Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

દરિયાના પેટમાં અંગાર - 3

રાજનીતિ કે જે કે કઈ ઘટના બને છે એ તે સમયે મારી સમજ બહાર હતી. મને ત્યારે ક્રિકેટનો ખુબ શોખ હતો. 6 ધોરણ થી બોલિંગ શીખી ચુક્યો હતો. પપ્પા એ પણ મને બેટ લઈ આપ્યું હતું. ઘરે ભણવા બાબત પર પણ એટલું જ ધ્યાન આપવામાં આવ્યું હતું. રોજ કાકા અંગ્રેજીના સ્પેલિંગ આપતા અને રાતે એ સ્પેલિંગ મારે બોલવાના હોઈ. ઘણીવાર ન કર્યા હોય તો માર પણ એવો પડતો. ઘરના લોકોનો માર ખાવાથી જ આ શરીર મજબૂત થઈ ગયું છે(હા.. હા.. હા..). ભણવા કરતા મારુ ધ્યાન બાહર રખડવામાં અને ક્રિકેટમાં જ રહેતું હતું.

એકવાર પાંચમા ધોરણમાં ભણતા હતા અને મારા કલાસ ના બધા છોકરાએ નક્કી કર્યું કે આપણે સાહેબને પૂછ્યા વગર ક્રિકેટ રમવા જવું છું. 2 વાગ્યાની રીસેસ પડી અને અમે બધા બેટ-બોલ લઈ ખાલી તળાવના ક્રિકેટ રમવા ગયા. રીસેસનો સમય પૂરો થઈ ગયો. અમે ક્રિકેટમાં ઓતપ્રોત થઈ ગયા હતા. છઠ્ઠા ધોરણના બે છોકરા અમને કહેવા આવ્યા કે, " સાહેબ બોલાવે છે.." બધા ફટાફટ સ્કૂલમાં ગયા જેટલા છોકરા રમવા ગયા હતા. એ બધાને અંગૂઠા પકડાવ્યા, પછી હાથ પર એક એક સ્કેલ મારવામાં આવી. અમને ડર હતો કે ઘરેથી વાલીને બોલાવવાનું કહેશે તો અહીંયા માર પડ્યો ઘરે પણ માર પડશે. પણ સાહેબે એવું કશું ન કર્યું અને ફરી અમે ભણવા બેસી ગયા.

અત્યારે જે છોકરા માત્ર ટેબ્લેટ અને મોબાઈલ લઈને બેઠા હોઈ ત્યારે આ બાળકો પોતાનું સ્વાસ્થ્ય અને આંખો સાથે ચેડાં કરતા થઈ ગયા છે. બહાર શેરી અને ગલીઓમાં રમતા ખેલો હવે નથી રહ્યા. બાળકોની શારીરિક મજબૂતી હવે ઓછરતી જાય છે. ખડતલ શરીરની જગ્યા પર કોમળ શરીર ક્યારેય મજબૂત અને કપરી સ્થિતિ સામે લડી ન શકે.

મેં છઠ્ઠા ધોરણમાં પહેલી કવિતા લખી હતી ત્યારે મારા મિત્રો અને અમુક ગામના લોકોએ કવિતા મસ્તી કરી હતી. ક્યારેય લખાણ બાબતે મને ગામ તરફથી કે પરિવાર તરફથી પ્રોત્સાહન નથી મળ્યું. મારા પરિવારમાં કવિતા અને સાહિત્યને કશું લેવાદેવા ન હતું. એટલે આ બાબત પર મને સહકાર મળે એ વાત જ સાવ પાયા વગરની હતી. ધીરે ધીરે કઈક ને કઈક લખતો ગયો હતો. જે ગમ્યું એ લખ્યું છે. હા ત્યારે પણ ભાષા અને વ્યાકરણમાં ભૂલ થતી હતી. અને અત્યારે પણ એ જ ભૂલો થાય છે. છતાં લોકોએ મારુ લખાણ સ્વીકાર્યું એ બાબત મને ગર્વ અપાવે છે.

ધોરણ 7માં રમત ગમત સ્પર્ધા અન્વયે મેં કોથળા દોડમાં ભાગ લીધો અને હું તાલુકા શાળામાં પ્રથમ ક્રમાંકે આવ્યો હતો. એ જ અરસામાં રાજકોટ પોલીસ દ્વારા ફરી કે આવું જ રમત ગમતનું આયોજન થયું. રાજકોટ જવાનું હતું. પણ વરસાદ ખૂબ થયો. ક્યારે વરસાદ બંધ થાય એની રાહ જોવાઈ રહી હતી. પણ અમારા ભાગમાં રાજકોટ જવાનું નહિ હોય. પણ રાજકોટ પોલીસના નામથી મને પ્રમાણપત્ર આપવામાં આવ્યું જે હજુ પણ મારી ફાઈલમાં પડ્યું છે.

સાતમાં ધોરણની છેલ્લી પરીક્ષાના પરિણામમાં 2 નંબર મને આપવામા આવ્યો હતો. જેમ જેમ ધોરણ વધતા ગયા તેમ તેમ ઘરેથી ભણતર પર વધુ ભાર આપવામાં આવતો હતો. હરેક માતા પિતાને પોતાના સંતાનો આગળ જાય અને સિદ્ધિ પ્રાપ્ત કરી સારી નોકરી કરે અને ખુશ રહે એવી જ ઈચ્છા હોય છે. સાતમા ધોરણ સુધી હું ભણવામાં સારો હતો. પછી ધીરે ધીરે ભણતર પરથી ધ્યાન હટતું ગયું. જ્યારે આઠમા ધોરણનું પરિણામ હાથમાં આવ્યું ત્યારે એક વિષયમાં ચડાવ પાસ કરવામાં આવ્યો હતો. પરિણામ જોઈને પપ્પા ગુસ્સે પણ થયા હતા. થોડા દિવસ મેં મારા ભણતર તરફ ફરી ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. નવમું ધોરણ હતું. ચાલુ લેક્ચરમાં મારી બેન્ચ માંથી એક મિત્રએ પક્ષીનો અવાજ કાઢ્યો સાહેબને એવું કે એ કાર્યમાં મારો હાથ, પગ અને મોઢું છે એનું પરિણામ એ આવ્યું કે મને સાહેબે નીચે બેસાડી દીધો. પૂરું વર્ષ હું નીચે બેસીને ભણ્યો હતો. ત્યારે ફરી મારુ નામ ઊંચી કૂદ અને 200 મીટરની સામેલ થયું. સ્કૂલમાંથી બન્ને રમતમાં હું પહેલા નંબર આવ્યો. હવે તાલુકા લેવલ પર રમવા જવાનું હતું. પ્રેક્ટિસ તો કરવાની હતી નહિ કારણ કે અમે ટેબ્લેટ અને મોબાઈલમાં યુગના છોકરા ન હતા. તાલુકા લેવલ પર 200 મીટરની દોડમાં પ્રથમ નંબરે આવ્યો જ્યારે ઊંચી કૂદમાં બીજા નંબર પર હતો. પ્રથમ નંબર વાળો જ જિલ્લા લેવલ પર આગળ જઈ શકે. એટલે મારે 200 મીટરમાં જિલ્લા લેવલ પર જવાનું હતું. પણ અમુક કારણો આવી ગયા અને સ્કૂલ માંથી અમે જઈ ન શક્યા.

(ક્રમશ:)