Featured Books
શ્રેણી
શેયર કરો

ચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ 9

"શું થયું? જોબ મળી?" ધરા એ મળતાવેંત જ પહેલો સવાલ પૂછી લીધો.
"ના યાર, આમ પણ મારે તો જવાનું છે બેંગ્લોર"
"ઓહ હા, ક્યારે જવાનું છે ત્યાં?"
"બસ કાલે જાઉં છું ઘરે, પછી ત્યાંથી જીજુ સાથે બરોડા અને પછી બેંગ્લોર"
"પાછો આવવાનો કોઈ પ્લાન ખરો?" ધરાએ પ્રોફેસર ને ખબરના પડે એમ નોટબૂકના પાછલાં પાનાં પર લખ્યું અને આકાશની તરફ નોટબુક ખસાવી.
બંને આંખના ભવાં ચઢાવીને આકાશે પણ પોતાની બોલપેન કાઢીને આગળ કોમેન્ટ લખી.
"જો તું કે તો અહ્યા જ રહી જાઉં, રોજ આમ નોટબુકને ચેટરૂમ બનાઈ ને રમતા રેશું." આકાશે આંખ મારતું સ્માઈલી દોર્યું.
"હાહા,મસ્ત તૈયારી કરજે ને પાસ થઇ જજે"
"તૈયારી તો કરી નથી કોઈ પણ જોઈએ શું થશે"

ચાલ આકાશ આવજે, લાગી જાય તો એટલિસ્ટ મેસેજ કરી દેજે, ફોન ની તો આશા નથી તારી પાસે" શિવાની, ધરા, સોનલ આકાશને બાય-બાય કહેવા સ્ટેશન સુધી આવેલા.
"હા ચોક્કસ"...
"લાગે તો ને મારુ, મારે તો અહ્યા જ રેહવું છે, જો પપ્પાનો ડર ના હોતને તો ઇન્ટરવ્યૂ આપવા જ ના જતો" બસ માં વિન્ડોસીટ પાસે બેસીને એરફોને લગાવી એણે એનું પ્લેલિસ્ટ ચાલુ કર્યું.

********************************************************************************

"આકાશ, તારું ઇન્ટરવ્યૂ તો ૫ દિવસની જગ્યા એ ૨ દિવસમાં જ પતી ગયું છે તો હવે આપડે તિરૂપતિ ફરતાં જ આવીયે" જીજુ એ આકાશને નેક્સટ ૩ દિવસનો પ્લાન જણાવ્યો.
"હા, જીજુ, આમ પણ રિટર્ન ટિકેટ હજુ કન્ફર્મ જ નથી થઇ". આકાશ મનમાં ખુબ જ ખુશ હતો કેમકે એનું ધાર્યું થયેલું. હવે બસ તિરૂપતિ બાલાજી પાસે જઈને વાળ પધરાવીને ભગવાન ને એક નાનકડી રિશ્વત આપી ધરા પોતાના નામે કરવાની જ ઈચ્છા હતી.

બધું કામ હસીખુશી પતાવીને બેઉ જીજા-સાલા રિટર્ન આવ્યા. આકાશની ખુશીનો બેડો પાર નહોતો. હવે કોઈ જ અડચણ નથી, હવે પુરા ૪ વર્ષ સુધી હું ત્યાં જ રહેશે, એની ધરા જોડે, આટલા વર્ષોમાં તો એક દિવસ તો મોકો મળશે જ ને. હવે તો ભગવાન બાલાજીના આશીર્વાદ પણ છે, રાશિફળમાં પણ સારું થવાના એંધાણ છે, તો બસ હવે તો આકાશ ધરાનો અને ધરા આકાશની હશે. કાલ્પનિક ક્ષિતિજ હવે હકીકત થશે.

********************************************************************************
"ઓયે, ઉભોરે, તું દાહોદ થી જ છે ને?" આકાશને કોલેજ ની ગેલેરીમાં એક અજાણ્યા શખ્સે રોક્યો. આ વ્યક્તિ ને અગાઉ કદી કોલેજ માં જોઈ નહોતી અને આમ અચાનક પોતાના વિશે આ જાણે છે એ જોઈને એને નવાઈ પણ લાગી અને સીનીઅર હશે તો રેગ્ગીંગ તો નઈ કરેને એવો ભય પણ લાગ્યો.


"હા, પણ તમને કેવી રીતે ખબર? મેં તો તમને ફર્સ્ટ ટાઈમ મળ્યો"


"હું તારી સાથે જ છું, મને દર્શના એ કીધેલું કે એક બીજો છોકરો પણ છે અને એ દાહોદથી છે". દર્શના કોલેજની ઓફિસમાં એડમિનિસ્ટ્રેટર હતી.


"મારુ નામ સુજીત, સાંભળ્યું છે કે તમારા દાહોદની છોકરી મસ્ત ફટાકડીઓ હોય" પહેલી વાર એની પાસે દાહોદની સારી બાબત જણાવીને વાત ચાલુ કરી.


"એતો અહ્યાંની પણ સારી હોય છે" આકાશનું દિલ પણ તો એક સુરતીએ ચોર્યું હતુંને.


"સારું સારું, એતો મારો એક ફ્રેન્ડ છે એણે મને કીધેલું"


"સારું ચાલો તો જઈએ ક્લાસમાં"


આકાશે બધાનો સુજીત સાથે પરિચય કરાવ્યો.સુજીત ખાવાનો શોખીન માણસ. બ્રેક પડે એટલે આકાશને લઈને નીકળી પડે. છેલ્લા એક વીક માં એણે આકાશને સુરતની બધી જ વાનગીઓ ચખાડી દીધી હશે.ફક્ત એક જ મહિનામાં સુજીત અને આકાશ પાક્કા મિત્રો બની ગયા હતા. સુજીત પણ ઘણી વાર હોસ્ટેલમાં રહેવા આવી જતો હતો, પછી તો બેઉ દોસ્તારો ઘણી વાતો એકબીજા સાથે શેર કરતાં. છત પરનાં આકાશના અડ્ડા પર બેઉ લાંબો સમય સુધી બેસી રહેતાં. અહ્યા જ પહેલી વાર આકાશે ધરા માટેની પોતાની ફીલિંગ્સ પણ પહેલી વાર કોઈને કહી હતી. સુજીતને પણ આકાશની વાતો પર પૂરો ભરોષો હતો, એણે પણ આકાશને કહ્યું કે "ભાઈ, તારું સેટિંગ કરાવી આપવાની જવાબદારી મારી, પણ એ છોકરી એટલી મસ્ત છે કે એનો શાયદ કોઈ બોયફ્રેન્ડ હશે જ, હું તારા માટે બધી જાણકારી મેળવી લાવીશ, બધું ક્લીઅર હશેને તો તું કોઈપણ રાહ જોયા વગર તારા મનની વાત એને કહી દેજે, જો કોઈ બીજા સાથે હોય એનું અને આ છોકરી પણ બઉ જ સારી છે, તો કોઈ બીજા સાથે એનું બગાડીને તો આપડે એવું કોઈ કદમ ના ઉઠાવવું જોઈએને. આવી બાબતે થોડુંક સમજી ને પગલું ભરવું વધુ ઉચીત છે.


"સારું ભાઈ, પણ મને નથી લાગતું કે કોઈ હોય, એણે પણ કદી કહ્યું જ નથી એવું. પણ તું કે છે તો કરી જોઈએ. હું તો વિચારું છું કે હવે કહી જ દઉં એને, હવે રાહ નહીં જોવાતી, એ સાથે છે પણ સાથે નથી, એની વાતો પરથી મને લાગે છે ક્યાંક એ પણ મને લાઈક કરે છે, હું એની સામે જોયા કરતો હોઉં તો એ પણ કેટલું મસ્ત સ્મિત આપતી હોય છે, ઘણી વાર તો મને એમ લાગી આવે કે એ પણ મને મારી જેમ જ છુપાઈને જોતી હોય છે, એને પણ મારી જોડે વાતો કરવાની અને મારી કંપની ગમે છે. એ રોજ કોલેજમાં આવીને મારી બાજુમાં જ બેસે છે, સામેથી દર વખતે ફોન પણ કરે અને મેસેજ પણ કરે છે. ઓહ યાર! જો પેલી દૂર પટ્ટી જોવાઈ છે, જ્યાં આ આકાશ અને પૃથ્વી ભેગી થતી જોવાઈ છે, બસ એમજ હું પણ આકાશ-ધરાને એક થતાં જોઈ શકું છું, બસ જરૂર છે તો મારે એક પહેલ કરવાની, એવું ના થાય કે આકાશ બસ ધરાને જોતો જ રહી જાય અને એની આંખ સામે જ ધરા કોઈ બીજાની થઇ જાય."

“ચાલો. આજથી પ્રેક્ટિકલ ચાલુ કરીશું, પાછળના એક કાઉચ પર 6 સ્ટુડેંટ્સનું ગ્રુપ બનવાનું છે." સેજલમેમએ કલાસમાં આવીને એનાઉન્સ કર્યું.
"આકાશ અને સુજીત તમે બંને અલગ અલગ ગ્રુપમાં રહેશો"


ક્લાસરૂમ ની પાછળ આવેલા 5 કાઉચ પર બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ગ્રુપ પ્રમાણે ગોઠવાઈ ગયા. આકાશને જે ગ્રુપમાં રેહવું હતું એમાં નઈ રહેવા મળ્યું એને આજે નવા જ લોકો સાથે કામ ચલાવવું પડશે. આ નવા ગ્રૂપમાં એને કઈ ખાસ મજા નહોતી આવતી, આમ તો બધી જ છોકરીઓ ભણવાવાળી હતી, એ બધાને ઇગ્નોર કરીને આકાશ બાજુના કાઉચ પર પોતાના નાજુક નામણાં હાથ વડે એક્સરસાઈઝ કરાવી રહેલ ધરાને તાકી રહ્યો હતો. "કાશ, એ હાથ મારો હોત, પ્રેક્ટિકલના બહાને પણ એ મને પકડતી,સહેલાવતી, હું પણ એનો હાથ પકડીને બેસી રહેતો, વાહ, આટલી મસ્ત થેરાપિસ્ટ હોય તો તો હું આજીવન એનો પેસન્ટ બની જવા તૈય્યાર છું."


"પ્રેક્ટિકલ કર" પોતાને તાડી રહેલા આકાશને ધરાએ ઈશારો કરીને પ્રેક્ટિકલ કરવા કહ્યું. મોઢું બગાડીને આકાશે ગ્રુપ વિશેનો અણગમો વ્યક્ત કર્યો. ધરા સેજલમેમનું ધ્યાન ના જાય એમ આકાશની પાસે આવીને બેસી ગઈ.


"તું તો કર પ્રેક્ટિસ, તારા ગ્રુપમાં તો બધા આપડાવાળા જ છે, મારી સાથે જ એને લાગે ગયા ભવના વેર હશે તે અલગ કરી દીધો."


"મારુ એક દોસ્તાર અહ્યા એકલું બેઠું બેઠું જીવ બાળે એ ના ચાલે ને , તને કંપની આપવા આવી ગઈ"


"જિંદગીભરની કંપની બનવું છે મારે તો" પણ બોલવા જતા એની જીભ કચરાઈ અને આકાશે ખાલી સ્મિત કર્યું.


"તને બોલતા નથી આવડતું, આમ બસ બેસી રે, બધાને જોયા કરે અને હસ્યાં જ કેમ કરતો હોય?"


"બધાંને ની તને જ જોવું છું, મને બીજા વિશે કઈ ખબર જ નથી." આકાશે આજે તો બોલવામાં થોડીક છૂટછાટ લઇ લીધી.

"હેહે, નવરી પોતાનું કામ કર" ધરાને આકાશની સાચી ફીલિંગ્સની કાંઈ ખબર જ નહોતી, એણે તો એની વાતને સાવ હાસ્યમાં જ કાઢી દીધી.


"મજાક કરું છું લા, ખબર ની પડે મને કે શું બોલવું એટલે ખાલી smile આપી દઉં." આકાશે પણ વાતને બદલી કાઢી.


એટલા દિવસોમાં પહેલી વાર એને ધરાને કંઈક એવું કહ્યું હતું જેનાથી ધરાને 1% પણ લાગે કે આ આકાશ એની પાછળ લટ્ટુ છે, પણ ધરાને તો કાંઈ ફર્ક જ ના પડ્યો. એણે તો એ વાતને સાવ મજાકમાં જ લઇ લીધી. ને પછી આકાશે પણ વાતને ફેરવી કાઢી કે શાયદ આ બરાબર ટાઈમ નથી. સાંજે હોસ્ટેલમાં આવીને આકાશે આજે ફરી એની ડિયર ડાયરી ને ખોલી.

"ડિયર ધરા,

“ પ્રિય ધરા,

હજુ સુધી તો બધું જ બરાબર ચાલે છે તારી જોડે. આજે તો પહેલી વાર તને કંઈક એવું કીધું કે જે સીધું મારા દિલમાંથી આવેલું. પણ એની કોઈ અસર ના થઇ તને. શાયદ આ એ સમય નથી. કાંઈ વાંધો નઈ, હજુ તો થોડોક જ સમય થયો છે. તું મારી સાથે જેમ જેમ સમય વીતાવીશ તો એક દિવસ હું ચોક્કસ તારી કદી ના છૂટવા વાળી આદત બની જઈશ, ખેર મારી તો આદત બની જ ચુકી છો તું. તને ના જોઉં તો મન ગુમશુમ થઇ જાય, મજા ના આવે. આજે તું પ્રેક્ટિકલ કલાસમાં મારી પાસે આવીને બેસીને ત્યારે સાચું કહુંને તો મને એ ક્ષણ મારી લાઈફ ની સૌથી અનમોલ લાગેલી.આજે આપડે પ્રેકટીકલમાં ખુબ જ ગપ્પા માર્યા. હજુ સુધી તારી સાથે કરેલી સૌથી લાંબી વાતો હતી એ. તને ખબર મને એમ હતું કે તું પણ કલાસમાં બીજાની જેમ જ માથું ઊંધું રાખી ને ભણવાવાળી છોકરી હશે. એટલે જ તો હું પણ એવો ડોળ કરતો હતો અત્યાર સુધી. હા, એમતો હું સ્કૂલ સુધી એવો જ હતો. પણ, મારી સ્કૂલથી જ એક ફૅન્ટેસી હતી કોલેજ વિશે. મેં વિચાર્યું હતું કે સ્કૂલમાં જ ભણવાનું હોઈ પછી તો બસ જલસા જ છે, ને આમજ દસમું-બારમું નીકળી ગયું કે કોલેજમાં જલસા હશે. પણ પછી તો અહ્યાં પટકાઈ ગયો છોકરીઓ વચ્ચે. મારા સ્કૂલના દોસ્તારોને એમજ કે મને તો મજા આવતી હશે, એ લોકો તો એવું જ કહે છે કે જલસા છે, ગોપીઓ વચ્ચે કાનો આવી ચઢ્યો એવું કહ્યા કરે છે, પણ એમને ખબર નથી કે આ ગોપીઓમાં કાન ને એની રાધાની તલાશ છે. ને આજ તાલાશની વચ્ચે મને તું એનાટોમીના એ લેકચર માં જોવાઈ. seriously , એ દિવસ મને હંમેશા યાદ રેહશે. તારી એ નિર્દોષ આંખો, તારા ગુલાબપંખુડી જેવા હોટ પરનું એ સ્મિત (જો કોઈ લેખક ની જેમ હું તારી ખુબસુરતીનું વર્ણન તો નથી કરી સકતો.) પણ તારો ચહેરો મારા મનમાં વસી ગયો છે. મને હવે કાંઈ નથી જોઈતું, નથી જવું મારે નેવીમાં, નથી કરવું મારે એન્જિનિરીંગ. મારે અહ્યાં વસી જવું છે તારા દિલમાં. તું મારો પહેલો પ્યાર છે, ને આ બધું જ પહેલી વાર થઇ રહ્યું છે. પહેલી વાર હું ભણવા કરતા વધુ મહત્વ કોઈને આપી રહ્યો છું. મને આજે ખબર પડી કે તને ભણવામાં ખાસ કાંઈ ઇન્ટરેસ્ટ નથી, અને જો હું પણ ભણવામાં જ પડી ગયો તો શાયદ મેં તારાથી દુર થઇ જઈશ. હું ભણવાની બાબતે થોડો સ્વાર્થી હતો પણ હવે ખબર નઈ કેમ, મને ભણવામાં રસ નથી રહયો. નથી ભણવું મારે એનાટોમી કે ફિઝિયોલોજી. અલબત્ત મારે ભણવા છે તારી સાથે પ્રેમ ના અધ્યાય, પાસ થવું છે આ પ્રેમપરીક્ષામાં, તારો હાથ પકડીને આગળ વધવું છે ને ખુબ લાંબે જવું છે. હવેથી મારુ ભણતર પણ તું, ને મારી મંઝિલ પણ તું. આ ખાલી attraction નથી તારા પ્રત્યે, તારી પાસે મને ફક્ત આટલી અપેક્ષા છે કે તું હંમેશા મારી સાથે રહે, તારા કોમળ હાથોથી મને વહાલ કરે, મને પ્રેમ થી ભેંટી ને મને હંમેશા એ દિલાસો આપે કે તું છે મારી સાથે. હું પણ તારા માટે હંમેશા તારી સાથે જ રહીશ. ભલે તું મારો પ્રેમ સ્વીકારે કે ના સ્વીકારે, પણ હું તારી સાથે રહીશ.

ચાલ, હવે બહુ જ રાત થઇ ગઈ છે, ઊંઘીશ નઈ તો કાલે તારી સાથે કેવી રીતે quality time વિતાવીશ .

હું આવી આશા રાખું છું કે એક દિવસ તું આમ જ બીજું બધું ઇગ્નોર કરીને મારી પાસે આવીશ, એને મને કહીશ કે "મારુ દોસ્તાર એકલું એકલું બેઠું જીવ બાળે છે તો એણે કંપની આપવા આવી ગઈ". તે ભલે મજાકમાં કહી હોય પણ આ વાત મારા માટે બહુ જ લાગણીભરેલી છે.

હમેંશા તારી કંપની બનવા માંગતો,

આકાશ "

ડાયરી કોઈ વાંચી ના જાય એમ ડાયરીને પોતાના ઝોલામાં મૂકી લૉક કરીને એ નિશ્ચિન્ત થઈને સુઈ ગયો

બુધવારનો એ દિવસ. હોસ્ટેલની મેસમાં આજે પાવભાજી અને ઈંડાની ભુરજી કે ઓમલેટ મળતી હોય છે. ઈંડાની ભુરજી આકાશની એકદમ ફેવરિટ આઈટમ, આ દિવસે એ જમવાનું કદી સ્કીપ ના કરે.
રહેના હે તેરે દિલમેં ની રિંગટોન સાથે જ આકાશનો ફોન રણક્યો. "અલ, જો બહાર જવાનો કોઈ પ્લાન હોય તો ભાઈ મારાથી ની અવાય."

“સાંભળ એ કમિટેડ છે......"