દરિયાના પેટમાં અંગાર - 6 MaNoJ sAnToKi MaNaS દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દરિયાના પેટમાં અંગાર - 6

થોડાક દિવસ મને ઘર ફાવતું ન હતું. ખુદને એકલો મહેસુસ કરી રહ્યો હતો. એ સમયે મારી કલમથી મારી માટે જ થોડુંક લખાય ગયું. એ આજે પણ હું ઉદાસ હોવું ત્યારે વાંચી નાખું છું. આમતો ઘણા પુસ્તકો મેં વાંચ્યા છે. ચંદ્રકાંત બક્ષીના બેબાક લેખો, તેની નોવેલ, આહ... પહેલી નોવેલ જોરદાર લખો છે... પડઘા ડૂબી જશે... ધર્મને સાવ નાગો કરી નાખ્યો છે એ માણસે. હરકિસન મહેતા નો અનેક નોવેલ, દિનકર જોષી ની બુકો, નવીન વિભાકરની રક્તથી લથપથ થતી બુકો. હજુ તો ઘણા લેખક છે આગળ જ્યાં જ્યાં જરૂર હોય એમ લખતો જઈશ. પણ હંમેશા મારા એક લેખે મને ખુબ હિંમત આપી છે. આજે પણ મને એ શબ્દો યાદ છે. જે મારા વાંચક મિત્રો સામે રજૂ કરી રહ્યો છું...

ગર્ભિત થતા સંબંધ, ઉદાસી તરફ ધકેલાતી લાગણીઓ, પ્રેમના વનમાં પાનખરના થયેલ પગરવ, મૈત્રીની મસાલ જ્યાં મુરજાય જાય છે. ત્યાં એક જ અવાજ આવે છે. તું પથિક છે, તું અનંત છે, તું જ યોદ્ધા છે, તું જ નિર્ભિક છે. ઉઠાવ કદમ, તોડી નાખ જંજીર, હજુ પથ બાકી છે, હજુ મંજિલ બાકી છે, હજુ વેદનાના વિરાણ રણ બાકી છે, હજુ હસીન સપનાઓને સર્પદંશ બાકી છે, હજુ બાકી છે દિલાસાની ખોટી વાતો, હજુ બાકી છે અનેક ભયાનક રાતો. તારે જ ચાલવાનું, તારે પહોંચવાનું છે, તારે જ મેળવવાનું છે. બસ તું એકલો જા, તું એકલો જા ત્યાં.

એક વિસામો છે એ, એને ન માનીલે તું મંજિલ, સપનાઓને ઓઝલ કરી ઉઠાવ કદમ તું ઉઠાવ કદમ તું. જો ડરી જઈશ આ દુનિયાના દાવાનળથી તો સળગતો રહીશ, વિખરતો રહીશ. તું અલગ છે, તું જ એક છે, તું જ કરી શકે છે, તું જ લક્ષ્ય સાધી શકે છે, તું તારા અંદર જો ક્ષય છે તારામાં નિર્ભય ધનાગાર.

આ સ્વાર્થના સંબંધ તૂટી જશે, તારા ચાહવાવાળા જ તને લૂંટી જશે, જો રહ્યો તું આ બધા વિવાદમાં અંદરથી જ તું તારામાં ખૂટી જશે. માટે ઉઠાવ કસમ તું, તારા ભાગ્યની રેખા તારે ચિતરવાની છે, તારે હાંસલ કરીને મંજિલ એક અલગ દુનિયા બનાવવાની છે. તું ઉઠાવ કદમ, તું ઉઠાવ કદમ.

જેને તારી ઉડાવી હાંસી એ તારો કાલે જયકાર કરશે, જ્યારે મિત્ર મારા તું મંજિલને મળશે. ઉદાહરણો બનશે તારા, એ એકલો હતો, તૂટી ગયેલા સપનાઓ સાથે, ખોવાય ગયેલ સંબંધ સાથે, ભાંગી ગયેલા શરીર સાથે. એ જ લડ્યો હતો, ખૂબ જજુમ્યો હતો, એ જ ત્યાં પહોંચ્યો છે, જે નિર્ભિક બની ચાલ્યો હતો.

હા આ તમે વાંચ્યું એ મેં મારા બારમાં ધોરણ પછી લખ્યું. એક લેખક તરીકે નો જન્મ કદાચ આ લેખ દ્વારા જ થયો. પછી અભ્યાસ વધતો ગયો એમ જન્મજાત જે ક્રાંતિનો કીડો હતો એ કલમમાં ભળતો ગયો.

કવિતામાં આગ ઝરતા શબ્દ આવવા લાગ્યા. ગામડું, દેશ, સંસ્કૃતિ, સભ્યતા શબ્દમાં ઉતરવા લાગી અને મુંબઈ જૈન પરિવાર દ્વારા પ્રકાશિત થતા પેપરમાં 2012માં મારો પહેલો લેખ પ્રકાશિત થયો, "ભારત vs ઇન્ડિયા". તેની પુરી કોપી એ જ શબ્દમાં અહીંયા પ્રસ્તુત કરી રહ્યો છું....

ભારત vs ઇન્ડિયા
આમતો "ભારત અને ઇન્ડિયા" ને આપડે એક માની છીએ . હા, કદાચ પોતપોતાના મતે હોઈ શકે . ભારત શબ્દ બોલતા જ આપણા શરીરમાં એક ઉર્જાનો સંચાર થાય છે . જયારે ઇન્ડિયા બોલતા જ ઓલી અંગ્રેજી ભાષા અને અંગ્રેજોની ગુલામી યાદ આવે છે .
આજે પ્રજાના જીવનધોરણ ઉચ્ચા આવ્યા એટલે ગામડા ભાંગી પડ્યા , ગામડાના લોકો શહેર તરફ વળ્યા છે . જે પ્રસંગ ગામડામાં ચાર-પાંચ દિવસ ચાલતા હતા . સૌ સગા-સંબંધી આ ચાર-પાંચ દિવસ હળીમળી ને રહેતા હતા તે આજે વધતા જતા શહેરીકરણ ના લીધે ટૂંકમાં થવા લાગ્યા .
આજે કોઈપણ માણસને દેશ કે પોતાના સમાજ માટે ટાઇમ નથી . અને જેની પાસે ટાઇમ છે એવા લોકો રાજકારણમાં આવી પોતાના રોટલા શેકવા મળ્યા છે . આવા લોકો એવું જ વિચારે છે કે પ્રજાનું જે થાવું હોઈ તે થાય આપણા તો ઘર ભરાય છે .
ભારતની આજે એવી હાલત છે કે , માતા-પિતા ને પોતાના દીકરા કે દીકરીને સંસ્કાર આપવા માટે ટાઇમ નથી . ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાનું ખંડન થતું જાય છે . માણસમાં દયા, ભાવના, કરુણા, સહનશીલતાના મુલ્ય ઘટતા જાય છે . માણસની વિચારધારા પોતાના પુરતી જ માર્યાદિત બની ગઈ છે .વિદેશી સંસ્કૃતિના આંધળા અનુકરણથી આજે ભાઈ-ભાઈને મારવા તૈયાર થયો છે . "વિશ્વ એક કુંટુંબ છે" આવી ભારતની વિચારધારા અત્યારે એક કુંટુંબમાં પણ નથી રહી . એક ઘરમાં ત્રણ ભાઈ હોઈ તો , ત્રણેય ભાઈ પણ આજે એકબીજાથી જુદા રહેવા લાગ્યા છે .

વાતું નાની હોઈ અને કામ મોટા હોઈ ,
સાંજે શેર દુધના ભાણામાં લોટા હોઈ .

અહી સ્વાર્થના મુળિયા વિખતા હોઈ ,
મુળીમાં થોડા ઘણા અહી છુટા હોઈ .

માણસે માણસે અહી માણસ હોઈ ,
રાતે અંધારામાં પ્રકાશિત ફાનસ હોઈ .

બધી વાતોમાં અહી વિશ્વાસ હોઈ ,
રાજકારણની થોડીક બકવાસ હોઈ .

((કવિ મનોજ સંતોકી))

દોસ્તો આવું ગામડાનું જીવન હતું . સમય અનુશાર પરિવર્તન થવું જોયે, પણ પોતાના અમુલ્ય સંસ્કાર અને સંસ્કૃતિનું કતલ કરીને જો પરિવર્તન થતું હોઈ તો એવું પરિવર્તન નથી જોતું .

આજના યુવાનો ને વિદેશી સંસ્કૃતિનો એવો રંગ લાગ્યો છે કે પોતાના ઉત્સવો ને છોડી વિદેશી ઉત્સવો ઉજવે છે . હા, જો તે સારા હોઈ તો આપણે અપનાવા જોય . વાત એવી છે કે , "પોતાની ઘરની માં ભૂખી મારે અને ભેંશને રોટલા ખવડાવવા". આ સ્થિતિ જો આમનેઆમ ચાલતી રહેશે તો એ દિવસો દૂર નથી જે આજથી 68 વરસ પહેલા હતા , એટલે કે વિદેશી ગુલામીના દિવસો .

વિદેશના યુવાનો ભારતની સંસ્કૃતિ માંથી યોગ, વિજ્ઞાન, આયુર્વેદ જેવી કળાઓ શીખે છે . ભારતના યોગને આજે પૂરી દુનિયા એ આવકાર્યો છે . યુરોપના લોકો જાહેરમાં યોગશીબીરનું આયોજન કરીને યોગ કરે છે . બીજી તરફ ભારતના યુવાનો "કિસ ઓફ લવ" જાહેરમાં આયોજન કરી પોતાના માં-બાપના સંસ્કારની જાખી આપે છે .

ક્યાં ખબર હતી કે શું નું શું થઇ જશે .?
નવા વરસનું હેપ્પી ન્યુંઅર થઇ જશે .!
ભૂલાઈ ગઈ ગળે લગાવાની એ રીત ,
માણસ વચ્ચે બે હાથનું અંતર થઇ જશે .

((કવિ મનોજ સંતોકી))

જેની ગુલામી માંથી મુક્ત થયા ,
તેને આજે અપનાવી છીએ .
મદિરા પીવીને હરખથી અહી ,
31 ડીસેમ્બર મનાવી છીએ .

((કવિ મનોજ સંતોકી))

આજના ફિલ્મ જગતે એવી તો માઝા મૂકી છે કે નગ્નતા આજની ફેશન બની ગઈ છે .જો ભારતની સંસ્કૃતિ અને સંસ્કારને ખંડિત કરવામાં મોટો ભાગ ભજવતું પરિબળ હોઈ તો એ છે ભારતનું ફિલ્મ જગત .
આજનો યુવાન ફિલ્મસ્ટાર બનવા માટે આતુર થઇ રહ્યો છે . કોઈપણ તથ્ય વગરના દ્રશ્ય જોવાથી તે વ્યક્તિ નિર્માલ્ય થઇ જાય છે . જે દ્રશ્ય તમે જોવો છો તેમની સીધી અસર તમારા મગજ પર થાય છે આ વાત સૌ જાણે જ છે .

જ્યારથી આંખોની શરમ વહેચાવા માંડી ,
ત્યારથી ભારતની ભવ્ય સંસ્કૃતિ ભૂલવા માંડી .

આજના ફિલ્મો માંથી આવી છે આ આશીલતા ,
ગલીએ ગલીએ દ્રૌપદીની આબરૂ લુંટાવા માંડી .

નાના પરિવારની વ્યાખ્યાનો અર્થ ના સમજ્યો ,
વૃદ્ધ માં-બાપથી વૃદ્ધાશ્રમની ઓરડી ભરાવા માંડી .

((કવિ મનોજ સંતોકી))

દોસ્તો અંતે તો એટલું જ કહીશ કે "જે આપણું છે તે બહુ અમુલ્ય છે આપણે તેનું જતન કરવું જોયે , નહીકે પતન ."
જયારે દુનિયાને કપડા પહેરવાની પણ ભાન નોતી ત્યારે ભારતમાં રામરાજની સ્થાપના થઇ હતી . ભારત દેશ એટલે જ માતા કહેવાઈ છે કારણ કે આપણે દુનિયાને સંસ્કાર અને સંસ્કૃતિનો વારસો આપ્યો છે . એક નાના ભાઈ તરીકે હું મારા બધા દેશબંધુ ને પ્રાથના કરું છું કે , "ભારતના સાંસ્કૃતિક વારસાનું પતન થતું રોકીલો."
કવિ મનોજ સંતોકી
જુના ઘાંટીલા

(ક્રમશ:)