રહસ્યમય તલવાર... Harry Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

રહસ્યમય તલવાર...

મને યાદ છે હજુ કાળી ગુફા કે જેમાં કોઈપણ વ્યક્તિ જતા ન હતા.મારા ગામની બાજુમાં એક ખંડેર હતું ખંડેર ડુંગરા ઉપર હતું એટલે બાળકો માટેનું મનગમતું સ્થાન હતું.બાળકો એટલે આમ તો સમજણા પરંતુ ગામડાના બાળકોનું બાળપણ લાંબા સમય સુધી ચાલતું હોય છે.
વડીલોએ કાળી ગુફાની વાત કરેલી પણ એ ગુફા ક્યાં આવી છે તે કોઈને ખબર હતી. ઉનાળાના બળબળતા બપોરે અમે સાત આઠ મિત્રો રાવણા ખાવા જવાના બહાને ઘરેથી નીકળી ગયા.ત્યારબાદ સાતલડીને કાંઠે આવેલા ડુંગર પર જવાનું અને વડલા નીચે બેઠા વડલાના છાંયે બેસવા જાય રમવા માટે પહોંચી ગયા.બાજુમાં સૌથી ટોચ પર એક ખંડેર જેવું મકાન અમારા માટે સતામણી દાવ રમવાનું મુખ્ય કેન્દ્ર હતું. ત્યારબાદ રમી રમીને થાકીએ ત્યારે નદીના ઘૂનામાં ધુબાકા મારવાના આમ બપોરે રાવણા ખાઈને ઝાડ નીચે બેઠા.....
ત્યારે અચાનક કનુંને શું સુજ્યું કે કહ્યું કે ચાલો ને એક દાવ થઈ જાય.....તરત જ મને બધાં પણ રાજી રાજી થઈ ગયા અમે એકબીજાને થપો આપતા આપતા દૂર દૂર સુધી ફેલાઈ ગયા. ત્યારે જ હું ડુંગરાની સાવ નીચેના ભાગમાં પહોંચી ગયો હતો. પણ ત્યાં અચાનક એક ખાડામાં ફસાઈ ગયો. ત્યારે જ હું એક દોરી જોઈને તે પકડીને ઊભો થયો ત્યારે મને ભાન થયું કે અહીં તો મોટો ખાડો લગે છે. ત્યાં મેં હાથથી થોડી માટી દુર કરી તો ત્યાં એક મોટો પથ્થર નો ખૂણો દેખાયો. હજુ ખોલવા જાઓ એના પહેલા જ મારો મિત્ર જગો આવીને મને થપ્પો કરી ગયો.મે એને રાડ પાડી ને મારી પાસે બોલાવ્યો. જગો પાસે આવે કે મેં એમને કહ્યું કે જો અહીં પથ્થર દેખાય છે અને એમાં કાંઈક ચીતરેલું લાગી રહ્યું છે. ચાલ મને મદદ કર આ ખેંચીને જોઈએ કે તેની પાછળ શું છે!!?
અમે બંને જોર લગાવીને લગભગ ત્રણ ફૂટનાં મોટા પથ્થરને થોડો દૂર ખસેડયો ....ત્યારે એમાંથી એક ભયંકર અવાજ આવ્યો અમે બંને ડરી ગયા કારણ કે તેની પાછળ એક ગુફા હતી ...
પેલી વડીલોની વાર્તાવાળી ગુફા અને આ ગુફા આજે અમે શોધી કાઢી હતી. હિંમત કરીને અમે બંને પથ્થરની બાજુ સરકી ને ત્યા પહોંચ્યા તો ખબર પડી કે ત્યાં ખૂબ અંધારું હોવા છતાં પણ એક અગમ્ય પ્રકાશ અમને એમના તરફ ખેંચી રહ્યો હતો. ગુફામાં થોડી અંદર સામેની દીવાલ પાસે એક મોટા પથ્થર પર એક સિધી તલવાર ઊભી હતી. અને એમાંથી પ્રકાશ ચારે બાજુ ફેલાઈ રહ્યો હતો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે પ્રકાશ અને તલવાર શું રહસ્ય ધરાવે છે? તલવાર પણ હવામાં લટકી રહેલી છે ખુબ જોરથી ખખડી રહી હતી. અમે બંને એકબીજાના હાથ પકડીને ડરતા ડરતા પાછા પગે ગુફાના પથ્થરો સુધી પહોંચ્યા.અચાનક જ આખી ગુફા ધ્રુજવા લાગે ત્યારે ચારેબાજુ તે પથ્થર નીચે પડવા લાગ્યા.અને તલવાર પણ ગોળ ચક્રીની જેમ ફરવા લાગી અને ખૂબ જોરથી ધડકવા લાગી. અમને બંનેને કંઈક અજુગતું લાગ્યું પણ બહાર નીકળવાનું અમને રસ્તો જડતો હતો.પણ પથ્થરની દિશામાં ભાગ્યા ..જગો તો બે વાર પડતા પડતા બચી ગયો. બસ ત્યાંથી બહાર નીકળતા ગુફાનો પથ્થર બંધ થઈ ગયો અને એના પર ધૂળ છવાઇ ગઇ. જાણે કે એટલામાં કંઈ હતું એવું પહેલા જેવો થઈ ગયું.જગાને તો ચક્કર આવવા માંડ્યા છતાં પણ અમે એક-બીજાના ટેકે ટેકે ચાલ્યા, માંડમાંડ કરી ટેકરા પર પહોંચ્યા અને બૂમ પાડીને બીજા બધાને બોલાવ્યા બધા મિત્રોને વાત કરી, એક મોટા મિત્રે કહ્યું કે હવે આપણે કોઈને નહીં કહીએ નહિતર આહીં રમવાનું બંધ થઈ જશે. આપણા માતા-પિતા આપને કોઈ આવવા દેશો નહીં.પણ એક શરત રાખી કે ડુંગરાની પાછળની બાજુએ કોઈ આપણે ક્યારેય જશુ નહીં કારણ કે કાળી ગુફા અને એની અંદર રહેલી પ્રકાશ વાળી એ ઝળહળતી રહસ્યમય તલવાર.
બસ હજુ સુધી આ વાત કોઈને કરી નથી મારા બીજા મિત્રો તો એક સપનું સમજીને ભૂલી ગયા છે.બસ મને હજી પણ એ આ ઘટના યાદ છે, આજે પણ એ તલવાર મારી નજર સમક્ષ ઊંઘી હવામાં લતકતી દેખાઈ રહી છે ....
આજકાલ આ વિસ્તાર સરકારના કબ્જા હેઠળ છે અને જંગલ વિસ્તાર હોવાથી ત્યાં અવરજવરની મનાઈ છે. બસ માનું છું કે મારા જેવો અનુભવ બીજા કોઈને થયું ન હોય તો સારું છે.આજે પણ એ રહસ્યમય તલવારના ઘણી વખત મને સપના આવે છે અને હું અચાનક જાગીને તરતએની યાદમાં ખોવાઈ જાઉં છું કોની હશે એટલે રહસ્યમય કાળી ગુફાની રહસ્યમય તલવાર
@Harry Solanki
9924522010
Insta Id. :- Harry Solanki99