Upper mother - 2 books and stories free download online pdf in Gujarati

અપર-મા - ૫

-: અપર-મા = ૫

અમે બંને અમારા મિત્ર વર્તુળમાં સાથે વાતો કરતા કરતા મિત્રોની સાથે રહ્યા. આ બધું ચાલી રહેલ હોવા છતાં મારું મન પાછું થોડી થોડી વારે પાયલબા ની માસી ના વિચારો તરફ વંટોરાઇ જતું હતું.

તમને ખબર છે ? મંત્રી જી તો આપણને તો આપણી સાથે પાયલબા ને આવેલા જોશે એટલે બહુ જ ખુશ થઇ જશે. રાજપુત સાહેબે તેમની વાત ચલાવી. તમને તો ખ્યાલ ન જ હોય બે માસ અગાઉ જ મંત્રીજી આપણે ઘરે પધારેલા હતા. ત્યારે તેમણે પાયલબા ને જોઈ કહેલ કે, દીકરી તો બહુ મોટી થઈ ગઈ ? તે સમયે તેમણે વાત વાતમાં તેમના ભાણેજ બાબતે ચર્ચા કરેલ હતી. અને ઉદાસીનતા સાથે એમ પણ બોલ્યા હતા કે, આજે આ દિવસે તેની મમ્મી જીવંત હોત તો કેટલું સારું ? તેને જોઈને રાજીની રેડ થઈ જાત ?

મને રાજપુત સાહેબ ની વાત પરથી ચોક્કસ ખાતરી થઇ ગયેલ છે કે તેઓ હજી ભૂતકાળમાં ભૂતકાળને વાગોળી રહેલ છે. તેઓને પાયલબામા પણ તેની ‘મા’ નો ચહેરો દ્રષ્ટિગોચર થતો હતો. ઘરેથી નીકળવાના સમયે તેમણે તેમની નવી પત્ની સામે જે રીતે વર્તન કરેલ હતું તેના મૂળમાં આ બધો ભૂતકાળ જ હતો.

તમને ખબર નહીં હોય ? અમારા જ્ઞાતિવાડા બાબતમાં પણ અમો રાજપૂત તે રાજપુત વંશના અને તેઓ સિસોદિયા, સૂર્યવંશી કહેવાયા.

હા........હા........આપની વાત બિલકુલ સાચી છે. મને પણ આછોપાતળો ખ્યાલ છે ત્યાં સુધી તેમની અગાઉની પેઢી રાજસ્થાનના રાજવી કુટુંબ ચિત્તોડગઢના મેવાડ સાથે સંકાળેયલ હોવી જોઈએ.

પાયલબા ની માતા તો રાઠોડ રાજવંશી કુટુંબની સ્ત્રી હતી. ફરી પાછા રાજપુત સાહેબે તેમનો ભૂતકાળ વાગોળવા માંડ્યો. તમને ખ્યાલ નહીં હોય પણ મારા સાસરી પક્ષ વાળા જોધપુરના રાજવી કુટુંબના ભાયાતમાં તેમની ગણતરી થતી હતી. અને એક રીતે જોઈએ તો પાયલબા પણ જોધપુર રાજવી કુટુંબની ભાણી ગણાય. અને આપણે જે મંત્રીના ભાણેજ સાથે વાતચીત ચલાવી રહ્યા છે તે પણ મેવાડ નો ભાણેજ છે.

જુઓ રાજપુત સાહેબ......બહુ ચઢાવશો નહીં.હોશમાં ને હોશમાં ડુંગર આપણે ચઢી તો જઈએ પરંતુ તે ડુંગર ઉતરતી વખતે તકલીફ નો પાર ન રહે. તે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ. રાજપુત સાહેબ રસ મલાઈ નો ઘૂંટ લેતાં લેતાં કહ્યું, હા હજી વાર છે. ડી.એસ.પી. ની પોસ્ટ એકવાર આવી જાય થોડી કમાણી કરી લઉં, પછી બધી વાત, કારણ દીકરીને મોટા કુટુંબમાં વળાવવા માટે મોટું કરિયાવર જોઈએ એટલે તેની પણ તે પ્રમાણે જોગવાઈ તો કરવી પડે ને ?

આટલો બધો સમય રાજપુત સાહેબ સાથે વિતાવ્યો. તેઓ તેમની દીકરી પાયલબા નું જ રટણ કરી રહેલ હતા. ભૂલથી તેમણે એકવાર પણ તેમણે તેમની બીજી પત્નીની જરા સરખી પણ ચર્ચા કરેલ હતી.

મારાથી ન રહેવાયું. એટલે તેમને હિંમત કરી પૂછ્યું, જો આપને વાંધો ન હોય તો મારે આપને એક વાત પુછવી છે ?

ભોજનને ન્યાય આપતાં આપતાં પણ મનમાં પાયલબા ના માસી પ્રત્યેની ઉપેક્ષિતતાં જણાઇ આવેલ. એનું એજ ચિત્ર પાછું ઉપસી આવતું હતું. અત્યારે તે એકલી તેના મોટા મકાનમાં કેવુ વિચારતી હશે ? શું વિચારતી હશે ? અને હા માણસ ઘરમાં એકલું હોય એટલે સ્વાભાવિકપણે એકલા માણસ માટે કોઈ જમવાનું બનાવવાની પણ ઈચ્છા ન થાય ને ?

રાજપુત સાહેબને પણ મારા સવાલ પર ખ્યાલ આવી ગયો હોય તેમ તેમણે સામેથી પૂછ્યું. હા બોલો તમે પાયલબા ની માસી વિશે જાણવા માગો છો એમ જ ને ? બોલો સાચું ને ?

મેં પણ એટલી પ્રમાણિકતાથી જ જવાબ આપ્યોહાક્યારનોય હું તે બાબતમાં બહુજ મુંઝાઇ રહ્યો હતો એટલે થયું લાવ આપને સીધું પૂછી લઉં. આવી બાબતમાં દખલ ન કરવી જોઈએ એમ હું અંગતપણે માનું છું. પરંતુ આપણા બંને વચ્ચેના સંબંધોમાં પૂછવું મને યોગ્ય લાગ્યું એટલે જ મેં આપને પૂછવાની હિંમત કરી.

સારું.... સારું.....રાજપુત સાહેબે તેમના ચહેરા પર નિરર્થક સ્મિત લાવવાનો પ્રયાસ કરતા તેમણે પણ કહ્યું આપણે બંને એકબીજાના શુભચિંતક છીએ એટલે તમારી સાથે નિખાલસ પણે વાત કરવામાં મને બિલકુલ વાંધો નથી.

ુઓ તમે તો એક પત્રકાર છો, આપ બાબતે પણ સારી રીતે માહિતગાર અને જાણકારી ધરાવતા હશો કે, અમારા રાજપૂતોમાં પણ અસલી-નકલી એવા અનેક હોય છે એટલામાં જ આપ સમજી જાવ તો ઘણું બધું.

હા.... એટલે કે આપના નવા પત્ની.......????

દિપક એમ. ચિટણીસ

dchitnis3@gmail.com .........ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED