષ પછી પોતાની માટે કંઈ લાવ્યો હતો. અબીર વિચારતો હતો કે સૌથી પહેલા એ તૈયાર થઈને પોતાની માતાની આગળ આવશે. અબીર લાવેલા કપડા અને શુઝને પહેરી તૈયાર થઈ જાય છે. અબીર તેની મા ના ફોટો આગળ આવીને તેની મા ને પૂછે છે.....
" મા હું કેવો લાગુ છું? તારા ગયા પછી આજે હું ફરીએક વાર તને ગમતો હોય એમ તૈયાર થયો છું. મા તું હંમેશાથી ઈચ્છતી હતી કે તારો દીકરો રાજાની માફક જિંદગી જીવે તો મા આજથી હું એ રીતે જ મારું જીવન વીતાવીશ! મા હું તારો લાયક દીકરો બનીને દુનિયાને દેખાડીશ. મા જો તારો દીકરો લાગે છે ને આજે રાજા ના કુંવર જેવો! મા મને નજર લાગી જશે, તું આવીને તારા કાજળ થી મારા કાન પાછળ નજરિયું ટિક્કુ લગાવી દે ને, મા મને તારી ખૂબ જ જરૂર છે જો હજુ મને સરખા કૉલર બનાવતા પણ નથી આવડતા, તું ઠીક કરી દે ને મા. જો મે પાંચ વર્ષથી મારા આ વાળમાં તેલ લગાવ્યું નથી! તું એમાં માલિશ કરવા પાછી આવી જા ને મા, તારો દીકરો આ સંસારમાં એકલો પડી ગયો છે! એને તારા સાથની ખૂબજ જરૂર છે, મા તારા વગર તારો અબીર અધૂરો છે. ( જોર જોરથી રડે છે. )" અબીર
અબીર પોતાની મા ના ફોટો આગળ નોધારા આંસુ એ રોઈ રહ્યો હતો અને શિવરાજ દરવાજે આવીને ઊભો રહી ગયો! શિવરાજ ને અબીર ની વાત સાંભળીને ઘણું જ દુઃખ થાય છે કે તે પોતાના દીકરાને પિતાનો સહારો પણ ન આપી શક્યો. શિવરાજ પોતાની જાત ને સંભાળી લે છે અને દીકરાના રૂમમાં જઈ તેનો સહારો બનવા લાગી જાય છે. શિવરાજ અબીર ના કૉલર ઠીક કરે છે ત્યારે અબીર પોતાની બંધ આંખો ને ખોલી....
" હા બેટા હવે હું તારા પિતાની સાથે તારી મા પણ બનીશ! બેટા આજે મને ભાન થયું છે કે મે જિંદગીમાં શું ગુમાવ્યું છે. અબીર હવે તને તારા પિતા ઉપર પણ ગર્વ થશે એવો પિતા બનીને બતાવીશ." શિવરાજ
અબીર પાછળ ફરીને પોતાના પિતાના ગળે લાગી જાય છે. આ બદલાવ અબીર ની જિંદગી નો સૌથી મોટો બદલાવ હતો પણ હવે જે કંઈ 31st ની પાર્ટીમાં થવાનું હતું એ અબીર માટે બઉ મોટી વાત હતી. અબીર ધીરે ધીરે બદલાઈ રહ્યો હતો પણ આ બદલાવ ને એક સાચી દિશા હવે અર્વી જ આપી શકે એમ હતી. અબીર ના પિતા તેનો હાથ પકડીને તેને નીચે લઈ જાય છે.
" અબીર આજ સુધી જે તારી મા એ તારા માટે કર્યું છે એ હવેથી તારો પિતા તારી માટે કરશે. ચાલ અબીર તારા વાળમાં તેલ લગાવી દઉં! નીચે બેસી જા બેટા." શિવરાજ
શિવરાજ પોતાના બંને હાથમાં તેલ લઈને અબીર ના વાળમાં લગાવવું શરૂ કરી દે છે. અબીર ની આંખોમાંથી આંસુ ધીરે ધીરે બહાર પોતાનો રસ્તો બનાવી રહ્યા હતા. અબીર નું દિલ અને મન આજે સાથે રુદન કરી રહ્યું હતુ. અબીર ની નજર આગળ પોતાની માતાની યાદો તસ્વીર બનીને વાગોળાઇ રહી હતી. પછી અબીર તેના પિતાના ગળે લાગીને જોરદાર રડવા લાગે છે. શિવરાજ અબીર ને શાંત કરીને એના રૂમમાં મોકલી દે છે.
અર્વી 31st ની શાનદાર પાર્ટી માટે તૈયાર થઈ રહી હોય ને એટલામાં તેની ઉપર કિયારા નો ફોન આવે છે.
"અર્વી કેટલો સમય લાગશે યાર તને? હું ક્યારની નીચે તારી રાહ જોઈ રહી છું." કિયારા
"બસ યાર બે મિનિટ, હમણાં આવી." અર્વી
"તું છેલ્લા એક કલાકથી બે મિનિટ, બે મિનિટ કહી રહી છે. હે ભગવાન આની બે મિનિટ ક્યારે થશે? (માથું પોતે છે)" કિયરા
" જો તું દશ સુધી કાઉન્ટ કર, હું એની પહેલા આવી જઈશ." અર્વી
"ઠીક છે પણ જો તું નહિ આવી તો હું એકલી જ જતી રહીશ! 10-9-8-7-6-5-4-3-2-1" કિયારા
" જો તારી સામે હું આવી ગઈ." અર્વી
અર્વી જેવી જ કિયરા ની સામે આવી કે કિયારા તો અર્વી જે જોતી જ રહી ગઈ. અર્વી બ્લેક ન્ડ નેવી બ્લ્યુ આઉટફિટ્ટ માં તે કોઈ હિરોઈન થી કમ નોહતી લાગી રહી. અર્વી ના ચહેરા પરના ડિમ્પલ આજે તેમાં ડૂબવા માટે મજબૂર કરી રહ્યા હતા. કિયારા અર્વી માં ખોવાયેલી હતી ને એ જ વખતે અબીર અને રિવાયત ત્યાંથી નીકળે છે. રિવાયત કિયરા ની કાર જોઇને પોતાની કાર ઊભી રાખે છે. રિવાયત અને અબીર કારમાંથી નીચે ઉતરે છે. રિવાયત કિયરા પાસે જાય છે પણ અબીર ની નજર અર્વી ઉપર આવીને જ રોકાઈ ગઈ હતી.
અચાનક જ અર્વી ની નજર પણ અબીર ઉપર પડે છે ને તે અબીર તરફ ખેંચાવા લાગી જાય છે. અર્વી અને અબીર એક બીજા તરફ આગળ વધી રહ્યા હોય છે ને અબીર ના પગમાં ઠેશ લાગે છે ને તે સીધો જ જઈને અર્વી ઉપર પડે છે. અર્વી અને અબીર એકબીજાની બાહોમાં ગોથા ખાઈ રહ્યા હોય છે પણ બંનની નજર એકબીજા ઉપરથી હટવાનું નામ જ ન લઈ રહી હતી. અબીર અને અર્વી એકબીજાની આંખોમાં એવા ખોવાયેલા હતા કે તે આજુબાજુ થઈ રહેલી દરેક વસ્તુ ભૂલી ચૂક્યા હતા. શું આ અબીર અને અર્વી ના પ્રેમની શરૂઆત હતી?
ક્રમશ..........