Let's move, let's go to the horizon ... - Chapter 8 books and stories free download online pdf in Gujarati

ચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ 8

"બેટા, તારા માટે મેથીના થેપલા બનાવી દઉં છું અને બેગ તૈયાર કરી દીધું છે તું જમી લે આટલી વાર। અને પછી પપ્પા તને સ્ટેશન મુકવા આવી જશે। પોતાના વહાલસોયાને રસ્તામાં કોઈ તકલીફ ના પડે અને અજાણ્યા શહેરમાં પણ પોતાનો પ્રેમ મળી રહે એ માં પોતાનાથી બનતી બધી જ કોશિશ કરે છે સોરી કોશિશ નઈ, બનતું બધું જ કરી દે છે।

“મમ્મી, મારે નથી લઇ જવા થેપલા જમીને તો જાઉં છું આમ પણ રાત્રે તો સુઈ જ જઈશ બસમાં સવારે તો સુરત”

“તો શું ? સવારે ત્યાં ચા સાથે ખાઈ લેજે ને બસમાં પણ ભૂખ લાગે તો ડબ્બો ખોલીને ખાજે.”

“બસમાં તો હું ભૂલથી પણ નાઈ ખાઉં દર વખતે કોઈને કોઈ પીધરું જ બાજુમાં બેસેલું હોઈ”

સારું સારું બસમાં ના ખાતો ત્યાં મેસમાં લઇ જજે , મેસનું ખાઈ ખાઈને પાતળો સાવ પાતળો થઇ ગયો છે। થોડા દિવસ ચાલે એટલા મમરા પણ વાઘરી દીધા છે અને બેગ માં મુખ્ય મુક્યાં છે , ખાજે અને બીજાને પણ ખવડાવજે।

ગમે તેટલી દલીલ કરી દો પણ માં ની સામે તમારે ઝુકવુ જ રહ્યું। માં લોકોનું બસ ચાલે તો ભીમને પણ પાતળો કહીને સેર જમવાનું પધરાઈ દેશે। માં માટે દીકરા/દીકરીઓને ભરપેટ જમાડવું એ પ્રેમ આપવાનું એક માધ્યમ છે।

મમ્મીને પગે લાગીને, પપ્પા સાથે બાઈકની પાછલી સીટપર બે બેગ અને દફતર ભેરવીને એ બેસી ગયો।

"પહોંચે એટલે ફોન કરી દેજે" જ્યાં સુધી એ જોવાવાનો બંધ ના થયો ત્યાં સુધી મમ્મી એને જોતાં રહયાં।

"અરે વાહ કાલે ધરા જોવાં મળશે કેટલાં બધા દિવસ પછી " બસની બારીને થોડીક ખોલીને એ પવનની લહેરમાં ખોવાઈ ગયો। બારી પાસે બેસવા મળે એ માટે તો લાંબી લાઈનમાં નાનાભાઈને અડધો કલાક ઉભા રાખીને એને ટિકિટ મેળવેલી। સફરમાં જો બારી પાસે બેસવા ના મળે તો એ સફર જ ખોટી। માસ્ટ ઠંડો ઠંડો પવન વાતો હોઈ નવા નવા ગામ જોવા મળતા હોઈ અને સૌથી ઉપર સુવા માટે બારીનો ટેકો પણ મળી જાય। સીટની ઉપર મુકેલા કોલેજબૅગમાંથી પીળાં પડી ગયેલાં સફેદ ઈયરફોન કાઢયાં,પછી દુનિયાથી ડિસકન્નેક્ટ થવાં અને ધરાની યાદો વાગોળવા એને પોતાના મ્યુઝિક પ્લયેરમાં "મેરા પહેલા પહેલા પ્યાર નામથી બનાવેલ પ્લેલિસ્ટ ચાલુ કર્યું।

*******************************************************************************

"બો જબરો છે તું, ન્યૂ યરના દિવસે કાંઈપણ વાત કર્યા વગર જ ફોન મૂકી દીધેલ" ધરા આકાશને પ્રેમથી ખિજવાઈને કીધું.

"સાચું જ કીધું છે જેણે પણ કીધું છે કે છોકરી ખિજવાયતો બૌ મસ્ત લાગે" ધરાને જોઈને આકાશના ચહેરા પર મૃદુલસ્મિત આવી ગયું. "કેવી રીતે જાણવું ધરા કે તે દિવસે મારી રીતસરની ફાટી પડેલી"

"ને આમ દર વખતે કાંઈ પૂછયે તો મરક મરક હસ્યાં ની કરવાનું" લાગતું હતું કે નવા વર્ષે કરેલ આકાશના વર્તનથી ધરા થોડી નારાજ હતી. "પાછો ફોન પણ ના કર્યો તે, પગલેટ રાહ જોતી હતી મેં"

"પણ..પણ સાલા મહેમાનો હટે તો ને ત્યાંથી, શું કહેવું શિવાની તારું, આ મહેમાનો બી જબરા હોય છે, એક તો એક ના એક સવાલ દર વખતે કરે કે શું ભણે છે, ક્યાં ભણે છે, આગળ શું કરીશ?"

"તું વાત ના બદલ, ધરા તું બરાબર જ કે છે, મને પણ ખાલી મેસેજ કરેલો, એ પણ મેં પહેલા કર્યો હતો પછી, ભૈસાબને ફોન કરવાનો પણ વિચાર ના આવ્યો, કે ચાલો કોલેજ ના ફ્રેંડ્સ ને વિશ કરીયે. દોસ્તાર જ માનતો નઈ હોય આપડાને " શિવાનીએ પણ ઉધડો લઇ લીધો.

"હાય, હેપી ન્યૂ યર, તમે લોકો કેમ બિચારાને લ્યો છો?" સોનલે બધાને હાથ મિલાવીને ન્યૂ યર વિશ કર્યું.

"જવા દેને સોનલ, આ માણસ પાસે અમારો નંબર હતો તો ય ફોન ના કર્યો અને ધરાએ સામેથી કર્યો તો અર્ધી અધૂરી વાત કરીને ફોન મૂકી દીધો, ને પાછો વાતો બનાવે છે"

"હોય શકે કે એ બીઝી હોઈ, એની ગર્લફ્રેન્ડ સાથે વાત કરવાની હશે એને"

"હા એક્દુમ સાચું કહ્યું, મારી ગર્લફ્રેન્ડ સાથે વાત ચાલતી હતી ને એમાં એનો ફોન આવ્યો તો શું કરું તું જ કે"

"ઓહ! રિઅલિ, અમને કીધું નઈ કે તારી ગર્લફ્રેન્ડ પણ છે ?" પ્રર્શ્નાર્થમુદ્રામાં શિવાની બોલી.

"તમે પૂછ્યું કદી?"

"તો હવે બોલ કોણ છે અમને તો કે?"

"છે હવે એક, પણ એને નઈ ખબર કે એ મારી ગર્લફ્રેન્ડ છે "

"હેહે, ચાલ હવે ફેંકુચંદ, બેસ બેસ અમે ખાલી ખાલી તારી ખેંચતા હતા."

"હું ડાબોડી છું એટલે હું ત્યાં બેસીશ" ધરાની બાજુમાં બેસવાનું એક સરસ મજાનું બહાનું મળી ગયું હતું આજે તો.

"વાહ, કેટલી મસ્ત સુગંધ આવે છે એના માંથી તો, રોજ રોજ અહ્યા જ બેસીસ, એ બહાને થોડી ઘણીં વાત કરવાની હિમ્મત આવે " હંમેંશની જેમ એ જાતે જ એક્સપર્ટ એડવાઇઝ લઇ લેતો હોઈ છે.

"તું પીપલોદ માં રે છે?" વાત કરવી જ છે એવું વિચારીને એને વાત ચાલુ કરવા બહાનું શોધી લીધું.

"હા કેમ?"

"કાલે પેપર માં એડ જોઈ હતી કે ત્યાં સ્ટાફ જોઈએ છે તો વિચારું છું કે ત્યાં જોબ કરું"

"ત્યાં એટલે ક્યાં? ઘણો મોટો એરિયા છે એ તો "

"મેકડોનાલ્ડ્સમાં"

"ઓહ! એતો બિલકુલ મારા ઘરની નજીકમાં જ છે " આકાશ એ વાત જાણતો હતો કે મેકડોનાલ્ડ્સ ધરાના ઘરની બાજુમાં જ છે, એકવાર રિક્ષામાં બેસીને એનો પીછો જો કરેલો હતો આ પ્રેમિકબુતરે.

"શું વાત છે, તો તો કાંઈ ની જો જોબ મળી જાય તો તારા ઘરે ઘારી ખવડાવા બોલાવજે"

"ચોક્કસ, તું ઇન્ટરવ્યૂ આપવા ક્યારે જઈશ?"

"આજે જ છે સાંજે."

"હું ગાડી લઈને આવેલી છું, જો આવવું હોઈ તો આવી જજે " આજ તો સાંભળવું હતું એને.

"ના ના , તું ક્યાં તકલીફ લે છે, હું રીક્ષા કરીને આવી જઈશ"

"ચાલને નવરી, ભાવ ખાવા બેસી ગઈ પાછી "

"સારું હવે તું આટલી બધી રિક્વેસ્ટ કરે છે એટલે આવી જઈશ" ધરાના મોબાઈલમાં મેસેજ આવ્યો, મેસેજ જોઈને એ ખુશ થઇ ગઈ. પણ આ જોઈ ત્યાં વાતાવરણ માં ક્યાંકથી થોડીક જલન ની બૂ જરુર આવવા લાગી ગઈ. "લાગે એના બોયફ્રેન્ડ નો મેસેજ હશે, બાકી આમ કોણ ખુશ થઇ થઈને વાતો કરે, અસ્સલ વાત કરવાની ચાલુ કરી હતી, કેટલી હિમ્મત જોઈએ અહ્યા બોલવા માટે અને આ સાલું કોઈ આવીને પતંગ કાપી ગયું, પૂછી જોઉં કે કોણ છે? ના પર્સનલ વાતો શું પુછવી કોઈને, સારું ના લાગે."

"ચાલ ઘોંચા, જવાના આપડે" ધરા મોઢાં પર દુપટ્ટો લગાવીને તૈયાર થઇ ગઈ.

"મારુ નામ આકાશ છે" આમ તો ઘોંચા શબ્દ ધરાના મોઢે સાંભળીને એને સારું તો લાગ્યું હતું, તેમ છતાં પોતાનો રુઆબ તો બતાવવો ને કે એ પણ કાંઈ છે.

"તો?"

"તો , કાંઈ નઈ, ચાલો બીજું શું" દલીલમાં હારવું જ હતું તો ખોટો રુઆબ બતાવાની શી જરૂર હતી, પ્રેમ માં પાગલ આ નિબ્બા માટે તો ધરા જે કરે એ બધું સારું સારું જ લાગતું હતું. એની પ્રેઝન્સ માત્ર થી જ આકાશનું મન મોર બનીને થનગનાટ કરવા લાગી જતું હતું, ઘોંચું શબ્દ પણ મીઠા મધ જેવો લાગતો હતો. પોતાના એક્સપર્ટ મન ને જણાવતા એ બોલ્યો "ધરા મને આ જ નામથી બોલાવે તો કેટલી મજા પડી જય, હું એનો ઘોંચો એને એ મારી ઘોંચી, એએએએએ, ઘોંચી શબ્દમાં મજા નઈ આવતી, વિચારવું પડશે એનું પણ કાંઈ સ્પેશ્યલ નામ"

ધરાની કાળી એક્ટિવાની પાછળ એ ઘોંચો ઘોડો કરીને બેસી ગયો. રસ્તામાં પવનથી ઉડતો દુપ્પટો એના ચહેરા પર આવી રહ્યો હતો. પાછળ બેસીને એ દુપટ્ટાના સ્પર્શથી જાણે ધરાનો સ્પર્શ થતો હોઈ એમ સાતમા આસમાને ટહેલી રહ્યો હતો. એકટીવા પરના અર્ધા તૂટી પડેલા સાઈડ મિરરથી એ ધરાની એ માછલી જેવી આંખોને જોઈ રહ્યો હતો. પાંચે ઇન્દ્રિયો ધરામય થઇ ગઈ હતી.

"જો ઘોંચે, પેલી બારી ખુલ્લી છે ને બીજા માળે, એ મારુ ઘર, અને હવે અહ્યાંથી થોડેક આગળ તારું મેકડી."

"અચ્છા, વાહ."

"ચાલ તો મળીયે કાલે કલાસમાં, બેસ્ટ ઓફ લક" કહીને ધરા એ યુટર્ન લીધો અને જતી રહી. જ્યાં સુધી એ જોવાતી હતી ત્યાં સુધી નવાબજાદા એમને જોતા રહ્યા.

"ઓહ, યાર ઇન્ટરવ્યૂ તો એવું છે નઈ, હવે શું કર્યું અહ્યા બેઠો બેઠો, અંદર જોઉં તો ખરો કેવુંક હોઈ છે મેકડી"

"અલા, અહ્યા તો જો આ અમુક લવરીયા બી બેઠા છે, ઓહ સીટ! એ આટલા સુધી મુકવા આવી તો મારે પણ એને અંદર કૈક ખવડાવું જોઈતું હતું, એના બહાને ડેટ પણ થઇ જતી, તું છે ને સાચે ઘોંચો જ છે ઘોંચો, સાવસાચું જ નામ આપ્યું છે ધરા એ , એક ટકાની બુદ્ધિ નથી, હવે જાવ પાછા હોસ્ટેલ, ધોયેલા મોઢે. બીજીવાર થોડું વિચારીને કામ કરજે " અંદર બેસેલા આકાશનું એક્સપર્ટ મન પણ આજે બરાબરનું નારાજ હતું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED