સાંબ સાંબ સદા શિવ - 2 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • હમસફર - 26

    અ/મ : મને સમજાતું નથી હું શું કહું વીર : મોમ મને ખબર છે અમે...

  • દીકરો

    જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમા...

  • ભીતરમન - 38

    એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવ...

  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

શ્રેણી
શેયર કરો

સાંબ સાંબ સદા શિવ - 2

પ્રકરણ 2

તેણે કહ્યુ, "તને મેં ગુરુની ઈચ્છા અને આજ્ઞાને લઈ બચાવ્યો છે. હવે તું અમારા ગુરુને શરણે છે. પાછા જવાનું વિચારતો નહીં." તેણે મને એ પથ્થર પાસે ઊગેલાં ઝાડનું એક વિશાળ પહોળું થડ ખેંચી લેવા હાથથી ઈશારો કરી આદેશ કર્યો. કુહાડી વગર આવડું થડ કેમ ખેંચાય? તો પણ મેં જોર લગાવી થડને બાથ ભરી ખેંચ્યું. તે પોચી માટીના જ ઢાળ પર ઉગેલું. થોડું જોર કરતાં મૂળમાંથી બહાર આવી ગયું. એ સાથે હું નીચે અને થડ મારી ઉપર આવત પણ તેણીએ મને પાછળથી પકડી લીધો. થડ ડાળીઓ અને પાંદડાંઓ સાથે અમારી બાજુમાં સુઈ ગયું. હું તે થડ પર બેઠો.

મારી રિસ્ટવોચ, આઈકાર્ડ સાથેનું પર્સ વગેરે તો ભૂલો પડી ખીણમાં જતો રહી ગયેલો ત્યારે જ ખીણમાં પડી ગયેલાં.

અઘોરાએ મારાં રહ્યાંસહ્યાં વસ્ત્રો પણ ફાડી, ખેંચીને દૂર કર્યાં. મારા ફાટી ગયેલા બુટ પણ કઢાવ્યા. હવે હું અનુભવી શક્યો કે હું એના જેવો સંપૂર્ણ નગ્ન છું. બાકી ચંદ્ર વાદળમાં જતો રહેતાં હું મને જ જોઈ શકતો ન હતો. તેણીએ મારો સ્પર્શ કરી ખાત્રી કરાવી કે હું એકલો નથી.

 

ઓચિંતો ચંદ્ર ફરીથી નીકળ્યો. એ સાથે તેણે બે ચકમકના પથ્થરો ઉઠાવ્યા અને તે ઘસતાંઘસતાં તેણે વિચિત્ર અને બિહામણો 'હુ.. હુ.. હુ..' કરતો એકદમ મોટેથી કર્કશ અવાજ કર્યો. પતરું ઘસાતું હોય એવો અને પછી પવનના પ્રચંડ સુસવાટા જેવો. મને આવી નીરવ શાંતિને ચીરતી કોઈ શારડી ફરતી હોય તેવું લાગ્યું. એકદમ તણખા થયા અને નજીકનું સૂકું ઘાસ સળગી ઉઠ્યું. સરખી એવી વિશાળ આગની જ્વાળાઓ પ્રગટી ઉઠી. આવા ભયના માહોલ વચ્ચે પણ મને કેમ્પ ફાયર સાંભર્યો. હું, સ્ત્રી અને અગ્નિ. 'રૂપ તેરા મસ્તાના.. ભૂલ કોઈ હમસે ના હો જાએ..'

 

તે મોટેથી એક લયબદ્ધ રીતે બોલી મંત્રો ભણવા લાગી: 'કા કા ક્લિમ..ક્લિમ..  વિચ્ચયે વિચ્ચયે..

આમ આમ અગ્નિમ.. હ્રીં પ્રા પ્રા પ્રગટયે.. પ્રગટયે.'

 

હવે તે કોઈ વિધિ કરવા લાગી. પેલું હાડકું અને તેના હારમાં ખોપરી પાછળ છુપાએલું હાડકું લઈ અગ્નિમાં અડાડી પોતાની ઉપર અને મારી ઉપર ઘસ્યું. કોઈ રસ જેવા પ્રવાહીનાં ટીપાં છાંટયાં. તે ત્યાં ઉભી ઉભી જ પોતાની હથેળીમાં મૂત્રત્યાગ કરી રહી અને એ મૂત્ર પોતે થોડાં ટીપાં પીધું અને બાકીનું મને બળજબરી કરી મોં ખોલી પાઈ દીધું. તેણે મને હજી પણ ઇશારાથી જ મૂત્રત્યાગ કરી તે પી જવા અને થોડું તેને પાવા કહ્યું. અમે એ મૂત્રની આકાશમાં તેણે બતાવેલ ખીણ તરફની દિશામાં અંજલિ આપી. તેણે બતાવ્યા મુજબ હવે ઠારી નાખેલ અગ્નિની રાખ એક બીજાએ સામસામેનાં શરીર પર ઘસી.

 

હું એક બાજુ ખૂબ ડરી ગયેલો અને બીજી બાજુ એક યુવાન સ્ત્રીદેહનાં માંસલ અંગો પર રાખ મસળતાં એના સ્પર્શે ઉત્તેજિત થઈ ગયેલો. તેને કોઈ અસર કેમ નથી થતી? મેં વિચાર્યું. તે કોઈ અર્થ ન સમજાય તેવા મંત્રો બોલતી મારાં હવે સંપૂર્ણ નગ્ન શરીરે રાખ મસળતી ગઈ.

હું ચંદ્રના શ્વેત ભૂરા પ્રકાશમાં તેનું રાખ ચોળેલું નગ્ન શરીર જોઈ ઉત્તેજિત થઈ ગયો પરંતુ તરત જ તેને આછાં અંધારાંમાં શિકારી પશુ જેવી આંખે મારી સામે ત્રાટક કરતી જોઈ મારી જાતીય ઉત્તેજનાની લાગણી ભયમાં ફેરવાઈ ગઈ. તેણે મારી આંખોમાં ત્રાટક કર્યું એ સાથે જ મને હિંમત આવી ગઈ. શું તે મારી લાગણી સમજી ગઈ? તે મારા વિચારો વાંચી શકે છે?

 

ઓચિંતી તે જમીન પર સુઈ ગઈ અને મને ખેંચીને પોતાની ઉપર સુવાડી દીધો. તેણે મને સમાગમ કરવા કહ્યું. તે મિલન દરમ્યાન તેણી મારા કપાળ, છાતી, પેટ વગેરે અંગોને સ્પર્શતી ગઈ અને 'ધામ.. ધામ.. ધા ધા ધારય.. વાં વાં વશી વશી કુરુ કુરુ..' જેવું બોલતી ગઈ. આ ક્રિયા ખરેખર તો એક વશીકરણ ક્રિયા હતી. એ સાથે જ જેમ કોઈ ટીમવ્યુઅરથી અન્ય કોમ્પ્યુટરનો કબજો લઈ લે તેમ મારૂં શરીર, બુદ્ધિ, મન અને મારા વિચારો તેના વશમાં થઈ ગયા.

 

હવે હું સંપૂર્ણપણે તેણીના વશમાં હતો. હું કાંઈ પણ સ્વતંત્ર રીતે વિચારી શકતો કે પ્રતિક્રિયા આપી શકતો ન હતો. હું જોઈ, સાંભળી, સ્પર્શ અનુભવી શકતો હતો પણ મારી મેળે કશું જ કરી શકતો ન હતો.

 

તેણીએ પેલાં ખેંચી કાઢેલાં વૃક્ષની ડાળ મારી અને તેની પર ફેરવી. મારી આંખો થોડી ક્ષણ માટે મીંચાઈને ફરી ખૂલી.

 

એ સાથે જ મેં જોયું કે અમે બન્ને એકદમ નાના કદનાં અને પીંછાં જેવાં હળવાં બની ગયાં.

 

અમે હવે જીવતાંજાગતાં સાવ નાના કદનાં, લગભગ એક ઉંદર જેવડાં બની ગયેલાં હતાં. તેણે પેલાં ઝાડની એક ડાળી તપાસીને તોડી. તેની ઉપર તે બેઠી અને મને પોતાની પાછળ બેસાડ્યો. તેણે કોઈ ચિત્રવિચિત્ર અવાજો કર્યા. એક પતરું ચિરાતું હોય કે કોઈ મોટી સીટી વાગતી હોય તેવો તેણીએ અતિ કર્કશ, કાન ફાડી નાખે તેવો અવાજ કર્યો અને એ સાથે અમે એ ડાળી સાથે ઊંડી ખીણ પરથી ઉડયાં. હા, સાચું કહું છું. અમે ઉડયાં! મેં ઘણે નીચે ચંદ્ર પ્રકાશમાં અફાટ ઊંડી ખીણ જોઈ. આસપાસ ઊંચા પર્વતો અને નીચે ગાઢ જંગલનાં વૃક્ષોની ઘટાઓ એકદમ નાની દેખાતી હતી. વિશાળ વૃક્ષો ટપકાં જેવડાં અને ઊંચા પર્વતો દરિયાકિનારે બનાવીએ તેવી રેતીની ઢગલીઓ જેવા લાગતા હતા. આજુબાજુ ચારે તરફ એકદમ કાળું અસીમ આભ અને તેમાં ચંદ્રપ્રકાશને લઈ ઉમેરાયેલો વાદળી પીળો રંગ.

 

અમે ઘણો સમય ઉડયા કર્યું. લગભગ અમદાવાદ- ગુવાહાટી ફ્લાઇટ લે તેટલો સમય થયો હશે. પછી અમે એક સપાટ ખડક પર ઉતર્યાં.

 

ઉતરતાં જ તેણે ફરી એ ડાળી અને પોતાની લાકડી મારી અને તેની પર ફેરવી. હું ફરીથી જાણે એનેસ્થેસીઆમાં આવી ગયો. જાગ્યો ત્યારે અમારાં શરીર ફરીથી સામાન્ય કદનાં થઈ ગયેલાં જોયાં. આપણે જ્યાં શરીરનાં ચક્રો આવેલાં કહેવાય છે તે જગ્યાઓએ તેણે મને બળપૂર્વક થપાટો, કહો કે સ્ટ્રોક્સ માર્યા.

 

કોઈ અત્યંત વિચિત્ર એકાક્ષરી બીજમંત્રો બોલતાં બોલતાં તેણી મારાં ગુહ્ય અંગો ખેંચતી ગઈ અને બળપૂર્વક તેના ઉપર મસાજ કરતી ગઈ. એ સાથે મારૂં લીંગ કદમાં મારાં અર્ધાં શરીર જેવડું થઈ ગયું. તે કોઈ 'એઇમ એઇમ ઐક્ય ઐક્ય સાં સાં સમ્ય..' જેવું બોલી. ફરીથી તેણે મારી પાસે આદેશથી તેની સાથે સમાગમ કરાવ્યો. એ સમાગમ ઘણા દીર્ઘ સમય સુધી ચાલ્યો. વધુ તો નહીં કહું.

 

તેણી એકદમ બોલી ઉઠી, "ચક્ર જાગૃત.." અને મારા હવે એકદમ અકલ્પિત લાંબા, મોટા, સખ્ત, કોઈ વૃક્ષની ડાળી જેવા દેખાતા લીંગ પર બેસી ગઈ અને મને સામે દેખાતી એક ગુફા તરફ દોડાવ્યો. ઘાસ છવાયેલું દ્વાર આવતાં તેણે મને મારા લીંગ વડે જ તેના દ્વારની એક જગ્યાએ પ્રહાર કરવા કહ્યું. હું માત્ર તે કહે તે સાંભળી શકતો હતો પણ મારી રીતે કઈં પણ કરી શકતો ન હતો. હું સંપૂર્ણપણે તેના વશમાં હતો અને તે કહે તેમ જ કરી શકતો હતો. મેં ગુફાનાં દ્વારની તે જગ્યાએ કોદાળી મારતો હોઉં તેમ લીંગ વડે જ બળપૂર્વક પ્રહાર કર્યો. માટી ધસી આવી અને પાણીનું એક ઝરણું વેગથી પડ્યું. એમાંથી પસાર થઈ અમે એક ઊંડી ગુફામાં પ્રવેશ્યાં. તેણે મને ખભેથી ખેંચીને ઉભો રાખી દીધો. અસવાર ઘોડો ઉભો રાખે તેમ.

 

તેણી મારા લીંગ પરથી ઉતરી અને હવે તેણે લીંગ પર અલગ રીતે કોઈ મસાજ જેવી પ્રક્રિયા કરી. તે કદમાં તો એવું જ રહ્યું પણ કઈંક અંશે માનવ અવયવ જેવું થયું. તેણીએ મને એ ગુફામાં એક પશુના ચર્મ પર આગની ધૂણી સામે બેઠેલા તેજસ્વી છતાં બિહામણા દેખાતા વયસ્ક નગ્ન સન્યાસી સામે પટક્યો.

(ક્રમશ:)