Samba Samba Sada Shiva - 9 books and stories free download online pdf in Gujarati

સાંબ સાંબ સદા શિવ - 9

પ્રકરણ 9

પણ એ લાંબો વખત મારાથી પોતાની ઓળખ અને આ પંથમાં રહેવાની મજબૂરી છુપાવી શકી નહીં.

લોકોને અઘોરી, નાગાબાવા કે આપમેળે વિકૃતિ સંતોષવા અને ગુનો કરવા જ બની બેઠેલા અઘોરીઓ વચ્ચેનો તફાવત ખબર હોતી નથી. અઘોરાએ તેની ઓળખાણ આપી તો હું ચોંકી ઉઠ્યો. એ કોણ હતી એ આગળ કહેવું જ પડશે. એ પોતે જ અમુક જાતમાહિતી મેળવવા અઘોરી તરીકે ચાલુ રહેલી. તેને તો મારી પહેલાં દીક્ષા મળી ચુકેલી તે તમને ન જણાવ્યું હોય તો પણ ખ્યાલ આવી જાય.

 

થયું એવું કે કુંભમેળો યોજાયો. અમે સહુ અઘોરીઓ એક અખાડા (એટલે કે લશ્કરની એક બટાલિયન જેવી ટુકડી)માં મેળામાં ગયા. આ ખાલી ગેટ ટૂ ગેધર ન હતું. અન્ય અખાડાઓ પણ ત્યાં એકઠા થવાના હતા. સંપ્રદાયમાં કોઈ સુધારા, કોઈ નવા પ્રાથમિક શસ્ત્રની માહિતી, કોઈ વ્યૂહરચના, નવી અઘોરી વસાહતોની સમસ્યા અને તેનો હલ, અઘોરીઓ વિવિધ કેડરની ગાદીઓ પર આરૂઢ કરવાના શિષ્યોની પસંદગી અને મુહૂર્ત હોય તો ગાદી પર અભિષેક- આવા કાર્યક્રમો હતા.

 

પેલો અઘોરી અઘોરાની પાછળ પડી ગયેલો. તેની આંખોમાં લોલુપતા દેખાઈ આવતી હતી. તેના ગુરૂને કોઈક રીતે સમજાવી અઘોરા તેની ટુકડીમાં અને પછી તેની સેવામાં કે અંગરક્ષક તરીકે રહે તેવો તેણે પેંતરો રચ્યો પણ મેં ગુરૂજીનું ધ્યાન દોરી અઘોરા અમારી ટુકડી છોડે નહીં તે માટે તેને લગતું કામ સોંપવા વિનંતી કરી.

એ અઘોરી વ્યક્તિ તરીકે સારો ન હતો. ગંદુ રાજકારણ દુનિયામાં ક્યાં નથી હોતું! અઘોરીઓ પણ એમાંથી બાકાત ન હતા. એ અઘોરી તેના અખાડા દ્વારા પોતે એ કુંભમેળામાં કોઈ ગાદી પર સ્થાપિત થવાનો હતો. તે પહેલાં એકાદ વખત અઘોરાને પોતાની શિષ્યા થવા રસ્તો આંતરીને કહ્યું. તેણે કોઈ વશીકરણનો દાવ પણ અજમાવ્યો પણ એ પહેલાં આવું થઈ શકે એ શંકા જતાં જે મંત્ર અઘોરાએ શરૂમાં મારી ઉપર વાપરેલો તે જ મંત્ર મેં અઘોરા ઉપર વાપરી તેને સવારે સૂર્યોદય વખતે ગાયનું દૂધ પીવા આપી તેમાં એ મારી પર વપરાએલી એવી, અમુક પથ્થરને ભાંગી એની કરચ સાથે જંગલી એલચી, જંગલી નાગરવેલ જેવાં પાન અને અન્ય દ્રવ્યો બાળી તૈયાર કરેલ ભસ્મ એ દૂધમાં ઉમેરી દીધેલી જેથી આ પ્રકારના વશીકરણ, મુઠ મારવી જેવી મેલી વિદ્યાના પ્રયોગ વખતે તેનું મગજ જાગૃત રહી શકે. એથી તે અઘોરીના વશમાં ન આવી જાય. એ અઘોરીનો દાવ નિષ્ફળ રહ્યો. જો એ આ કુંભમેળામાં અખાડાની ગાદી મેળવે અને અઘોરાને અમારા ગુરૂ ન છોડે તો પણ બીજા એની જેવા લંપટ અઘોરીઓ દ્વારા તેને પ્રાપ્ત કરી બીજાઓ સાથે તંત્ર સાધનાને નામે સામુહિક રીતે ભોગવી શકે એનો અઘોરાને ડર હતો.

 

તેમાં એક રાત્રે ગુરૂજીએ અઘોરાને કુંભમેળા નજીક અમારે સ્નાન કરવાનું હતું તે જગ્યા જોવા અને નજીકમાંથી અમારી ટુકડીનો નિર્વાહ થાય તેટલી વનસ્પતિ શોધી લાવવા આજ્ઞા કરી. તે કાળી રાત્રે એકલી જતી હતી ત્યારે પેલા લોલુપ અઘોરીએ કોઈ મરેલાં પશુનાં પાંસળીઓનાં પિંજરમાં છુપાઈ રહી તે પસાર થઈ એટલે અંધારાંમાં જ દેખાય નહીં તેથી કાળા રંગની કોઈ ચીજ તેના પગમાં પાછળથી જોરથી ફટકારી. અઘોરા એક ક્ષણ પડીને ઉભી થઇ આગળ વધવા ગઈ તો તેણે પાછળથી જ તેના વાળ પકડી ખેંચી, ઢસડી. તેને નીચે પટકી તેની ઉપર સવાર થઈ ઊંધો સુઇ ગયો. અઘોરા શું થઈ રહ્યું છે તે સમજી ગઈ. તેણે છૂટવા જોર કર્યું અને એ સાથે શિયાળ કરે તેવી લાળી કરી.

 

હું એક વૃક્ષ ઉપર બે પગ લટકાવી વાનરની જેમ બેસી સાધના કરતો હતો. આ સાધનામાં આંખો કે કોઈ પણ ઇન્દ્રિય બંધ નહીં પણ વધુ ખુલ્લી રાખવાની હોય છે. એક પછી એક દિશામાં વારાફરતી એક જ દિશામાં મુખ રાખી બધી ઇન્દ્રિયોને એકાગ્ર કરવાની હોય છે. આ સાધનાને સર્વતોભદ્ર સાધના પણ કહે છે જે હું કરતો હતો. મને ઊંડેઊંડે આ લાળી સંભળાઈ. અહીં શિયાળ ન હતાં. શહેરથી ખાસ્સું દૂર, જંગલમાં પણ જ્યાં જંગલી પશુઓ રહી ન શકે તેવું અમારૂં સ્થાન હતું. મને શંકા જતાં મેં સામી લાળી કરી. વળી એમ તો ખાસ્સા દૂરથી બીજી લાળી અને એક ચીસ સંભળાઈ. આ તો અઘોરાની જ ચીસ!

 

હું એ દિશામાં સાધના અધૂરી મૂકી દોડ્યો. દોડીને પહોંચું તો પણ સાત આઠ મિનિટ થાય તેવું હતું ત્યાં મેં એક જીપ જોઈ. કોઈ બેઠું ન હતું. ઇગ્નિશનની કી તો ક્યાંથી હોય? મેં ડેશબોર્ડમાંથી વાયરો ફટાફટ ખેંચી દાંતેથી ખોતરી, ચપટીથી જોડી જીપ ચાલુ કરી એ દિશામાં દોડાવી. હા. મને મારા 'પૂર્વાશ્રમ' કહો તો એમ, તેમાં આ કોઈએ બતાવેલું. મેં કરેલું પણ ખરૂં. અલબત્ત, હું ચોર નહોતો. ઉબડખાબડ રસ્તે ઉછળતી, લાઈટ ફેંકતી જીપ આશરે બે મિનિટમાં તો ત્યાં પહોંચી ગઈ. એ અઘોરી અઘોરાને ઊંઘી પાડી એ પાશવી શ્રુષ્ટિ વિરુદ્ધનું ગુદા મૈથુનનું કૃત્ય શરૂ કરવામાં હતો. બીજા બે અઘોરી આસપાસ હતા. ત્યાં મારી જીપની લાઈટ પડતાં તેઓ ચોંક્યા. એક અઘોરી હાથમાં જેકનો સળિયો લઈ ઉભેલો. આનાથી જ અઘોરાને પાછળથી પગ આગળ આંતરી પટકી હતી. એ સળિયાનો જીપ ઉપર વાર થાય તે પહેલાં અઘોરા મારી ડ્રાઇવરની બાજુથી જ ઊંઘી ફરેલી જ ડાઈવ મારી, કૂદીને બેસી ગઈ અને હું બાજુમાં નમી ગયેલો કશું સમજું તે પહેલાં તો મારા જમણા પગને ઠોસો મારી એક્સીલેટર દબાવી જીપ એ અઘોરીઓ બાજુમાંથી જ શાર્પ ટર્ન લઈ ભગાવી ગઈ.

એટલે આ માટી જીપ પણ ચલાવી જાણે છે, સામેથી લડીને પ્રતિકાર પણ કરી જાણે છે- કરાટે જેવું. આ તો પાછળથી અને ઓચિંતો ઘા થયેલો એટલે સપડાએલી. એ કોણ છે?

 

એણે પોતાની ઓળખ મને કહી, મેં મારી તેને. અત્યારે વધુ વાત થાય એમ ન હતું.

 

મેં અઘોરા સાથે અહીંથી ભાગી છૂટવા વિચાર્યું પણ અઘોરાએ બતાવેલ ભયંકર પરિણામોનો વિચાર કરી મેં તેમ કરવાનું ટાળ્યું.

 

જીપ બીજે રસ્તેથી લગભગ હતી ત્યાં મૂકી અમે ગુરૂજીને આ વાત કહી. ગુરૂજી જાગતા જ હતા. અઘોરીઓ મેં અગાઉ કહ્યું તેમ ભૂખ, તરસ, ઊંઘ ભય, અનુરાગ અને ઇવન સેક્સની લાગણીઓથી પર બની ચુક્યા હોય છે. આ તો અઘોરીઓ ગુરૂ.

 

ગુરૂજીએ અઘોરાને સમજી વિચારીને બીજા એક સ્ત્રી અઘોરીઓના અખાડામાં કામચલાઉ ફરજ બજાવવા મોકલી. અઘોરા શસ્ત્રો વાપરવામાં તો પ્રવિણ હતી જ. યુદ્ધકળા મારી પાસેથી નોર્થઇસ્ટ ખાતે ધર્મ પરિવર્તન રોકવાનાં યુદ્ધો દરમ્યાન શીખેલી. તેથી હવે એક ખૂબ સિનિયર સન્યાસીનીની ટુકડીમાં સ્ત્રી અઘોરીઓની રક્ષા કરતી ટુકડીમાં નેતાગીરી કરતી હતી. અમે એકબીજાંને જોતાં પણ ક્યારેક જ વાત કરવા મળતી. તેમની મુખ્ય ગુરૂણી તેણે કહ્યા મુજબ શુદ્ધ સંસ્કૃત અને અંગ્રેજીમાં અસ્ખલિત બોલી શકતી હતી. તે આમ તો યુવાન દેખાતી હતી. અઘોરાએ મને કહયું કે એના જાણવા મુજબ આ મુખ્ય ગુરૂણી સો વર્ષથી પણ વધુ મોટી હોઈ શકે. તેમની ઘોર તપશ્ચર્યા, અકલ્પનિય હઠયોગ અને જંગલની સંપૂર્ણ કુદરતી રહેણીકરણીમાં એવું શતાયુ ઉપરાંતનું આયુષ્ય અને યુવાન રહી કાર્યક્ષમ રહેવાનું શક્ય છે. નહીંતો આટઆટલાં પ્રમોશનો માટે તેને કેટલો સમય લાગ્યો હોય?

 

બાબા કીનારામ નામે એક અઘોરી ગુરૂ 150 ઉપરાંત વર્ષ જીવેલા તેના દસ્તાવેજી પુરાવાઓ પણ છે. તેમણે અઘોરીઓ માટેના કાયદાઓ અને વિધાનો લખેલાં

 

પુરૂષો કે સ્ત્રીઓ, અહીં સહુ ગોરખનાથ બાવાએ ચોથી- પાંચમી સદીમાં શરુ કરેલ નાથ સંપ્રદાયની અઘોરી શાખાના ભાગરૂપ હતાં. તેઓ કાળભૈરવ એટલે કે શિવજીનું રૌદ્ર, ભયંકર સ્વરૂપ અને મહાકાળીની ઉપાસના કરે છે.

 

અમે કુંભમેળા બાદ અમારી બોર્ડર પરના જંગલોમાંની અજાણી જગ્યાએ પરત ફરી આગળ શિવમાર્ગે તપ કરવામાં લાગી ગયાં.

 

તપ એટલે માત્ર આંખ બંધ કરી બેસી રહેવાનું નહીં. અઘોર એટલે અતિ વિચિત્ર અને બિહામણી લાગતી ક્રિયાઓ, અમુક મંત્રો અને તેનો યોગ્ય પ્રયોગ, અમુક લડવા અને મારવાની ક્રિયાઓ, અમુક ઔષધિઓ શોધી તેનો યોગ્ય માનવો પર પ્રયોગ ને એ બધું. ઉપરાંત આગળ કહ્યું તેમ દુનિયા ન માને તેવા, લોકો ન સમજે તેવા જાદુ કે 'કાળો જાદુ' લાગે તાંત્રિક પ્રયોગો - એ બધું જ. એ માટે લોકો કહે છે તેમ દિવસો સુધી લટકીને ઊંધા રહેવું, શીર્ષાસનમાં દિવસો રહેવું એવું કશું જ નહીં. જે યોગ સાધક ત્રીસ સેકન્ડ કરે તે અમારી પાસે એક કલાક સુધી કરાવાય. સવારે બ્રાહ્મ મુહૂર્ત એટલે ચારેક વાગે ઉઠી રાત્રે અગિયારેક વાગ્યા સુધીની કઠિન દિનચર્યા. એને જ તો સાધના કે તપ કહેવાય છે. લાયક જૂજ લોકો જ એ કરીને સિદ્ધ શિવ ઉપાસક અઘોરી બની શકે છે. તમે જે વાતો સાંભળો છો તેમાંની ઘણીખરી કપોળ કલ્પિત છે. ફોનથી કાલાજાદુથી મંત્રસિધ્ધિ કરાવનારા લેભાગુઓ હોય છે.

 

મને ટેલિપથી પણ શીખવવામાં આવી. મેં અને અઘોરાએ માનસિક તરંગો દ્વારા વાત કરી જોઈ. ગુરુએ વાતો વચ્ચેથી ઝીલી. પહેલાં તો અટકાવી પરંતુ પછી અમને મંજૂરી આપી.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED