Featured Books
શ્રેણી
શેયર કરો

ચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ 7

“ઇન્ટરવ્યૂ માટે કોલેજમાંથી રજા તો લીધી છે ને?” દુકાનમાં એકબાજુંના કોર્નર પર લારી સજાવીને ફટાકડા ગોઠવતો આકાશ આ સાંભળી જરા ચોંક્યો, પણ કઈ સાંભળ્યું જ ના હોઈ આમ એ youtube પર વિડિઓ દેખાવાનો ડોળ કરવા લાગ્યો. પપ્પા તો પપ્પા હોઈ છે, એમ થોડી ચલાવી લે. એટલે જોરથી આકાશને બૂમ પાડીને પોતાની પાસે અંદર દુકાનમાં બોલાવ્યો અને નરમાશથી ફરી પૂછ્યું. આ બાજુ ફટાકડાના સ્ટોલ પર ગ્રાહકને આવતા જોઈ નાનોભાઈ રિશી ત્યાં બેસી ગયો અને એમને ટીકડીઓ ફોડવાની બંદૂક બતાવવા લાગ્યો.

“પપ્પા, કોલેજ ચાલુ થાય એનાં એક વીક પછી છે. તો મેડમ એ રજા ના આપી, કીધું કે કોલેજ આવવું જ પડશે.” આમતો એણે રજા જ નહોતી માંગી એને ડર હતો કે જો રજા આપી દીધી તો ધરાદર્શન નઈ થાય.

“હું ડાઇરેક્ટ સુરત થી જ જતો રહીશ આમ પણ ટ્રેન ત્યાં થઈને જ જશે”

“ત્યારે રજા આપેગા કે પછી નઈ?”

“ના રે, આપેગા. મૈં પૂછેલું એમને” હળાહળ જૂઠ બોલતા પણ એ ખચકાયો નઈ.

""સારું, પણ બે દિવસ પહેલા રાજા લઇ લેજે બીટા, ઘરે થઈને જજે, ત્યાં તું એકલો કેવી રીતે બધું મેનેજ કરેગા, અહ્યા આવીને જિયાજી સાથે બરોડાથી બેસી જજો ટ્રેનમાં."

"સારું પપ્પા."

"ને પછી તૈયાર થઇ જજે આપડે પેલા અશોકભાઈના ઘરે જવાનું છે, એમનો છોકરો નેવીમાં જ છે, થોડું માર્ગદર્શન મળી જશે તો સારું રેસે, મેં વાત કરેલી જ છે એમને એ ૬ મહિના માટે હમણાં ઘરે જ આવેલો છે."

"સારું પપ્પા" કહીને એ ઘરમાં ઘુસી ગયો. "આ પપ્પા પણ આખા ગામમાં વાત કરી દેશે કે મારુ નેવીમાં ઇન્ટરવ્યૂ છે, શું જરૂર છે ત્યાં જવાની?" કહીને જોરથી કપડાં મુકવાના કબાટનો દરવાજો બંધ કર્યો.

"ધ્યાનથી, હજુ હમણાં જ પપ્પા એ એમાં નવો કાચ બેસાડ્યો છે, તૂટી જશે તો પાછા અકળાશે, ચાલ જમીલે, તારા માટે રોટલોને કઢી બનાવ્યા છે." રસોડામાંથી મમ્મીએ સાદ કર્યો.

એન્જિનિરીંગ છોડાવીને એને સુરત મોકલેલો ત્યારથી એને પપ્પા માટે થોડો અણગમો જ રહી ગયો છે. મમ્મી -પપ્પાએ આપેલી સલાહો થોડી કડવી લાગે ખરી પણ તેઓ હંમેશા દિલ થી જ પોતાના બાળકો માટે નિર્ણય લેતા હોઈ છે.કદાચ એ એમના decisionમાં ખોટા પડી શકે પણ તેમની નિયત ક્યારેય ખોટી નથી હોતી. ભલે આકાશને હાલ આ બધું સમજાતું નથી, પણ જો એ સુરત ના ગયો હોત તો શું એને એનો પહેલો પ્રેમ મળતો? શું એ ક્યારેય આમ પ્રેમમાં વિશ્વાસ કરતો?. ના જાણે કેમ, પણ તે હજુ પણ પોતાના પપ્પા ને માફ નથી કરી શક્યો. પોતે એ વાત માને છે કે સુરત એના માટે લકી સાબિત થયું, પણ એના માટે એના પાછળ પપ્પાનો જ હાથ છે એ એને કેમ નથી સમજાતું. ખેર, એ ત્યારે આંખ આડા કાન કરી બેસે છે ને પપ્પા એ એને મેડિકલમાં કેમ મોકલ્યો એજ વાતે પપ્પાથી નારાજ રહે છે. અજીબ છે આ ૧૮ વર્ષની ઉંમર પણ. આપણને પામવું પણ બધું હોઈ છે ને એ પણ પોતાની જ શરતો એ, માં બાપના નિર્ણયો જુનવાણી અને પોતાના અવિકસિત નિર્ણયો મોડલ લાગતા હોઈ છે. હજુ તો આ દેડકી કુવામાંથી બહાર આવી હતી, પણ પોતાને બધી જ ખબર છે એવી ખોટી માન્યતામાં ફરતી હતી,

********************************************************************************

બેસતાવર્ષ નો એ દિવસ. હમેંશની જેમ મમ્મી ૪ વાગ્યાના ઉઠીને બધાને ઉઠાડવા લાગ્યા. "આકાશ , રિશી, ચાલો ઉઠો, આજે તો ઉઠો, આજે સુઈ રેસો તો આખું વર્ષ ઊંઘી રેહો, ચાલો ઉઠો, હમણાં બધા મંદિરે આવવા લાગી જશે"

"ઊંઘવા દોને મમ્મી, હજુ તો ૪ જ વાગ્યા છે" રિશી રજાઈમાથા સુધી ટાંપીને પડખું બદલાવ લાગ્યો.

"ચાલો ઉઠો, પછી ૬ વાગ્યાનું મુહર્ત છે , તો દુકાનમાં પૂજા બી તો કરવાની છે ને, પપ્પા હમણાં હાર નેમ લઈને આવી જશે" મમ્મી એ કૅલેન્ડર બદલતા જઈને મુહૂર્ત જોઈ લીધું. પછી વાડામાં જઈને ઝાડુ મારવામાં વ્યસ્ત થઇ ગયા

"ચાલો ઉઠો, ને પેલી દુકાન ખોલો, જા આકાશ, દુકાનમાં જઈને સફાઈ કર" પપ્પા એ ઠંડા ઠંડા દૂધની થેલી આકાશના ગાલે મૂકીને એને ઉઠાડવાનો પ્રયાશ કર્યો. પપ્પા આમ તો બિચારા કૂલ હતા અને મજાકમસ્તી પણ કરતા રહેતા હોઈ છે, પણ આ ભાઈ તો પોતાના ગુસ્સામાં જ હતા. પપ્પા પણ પોતાના તરફથી કોશિશ કરે પણ આકાશને ક્યારેય એમનો પ્રેમ નાઈ જોવાતો

"જાઓને tme" કહીને આકાશ ગુસ્સામાં લાલપીળો થઈને ઉઠી ગયો.

"સવાર સવાર માં દિમાગ ખરાબ કરે, આજના દિવસે પણ એમને ચૈન નથી" દુકાનમાં એક કટકા વડે ધૂળ સાફ કરતા કરતા એ બબડવા લાગ્યો.

.

"જાઓને તમે" કહીને આકાશ ગુસ્સામાં લાલપીળો થઈને ઉઠી ગયો.

"સવાર સવાર માં દિમાગ ખરાબ કરે, આજના દિવસે પણ એમને ચૈન નથી" દુકાનમાં એક કટકા વડે ધૂળ સાફ કરતા કરતા એ બબડવા લાગ્યો.

તૈયાર થઈને પપ્પા દુકાનમાં આવ્યા અને આકાશને નાહવા મોકલ્યો. મન મારીને બેઉ ભાઈ તૈય્યાર થયા અને બહાર દુકાનમાં જઈને હાર ચઢાવવા લાગ્યા. પછી શ્રીફળ વધેરવા માટે આકાશ શ્રીફળના છોતરાં કાઢવા લાગ્યો. ત્યાં રિશી અંદર જઈને ગ્લાસ લઇ આવ્યો. "ભાઈ, નારિયેળ વધેરીને પાણી નીકળે એ એમાં ભરી દેજે, ને એકલો ની પી જતો."

પછી બેઉ ભાઈ મમ્મી પપ્પા ને જય શ્રી કૃષ્ણ કહીને પગે લાગ્યા.

બેઉએ આજે ઝભ્ભો-લહેંગો પહેર્યો હતો. ભૂરા અને લાલ ઝબ્બામાં જય-વીરુ બધાને પગે લાગવા નીકળી ગયા.


"અહહો, સવાર સવાર માં એને વિશ કરવાનું તો રહી જ ગયું" આકાશ એ ફોન કાઢ્યો અને ધારાનો નંબર કાઢ્યો. "ફોને કરું કે મેસેજ?"

ચાલ મૅસેજ કરી દઉં કરીને એને મેસેજ ટાઈપ કર્યો

"Wish you a very happy new year” -from Akash & family


“અલા, એના ફેમિલી ને બી વિશ કરવું પડશે.”


"Wish you & your family a very happy new year” -from Akash & family


સેવ એઝ અ ડ્રાફ્ટ બટન પર ક્લીક કરીને એણે મંદિરના છેલ્લા પગથિયે બુટને એક કોર પર મૂક્યાં.

"હે શિવજી, તમને તો બધી જ ખબર જ છે ને, તો પણ રિમાઇન્ડર આપી દઉં, કે પ્લીઝ . પ્લીઝ એની જોડે મને સેટ કરાઈ દેજોને આ વર્ષે, પ્લીઝ, હું બીજું કઈ નથી માંગતો. ખાલી એટલું જ કરજો ને. ને હા, એનું નામ તો ખબર છે ને, ધરા, એતો યાદ જ હશે આમતો, પણ હું કઈ રિસ્ક નથી લેવા માંગતો, તમે પાછા મજાકમાં બીજે સેટ કરી દો તો મજા ની આવે, એક ને એક માત્ર ધરા જ જોઈએ, બરાબર ને. તમારા માટે તો આ બધું ડાબા હાથનું કામ હશે. આમતો મને તમારા પર ભરોસો તો છે જ કે તમે બધું મસ્ત જ કરશો"

પંડિતજીને પગે લાગીને હાથમાં પ્રસાદ લઈને એ મંદિર માં પ્રદક્ષિણા કરવા લાગ્યો.

"મેસેજ કરું કે ની કરું, કરું કે ની કરું, કરું કે ની કરું,કરું " પ્રદક્ષિણા ના અંતમાં "કરું" આવ્યું એટલે એણે તરત જ ફોન કાઢ્યોને ડ્રાફ્ટમાં પડેલ મેસેજ ને સેન્ડ કરી દીધો.

"ટક..." કરીને મેસેજ notification આવી.


"વાહ બૌ જ ફાસ્ટ ને" વિચારીને એણે મેસેજ વાંચ્યો.

"The New Year lies ahead With books to be read and adventures to be led. May you find fulfillment and joy All year long!


"ઓહ યાર, શિવાનીનો છે મેસેજ છે આતો"


"Same to you, Shivani 😊"

શિવાનીને રિપ્લાય કરીને એણે ઘર તરફનો રસ્તો પકડ્યો. આજના દિવસમાં એક પણ સારી બાબત થઇ જ નથી હજુ, લાવ, વાર્ષિક રાશિફળ જોઈ લઉં" દિવ્યભાસ્કરમાં નવા વર્ષે સ્પેશ્યલ એક વાર્ષિક રાશિફળની પૂર્તિ આવતી હોઈ છે, તો એણે એ ખોલી.

"મેષ રાશિ, ઓહ! પ્રેમ અને ગૃહસ્થ જીવનવાળો સેકશન પણ છે, લાવ જોઈ લઉં શું કે છે આ લોકો". પોતાના પ્રેમજીવન માં શું થશે એ જાણવાની ઉત્સુકતામાં એ બરાબર ધ્યાનથી વાંચવા લાગ્યો. રાશિફળ વાંચવાથી આમતો આપણે હકારાત્મક થઇ જતા હોઈએ છીએ અને આપણા આવનારા કામકાજમાં વધુ મક્કમ થઇ જતા હોઈ છે. તો જોઈએ આકાશનું રાશિફળ શું કહે છે આ વર્ષે.

"મેષ રાશિફળ મુજબ આ વર્ષ મેષ રાશિના જાતકો માટે ઘણા પરિવર્તનો લઈને આવ્યું છે. તમારા માના અમુક લોકોને તેમનું પ્રિય સાથી મળી શકે છે. તમે તમારા પ્રિયતમ સાથે અતરંગ પળોનો આનંદ લેશો. ધ્યાન રાખવું કે કોઈ બાબતને લઈને જો તમારા વચ્ચે ઝઘડો થઇ તો અહંમ ને વચ્ચે નાઈ લાવીને શાંતિથી સુલેહ કરવું જ ઉચિત રહેશે. તમારા સંબંધને એક નવી રચનાત્મકતા આપશો અને તેને અખંડ બનાવશો. "

"અચ્છા, ઓવરઓલ મસ્ત કીધું છે, ચાન્સીસ લઇ શકાઈ., લાવ આનું કટિંગ પર્સમાં મૂકી દઉં., હવે ધરા ની રાશિ શું?...... આ રહી ધન (ભ, ધ, ફ, ઢ)."

"ધન રાશિફળનાં મુજબ વર્ષની શરૂઆત તમારા પ્રેમજીવન માટે વધુ અનુકૂળ રેહવાની શક્યતા બતાવે છે. જો તમે અપરણિત છો તો તમારા જીવનમાં કોઈ નવું આવશે અને તમે એક નવા સંબંધમાં સામેલ થશો."

"વાહ, એનામાતો લખેલ બી છે કે કોઈ નવું આવશે, હીહી, ધરા આ વર્ષે તારા જીવનમાં આકાશનું આગમન થશે, યેસ્સ્સ્સ્સ્સ......ઊહુ" આકાશ ત્યાં જ પૂર્તિ હાથમાં લઈને નાચવા લાગ્યો.

"શું છે? કેમ આમ નાચે છે?, જા જરા બહાર મહેમાનોને માટે પાણી લેતો જા." પપ્પા એ પાણીનો લોટો એના હાથમાં થમાવ્યો.

હજુ સુધી બધું ઠીકઠાક ચાલતું હતું. આકાશ આખા દિવસમાં ત્રણ મંદિરે જઈને આજે બધા જ ભગવાન ને રિશ્વત આપી આવ્યો હતો. બેઉ ભાઈઓ ટીવીની સામે બેસીને મૂવી જોતા હતા.

"ટુટુ ટુરુરુ રૂરૂ" રેહના હે તેરે દિલનું whistle વાળું rigntone સાથે આકાશનો ફોન રણકયો.

"કોણ છે? જોને રિશીડા "

"કોઈ, ધરા.સુરત " હજુ રિશી આગળ કાંઈ બોલે એ પહેલા જ આકાશે ફોન ખેંચી લીધો ને ફટાકથી બહાર દોડી ગયો. રિંગટોન હજુ વાગતી જ હતી, પણ આ બાજુ આકાશના ફટાકડાનું સુરસુરિયું બોલાતું હતું. હૃદયના ધબકાર બહાર સુધી એ સાંભળી શકતો હતો. સવારથી જે પળની રાહ જોતો હતો એ પળ આવી ત્યારે આ ગાંડો નર્વસ થઈને બેસી ગયો. એને એવી લગીરેય આશા નહોતી કે ધરા એને ફોન પણ કરશે.

"હલ્લો, આકાશ, હેપ્પી ન્યૂ યર" સામેથી મધુરસ્વરે ધરા એ આકાશને શુભેચ્છા પાઠવી.

"હા, હેપ્પી ન્યૂ યર, હેપ્પી ન્યૂ યર"

"સવારે તારો મેસેજ જોયો પણ અમે બાપુના ઘરે બધા ભેગા થયેલા તો રિપ્લાય ના કરી શકાયો."

"કાંઈ વાંધો નાઈ, પણ મારા ઘરે મહેમાન આવેલા છે તો મારે જવું પડશે, બાય " કહીને આકાશ એ ફોન કાપી દીધો. હાશકારો અનુભવતા એણે તરત જ મેસેજ કર્યો "સોરી, લાંબી વાત ના થઇ, હું પછી ફોન કરીશ"

"સાવ બુઠ્ઠો જ છે તું, કાંઈ ભાન છે તને, એટલા દિવસ માં તે એને એક પણ મેસેજ ના કર્યો, ને આજે એણેસામેથી કોલ કર્યો તો ખોટું બહાનું બતાઇને ફોન કાપી નાખ્યો, જા બે તું સિંગલ જ મરીશ. નક્કામો" પોતાને જ એ ગાળો ભાંડવા લાગ્યો.

શું કરે પણ એ. દર વખતે ધરા સામે તો એનું સુરસુરિયું જ બોલાઈ જાય . કશું જ ભાન નહોતું એને કે એ શું બોલી રહ્યો છે. પહેલી વાર એ આવું બધું અનુભવી રહ્યો હતો. હજુ તો આ પ્રેમી કાચી માટીનું જ છે, ઘડાતા વાર લાગશે એને.

જેનો અવાજ સાંભળવા માટે કાન તલપાપડ થતા હોય છે એને આમ અચાનક સાંભળીને હૃદય કેમ ધમાલ મચાવી દે છે. બસ હવે તો જલ્દી થી આ વેકેશન પૂરું થઇ અને આકાશ એના હૃદયના બીજા ભાગને મળે. એનાટોમી ની દ્રષ્ટિ એ હૃદયમાં ચાર ચેમ્બર્સ હોય છે પ્રેમીઓ જેને પોતાના દિલના કમરા કહેતા હોઈ છે. આકાશ પોતાના આ ચારે રૂમ્સ ધારા ના નામે આજીવન કરવા માંગતો હતો.પણ ગજબ છે આ મકાનમાલિક પણ ભાડુતીની સામે મોઢામાં મગ ભરીને બેસી જાય છે. ધરાને ક્યાંક શક થઇ જાય અને બોલવાનું બંધ કરી દેશે તો એ બીકે એ એને હંમેશા એકલી મળતા ટાળતો.

"આપડે રાશિફળ વાળા ગણેશજી એમ કે કે આ વર્ષે મને કોઈ મળવાનું છે તો હવે આ મારી રેસ્પોન્સિબિલિટી કહેવાય કે મારે પહેલ કરવી જોઈએ કોને ખબર રખેને કોઈ બીજું મેષ રાશિ વાળું આવી ટપકે ને મારુ પત્તુ કપાઈ જાય ।ઓહ! ધરા બસ એકવાર મારે તને મારા દિલની વાત કરવી છે, મારા દિલના ખાલી પડેલા ચેમ્બર્સ માં હવે તું વસી ગઈ છો, તારી હા હશે કે ના હશે પણ મેં તો તને દિલથી અપનાવી લીધી છે। કાશ આવી કૈક ફીલિંગ્સ તને પણ મારા માટે હોય "