Featured Books
શ્રેણી
શેયર કરો

ચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ 1

સાંભળ, એ કમિટેડ છે, મારાં સૂત્રો અને નેટવર્ક વિશે તો મેં તને કીધેલુને , એ અમારા બાજુની જ છે એટલે માહિતી મળી ગઈ, કેટલાક ફ્રેન્ડ્સ કૉમન છે,એમણે કીધું કે એ કમિટેડ છે અને એકદમ સ્ટ્રોંગ બોન્ડ્સ છે બેઉનાં, પેલો એન્જિનિરીંગમાં છે ને લગભગ બે વર્ષ ઉપર થઇ ગયા હશે બંનેને, મારા ખ્યાલથીબેઉના ઘરે પણ આ વાત ખબર છે….હલ્લો, ભાઈ કાંઈ બોલ તો ખરો, સાંભળે છે ને તું ! ભૂલી જા, બીજી કોઈને શોધ, પેલીની વાત કરતો હતો ને તું કે કલાસમાં પ્રેકટીકલ્સમાં તારી જોડે બો પંચાત કરે, એના વિશે કઈ વિચારજે, ચાલ તારા નસીબ બી મારા જેવા વાંકા છે, મને લાગતું નહિ એમાં તારા કોઈ ચાન્સીસ હોય, ચાલ ધ્યાન રાખજે! સોમવારે મળીયે.” સામેથી ફોન કપાઈ ગયો, પણ આકાશ હજુય એને કાને ધરીને શંકરભગવાનના પોસ્ટર સામે ઉભો હતો. વાચાળ એવા આકાશના મોઢામાંથી એક પણ શબ્દ નીકળી રહ્યા નહોતા. “આજે બૌ જ કાઠી ભૂખ લાગી છે અને સંજુભાઈની મેસમાં કૈક સારું બન્યું હશે” એવી આશાએ નીકળેલ પણ હવે જાણે એની ભૂખ મરી ગઈ હોઈ એમ એને યુટર્ન લીધો, સીધો હોસ્ટેલ ભણી. મનમાં એને અનેક સ્વપ્ન રચેલા, કેટલાય પ્લાંનિંગ્સ કરેલા એને આવતી કાલે એની સાથે મિટિંગ ગોઠવવાના. પણ આજે…. આજે તો જાણે આકાશ માં વાદળો છવાઈ ગયા હતા ધોધમાર વરસાદ પડશે એવું વાતાવરણ થઇ ગયું હતું. હોસ્ટેલ માં ત્રીજા માળે ચઢવાનું પણ એને ગિરનાર જેવું કપરું લાગ્યું…”એવું કાંઈ થાય કે આજનો દિવસ જ ગાયબ થઇ જાય,આજે મેં જે સાંભળ્યું એ ખાલી મજાક હોઈ, એ પાછો ફોન કરે ને મને કહે કે ભાઈ મજાક હતી, જા કાલે જ જા, ને એને કહી દે તારા મનની વાત, ફોન પણ આજે લાગે બગડી ગયો છે, ઓહ યાર ! નેટવર્ક નથી કે શું?” સુજીત મજાક કરતો હશે ને હમણાં પાછો ફોન કરશે એવી વ્યર્થ આશાએ આકાશ વારે વારે મોબાઈલ તપાસતો હતો. પણ ફરી કોલ ના આવ્યો તે ના જ આવ્યો. ચુપચાપ રૂમ નંબર ૩૪ નો દરવાજો ખોલ્યો, ચપ્પલ એકબાજુ ઘા કર્યા, ને નીચે પડેલ ધુળમાં રગદોળાયેલા ગાદલા પર પડેલી ગંધાતી રજાઈમાં એ ભરાઈ ગયો.

“મૈં તોહ જીયા ના મરા

હૈ વે દાસ મેં કી કરા

દિલ જુડે બીના

હી તૂટ ગયે

હાથ મિલે બીના

હી છૂટ ગયે

કી લિખે ને

લેખ કિસ્મત ને”

[Film - Om Shanti Om Singer - Rahat Fateh Ali Khan, Richa Sharma Lyricist – Kumaar]

લાઉડ સ્પીકર પર ૐ શાંન્તિ ૐ નું સોન્ગ વગાડતો વગાડતો સોહમ રૂમ માં આવ્યો. એણે એના નવા લાવેલ પુમા ના જૂતાંને ખુબ જ પ્રેમ થી કબાટ માં મૂક્યાં ને આકાશ ને ઉઠાડવા લાગ્યો. "ચાલ, ભૈલા, જમવા જઈએ, આજે તો એની માંને વિઝિટ માં બોવ જ કંટાળો આવ્યો."

"મને ભૂખ નથી, તમારે જવું હોઈ તો જાઓ, સોહમ ભાઈ. આ ગીત બંધ કરો ને મને ઊંઘ આવે છે, ."

"સારું ત્યારે, કામ ધંધો કરીશ ત્યારે ભૂખ લાગશે, અમને જો આખો દાડો કસરત કરાવી કરાવીને કમ્મર દુખવા લાગે છે". આકાશ ના મનદુ:ખ થી સાવ અજાણ સોહમ એની રોજની પારાયણ ચાલુ કરીને બેસી ગયો.

આકાશ નો કોઈ રિસ્પોન્સ ના આવતા એણે પણ એની કથા પર વિરામ મૂકીને બિપિનને ફોન કરીને મેસ માં જમવા આવવાનું નોતરું આપ્યું. રૂમ માંથી બેઉ ડિવોર્સડ થયેલા ચપ્પલ ભેગા કરીને એ જતો રહ્યો.

રાતના દસેક વાગ્યા હશે. હિતેશ, ચિન્મય, બિપિન ને સોહમ બધા રૂમ નંબર ૩૪ માં આવ્યા. રૂમ નંબર ૩૪ એટલે, હોસ્ટેલનો અડ્ડો. આ બધા આમ તો પાસ-આઉટ સ્ટુડેંટ્સ છે પણ તેમને હોસ્ટેલમાં બહુ જ ગમતું એટલે એ હોસ્ટેલમાં જ એક્સટેન્શન કરતા હતા. આખા રૂમમાં એક જ ગાદલું ને એક જ રજાઈ, વહેલા તે પહેલા ધોરણે આજે આકાશને રજાઈસુખ પ્રાપ્ત થયું હતું, પણ અચાનક એને ધક્કો લાગ્યો અને એ જઈ પડ્યો જૂતાં-સંમેલનમાં . પ્રેમ-વિરહમાં આકાશે સંમેલન છોડીને એની મનપસંદ જગ્યા, હોસ્ટેલ ના છત પર જવાનું પસંદ કર્યું. હોસ્ટેલ ની છત પર એક પાઇપના સહારે એ સૌથી ટોચ પર ચઢી ગયો. આ એ જ જગ્યા જ્યાં એણે પોતાની ધરા માટેની ફીલિંગ્સ તેના જીગરીજાન દોસ્ત સુજીત ને કહેલી.

ડિસેમ્બરના મહિનામાં પણ એની આખોમાં ધોધમાર વરસાદ વરસતો હતો, ને એમાં ભીંજાતા હતા એના પ્રેમસ્વપ્ન. મૃગજળને પામવાની તડપમાં આજે એને એના ભ્રમનો એહસાસ થયો. એને એક વહેમ હતો કે ક્યાંક ધરા પણ એને લાઈક કરે છે. ધરા પણ તો એવું જ કરતી હતીને, શું કામ એ એટલી સારી હતી, શું કામ એ મારી જોડે એટલું બોલતી, એનું ફિક્સ હતું તો ના બોલવું જોઈએ ને એને મારી જોડે, અરે કહીં દેતી તો પણ સારું હોત. જીવન માં પહેલી વાર કોઈ છોકરી માટે આટલી ફીલિંગ્સ આવેલી, પહેલી વાર હિમ્મત કરીને ચેટ કરેલી, પહેલીવાર ક્લાસ બંક કરેલા, પહેલી વાર ટીચર્સ સામે નફ્ફટ બનેલો. એને શું ખબર કે સ્કૂલમાં છોકરી સામે આવતી તો પણ હું રસ્તો બદલી દેતો, પહેલી વાર મન થયું કે કોઈ જોડે આ રસ્તા પર સાથે ચાલુ, કોઈનો હાથ પકડીને મંઝિલ પર પહોંચું, કોઈને બસ આખો દિવસ જોયા કરું. પહેલા જેને વેસ્ટ ઓફ ટાઈમ માનતો હતો એને હવે એમાં જ પોતાનો ટાઈમ ઈન્વેસ્ટ કરવો હતો. પણ…પણ..આજે તો એને આમ થયું કે આ ઇન્વેસ્ટમેન્ટ ખોટું છે, કોઈ બીજાનું છે.

******************************************************************************

મંગળવારનો એ દિવસ. નવાં વિદ્યાર્થીઓ ને એમનો ડૉક્ટર બનવાનો નવો નવો જુસ્સો. પોતે શ્રેષ્ઠ ડોક્ટર બનશું વિચારીને પ્રોફેસરનાં એક-એક શબ્દોને અમૃત સમજીને બધાં કિંમતી નોટ્સ બનાવતાં હતા. આખા ક્લાસ માં આકાશ એકલો જ છોકરો હતો, એટલે શરમાળ બનીને આકાશ છેલ્લી બેન્ચ પર શાંતિથી બેઠો હતો, એ તો પ્લાંનિંગ કરતો હતો પોતાના ઇન્ડિયન નેવી માં ઇન્ટરવ્યૂ અને આગળ બીજા લેવલ પર પહોંચવાના. એને એમ હતું કે આ બધી છોકરીઓ વચ્ચે હું ક્યાં ફસાઈ ગયો, એક વાર નેવી માં થઇ ગયું પછી શાંતિ, આ બધું કોણ ભણે, આપડે કરીશું કૈક દેશ માટે. અચાનક ક્લાસ નો દરવાજો ખુલ્યો, બધાનું ધ્યાન પાછળ ગયું, ને બે નવી છોકરીઓ ક્લાસ માં દાખલ થઈ. પાછળ ઇન્ફેકશસ સ્મિત સાથે ચાલતી છોકરી પર આકાશનું ધ્યાન ગયું, ધ્યાન થોડુંક ભંગ થયું પણ થોડીજ વાર માં સ્વસ્થ થઇ ને એતો પાછો દિવાસ્વપ્ન માં જતો રહ્યો.

બુધવાર એટલે ખડુશ ડીપાર્ટમેન્ટ અનેટોમી માં જવાનું. બારમા ધોરણ સુધી હરોળમાં આગળ ઉભો રહેતો આદર્શ વિદ્યાર્થી આજે પ્રેકટીકલ ના ક્લાસમાંદુનિયાથી અજાણ ઉભો હતો. આતો ઘરવાળા ડૉક્ટર બનાવવા માંગે છે એટલે MBBS ના મળ્યું તો ફીઝિઓથેરાપી લઇ લીધું, આ બહાનું બતાવી દેતો.