દરિયાના પેટમાં અંગાર - 14 MaNoJ sAnToKi MaNaS દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સોલમેટસ - 6

    એસપી ઝાલા અને કોન્સ્ટેબલ અર્જુન બંને સેક્ટર-૨૮માં બેસેલા આરવ...

  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

શ્રેણી
શેયર કરો

દરિયાના પેટમાં અંગાર - 14

ભારત પર ભૂતકાળમાં ઘણા આક્રમણો થયા, ઘણા લૂંટારા આવી આ દેશને લૂંટી પણ ગયા. વાસ્કો-દ-ગામા થી લઈ આજે છાસવારે સરહદ પર ઘૂસપેઠ કરતા જેતે આંતકવાદી સંગઠનના દાનવો હજુ પણ કત્લેઆમ કરી જ રહ્યા છે. આ તમામ ઘટનાને લખતા કલમ ધ્રુજી ઉઠે છે. ભલે આજે નેતાઓ સુરક્ષાના દાવા કરતા હોય પણ ખરેખર સ્થિતિ નાજુક રહી છે. રોજ સરહદ પર કોઈને કોઈ ઘટના બનતી રહે છે. કાશ્મીરી ઘાટીમાં અલગાવવાદી નારા સાથે પાકિસ્તાનના ઝંડા રહેતા હજુ પણ જોવા મળી રહ્યા છે. દેશ વિરોધી આવી પ્રવૃત્તિ રોકવા માટે આપણે આજ સુધી શુ કર્યું?


આઝાદી થી લઈ અત્યાર સુધી આપણે કાશ્મીરમાં અનેક જવાનો ખોયા છે. આજ સુધી આપણે આંતકવાદ સામે નક્કર પગલાં નથી ઉઠાવી શક્યા. નોટબંધી થી લઈ ને સર્જિકલ સ્ટ્રાઇક આપણે કરી પણ પરિણામ જે ધારીને આપણે બેઠા હતા એ મળ્યું નથી. આંતકવાદ સામે આપણે નિષફળ રહ્યા છીએ. એ વાતને આપણે સ્વીકારી લેવી જોઈએ. 2001માં થયેલ બ્લાસ્ટ, સંસદ પર થયેલ હુમલો કે પછી મુંબઇ પર થયેલ 26/11નો અમાવીય કત્લેઆમ ભારત સરકારની અને ભારતની પ્રજાની નાદાની અને નિર્વિર્યતા દર્શાવે છે.


આપણા નેતાઓ વિશ્વમાં નારો લઈને ફરે છે કે "પાકિસ્તાનને આંતકવાદી દેશ ઘોષિત કરી આપો." મારો સવાલ દેશના એ શાસકોને છે કે શું તમે પાકિસ્તાન ને આંતકવાદી દેશ ઘોષિત કર્યો? ના, તમે નહિ કરો કારણ કે તમારે એની ખાંડ લેવાની છે, તમારે એની સામે ક્રિકેટ રમવાની છે. આ દેશમાં એક છક્કો શહીદોના રક્તને ધોઈ નાખે એવું લાગી રહ્યું છે. સિત્તેર વર્ષમાં આપણે પાકિસ્તાનને એની ભાન નથી સમજાવી શક્યા. ત્રણ ત્રણ યુદ્ધમાં હરાવ્યું છતાં એ ભારતને તબાહ કરવાની ઈચ્છા રાખીને બેઠું છે. કારણ કે , એને ખબર છે વિદુષક વિરતત્વની ખાલ ઓઢી ભારતના સિંહાસન પર બિરાજમાન છે.


2016માં થયેલા ઉરી હુમલા પરથી આપણે ક્યારેય શીખ નથી લીધી. ત્યારે પણ આત્મઘાતી જ હુમલો થયો હતો ને ભારતના 17 જવાનો શહીદ થયા હતા. પઠાણકોટમાં એ જ વર્ષમાં બીજો હુમલો થયો અને 7 જવાનો શહીદ થઈ ગયા હતા. 2016 થી આજ સુધીમાં કાશ્મીરમાં 245 જેટલા જવાનો શહીદ થઈ ગયા છે અને આપણું સિંહાસન કડી નિંદા શબ્દ થી આગળ કઈ જ નથી કરી શક્યું?હા, સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી તો પણ આંતકવાદ ને રોકી શક્યા નથી. ક્યાં સુધી અહિંસારૂપી નપુંસકતાના કપડાં પહેરીને ફરતા રહીશું? સમય છે જવે જવાબ આપવાનો, સમય છે દેશના લોકોના આક્રોશને સમજી યોગ્ય ન્યાય આપવાનો, સમય છે હજુ પણ થતી કુરબાની રોકવાનો.


14 ફેબ્રુઆરી2019ના દિવસના બપોરે 3.37 કલાકે પુલવામાં જે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો એમાં લગભગ 300 કિલ્લો જેટલું આરડીએક્સ વાપરવામાં આવ્યું હતું. આ હુમલો ભારતની અસ્મિતા પર થયો હતો. મૃતદેહને ઓળખવા પણ મુશ્કેલ હતા. રક્તનો પ્રવાહ રોડ પર વહેવા લાગ્યો હતો. જ્યારે આ દ્રશ્યો દેશના લોકો સુધી પહોંચ્યા ત્યારે પ્રજામાં રહેલો ક્રોધ ચરમસીમા પર આવી ગયો હતો. સોશિયલ મીડિયામાં બદલો લેવાની વાતો થવા લાગી અને એ સ્વાભાવિક પણ છે. જોવાનું એ છે કે આ આગ દેશના લોકોમાં ક્યાં સુધી જ્વલિત રહેશે.બે દિવસના સઘન ચેકીંગ અને બે દિવસની દેશભક્તિ ક્યારેય આંતકવાદ ને નાથી ન શકે.


ભાષણોના સિંહો આ ઘટના જોતા ભાષણ સિવાય પણ બીજા પગલાં લેશે કે કેમ એતો આવનાર સમય જ બતાવશે. જે ઘરનો દીકરો આંતકવાદીની આ કાયર હરકતનો ભોગ બન્યો છે એ ઘર પર શુ વીતી રહી હશે. એ વેદના, પીડા, વિસાદ, વ્યથા તો ફક્ત કોઈ બહેન જાણતી હશે જે આજ સુધી પોતાના ભાઈના કાંડા પર રક્ષા બાંધતી આવી છે. જ્યારે પુરા માનવ દેહના કટકા આંગણે ગયા હશે ત્યારે માતાની આંખના આંસુ પણ સુકાય ગયા હશે. કેવા દ્રશ્ય સર્જાતા હશે જ્યારે જવાન દીકરાની અરથીને વૃદ્ધ પિતા કાંધ આપતા હશે. જેમ શેષનાગને આ ધરતીનો ભાર લાગતો હશે એમ જ બાપને પોતાના શહીદ દીકરા ની નનામીનો ભાર લાગ્યો હશે.


આ વાત એટલા માટે કરી કારણ કે, જે લોકો ભાષણમાં શહીદોની વાતો કરે છે તો શું એમના કોઈના દીકરા દેશની સેનામાં છે ખરા? કેમ એ લોકો પોતાના દીકરાને સેનામાં નથી ભરતી કરાવતા? એ લોકોને પણ ખબર છે કે સરહદ પર કોઈ સિંહનના બચ્ચા જ હોઈ. કોઈ બીકણ કુતરીના ન હોઈ. એવી પણ વ્યવસ્થા હોવી જોઈએ કે જે લોકોને ચૂંટણી લડવી છે એના ભાઈ કે છોકરા ફરજિયાત સેનામાં હોઈ તો જ એ ઉમેદવારી પત્ર ભરી શકે. બસ આટલું કરી નાખો દેશના સીમાડા પર કોઈ જ આંતકવાદી પગ નહિ મૂકે. જે માનવતા વિરોધી સંગઠન છે, જે કટ્ટર છે, એ લોકો જાણે છે કે ભારતની રાજનીતિ જ નપુંસક છે એટલે આ જ મોકો છે દેશને રક્તના આંસુ રડાવવાનો.


ખૈર, ક્યારેય ભાષણના ખંભે બેસી રક્ષા નથી હતી અને અફસોસ એટલો જ રહેશે કે વીર જવાનોનું રક્ત આજે રાજનીતિની ગટરમાં જાય છે. ખાદીધારી ખોખલાઓ ક્યારેય ખાખીની શહાદત નહિ સમજી શકે. તમામ હુતાત્માને સત સત વંદન.


(ક્રમશ:)