અપર-મા - ૪ DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપર-મા - ૪

-: અપર-મા = ૪

વાતોમાં ને વાતોમાં કડીનો ‘‘અક્ષર પાર્ટી પ્લોટ’’ આવી ગયો ખબર પણ ના રહી આટલી લાંબી મંઝીલ કપાઇ ગઇ તેનો ખ્યાલ જ ન રહ્યો. મંત્રીની દીકરીના લગ્નનું રીસેપ્શન હતું એટલે બહાર તો કારની લાંબી લાંબી લાઇનો હતી અને પ્લોટને પણ ચારે બાજુથી રોશનીથી શણગારેલ હતો. અમારી બંને કાર માટે મંત્રી દ્ધવારા વીઆઇપી પાસ પાર્કીંગ માટે આપેલ હતો. એટલે તે પાર્કીગમાં બંને કાર પાર્ક કરી અને રીસેપ્શન હોલ તરફ કારમાંથી ઉતરીને આગળ વધી રહેલ હતાં. ત્યાંજ અમારી પાછળ મારી કારનો ડ્રાઇવર અમારી પાછળ આવી રહેલ હતો. તેને હું કંઇ કહું તે પહેલાં પાયલબા તેને જોઇ ગઇ અને હું કંઇ સુચના આપું તે પહેલાં તેણે જ કહ્યું ભાઇ..તમે તમારી રીતે જમી લેજો અંકલ તો અમારી સાથે જ રહેશે અને અમે બધા સાથે જમવાના છે. અને હા અહીંયાઆ કાર્યક્રમ પતાવ્યા બાદ એસ.જી.હાઇવે પર મુવી જોવા પણ જવાનું છે.

‘‘મંત્રીએ તો બહું જ સુંદર સજાવટથી પ્લોટને શણગારેલ છે ન? અને લાઇટનો ઝગમગાટ પણ સરસ કરેલ છે ? મેં રાજપૂત સાહેબ સામે નજર કરી તેમને કહ્યું.’’

રાજપૂત સાહેબે પણ સામે જવાબ આપ્યો.અમારી રાજપુત કોમ બહુ શોખીન હોય અને રૂપીયા ખર્ચ કરવામાં કયાંય પાછી પાની ન કરે. તમે જો જો તો ખરા. મારી પાયલબાના લગ્ન વખતનો ઠઠારો તો તમે જોશો તો ખુશ થઇ જશો.

આ વાતચીત દરમ્યાન તેમને નજર સ્ટેજ પાસે ગુલાબી રંગનો સાફો પહેરીને ઉભા રહેલ નવજુવાન પર પડી. પાયલબા થી થોડે દુર મને લઇ જઇ મને પૃચ્છા કરી.

‘‘સ્ટેજ ની પાસે ગુલાબી રંગનો સાફો પહેરીને નવયુવાન ઉભો રહેલ છે, તે જુઓ કેવો છે આપની નજરમા? આપણી પાયલબા માટે પુછી રહેલ છું.

કે? દેખાવમાં તો સારો છે. કંઇ ખોટો નથી.

ના....ના...,છતાંય ? તમે તો કલમને પારખનાર વ્યકિત છો ને એટલે તમે તો વ્યકિતને જુઓ એટલી તેની સામે નજર કરો એટલે તમને પુરેપુરો ખ્યાલ આવી જાય ને એટલે પુછું છું.

પાયલબાને જો યુવક પસંદ પડે અને કુંટુંબ સારુ હોય પછી આપણને તો શું વાંધો હો?

એમણે મારી વાત પર ઉત્સાહથી જણાવ્યું કે, તે યુવક એટલે મંત્રીશ્રીનો ભાંણેજ છે.

હો....હો....શું વાત કરો છો ? એમ ? તો તો પછી જોવાનું જ શું ? મેં પણ રાજીના રેડ થઇ કહ્યું તો તો સરસ પછી તો બીજું કંઇ વધું જોવાનું જ ન રહે ને. પાયલબાની માસીને તે યુવક પસંદ છે કે કેમ ? તેમના તરફથી પણ હા છે કે કેમ ? તો પછી આગળ વધો અને કરો કંકુના અને બધુ નકકી કરી નાંખો.

બરાબર..... મેં રાજપૂત સાહેબ ને કહેતાં તો કહી નાંખ્યું પરંતુ મારી આ છેલ્લી વાત તેમને અનુકુળ ન આવેલ હોય તેવું મને તેમના ચહેરા પરથી જણાઇ આવ્યું. આ બાજુ પાયલબા પણ ક્યાંક વાત થી જાણકાર હોય તેમ લાગ્યું કારણ તે પણ તેના મનમાં બહુ ઉત્કંઠાથી તેના ભાવિ માણીગર તરફ જોઈ રહી હતી. અને હું પણ એના આનંદમાં કોઈ વિક્ષેપ ઉપસ્થિત ન થાય તેમ ઇચ્છતો હતો આ વચ્ચે જ રાજપુત સાહેબે કહ્યું, ‘ચાલો લાઈન બહુ લાંબી છે પહેલા જમી લઈએ તો સારું ’ !

હા........હા........આપની વાત સાચી ચાલો પહેલા જમી લઈએ. મેં જરા મોટેથી પાયલબા દૂર હતી તેને ઉદ્દેશીને કહ્યુંતું તારી રીતે તમારા મિત્રવર્તુળમાં મળી લે. અંદર અમે અમારા મિત્રોને મળી લઈએઅને, હા વર-કન્યાને મળવા આપણે બધા સાથે જઈશું બરાબર ?

હા........હા........અંકલ ચોક્કસ.......કહેતી તે વાત પૂરી થાય તે પહેલાં તો દૂર થઈ ગઈ તેનો અંદાજ પણ ન રહ્યો.

દિપક એમ. ચિટણીસ

dchitnis3@gmail.com

.....ક્રમશઃ