-: અપર-મા =૬
‘રાજપુત સાહેબે ટૂંકમાં ઘણું બધું કહી દીધું’ હવે શું થાય ? બોલો એક વાર તેમના ઘરનું પાણી અમે પી લીધું એટલે નથી પીધું એમ તો નથી થવાનું ને ?
રાજપુત સાહેબ ના ચહેરા પર તેમણે કંઈક ખોટું કર્યાનો અને પોતે કોઈ મોટો ગુનો કરી બેઠા હોય તે પ્રકારનો ક્ષોભ જણાઈ આવતો હતો.
આપને તો ખ્યાલ છે ને કે, અમે તો અસલ રાજવંશી કુટુંબના, અને પાયલબાની માતાનું કુટુંબ તો અમારાથી પણ બે ડગલા આગળ કહીએ તો વાંધો નહીં. આ તો હવે શું કરવાનું જે લેખ લખ્યા હોય તે થવાના જ. તેમાં કોઈ મીથ્યા ન કરી શકે.
હા....હા....બરાબર એટલે પાયલબાના નવા મમ્મી તમારા સમાજ કરતા.......એમ જ આપનું કહેવું ને ?
હા....હા.... બિલકુલ તે બક્ષીપંચની જ્ઞાતિના છે. પાયલબા ની ‘મા’ એ તેની અંતિમ ઘડીએ મને સોગંદ ન ખવડાવ્યા હોત તો હું આવી ભૂલ કદાચ કદાપિ ન કરતો.
ઓહો ....ઓહો.... તો આ જે પાયલબાની નવી ‘મા’ છે, તે તમારા કુટુંબ સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલ હતાં એમ ?
‘’ હા...... એનો ભાઈ મારી સાથે ફરજ બજાવતો હતો. વર્ષો સુધી અમે બન્ને સાથે નોકરી કરેલ હતી. અને તે સાબરકાંઠાના છેવાડે આવેલ ભિલોડા તાલુકાના નાના ગામડાંનો રહેવાસી હતો. અને મૂળ કોળી જ્ઞાતિનો હતો. આપ તો એ બાબતથી પુરા માહિતગાર છો કે, હવે તો બધાને અટક બદલાવતા આવડી ગયેલ છે ને ? ‘’ મારી મૃત્યુ પામનાર પતિનું વેણ રાખવા જ એની સાથે મારે લગ્ન કરવું પડ્યું હતું. અને એટલું પણ સાચું હતું કે પાયલબા ની મમ્મીને એણે એની આંખોથી એવી આજી દીધી હતી કે, મને પણ એ સમયે સ્ત્રીની દયા આવી ગઈ.
પણ હા એણે એટલું ચોક્કસ કે, પાયલબાને પોતાના પેટની જણી દીકરીની જેમ જ એમણે મોટી કરી, એ પણ એટલું જ સાચું અને સનાતન સત્ય છે. ‘’ હા.. નાનું બાળક હોય એટલે એને સાચવીને મોટું કરનાર તો કોઈકે જોઈએ ને ?
એમની દુખતી રગની પીડા પકડતાં કહ્યું, એના કરતાં પગાર આપીને કોઈ નર્સ રાખી હોત તો ? આ બધી રામાયણ ન થાત ને ? પણ હવે શું અત્યારે તો તેને લીધે ક્યા બાર જ્ઞાતિમાં મોંબતાવવા જેવું નથી રહ્યું પણ શું કરવાનું.
આપની વાત સાથે હું સહમત છું. આપની બધી વાત સાચી. પરંતુ આ બધામાં તેનો વાંક કે ગુનો શું ? તમે તો તમારી પત્નીને અંતિમ ઘડીએ આપેલા વચનનું પાલન કર્યું અને તે પણ ફક્ત કરવા ખાતર જ ને ?
આટલા વર્ષો વીતી જવાની અંતે પણ રાજપુત સાહેબ ને તેમના મનમાં આટલો બધો ઉદ્વેગ હતો કે તે કોઇપણ રીતે શાંત થતો નહોતો.
જુઓ તમને તો તે ભલી ભોળી લાગતી હશે ! બાકી તે બહુ ચપળ અને ચાલાક છે. તેણે સુવાવડી સ્ત્રીની સેવા તરબોળ રીતે કરી અને મરનાર બાઈએ તેના પર સર્વસ્વ ન્યોછાવર કરી નાખ્યું. હવે શું કહેવાનું પણ મરનાર બાઈ ને એ વાતનો ખ્યાલ ન રહ્યો કે આ બાઈ અમારી રાજપૂત જ્ઞાતિની નથી તેનો ઓછાયો અમારા કુટુંબમાં અડતાં વેત અમારી પેઢી દર પેઢીની આબરૂ ધૂળધાણી થવાની હતી.
રાજપુત સાહેબને ફરીથી બીજી વખત પોતાની પત્નીને અંતિમ ઘડીએ આપેલ વચન ને કારણે બીજી વખત લગ્ન તો કર્યા હતા પરંતુ તેનો પસ્તાવો આજે આટલાં વર્ષો વીતી જવા ના અંતે પણ તેમના દિલમાં જે પશ્ચાતાપ ઉચાટ હતો તે બિલકુલ અકબંધ હતો.
રાજપુત સાહેબે કહ્યું આપ માનશો નહીં પરંતુ, આજે પરમાત્માનો એ વાતે આભારી છું કે, પાયલબાની મમ્મી ના મરણ બાદ શોકની અંતિમ વિધી બાકી હતી તે દરમિયાન કોઈને પણ પૂછ્યા કર્યા વગર આગળ પાછળની કોઈ પણ ચિંતા કર્યા સિવાય ‘’વાજેક્ટોમિ’’ (VAZEKTOMI) કરાવી દીધેલ હતી. નહિતર આજે મારી આ ફૂલ જેવી દીકરીની શું હાલતહોત તેવો વિચાર મને મનમાં આવતા હચમચી જવું છું.
દિપક એમ. ચિટણીસ
dchitnis3@gmail.com
....ક્રમશઃ
મમી પણ ગુજરાતી છે
૧.મ-મધ્યપ્રદેશ ૨. મી-મીઝોરમ ૩. પણ-પશ્ચિમબંગાળ
૪.ગુ-ગુજરાત ૫.જ-ઝારખંડ ૬. રા-રાજસ્થાન
૭. તી-ત્રીપુરા ૮. છે-છત્તીસગ;