અપર-મા - ૧ DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

અપર-મા - ૧

-: અપર-મા - 1

કલા અતિ સૂક્ષ્મ અને કોમળ છે. તે મગજને પણ કોમળ અને સૂક્ષ્મ બનાવે છે.

ભારતીય સંસ્કૃતિમાં કલાશબ્દ કળવું’ , ‘મેળવવું’ ‘પામવુંના અર્થમાં વાપરવામાં આવેલ છે. कलाશબ્દ સંસ્કૃત कल' પરથી બન્યો છે. સંસ્કૃત કોશકારોના મત મુજબ..........

‘‘कल्यते वा ज्ञायते इति कला

ભારત દેશની ગણના વિશ્વમાં એવા દેશોમાં થાય છે, જે એક મજબૂત લોકશાહી ધરાવતો અને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ભારત દેશમાં અનેક રાજ્યોનોવિશાળ દેશ છે. અને દરેક રાજ્યની ભાષા તેમજ દરેક રાજ્યની સંસ્કૃતિલ બોલી (ભાષા) પણઅલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારના છે લગભગ વિશ્વના અન્ય દેશમાં નહીં હોય. દેશમાં વસ્તી પ્રજા અનેક ક્ષેત્રમાં વિવિધ ક્ષેત્રે નામના ધરાવે છે. ભારત એક એવો દેશ છે જેમાં વસતો ભારતીય અન્ય દેશોમાં જઈને પણ પોતાની ચતુરાઈ ના ડંકા વગાડે છે. જેમાં તાજેતરમાં જ અમેરિકામાં જે ચૂંટણી થઈ તેમાં મુખ્ય સ્થાનો પર ભારતીય મૂળની વ્યક્તિઓ ચૂંટાઇને આવેલ છે. ભારત દેશમાં વસવાટ કરતી પ્રજા વિવિધ કલા તેમજ નૃત્ય કલા, સંગીત કલા ક્ષેત્રે પણ અલગ નામના પ્રસ્થાપિત કરેલ છે. દક્ષિણ ભારતના રાજ્યોની પ્રજામાં નૃત્ય કળા તેમની ગલથૂથીમાં છે તેમ કહીએ તો તે અતિશયોક્તિ ભરેલ નહી ગણાય.

ભારતના રાજ્યોમાં ગુજરાત રાજ્યની ગણના હરણફાળ વિકાસ કરતા રાજ્યમાં પ્રથમ નંબરે આવે છે. આ રાજ્યનું મુખ્ય શહેર એટલે રાજધાની ગાંધીનગર. ગાંધીનગર એક એવું વિકસીત શહેર છે, જ્યાંથી રાજ્યનો કારોબાર ચાલે છે તે સચિવાલય તેમ જ રાજ્યની વિવિધ વિભાગની કચેરીઓ તેમજ કચેરીઓમાં કામ કરતા અધિકારી કર્મચારીઓ માટે અહીંયા રહેઠાણની પણ અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. અગાઉ આ રાજ્ય ની રાજધાની અમદાવાદ હતી. ત્યારબાદ વર્ષો પહેલા ગાંધીનગરની રચના નવેસરથી કરવામાં આવેલ છે. અહીંયા સોસાયટી વિસ્તારની ઓળખાણ માટે સેક્ટર મુજબની વ્યવસ્થા કરવામાં આવેલ છે. એવા સેક્ટર-૨૯ના બંગલાની આગળથી નિકળીને બે મોટર કાર આગળના મુખ્ય રસ્તા તરફ વધી રહેલ હતી. આ બંને મોટર કાર બંગલા ના મુખ્ય દરવાજાથી પસાર થઇ રહેલ ત્યાં સુધી દરવાજાને અડીને બંગલામાં રહેતા માલિકની પત્ની બે કારમાં બેઠેલ વ્યક્તિઓને વસમી વિદાય આપતી હોય તે રીતે દિશાસૂચક હાથ હલાવતાં ની સહાય ચહેરે હસવાનો નિરર્થક પ્રયાસ કરી રહેલ હોય તે રીતે હાથ ઊંચો કરીને વિદાય આપતી જણાઈ રહી હતી. પરંતુ તેનો ચહેરો અને આંખો ઘણું બધું કહી જતી હતી.

‘’ અમારી પાયલબા શાસ્ત્રીય નૃત્ય શીખવાની બહુ જ ઉત્કંઠા ધરાવે છે. અને તે માટે તેના ક્લાસમાં પણ જાય છે. મારા મનમાં તો બહુ જ ઈચ્છા અને આકાંક્ષાઓ છે કે તે નૃત્યકલા શીખી તૈયાર થઈ જાય પછી એનુંઆરગંત્રેરમ્નો જલસા બંધ પ્રોગ્રામ ચોક્કસ રાખવો છે.

હા પપ્પા ચોક્કસ, અને પ્રોગ્રામમાં અંકલને ખાસ મુખ્ય મહેમાન તરીકે બોલાવશું, તેમ પાયલબાએ કહ્યું. શણગારેલી ઢીંગલી હોય તેવી પાયલબા સાથે આ મારી પ્રથમ મુલાકાત હતી. એના પિતાએ મારા માટે ઘણી બધી અતિશયોક્તિ ભરી વાતો કરેલ હશે તેમ પાયલબાના બોલવા પરથી મને લાગતું હતું.

તું મુખ્ય મહેમાન તરીકે કોઈ સારી મંત્રી/ ચેરમેન કક્ષાની કે નૃત્યુ કલાક્ષેત્રમાં ઉમદા કાર્ય કરેલ હોય તેવી વ્યક્તિને મુખ્ય મહેમાન તરીકે બોલાવું તો સારું ગણાશે. હું તો તું બોલાવું કે ન બોલાવું તો પણ તારા અંકલ તરીકે તો અચૂક હાજર રહેવાનોછું અને હું અચૂક હાજર રહીશ તેમાં કોઈ બેમત નથી. ‘’આમ કહી મેં તેની સામે જોયું, ોડુ હસવાની કોશિશ કરી, પરંતુ એ જ સમયે મારી નજર દરવાજા પાસે, દરવાજાની પકડીને ઊભી રહેલ તેની માસી તરીકે સંબોધન કરતી તેની અપરમા તરફ ગઈ. તેનો ઉદાસ ચહેરો મારી આંખો સમક્ષ આવી ગયો. હું થોડો અસ્વસ્થ થયો . એની એકધારી નજર જ ઘણું બધું કહી જતી હતી. તે સ્મિત વેરવાનો પ્રયત્ન કરતી હતી પરંતુ તેની આંખોમાંથી સ્મિતના બદલે વેદના ડોકાચિયાં કરી રહેલ હતી તે સ્પસ્ટ દેખાતું હતું.

.....ક્રમશ:……