CHANGE OF LOVE - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો બદલાવ - 8 - સચ્ચાઈથી સામનો - 03







સચ્ચાઈથી સામનો - 03

અબીરના દિલમાં વર્ષોથી પડેલો બોઝ આજે દુનિયાની રૂબરૂ હતો, અબીરના પિતાને પણ આજે જ ખબર પડી હતી કે તેમની પત્ની સાથે શું થયું હતું! અબીરના પિતાને પોતાની જાત ઉપર ગુસ્સો આવી રહ્યો હતો કે અબીરની અંતર્મુખી હાલત જોઈને તેમને હંમેશાં અબીર ઉપર ગુસ્સો જ કર્યો છે. આટલા હોનહાર દીકરા ઉપર માર અને મેણા બોલીને તેની હાલત વધારે ખરાબ કરવામાં યોગદાન આપ્યું હતું. અબીરના પિતા અબીરની સાથે આંખો મિલાવી શકે એમ પણ હતા નહિ! રોહન નીચે જોઇને અબીર આગળ બે હાથ જોડી દે છે.

" અબીર.... બેટા... મને માફ કરી દે દીકરા, હું તારો ગુનેગાર છુ. બેટા મને આજ સુધી ખબર જ ન હતી કે મારી પત્ની માધવી સાથે શું થયું હતું! આજ સુધી મે ક્યારેય પણ જાણવાની કોશિશ નથી કરી કે તારી હાલાત પાછળનું કારણ શું થતું! બેટા બસ આજ સુધી મે તારી ઉપર બસ લાંછન જ લગાવ્યા છે. જ્યારે તારે ખરા સહારાની જરૂર હતી ત્યારે હું એક સારો બાપ પણ ન બની શક્યો! બેટા હું બાપ કેવરાવાને લાયક નથી." રોહન

" પપ્પા એમાં તમારો કોઈ દોષ નથી પણ મને તો તમારી ઉપર નાઝ છે કે તમે મને મારા પિતા રૂપે મળ્યા. આજે જે પણ છું એ તમારા અને મારી માતાના લીધે છું. પાપા આજે મારા પ્રોજેક્ટનું ઈનોગ્રેશન તમારા હાથે જ હું કરાવવા માગું છું. પાંચ વર્ષ પહેલા હું મારી મા પાસે ઈનોગ્રેશન કરાવવાનો હતો પણ સમયની કાયાપલટને લીધે હું કરાવી ન શક્યો." અબીર

" બેટા મને તારી ઉપર નાઝ છે." રોહન

રોહનને પોતાના દીકરા અબીર ઉપર ખૂબજ નાઝ થતો હતો. અબીરને ગળે લાગી એના માથાને ચૂમી પોતાની સીટ ઉપર જઈને બેસી જાય છે. અર્વી ફરી એકવખત અબીરનો હાથ પોતાના હાથમાં પકડીને ઊભી રહી જાય છે. અર્વી અબીર સામે તેની આંખોમાં આંખો મિલાવીને અબીરના વહેતા આંસુને રોકવાનો પ્રયાસ કરે છે. હવે સમય હતો અબીરને ફરી એકવાર જજોના પ્રશ્નોના જવાબ આપવાનો! અબીર પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર થઈ જાય છે.

" અબીર તમારી માતા સાથે જે થયું એનું અમને ખૂબજ દુઃખ છે પણ અબીર ભૂતકાળમાં જે થયું એના લીધે આપડે આપડું આજ ખરાબ ન કરવું જોઈએ!" મિસ્ટર ભટ્ટ

" માફ કરશો; હું જાણું છું કે મારે વચ્ચે ન બોલવું જોઈએ પણ હું કંઈ કહેવા માગું છું." અર્વી

" ઓકે, આપ કહી શકો છો." મિસ્ટર ભટ્ટ

" મિસ્ટર ભટ્ટ ભૂતકાળને ભૂલીને આજમાં જીવવું જોઈએ પણ સર મને એ વાતનો જવાબ આપશો કે શું તમારી આંખો આગળ તમારા કોઈ અંગત સાથે આવું દુષ્કર્મ થયું હોત તો શું તમારી આજ રાય હોત?" અર્વી

અર્વી એ કરેલ પ્રશ્ન ત્યાં બેઠેલા દરેકને વિચારવા માટે મજબૂર કરી દે એમ હતો. મિસ્ટર ભટ્ટ પોતાની આંખો નીચી કરીને પોતાના પગ જોવા લાગી જાય છે. મિસ ચૌધરી અર્વી સામે જોઇને સ્મિત કરી અબીરને પ્રશ પૂછે છે.

" મિસ્ટર અબીર, આપ એ women sefty watch ગેજેટ તો બનાવી દીધું છે પણ અમને એ સમજાવશો કે આ ગેજેટ કાર્ય કઈ રીતે કરે છે?" મિસ ચૌધરી

" મિસ ચૌધરી women sefty watch ગેજેટ છે જે એકલી મહિલાઓની જ નહિ પણ પુરુષોની પણ રક્ષા કરવા માટે સક્ષમ છે. આ ગેજેટમાં મે બે પ્રકારના ડિઝાઇન બનાવ્યા છે એક પુરુષ માટે અને બીજી ડિઝાઇન સ્ત્રીઓ માટે! આ ગેજેટ સોલર પાવરથી ઇનબિલ્ટ સિસ્ટમથી સક્રિય છે. જે ધૂપ મળતાં જ ગણતરીની 10 મિનિટમાં જ ફૂલ ચાર્જ થઈ જાય છે જે આશરે 15 દિવસ સુધી ચાલે છે. આમાં લાગેલી નેનો ચિપ કૉલ્સ, મેસેજ અને લોકેશન મોકલવા માટે પૂરી તરહ થી સક્ષમ છે." અબીર

અબીર આગળ કંઈ બોલે એની પહેલાં જ મિસ્ટર ચૌધરી રોકી દે છે.

" મિસ્ટર અબીર નેનો ચિપ, મતલબ કે તમારું ગેજેટ નેટવર્ક ઉપર કામ કરે છે. તો મિસ્ટર અબીર કોઈ સમયે એવું બને કે આ ગેજેટ પહેરનાર વ્યક્તિ કોઈક એવી જગ્યા ઉપર હોય કે જે જગ્યા ઉપર નેટવર્ક ન હોય તો મુસીબતમાં મુકાયેલ વ્યક્તિની મદદ તમે કઈ રીતે કરશો?" મિસ્ટર ચૌધરી

" સર એમાં એવું છે કે આ નેનો ચિપ દુનિયાના હર એક નેટવર્ક અને સેટેલાઇટ સાથે કનેક્ટ છે. જો કોઈ એરિયામાં નેટવર્ક ન મળે તો આ ચિપ સેટેલાઇટથી પણ પોતાનું કામ કરી શકે છે." અબીર

" મિસ્ટર અબીર આ વર્ક કઈ રીતે કરશે?" મિસ્ટર ભટ્ટ

" આ ગેજેટ નેનો ચિપ આધારિત વર્ક કરે છે એ તો તમે જાણો જ છો! આ ગેજેટ ઉપર એક સ્વિચ આપવામાં આવી છે જેને સ્પેસ કરતાં જ મારા રોબર્ટ કુંજ ઉપર મેસેજ પોહચી જશે અને ગણતરીની સેકન્ડમાં જ મારો રોબોટ કુંજ ત્યાં હાજર હશે અને મુસીબતમાં મુકાયેલ વ્યક્તિને બચાવી તેને સહીસલામત પોતાની મંજિલ સુધી પોહચડવામાં મદદ કરશે." અબીર

" વાઓ. અબીર તમારી શોધ તમારા વિચારોની જેમ જ ઉચ્ચ છે." મિસ ચૌધરી

" આભાર મિસ ચૌધરી, હવે આગળના ડેમો મારો મિત્ર રિવાયત આપશે; જેના લીધે આજે મારો આ પ્રોજેક્ટ તમારી આગળ રજૂ થઈ ચૂક્યો છે. ઠેંક્યું" અબીર

અબીર અર્વી સાથે જઈને બેસી જાય છે. રિવાયત ઊભો થઈને પોડિયમ પાસે આવે છે. રિવાયત આવીને ડેમો શરૂ કરે છે, રિવાયત પોતાના હાથમાં રિમોટ લઈને વાઇટ સ્ક્રીન તરફ રાખીને પાવર ઓન બટન પ્રેસ કરે છે. આ ડેમો અબીરના કહ્યા પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યો હતો જેમાં આ ગેજેટના દરેક પાર્ટ વિશે માહિતી આપવામાં આવી હતી. ડેમો પૂરો થયા પછી રિવાયત પાછો જઈને પોતાની સીટ ઉપર બેસી જાય છે અને ફરી એકવાર અબીર પોડિયમ પાસે આવીને ઊભો થઈ જાય છે.

" મિસ્ટર એન્ડ મિસ ચૌધરી, મિસ્ટર ભટ્ટ આપની પરમિશન હોય તો હું આજે અહી મારા ગેજેટ " women sefty watch & men sefty watch " નું ઈનોગ્રેશન મારા પિતાના હાથે આ સ્ટેજ ઉપર કરાવવા માગું છું!" અબીર

" ઓકે વાય નોટ?" મિસ ચૌધરી

અબીર પોતાના પિતા પાસે જઈને તેમને ગેજેટ પાસે લઈ આવે છે. રોહન આ ગેજેટનું ઈનોગ્રેશન કરીને પોતાને ખૂબજ નસીબદાર માને છે.

" અત્યારે આ ગેજેટ ફક્ત અમારા શહેર મહેસાણા માટે છે, આવનાર સમયમાં ગુજરાત માટે પછી પૂરા ઇન્ડિયા માટે અને આખરે આ દુનિયાના દરેક દેશમાં આપવામાં આવશે, આ ગેજેટ આપડા દેશ અને દુનિયામાં થતાં દુષ્કર્મ અને ગુનાઓને રોકવામાં મદદ રૂપ થશે. આ ગેજેટના ઉત્પાદન માટે હું દેશના એક લાખ વૈજ્ઞાનિકોને આજે આ સ્ટેજ ઉપરથી આમંત્રિત કરું છું કે એ મારી સાથે જોડાય અને રોજગારી મેળવે!." અબીર

અબીરના ઉમદા વિચાર ત્યાં હજાર દરેક લોકોના દિલ ઉપર રાજ કરી રહ્યા હતા. જે લોકો અબીરને છોકરું માનતા હતા એ લોકોને આજે અબીર ઉપર ગર્વ થઈ રહ્યો હતો. ત્યાં હાજર દરેક લોકો અબીરના રોબોટ કુંજને મળવા ઉત્સાહિત હતા. રોબોટ કુંજ દુનિયા માટે તો ખુશીઓની સોગાત લાવવા જઈ રહ્યો હતો પણ અબીરની જિંદગી ફરીવખત અંધારામાં ધકેલાવા જઈ રહી હતી.

" મિસ્ટર અબીર, તમારો પ્રોજેક્ટ તો અમે બધાએ જોઈ લીધો પણ જે આ પ્રોજેક્ટનો મેઈન હીરો છે એનાથી તો તમે અમને હજુ સુધી રૂબરૂ કરાવ્યા જ નહિ! ક્યાં છે તમારો રોબોટ કુંજ?" મિસ ચૌધરી

" ઓહ માફ કરશો, બસ હાલ જ!" અબીર

અબીર પોતાના ખિસ્સામાંથી એક રિમોટ નીકાળી કી પ્રેસ કરે છે. થોડી જ સેકન્ડમાં કુંજ બધાની નજરની સામે હતો. રોબોટ કુંજને જોઈને ત્યાંના આયોજક વિચારમાં પડી જાય છે. કેમકે તેમને તો ખબર હતી જ નહિ કે આ કુંજ એ એક રોબોટ હતો. બધા માટે તો આ એક આશ્ચર્ય ની વાત હતી પણ અર્વી રોબોટ કુંજને જોઈને પોતાની આંખો ઉપર તેને વિશ્વાસ ન થઈ રહ્યો હતો. અર્વી અબીરનો હાથ છોડાવી પોતાના પગ પાછા લઈને કિયારા અને રિવાયત તરફ આગળ વધી રહી હતી. અર્વી પાછળ ના પગે કિયારા ને જઈને ટકરાઈ જાય છે.

" અર્વી શું થયું? કેમ આમ પાછળ પગે ચાલે છે? અર્વી બધું ઠીક છે ને?" કિયારા

" કિયારા પેલા વીડિયોમાં તને જે અબીરે બચાવી એ અબીર હતો કે રોબોટ કુંજ?" અર્વી

" શું થયું! કેમ અર્વી અત્યારે આ પ્રશ્ન?" કિયારા

" તું મને જવાબ આપ, બચાવનાર અબીર હતો કે કુંજ!" અર્વી

" રોબોટ કુંજ હતો એ!" કિયારા

" એટલે મારી સાથે દગો થયો છે, મને અંધારામાં રાખવામાં આવી? પણ મારી સાથે આવું કરવામાં કેમ આવ્યું? મારા દિલ સાથે રમવામાં કેમ આવ્યું?" અર્વી

" અર્વી અત્યારે શાંત થઈ જા, તારા દરેક પ્રશ્નોના તને જવાબ મળશે! અર્વી અત્યારે અબીર અને એની ટીમ માટે સ્પેશ્યલ દિવસ છે, પ્લીઝ તું શાંતિથી કામ લે! અને આ પાણી પી અને પછી ઊંડા શ્વાસ લે અને શાંત થવાની કોશિશ કર." કિયારા

કીયારા અર્વી ને પાણી આપી શાંત કરવાની કોશિશ કરે છે. અર્વીના મૂડ સાથે તેનો વિશ્વાસ પણ છિન્ન થઈ ચૂક્યો હતો. અર્વીના મનમાં નિરાશા વ્યાપી ગીત વાગી રહ્યા હતા અને તેનું દિલ પણ તૂટી ચૂક્યું હતું. થોડા સમય પછી આયોજક પોડિયમ પાસે આવી જાય છે.

" હેલ્લો ફ્રેન્ડ, હવે એ સમય આવી ચૂક્યો છે કે આ વિશ્વને 22 મી સદીનો બેસ્ટ વૈજ્ઞાનિક મળી જશે! તો હું આપડા જજ મિત્રોને આમંત્રણ આપીશ કે તે આવીને શ્રેષ્ઠ વૈજ્ઞાનિકને એવોર્ડ વડે સન્માનિત કરશે." આયોજક

મિસ્ટર એન્ડ મિસિસ ચૌધરી, મિસ્ટર ભટ્ટ ઊભા થઈને પોડિયમ પાસે આવી જાય છે.

" આજે વિનર નું નામ જાહેર કરતા પહેલા હું અને મારા સહ જજ દરેક વૈજ્ઞાનિક મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને તેમને શુભકામનાઓ પાઠવીએ છીએ." મિસ્ટર ભટ્ટ

" આજે જે આ વિશ્વને એક નવા મકામ ઉપર લઇ જવામાં સફળ થયા છે એ વૈજ્ઞાનિક નું નામ છે........ અબીર અગ્નિહોત્રી... અબીરને આ એવોર્ડ એટલા માટે નથી આપવામાં આવ્યો કે અબીર એ દુનિયાનો સર્વશ્રેષ્ઠ પ્રોજેક્ટ બનાવ્યો છે પણ એટલા માટે આપવામાં આવે છે કે આ પ્રોજેક્ટની જેમ અબીરના વિચાર પણ ઘણા ઉચ્ચ છે. અબીર પ્લીઝ સ્ટેજ ઉપર આવો અને આ વિશ્વના પ્રણેતા રૂપી દોર તમારા હાથમાં લઈ આ વિશ્વને એક નવા મુકામ ઉપર જવામાં તમારું યોગદાન આપો!" મિસ ચૌધરી

અબીર સ્ટેજ ઉપર પોતાના પિતાને સાથે લઈને આવે છે અને એવોર્ડ પોતાના પિતાના હાથમાં અપાવે છે.

ક્રમશ........


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED