વિશાળતાથી ભરેલ આ બ્રહ્માડમાં અનેક રહસ્યો છુપાયેલ છે...
આજ એક એવા રહસ્યની વાત કરીએ..
વર્ષ 1971 ભારત પાકિસ્તાનનાં યુદ્ધના ભણકારા વાગી રહયા હતા.....
ગુજરાત અને પાકિસ્તાનની બોર્ડર પર BSFના મેજર શ્રી રણજીતસિંહ ઓન ડ્યૂટી હતા...
યુદ્ધના ભણકારા વચ્ચે એક સનસનીખેજ ખબર આવી. રેડિયો પર પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીએ જાહેરાત કરી કે યુદ્ધ માટે ગમે ત્યારે તૈયાર રહેજો. અને સેનાને સાબદા રહેવા સૂચન કર્યું. મેજર તરત જ આદેશનાં પાલન કરતા પોતાના સૈનિકોને લઈને પેટ્રોલિંગ માટે નીકળી પડ્યા આ કાલી અંધારી રાતમાં.
આ પેટ્રોલિંગના સમય દરમિયાન ચારે બાજુ ઘોર અંધકાર હતો .પરંતુ દેશસેવાની દાઝ લઇને નીકળેલા આ પરમ વીર સૈનિકોને આજે કોઈ પણ પ્રકારનો અંધારું નડતું ના હતું. નાનકડી બતી લઈને તેઓ નીકળી પડ્યા હતા.બસ પોતાની ડ્યુટી અને માતૃભારતી ભારત દેશનાં ખાતર ગમે તે કરવા તત્પર હતા. અમાસની રાત હતી અને ઘનઘોર અંધારામાં એ રણ વિસ્તારના ક્રીક વિસ્તારમાં હોડી લઈને પેટ્રોલિંગ કરવા નીકળી પડ્યા.પોતાના દસ સાથી સૈનિકોની ટુકડી લઈને પાકિસ્તાની જાસૂસોને પકડવા અને તેની ગતિવિધિ સમજવા હથિયારો લઈને નીકળી પડ્યા છે. આકાશમાં પણ આજે માત્ર અંધારું જ છવાયેલું છે કોણ જાણે આજે કેમ તારા પણ દેખાતા ન હતા એ એમને ખબર પડતી ન હતી. સૈનિકો પણ એકબીજા સાથે વાત કરીને નવી ઘટના અથવા નવું કંઈક અજુગતું બનવાની વિચારસરણી લઈને બેઠા હતા. ધીમે ધીમે હોડી કાદવ-કીચડ વાળા દરિયાઈ કિનારાથી થતી આગળ વધી રહી હતી. અચાનક જ આકાશમાં એક ખરતા તારાને જેમ એક લિસોટો થયો. પરંતુ આ લિસોટો લીલા વાદળી કલરનો હતો. આ જોઈને બધાને કંઈક અજુગતું લાગ્યું. રણજીતસિંહ પણ ચોંકી ઉઠયા એક તો દુશ્મનનાં વિમાન હુમલાનો ડર અને એમાં આકાશમાં આ પ્રકારની વિચિત્ર ઘટના ઘટવી એ અચંબિત કરે એવી બાબત હતી. પરંતુ થોડી જ વારમાં લગભગ સમગ્ર પ્રકાશ લીલા અને આછા વાદળી રંગનું થવા લાગ્યું. કંઈ કેટલાય સફેદ અને પીળા લિસોટા એમાં પડવા લાગ્યા.તારાઓ તો કે દેખાતા ન હતા જાણે કે આકાશમાં દિવાળીના આતશબાજી કરી હોય તેમ ચારે બાજુ તારા ખરતા હોય એવું લાગી રહ્યું હતું. એ બધા જ ડરી ને એક જગ્યાએ ઊભા રહી ગયા થોડી જ વારમાં એક મોટી માઓટ અવાજના ધડાકા સાથે ઉડતી રકાબી જેવુ યાન ત્યાંથી ખૂબ ઝડપથી પસાર થઈ ગયું.અને આકાશ આખું લીલું થઈ ગયું આ જોઈને બધાની આંખો અંજાઈ ગઈ, જાણે કે અંધાયા થઈ ગયા હોય એમ....બસ આખી રાત તેને કોઈ દેખાયું જ નહીં.એક સુરક્ષિત જગ્યાએ આવીને ઊભા રહી ગયા અને આખી રાત ત્યાં પસાર કરી. સવારે સૂર્યોદય થયો ત્યારે તેની આંખો ખુલી અને આછા પ્રકાશમાં પોતે દેખતા થયા. આ વાત તેણે યુનિટે જઈને બધાને કરી પણ ત્યાં કોઈને આ પ્રકારનો અહેસાસ થયેલો ન હતો અને માત્ર આ લોકોને જ આવો નજારો જોવા મળ્યો હતો.આજ સુધી આનો ઉકેલ કે આ ઘટનાનો કોયડાનો કોઈ ચોક્કસ જવાબ આપી શક્યું નથી. કેમ આકાશ લીલું અને ભૂરું થઈ ગયું હતું.તો પેલો ભયન્કર અવાજ અને ઉડતી રકાબી જેવુ ત્યાં શું હતું. અને આકાશમાં આટલા બધા ફટાકડાની જેમ તારો કેમ ખરતા હતા હજુ સુધી કોઈને ખબર નથી. આ વાતના લગભગ 30 વર્ષ પછી મેજર સાહેબ પોતાના સંતાનોનાં બાળકોને કહે છે ત્યારે એ લોકો પણ અચંબિત થઈ જાય છે. હજુ સુધી આ વાત કે ઘટનાની સરકાર કે કોઈ સંસ્થા તરફથી પણ આ વાતની કોઈ પુષ્ટી મળી નથી.............