દરિયાના પેટમાં અંગાર - 12 MaNoJ sAnToKi MaNaS દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

દરિયાના પેટમાં અંગાર - 12

ભારતમાં જ્યારે ચૂંટણી વાતે છે ત્યારે દેશમાં એક અલગ માહોલ સર્જાય છે કે બનાવવામાં આવે છે. 2019ની ચૂંટણી નેતાઓની દ્રષ્ટિએ એક યુદ્ધ જેવી છે. સત્તા પક્ષની સામે મહાગઠબંધન વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યું છે. રોજ નવી નવી યોજના અને વાયદા પણ કરવા આવે છે. આ પુરા માહોલમાં ક્યાંય ભ્રષ્ટાચાર વિરુદ્ધ ની લડાઈ જોવા મળી નથી રહી. તમામ દેશના પ્રશ્નમાં મુખ્ય મુદ્દો જ અને જીવલેણ રોગ ભષ્ટાચાર છે. જેને કોઈ નાબૂદ કરવા માટે કટિબદ્ધ થતું નથી.
ભ્રષ્ટાચારનો વિરોધ કરી અને કાળુંનાણું ભારત પાછું લાવવા જેમને પ્રચાર કર્યો અને લોકોએ પૂર્ણ બહુમતીથી સત્તામાં જેમને બિરાજમાન કર્યા એ જ આજે આ મુદ્દા પર ચૂપ થઈને બેઠા છે. ભ્રષ્ટાચાર એક કર્મચારી થી લઈ મોટા અધિકારી અને નેતાઓ સુધી આકાર પામ્યો છે. દેશની પ્રજા જ્યારે ભ્રષ્ટાચાર મુક્ત ભારત માંગી રહી છે ત્યારે સત્તા પક્ષ પ્રજાને ઝૂમલા જ આપી રહી છે. નોટબંધી થતાની સાથે એવી જાહેરાત કરવામાં આવી હતી કે બ્લેકમની બહાર આવશે. જ્યારે આરબીસીએ પરત આવેલ નોટનો આંકડો રજૂ કર્યો ત્યારે ખબર પડી આતો મોટા ભાગે નોટ પરત આવી છે. તો પછી જે બ્લેકમની હતી એ ક્યાં ગઈ?
ગુજરાતના સીએમ પણ આ સ્વીકારે છે કે ગુજરાતમાં રેવન્યુ અને પોલીસ ખાતામાં ભ્રષ્ટાચાર વધુ છે. આવા ન્યુઝ પણ વહેતા થયા હતા. ભારત ભ્રષ્ટદેશ છે, એ સ્વીકારવું જ રહ્યું. એક ભિખારી પણ એક કટોરો ખરીદે ત્યારે પણ સરકારને ટેક્સ આપે છે. સવા અબજની વસ્તી ધરાવતા આ દેશમાં 9 માણસ બાકીના પચાસ ટકા લોકો જેટલી સંપત્તિ ધરાવતા હોય અને કરોડો લોકો ગરીબી રેખા નીચે જીવતા હોઈ તો આ સમસ્યાનું કારણ ભ્રષ્ટાચાર જ છે. જ્યાં વધુ પડતી અસમનતા જોવા મળે છે ત્યાં ભ્રષ્ટાચારનો ઉછેર થાય છે.
જે વ્યવસ્થા અંગ્રેજો છોડતા ગયા એ જ વ્યવસ્થા આજે પણ મોજુદ છે. શિક્ષણ, કાયદાઓ, આર્થીકનીતિ, ટેક્સની પદ્ધતિ તમામ એમનું એમ જ છે. ભારતને લૂંટવામાં માટે આ તમામ નીતિ હાઉસ ઓફ કોમન્સ માંથી ઘડાય ભારતમાં આવી અને ભારતની બધી જ વ્યવસ્થા ને ધ્વંસ કરી ભારતને આર્થિક, શૈક્ષણિક અને કાયદાકીય રીતે શોષી લીધો. જે નીતિઓ સામેની લડાઈમાં ભારતના છ લાખ બત્રીસ હજાર લોકો શહીદ થયા. એ જ નીતિઓ ભારતની આઝાદી પછી ચાલી રહી છે. લૂંટ માટેની નીતિઓ ક્યારેય દેશને ઉન્નત શિખર પર નહિ પહોંચાડે. આ વધતા જતા ભ્રષ્ટાચારનું મૂળ કારણ આ જ રહ્યું છે. જો બધી વ્યવસ્થા આપણી પોતાની હોત તો ચીન અને જાપાન સાથે આપણે ઉચ્ચ મસ્તક કરી ઉભા હોત.
જયપ્રકાશ નારાયણના ભષ્ટાચાર વિરોધના આંદોલનમાં જે અત્યારના હયાત લોકો સામેલ હતા. એ જ લોકો પર ભ્રષ્ટાચારના આરોપ અત્યારે લાગી રહ્યા છે. ભ્રષ્ટાચારનો મુદ્દો ખુરશી સુધી પહોંચવા માટે સીધો રસ્તો બની ગયો છે. એ રસ્તાનો જેતે પક્ષે પ્રયોગ કરી સત્તાની પ્રાપ્તિ કરી મુદ્દાને ખરશીના પાયાની દબાવી દીધો છે. લોકપાલ અને લોકાયુક્ત માટે લડતા લોકો સત્તા આવી અને જેમનો વિરોધ કર્યો એમની સાથે ગઠબંધન કરવા આતુર બન્યા છે. મુદ્દો ફક્ત મુદ્દો જ રહ્યો છે.
ભારતનું તેજોમય યુવાધન વિદેશ જતું રહે છે. એનું મૂળ કારણ આ ભ્રષ્ટાચારના આજારમા કૃશ બનેલો દેશ છે. આઝાદીના 72 વર્ષ થયાં, જાપાન જેવો દેશ જ્યાં પૂર્ણ વ્યવસ્થા પડી ભાગી હતી. એ દેશ પણ આજે અમેરિકા જેવા બાહુબલી દેશને ટકર આપે છે અને ભારત હજુ પણ શૌચાલયનો ઉપયોગ સમજાવવામાં અને કલાકમાં સેંકડો શૌચાલય બનાવવામાં વ્યસ્ત છે. પણ કોઈએ મૂળ સમસ્યા પર ધ્યાન જ નથી આપ્યું. ફક્ત ખુરશી તરફ જવાનો મુદ્દો જ બનાવ્યો છે. સત્તા મળ્યા પછી ભારતના નેતાઓ ભ્રષ્ટાચારના સબૂત ક્યાં મૂકી આવે છે એ જ આજ સુધી ખબર નથી પડી.
ભારતના લોકો ક્યારેય ઈમાનદાર નેતાની પસંદગી નથી કરી શક્યા જે ભ્રષ્ટાચાર જેવા ગંભીર રોગ ની સારવાર કરી શકે. લોકોએ ક્યારેય પોતાના એક મતની કિંમત જાણી જ નથી અથવા જાણવા છતાં ફરી-ફરીને એજ ભૂલ કરે છે. જે આઝાદી પછી કરતા આવ્યા છે. જો આ પ્રણાલી આમ જ ચાલી તો ભારતને સોમાલિયા બનતા કોઈ જ નહીં રોકી શકે. જ્યાં દલ(પક્ષ) હોઈ ત્યાં દલદલ(કાદવ) જ હોઈ. પક્ષવાદી રાજનીતિમાં વિરોધપક્ષ કે સત્તાપક્ષ એકબીજાની પછેડી દબાવીને બેઠા જ હોઈ છે. એ કારણ થી જ આ વધતા ભ્રષ્ટાચાર પર લગામ રાખી રહેતી નથી.
સરકાર કે પક્ષ ભષ્ટ છે એવું નથી. ભારતના લોકો જ મૂળ ભ્રષ્ટાચારનો પાયો છે. કાયદાની ચંગુલમાંથી છૂટવા લાંચ આપે છે. બે મિનિટ કોઈને લાઈનમાં રહેવું પોસાતું નથી. ગેરમાર્ગેથી કે ગેરકાયદેસર સંપત્તિ બનાવવાની તાલાવેલી કેટલા ભ્રષ્ટ લોકોને જન્મ આપે એ કહેવું અશક્ય છે. પ્રજા જ્યારે પોતાની ઈમાનદારી આ દેશ માટે બતાવશે, જ્યારે પ્રજામાં રહેલો દેશ પ્રેમ 365 દિવસ જાગૃત રહેશે ત્યારે જ ભ્રષ્ટાચારનો વિનાશ થશે.
કાગળ બનેલા રસ્તાઓ, સરકારી દવાખાનામાંથી ગાયબ થતી દવાઓ, બેફામ પ્રાઇવેટ સ્કૂલ અને કોલેજને આપવામાં આવતી મંજૂરી, વિદેશી કંપનીના પાયા નાખવા કરવામાં આવતા જમીનના સોદાઓ, દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં બેફામ ચાલતા દારૂના કારોબાર, એટલે કે એક બાળકોના જન્મતારીખના દાખલાથી લઈ એમના મૃત્યુના દાખલા સુધી ભ્રષ્ટાચાર વિસ્તરેલો છે. આને કાબુમાં લાવવા પ્રજાએ જ ઈમાનદાર બનવું રહેશે, ઇમાનદારીના નગરમાં બેઇમાની વધુ જીવી નથી શકતી.
કલોઝ અપ:
આજે લોકશાહીના ચારેય પાયાને ભ્રષ્ટાચારની ઉધય કોતરી કરી છે. પ્રજાએ દવા મુકવાની જરૂર છે. જેથી પાયાને કૃશ થતા બચાવી શકાય.

(ક્રમશ:)