સાંબ સાંબ સદા શિવ - 8 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ અને મિત્રતા - ભાગ 2

    (પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને...

  • સ્વપ્ન્સમ - ભાગ 2

    ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં...

  • Dear Love - 3

    એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી...

  • લવ યુ યાર - ભાગ 74

    રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડ...

  • સોલમેટસ - 7

    અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અન...

શ્રેણી
શેયર કરો

સાંબ સાંબ સદા શિવ - 8

પ્રકરણ 8

મણિપુર, ત્રિપુરામાં હિન્દુઓનું સામૂહિક ધર્મપરિવર્તન થઈ રહ્યું છે તેમ ખબર મળતાં જ અમારા ગોરખનાથ સંપ્રદાયના ગુરુએ આ પરિવર્તન અટકાવવા માટે આજ્ઞા કરી. અમારે કોઈ પણ ભોગે હિંદુ ધર્મની રક્ષા તો કરવાની જ હતી પણ અહીં તો બળીયાના બે ભાગ કે જેની લાઠી તેની ભેંસ જેવી સ્થિતિ હતી. તેઓ પાસે લખલૂટ પૈસા ખોટા રસ્તે વિદેશથી આવ્યે રાખતા હતા. કોણ જાણે આ તીરંદાજી કરી ખાતા ગ્રામ્ય લોકોને ખ્રિસ્તી બનાવવાથી શું મળી જવાનું હતું. હા, પેઢીની પેઢીઓ હીંદુમાંથી ખ્રિસ્તી બની જવાની હતી. એ રીતે આ વિસ્તારમાંથી હિન્દુત્વ લુપ્ત થઈ જાય તે પહેલાં અમારે એની રક્ષા કરવાની હતી.

તેમની પાસે તો વિદેશી ફંડ અને અદ્યતન ટેકનિકો હતી. અમારી ઉપર ગ્રેનેડ, હવાઈ દારૂગોળો, છુપા બૉમ્બ અને એવાં ઘાતક શસ્ત્રોથી હુમલાઓ થયા. એક વખત અમારા બનાવેલ ઝાડની ડાળીઓના નદી ઓળંગવાના માર્ગ પર  છુપાયેલા બોમ્બનો મને ખ્યાલ આવી ગયો. મને કૂતરાંનું માંસ ખવરાવી, કૂતરાના દેહ પર અમુક ખાસ ધ્યાન કરાવી તેના જેવી તીવ્ર ઘ્રણેન્દ્રિય વિકસાવેલી. બીજાઓને પણ એ કરાવ્યું હશે પણ ગ્રહણશક્તિ દરેકની અલગ હોય છે. મેં એક હાડકાંની લાકડીથી તેને બહાર કાઢ્યો. હર હર મહાદેવ કરતા અઘોરીઓ એક સામટો તેની ઉપર પેશાબ કર્યો પણ ત્યાં તેની સર્કિટ એક્ટિવેટ થઈ બૉમ્બ ફાટ્યો. અમે તરત કૂદી ગયા પણ મારી છાતીના અને માથાના આગલા વાળ તો બળી ગયા. આસપાસ ઘાસ જેવું હોઈ એકદમ આગ લાગી. નજીકનાં ખેતરો સુધી પહોંચી.

અમારી સામે ખેતરોને આગ લગાડવા માટે પોલીસ ફરિયાદ થઈ. મિશનરીઓએ અમને લોકોને રંજાડનારા, બાવાઓના વેશમાં ટેરરિસ્ટ ચિતરી પોલીસ પાસે પકડાવ્યા પણ ખરા. પોલીસો પાસે મેં સહુને શિસ્તથી રહેવા કહ્યું. તેઓએ અમે નકસેલાઈટ કે બાવાઓના વેશમાં આતંકવાદીઓ નથી તેની ખાત્રી કરવા ટોર્ચર પણ કર્યું. અહીં જ અમારી કોઈ પણ સંવેદનોથી પર રહેવાની તાલીમ કામ આવી. મેં આખરે કોઈ પોલીસ અધિકારીને અંગ્રેજીમાં સાચી સ્થિતિ જણાવી. એ વખતે હું સેન્ટ્રલ ગવર્નમેન્ટનો અધિકારી છું તેમ કહેવા પ્રયત્ન કર્યો પણ એણે એ હસી કાઢ્યું. ઉપરથી બે ચાર લાત મારી. યોગ્ય રીતે મારી ઓળખ જાહેર કરવા જતાં અન્ય સાધુઓનું શું થશે અને હું અઘોરી ગુરૂઓ દ્વારા પકડાયો તો આ અઘોરી પંથની કંપારી છૂટે તેવી સજા ભોગવવી પડશે એમ લાગતાં મેં મારી જાત ફરીથી જાહેર કરી નહીં. માત્ર અમે બળજબરીથી ખ્રિસ્તી ધર્મમાં કરાવવામાં આવતાં પરિવર્તન સામે જ લડીએ છીએ એ સમજાવ્યું. અમારી સેનામાં અમુક બીજાઓ પણ અંગ્રેજી સારૂં બોલી શકતા હતા. ગુરુજીએ કોઈ સ્થાનિક નેતાનો સંપર્ક કર્યો અને અમે નિર્દોષ છૂટ્યા

તેમની પાસે ધન આવ્યે રાખતું હતું પણ અઘોરી પોતે જ ખાધાપીધા વગર અકિંચન રહેતો હોય તે ધન ક્યાંથી લાવે?

અઘોરીઓ ખૂબ અંતરિયાળ જગ્યાઓમાં લોકોની સારવાર કરે છે અને એમાંથી જે મળે તે જ તેનું ફંડ. એ લોકો તો પૈસાથી લોકોને લાલચ બતાવી અને ન માને તો બળજબરીથી ખ્રિસ્તી બનાવી દેવતા.

અમારે આ સામુહિક ધર્મપરિવર્તન રોકવું જ રહ્યું. આ વખતે પણ સેનાની નેતાગીરી મેં લીધી. અમુક આખી સેનાઓને માર્ગદર્શન સાથે નેતૃત્વ મારા ગુરૂજીએ પૂરું પાડયું . તેમણે આ વિસ્તારનો ઇતિહાસ અને કેટલીક વિગતો કહી તે પરથી ખબર પડી કે ગુરૂજી 125 થી તો વધારે વર્ષના હતા. તો પેલી વીડિયો ગેઇમ રચવાની વાત શું હતી? તેઓ માયા રચી શકતા હતા એવો અર્થ હતો? મને આજ સુધી ખબર નથી.

અમે 'હર હર મહાદેવ'નો જાપ કરતાં કરતાં ત્રિશૂળો અને હાડકાંથી બનેલ શસ્ત્રો સાથે ખૂણેખાંચરે આવેલાં ગામોમાં ધર્મપરિવર્તન કરાવનારાઓ સામે આવાં 'આક્રમણ' કર્યાં. 'જેવા સાથે તેવા' નો વ્યવહાર કરી ધર્મપરિવર્તનો અટકાવ્યાં.

મારી આ વિસ્તારના નકશાઓ, લશ્કરી જાણકારી અને ગુગલ મેપની કેટલીક વિશેષ ટેકનિકોની જાણકારી અહીં સારી એવી કામ લાગી. મારી પાસે મોબાઈલ ન હતો પણ સૂર્ય અને રાત્રે તારાઓની મદદથી દિશા જાણી શકતા. ક્યાં કઈ રીતે જવાશે એની જાણકારી ગુરૂજી આપતા અને ત્યાં જવાની દિશા હું સચોટ બતાવતો. અમે તો છુપાઈને નહીં પણ પ્રગટ રીતે ’ઘાવા બોલીને’ ત્રાડો નાખતા, ત્રિશૂળો, હાડકાંમાંથી બનેલાં અણીદાર હથિયારો અને લાકડીઓ, પથ્થરોથી જ અતિ ઝનૂન પૂર્વક ’સાંબ સાંબ સદા શિવ’ અને ’ ‘હર હાર મહાદેવ કરતા ધસી જઈને હુમલાઓ કર્યા. તેમના હુમલાઓ ખાળ્યા.

 

તુરત જ જેઓનું બળજબરીથી માંસના ટુકડા ફેંકી 'હવે તમે હિંદુ મટી ગયા' તેમ કહેવાતું અને તેમનું ધર્મ પરિવર્તન થઈ ગયું જાહેર કરી દેવાતું તે લોકોને તેમની જ સામે અમે ગંદી વસ્તુઓ ચાખી, ખાધી પણ ખરી- અને સમજાવ્યું કે માત્ર અમુક વસ્તુ ખાવાથી ધર્મ બદલાય નહીં. ધર્મ એ તમારો આત્મા જેની પ્રાર્થના કરવા કહે એ ઈશ્વર પ્રત્યેની આસ્થા છે. માત્ર કઈંક ખાવા કે સ્પર્શ કરવાથી ધર્મ બદલાતો નથી તે સમજાવ્યું.

અમે એ પણ સમજાવ્યું કે પ્રકૃતિએ બનાવેલી દરેક વસ્તુ ઉપયોગ માટે હોય છે.

કોઈ બે દિવસ અંતરિયાળ ગામમાં જઈ દવા આપે અને બદલામાં કાયમ માટે ધર્મ પરિવર્તન કરાવી દે તે કરતાં આપણી અમૂલ્ય જડીબુટ્ટીઓમાં વિશ્વાસ રાખો. અમે તેમને માત્ર ગાઢ જંગલોમાં જ મળતી અમુક ઔષધિઓ આપી. અમુક પાદરીઓ દ્વારા એ ઔષધો તમને મારી નાખવા માટે શયતાને બનાવ્યાં છે તેવો પ્રચાર કર્યો. કેટલાક મેલેરિયા કે ચિકનગુનિયા નાં લક્ષણો વાળા લોકોને પાદરીઓ દવા કરવા અને એ પહેલાં ધર્મ પરિવર્તન કરી દેવા ઉઠાવી ગયા તેમને અમે ફરી ટીંગાટોળી કરી ઊંચકીને તેમનાં ગામમાં લઈ આવ્યા. એમાં એ ઉત્તરપૂર્વનાં એકાદ ગામનો સરપંચ પણ ફૂટી ગયેલો. તેના લોકો દ્વારા લાઠીઓ, પથ્થરમારાના હુમલા સામે અમે અમારી અણી કાઢેલી ઝાડની ડાળીઓના ભાલા કે તીર વાપરી સામનો કર્યો. બહુ મોટું ધર્મ પરિવર્તન રેકેટ અટકાવ્યું.

અમુક વિસ્તારોમાં વળી સરહદ પારથી ગેરકાયદે આવેલા મુસ્લિમો હુમલા કરતા અને ઘરો સળગાવી કે તેમની યુવાન કન્યાઓ ઉઠાવી જઈ બળજબરી કરતા. તેમનો સામનો હથિયાર સામે હથિયારથી જ કરવો પડે તેમ હતો. અમે તે ગામના લોકોનો ભાલા કે ત્રિશૂળ જેવાં શસ્ત્ર વાપરવાની અને આક્રમણ કરી લડવાની તાલીમ આપી. ઘણા ગ્રામ્યજનો તીરંદાજી તો જાણતા હતા. ગુરૂજીએ તેમને તેમના સંતોષ ખાતર પૂજા કરાવી ફરી હિંદુ બનાવ્યા. હવે પુરૂષ અઘોરીઓમાં હું અને સ્ત્રીઓમાં અઘોરા મેદાને પડયાં. ધર્મ પરિવર્તન કરાવનારાઓને અમે જ બળ અજમાવી તગેડી મૂક્યા. ઘોર જંગલોની કેડીઓ ઉપર અજાણી જગ્યાઓએ દિવસે તેમ જ રાત્રીનાં અંધારાંમાં ભયાનક લોહિયાળ સંઘર્ષ ખેલાયો અને આખરે અઘોરી સેના વિજયી થઈ. ગ્રેનેડ, બૉમ્બ અને મશીનગનો સામે ત્રિશુળ અને હાડકાંની લાક્ડીઓનો સંયમ અને તાલીમે વિજય કરાવ્યો. સહુએ ‘હર હર મહાદેવ’ અને ‘સાંબ સાંબ સદા શિવ’ ના જયઘોષ કર્યા.

 

સેનાઓમાં એક અઘોરી મારી પ્રિય અઘોરા સામે એવી રીતે જોતો હતો કે જાણે તેને મારી નાખવા માંગતો હોય. એક વાર મારૂં ધ્યાન તેણે બનાવેલ કોઈ દાળની, કદાચ અડદની બનેલી સ્ત્રી આકારની પૂતળી પર ગયું. તે કોઈ અણીદાર કટાર જેવી વસ્તુ દ્વારા આ પૂતળી પર પ્રહાર કરવા જતો હતો. મેં તે કટાર ખૂંચવી લઈ દૂર ફેંકી દીધી. મેં પૂતળી પણ હાથમાં લઇ લીધી, સુરક્ષિત રીતે એક વૃક્ષની ડાળ પર મૂકી દીધી અને એ રીતે મેં તેની કોશિશ નાકામિયાબ બનાવી. અઘોરાએ કહ્યું કે એ જ વ્યક્તિએ તેને છેતરીને તેનું અપહરણ કરેલું. પણ તો અઘોરાને કોઈએ પાછી સામાન્ય દુનિયામાં કેમ ન મોકલી? તે પોતે કેમ છટકી ન શકી? તે કોણ હતી અને શું કાયમ માટે અઘોરી જ રહેવા માંગતી હતી કે રહેવા મજબૂર હતી તે તેને પૂછવા પ્રયત્નો કર્યા. તેણે દર વખતે એ વાત ટાળી દીધી.

(ક્રમશ:)