પપ્પા એટલે.. Harry Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

પપ્પા એટલે..

~~~મારા પપ્પા~~~


પપ્પા તો છે જ ને ...!!


હતા મારા જન્મ પર


બધા ઉત્સાહી ને..,


એક ખુણામાં ચુપચાપ


ઉભા હતા એ..,


અદબ વાળીને,


બધાએ માત્ર વહાલ કર્યું


ને જે દવાખાનાના બીલ


બાકી હતા તેમાં...,


*પપ્પા તો છે જ ને...*


પેટ ઘસીને ભાંખોડીયા


ભરતા થયો હું,


અથડાયો ઘડાયો,


કેટકેટલી વાર હું ઘરમાં,


પા પા પગલી ભરતાં


ડર લાગે, પણ...


પડીશ તો ચિંતા નહોતી,


કેમ કે...


*પપ્પા તો છે જ ને...*


યાદ છે નિશાળનો


પહેલો દિવસ...


જ્યારે રડયો હતો હું,


પોક મુકીને...


શાળાના દરવાજે,


ડરી ગયો હું..,


આ ચોપડીઓના


જંગલમાં,


પણ ખબર હતી કે,


હાથ પકડનાર...


*પપ્પા તો છે જ ને...*


સ્લેટ માં લખતો હતો હું


જિંદગીના પાઠ રોજ,


ને ભુંસતો સુધારતો


હું ભુલો,


જો નહીં સુધરે ભુલો,


ને નહીં ઉકલે આંટીઘૂંટી


તો એ બધું ઉકેલવા,


*પપ્પા તો છે જ ને..*


પહેલી સાઇકલ, સ્કૂટર


ને પહેલી ગાડીમાં


સ્ટીયરિંગ પકડીને


જોડે દોડ્યા હતા એ,


જો લપસી જઈશ હું


આ જિંદગીના રસ્તાઓ


પર ક્યાંક તો...,


હાથ પકડવા


*પપ્પા તો છે જ ને...*


*તું ભણ ને બાકી હું*


*ફોડી લઈશ*


આ ડાયલોગ પર


આખું ભણતર પુરું કર્યું,


ચોપડા, કપડાં ને


પોકેટ મની ટાઈમસર


આવતા ને ફી ભરવા માટે


*પપ્પા તો છે જ ને...*


કોઈ કરકસર કે કચાશ


ના કરી મને સારો માણસ


બનાવવામાં જેમણે,


હારી જઉં તો હાથ


પકડીને ઉભો કરી


ફરી તૈયાર કરવામાં


*પપ્પા તો છે જ ને...*


નોકરી પછી લગ્ન ને


પછી મારું ઘર કરવામાં


જેમણે કદી પાછું વળીને


ના જોયું,


કંઈ ખુટી પડશે તો


હું લઈ આવીશ એવી


હૈયાધારણ આપવાવાળા


*પપ્પા તો છે જ ને...*


જેમણે મને મોટો કર્યો


કોઈ પણ ક્ષોભ વિના,


ને વિતાવ્યું આખું


આયખું એમનું,


તો પણ હજી કંઈ થાય,


તો આવીને મને કહેતા..,


તું મુંજાતો નહીં..,


*તારા પપ્પા તો છે જ ને*


હાર્યો કેટલીય વાર


જિંદગીના દાવ પેચમાં,


ને રમ્યો બમણું હું,


જુગારી કેટલાય ખેલમાં,


તોય સતત મને જીતાડવા


મથતા ને..,


થાય કંઈ પણ...,


મને તો એક જ નિરાંત



કે.....,


*પપ્પા તો છે જ ને...*


🙏🙏🙏


આ પપ્પા એટલે ?*


પપ્પા એટલે ખાલી એક નામ ?


પપ્પા એટલે ખાલી એક દેખાવ જ ?


પપ્પા એટલે ખાલી એક પદ ?


પપ્પા એટલે ખાલી બાયોડેટામાં


નામની પાછળ લાગતુ અસ્તિત્વ ?


ના ….


પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક...


આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની


અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા...


આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે


બહુ લેવાદેવા નહી.. મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે..


કારણકે આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને ઇશ્વરની કેટેગરી માટે નોમીનેટ


કર્યો જ નથી.


*"ખબરદાર જો આમ કર્યુ છે તો...*


*આવવા દે તારા પપ્પાને..*


*બધ્ધું જ કહી દઇશ" આવા વાક્યો*


*દરેક મા એ કયારેક ને કયારેક* *પોતાના બાળકને નાનપણમાં કહ્યાં જ હશે....*


*અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં ફેમીલી માંટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુશ્મન બની જાય છે. અને અજાણતા જ સંતાનો સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે.*


*ઘણા કિસ્સાઓમાં તો બાપની ખરી કિંમત સમજાય છે ત્યા સુધીમાં બાપ ખીલ્લી પર ટાંગેલ ફોટો બની ગયો હોય છે.*


બાકી પપ્પા તો એવા પરમેશ્વર છે જેને પામવા વ્રત, ઉપવાસ કે અઘરા શ્લોકના ગાન કરવા નથી પડતા... આપણી તકલીફમાં આપણા ખભાને ટેકો દેવા એ જીવતો દેવ હાજરા હજૂર જ હોય છે.


ડૉ.નિમિત્ત ઓઝાએ લખેલ એક


સરસ વાત યાદ આવે છે કે ઘરની બહાર નીકળતા ખાડો આવે ને પડી જવાય તો "ઓ મા" બોલાય છે પણ અજાણ્યા જ રસ્તો ક્રોસ કરતા ટ્રક છેક પાસે આવી જાય ત્યારે તો મ્હોં માથી "ઓ બાપ રે" જ સરી પડે છે.. જે એ વાતની સાબિતી છે કે નાની નાની તકલીફો માં મા યાદ આવે ... પણ જીવનની અઘરી અને મોટી તકલીફોમાં તો બાપ જ યાદ આવે છે.


પપ્પા નામના પરમ મિત્રને ઓળખવાની કળા મોટા ભાગે યુવાનીમાં કેળવાતી જ નથી બાકી એ વાત ખરી કે આ ઉંમરમાં પપ્પા ભણાવા કરતા ગણાવે છે વધુ.


કોઇ બાપ પાર્ટ ટાઇમ નોકરી કરતો હશે પણ પિતૃત્વતો ફુલ ટાઇમ જ કરતો હશે.. કારણકે ખેતરમાં હળ ચલાવતો કે પછી ઓફિસમાં *ઓવર ટાઇમ કરતો બાપ આખરે તો દિકરા કે દિકરીને સઘળી સવલતો આપવા જ સજ્જ થતો હોય છે....*


*આપણી યુવાનીમાં કરેલી ભૂલોથી ટાયર્ડ થઇ જતો બાપ ચીડાઇ ને પિતૃત્વથી રીટાયર્ડ નથી થઇ જતો.. એને પળે પળ આપણને કશું એટલા માટે શીખવાડવું છે કારણકે જીવનમાં જયાં જયાં એણે પીછે હટ ભરી છે ત્યાં ત્યાં આપણે ન ભરી દઇએ.....*


બુદ્ધિનું બજેટ ખોરવ્યા વિના આપણી બાહોશતા અકબંધ રહે તેવા પ્રયત્નો એ


સતત કરતો રહે છે.. આ કારણોસર એ


મોટા ભાગે કડક વલણ અપનાવે અને એટલેજ એ છપ્પનની છાતીમાં રહેલું


લીસ્સુ માખણ આપણને મોટાભાગે ઓળખાતુ નથી.


આ પપ્પા એટલે ૯ વાગે ટીવી બંધ કરીને જબરજસ્તી ભણવા બેસવાનો ઓર્ડર નહી પણ ભણતરની કિંમત સમજાવતુ એક


સુવાક્ય..


*આ પપ્પા એટલે રાત્રે જયાં સુધી ઘરે ન આવીયે ત્યાં સુધી સતત ચાલતો હિંચકાનો કિચુડ કિચુડ અવાજ ....*


આ પપ્પા એટલે મમ્મી કરતાં પણ વધુ વ્હાલની ઉપર પહેરેલૂં કડકાઇનું મ્હોરુ..


*આ પપ્પા એટલે એકવાર ખાઇ લીધા પછી મમ્મીથી સંતાડીને બીજી વાર અપાતી ચોકલેટ...*


આ પપ્પા એટલે એવી પર્સનાલીટી જે ફેશન ન કરતી હોવા છતાં ય આપણા સ્ટાઇલ આઇકોન બની જાય....


આ પપ્પા એટલે આપણને કદિ યે પડી


ન જવા દેતો સાઇકલની સીટની પાછળથી પકડેલો મજબુત હાથ...


*આખરે પપ્પા ઍટલે પપ્પા…બસ આમ જુવો તો કશું જ નહી અને આમ જુવો તો બધ્ધું જ...*


*હજીયે સમય છે..જો પપ્પા નામનું લાગણી નું સરનામું જીવંત બનીને ઘરમાં પોતાની મીઠાશ ફેલાવતું હોય તો આ લેખ પુરો કરીને એને જઇને એક વાર કોઇજ કારણ વગર ભેટી પડજો....*


એ પપ્પા નામના પુસ્તકમાં એવુ સરસ મઝાનું પાનુ જોડાશે જે જીવનભર વાંચવું ગમશે..


*Dedicated to All fathers...✍*


From...FB Msg ...


@Harry Solanki...