Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

દરિયાના પેટમાં અંગાર - 15

વીસમી સદીના પ્રારંભમાં જ પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું. પોલેન્ડ અને જર્મનીના યુદ્ધ વચ્ચે શત્રુ દેશો અને મિત્ર દેશો એમ પુરી દુનિયા વહેંચાય ગઈ હતી. એ યુદ્ધ લગભગ છ વર્ષ સુધી ચાલ્યું અને કરોડો લોકો મરી ગયા. ઘણા દેશ ગરીબી અને ભૂખમરામા સબળવા લાગ્યા. ફરતી બાજુ તારાજી જ હતી. એ જખ્મો પર રૂઝ આવે એ પહેલાં જ 1939 માં બીજું વિશ્વયુદ્ધ ચાલુ થઈ ગયું. હિટલરે 60 લાખ યહૂદીને ગેસ ચેમ્બરમાં મારી નાખ્યા, અમેરિકાએ જાપાન પર બે અણુબોમ્બ ફેકયા જેની અસર આજે પણ જોવા મળી રહી છે. યુરોપના દેશોમાં તારાજી સર્જાય લોકો કુતરા અને મરેલા માણસના દેહ ખાવા લાગ્યા. ત્યારે યુરોપના દેશ વચ્ચે એક "નો વોરની" સંધિ કરવામાં જે આજ સુધી બરકરાર છે. એ દેશ એટલા માટે આગળ આવી શક્યા કારણ કે છાસ વારે થતા નાના યુદ્ધ બંધ કરી પોતાના દેશની પ્રગતિ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.


આ વાત એટલા માટે કરી કારણ કે ભારત અને પાકિસ્તાન યુદ્ધના દરવાજા પર ઉભા છે એ વાત મીડિયા વારંવાર બ્રોડકાસ્ટ કરી રહી છે. તમામ ચેનલમાં યુદ્ધ સિવાય કોઈ જ વાત નથી. તો શું ખરેખર યુદ્ધ થશે? જો યુદ્ધ થશે તો કેવી સ્થિતિ નિર્માણ થશે અને યુદ્ધ પછી શું પરિણામ આવશે? આ તમામ ઘટકોની ચર્ચા પણ આ સમયે કરવી રહી. યુદ્ધ થવાથી આંતકવાદ ખતમ થઈ જશે એ માનવું થોડું અસત્ય જેવું લાગી રહ્યું છે. કારણ કે આજે જે વાતાવરણ છે પાકિસ્તાન પાસે પોતાનું બજેટ નથી અને આટલા પ્રમાણમાં હથિયાર ક્યાંથી આવે છે? પાકિસ્તાનને બંધ બારણે મદદ કરનાર કોણ છે? આંતકવાદીને પરોક્ષ રીતે મદદ કરે છે અને પોતાના સ્વાર્થને પોષી રહ્યા છે એ ચહેરાને આ સ્થિતિમાં ઓળખવા ખૂબ જ જરૂરી બને છે.


પાનના ગલ્લા પર માવો ચોળતા ચોળતા યુદ્ધ નથી થતું ક્યારેય. આજે ફેસબૂક અને વોટ્સએપ જેવા માધ્યમ પર લોકો યુદ્ધની ચર્ચા કરવા લાગ્યા છે. "પાકિસ્તાન સાથે યુદ્ધ કરો" બસ આ એક જ સ્લોગન લખી રહ્યા છે. જો યુદ્ધ થાય તો પ્રજાની જવાબદારી શુ છે એ તો કોઈ ખબર નથી. ભારતે પાકિસ્તાન સામે 1948માં, 1965માં, 1971માં અને 1999માં આમને સામને યુદ્ધ કર્યું છતાં નાપાક પોતાની હરકત છોડી શકતું નથી તો યુદ્ધ કરતા બીજા રસ્તા પર વધુ ધ્યાન આપવું રહ્યું. પ્રોક્સી વોર કરવાથી આંતકવાદને મોટા પાયે નુકશાન પહોંચાડી શકાય છે. ભારતે 26 ફેબ્રુઆરીના દિવસે જે એર સ્ટ્રાઇક કરી એ જોઈ પાકિસ્તાન બોખલાય ગયું છે, તેના જવાબ રૂપે 27 તારીખે સવારે લગભગ 11 વાગે પાકિસ્તાનના ફ્લાઈટર પ્લેન એલઓસી ક્રોસ કરવાની હિમાયત કરી હતી. ભારતીય વાયુસેના એ પણ એનો જવાબ આપ્યો જેમાં વિંગ કમાન્ડર અભિનંદન પ્લેન કરેસ થવાથી pokમાં ઇર્જાગ્રસ્ત થઈ પડ્યા હતા અને પુરી બને દેશની રાજનીતિ ચકડોળે ચડી હતી.


36 કલાક સુધી જે ઘટનાઓ બની એમાં પાકિસ્તાન તરફથી અનેક બયાનો સામે આવ્યા. ખૂબ ઈમરાનખાન અને એમનું મંત્રી મંડળ સામે આવ્યું અને કાચિડાની જેમ પોતાના રંગ બદલતા દેખાયા. બને દેશે પોતાના સરહદી એરબેઝ થોડા સમય માટે સ્થગિત કરી દીધા. દિલ્હી થી લાહોર જતી સમજોતાં એક્સપ્રેસ પણ અટારી બોર્ડર પાસે રોકી દેવામાં આવી. વિંગ કમાન્ડરને છોડવા માટે પાકિસ્તાન તરફથી શરતો રાખવામાં આવી અને ભારત ઓન પોતાની વાતચીત ન કરવાની વાત પર અડગ રહ્યું. અંતે વિંગ કમાન્ડરને બિનશરતી છોડી એવામાં આવ્યા. આ પૂરો ખેલ 36 કલાક ચાલ્યો હતો. ન્યુક્લિયર વોરની ધમકી આપતું પાકિસ્તાન 28 તારીખની સાંજ થતા ઝૂકી જીય હતું.


મીડિયામાં જે મૂળ બન્યો છે એ ખૂબ જ ભયંકર બની રહ્યો છે. દેશની સુરક્ષિત બાબત પર અને અમુક અંગત બાબતો પર જે પ્રશ્ન કરવામાં આવે છે એ તમામ બાબત ભૂખ ગંભીર રહી છે. દેશની સરહદ પર કેટલા જવાનનો અને ક્યાં ક્યાં ઉપકરણો રાખવામાં આવ્યા છે એની શુટિંગ જાહેરમાં બતાવવું હું માનું છું કે, એ યોગ્ય ન કહેવાય અને સાથે સાથે આ દેશની પ્રજા પણ પોતાનો હોશ ખોઈ જોશ બતાવી રહી છે. કોઈપણ મેસેજ સત્યતા જાણ્યા વગર આગળ મોકલી રહ્યા છે. ખરેખર દેશની પ્રજાને સમયની નાજુકતાની ખબર જ નથી. એ તો ખોટા મેસેજ ફોર્વડ કરવામાં વ્યસ્ત છે અને કોઈપણ સરહદી ઘટનાનું લાઈવ ટેલિકાસ્ટ કરવું પણ હિતાવહ નથી. ઘણીવાર એવું લાગે છે કે આ મીડિયાને પોતાની TRPની ભૂખ હોઈ છે દેશની સુરક્ષા સાથે કશું લેવાદેવા હોતું નથી. દેશની મીડિયા અને પ્રજા નેતાની જેમ પોતાની ફરજ ભૂલી રહી છે.


યુદ્ધ આપણે આંતકવાદ સામે છે અને એને મદદગાર થતા લોકો સાથે એટલે પાકિસ્તાન જો તમામ આંતકવાદીને પોતાના દેશ માંથી લાત મારી કાઢી મૂકે તો પાકિસ્તાન પર આપણે કોઈ જ કાર્યવાહી કરવી નથી. પણ પાકિસ્તાનનું નેતૃત્વ એમની સેના અને હાફિઝ કે મસૂદ જેવા ચર્મપથીના હાથમાં છે એટલે જ ત્યાંની સંસદમાં કેબિનેટ મિનિસ્ટર મસૂદ જેવા રાક્ષસને અઝર સાહેબ કહી સંબોધિત કરે છે. ત્યાં સરકાર આંતકવાદીની બંદૂકની નોક પર બને છે. એટલે જ તો ભારત આજે મૂન પર પહોંચ્યો છે જ્યારે પાકિસ્તાન હજુ પણ હિઝબુલ માંથી ઉપર આવી નથી રહ્યો. પાકિસ્તાનને દુનિયા સાથર ઉભું રહેવું પડશે તો ત્યાં જેટલા આંતકવાદીના કેમ્પ છે એને સાફ કરવા પડશે. એને શરણ આપવાનું બંધ કરવું પડશે તો જ પાકિસ્તાન આગળ આવી શકશે.


જમ્મુ અને કાશ્મીરમાં 26 તારીખ પછી પણ અનેકવાર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ઈમરાનખાન શાંતિ અને વાતચીત કરવાની વાત કરી રહ્યું છું. પુરી દુનિયાની નજર આજે ભારત અને પાકિસ્તાન પર રહી છે. અમેરિકા ફૈબા બનવાની વાતો કરી રહ્યું છે. આ સ્થિતિમાં ભારતે પોતાનું સ્ટેન્ડ લઈ લીધું છે ને એક જ લીટીમાં પાકિસ્તાન સહિત પુરી દુનિયાને કહી દીધું છે કે "હવે આંતકવાદ સાથે વાતચીત શક્ય નથી, આંતકવાદ ને હવે નષ્ટ કરવો જ રહ્યો." તો બીજી બાજુ પાકિસ્તાન ચીનની રાહ પર છે, પણ ચીન એ સમજી ચૂક્યું છે કે ભારત જ એના ધંધા માટે મોટું બજાર છે એટલે પાકિસ્તાનને એ ફક્ત મનસ્વી રીતે જ સાથ આપી શકે એમ છે. હવે જોવાનું એ રહ્યું કે ભારત આંતકવાદનો નાશ કેટલી હદ સુધી કરી શકે છે!


(ક્રમશ:)