અહી કેટલાક પ્રેમ કાવ્યો ગઝલો રજૂ કરું છું. આશા રાખું છું કે મારી રચના આપને પસંદ આવશે.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
પ્રેમનો પ્રસ્તાવ
એમણે મને કહેલી એક વાત કહું.
ગઝલ મારી એની રજુઆત કહું.
એમ તો ઘણી વેળા મળ્યા 'તા અમે
પ્રેમના પ્રસ્તાવની એક મુલાકાત કહું.
વરસોથી સંઘરી રાખેલી દિલની એક વાત કહુ
તમે જો કહો તો જરા લાગણીની રજૂઆત કહું.
કહો જો તમે થોડી જ ક્ષણોમાં કહી દઉં અને
તમે જો કહો તો આખો દિન આખી આખી રાત કહું.
ઝળહળતો ચહેરો આપનો છે પ્રકાશનો વિકલ્પ
તમે જો કહો તો ચાંદ કહું કહો તમે તો આફતાબ કહું.
આતુર રહે હર કોઈ આ આંખો તમારી વાંચવાને
ગઝલ પ્રેમની કહું કે પછી કોઈ પ્રેમ કાવ્યોની કિતાબ કહું.
હવામાં લહેરાતી આ કહું લટો કે કોઈ બહાર કહું
તમે કહો તો નજરો તમારી, કહો તો નશીલી શરાબ કહું.
વાત કરો છો જ્યારે તમે સઘળાં શબ્દો મહેકી ઊઠે
તમે કહો તો ગુલાબ કહું અધરોને તમારાં ફૂલછાબ કહું.
જો આપો રજા તમે તો હૃદયમાં ધરબાયેલું રાઝ કહું
પ્રેમ છે તમારાથી મને એ વાત પુરા હોશો હાવાઝ કહું.
જણાવજો મરજી આપની તો પછી આગળ વાત કહું
મંજૂર હોય જો આપને તો સાતેય જનમ નો સાથ કહું.
અસ્વીકાર હોય પ્રસ્તાવ છતાં હ્રદયે આપનું નામ રહેશે
મળે મિત્રતા જો આપની તો પણ ખુદાની સોગાત કહું.
સદા અમર રહેશે પ્રીત મારી મારા અંતિમ શ્વાસ સુધી
હા..કર્યો હતો પ્રેમ મેં કોઈને એવી એક મીઠી યાદ કહું.
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
હ્રદયે આશ્રિત
સાક્ષી છે આ આલય સકળ
તમે પણ પ્રેમથી સુવાસિત છો.
પ્રહાર કર્યો છે મર્મ સ્થળ પર
દોશી તમે પણ કદાચિત છો.
કેમ વરતો છો અનભિજ્ઞ સમ
વારદાતથી તમે પરિચિત છો.
પ્રીત તણો દીધો છે પ્રતિધ્વનિ
ત્યારે પછી કેમ વિસ્મિત છો.
મુજ પર ચડાવી આળ પ્રેમનું
લાગે તમે પણ ભયભીત છો.
મુજને દોષિત કહો છો જ્યારે
તમે પણ ત્યારે ગુનાહિત છો.
તમને પણ મળે કેદ પ્રેમ તણી
તમે મુજ હ્રદયે આશ્રિત છો.
અપરાધી હું એક જ ક્યાં છું
તમે પણ મારા સાગરીત છો.
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
❤️❤️❤️ પ્રેમપત્ર
ભીની લાગણીઓથી તરબોળ
એ કાગળ શું હાથ લાગી આવ્યા,
કે...ફરી એકવાર આજે તારા
સ્મરણોના ઘા હૈયે વાગી આવ્યા.
કરી મથામણો હજાર ભૂલવા
પ્રયત્નો પણ કર્યા ઘણાં કિન્તુ
વર્ષોથી બંધ તિજોરીમાંથી
એ સઘળાં પ્રેમપત્રો મળી આવ્યા.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
કાગળનાં રંગ
અક્ષરે અક્ષર મોજા લાગણીઓના
શબ્દે શબ્દે ઉર્મિના તરંગ હોય છે.
અલગ ભાત ને જુદા ઢંગ હોય છે
કાગળનાં પણ વિવિધ રંગ હોય છે.
હોય જો સત જનમનો કોઈ સંગ
કંકોતરીનો શુભ લાલ રંગ હોય છે.
હોય જો મૃત્યુનો ગોઝારો પ્રસંગ
શશાંક સમ શ્વેત શોકનો રંગ હોય છે
દેશનાં સપૂતની હોય વસમી વિદાય
દેશપ્રેમ સમ તિરંગાના ત્રણ રંગ હોય છે.
અલગ ભાત ને જુદા ઢંગ હોય છે
કાગળનાં પણ વિવિધ રંગ હોય છે.
હોય કુશળ સમાચાર કોઈના
વિતાન સમ વાદળી રંગ હોય છે.
ઉરે દોસ્તીનો હોય જો ઉમંગ
કંચન સમ સુનેહરો રંગ હોય છે.
પ્રેમીપંખીડાં નો કોઈ જો પ્રેમપત્ર
ગુલાબ સમ ગુલાબી રંગ હોય છે.
અલગ ભાત ને જુદા ઢંગ હોય છે
કાગળનાં પણ વિવિધ રંગ હોય છે.
- વેગડા અંજના એ.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
તારા મનનાં કોઈ કિનારે એક વિચાર વહેતો મૂકું છું
આ દિલ નાં સરવાળે પ્રેમનો હિસાબ વહેતો મૂકું છું.
તારા અધર ના સથવારે ઉઠતા કઈ સવાલો આજે
આંખોના મોઘમ ઈશારે એક જવાબ વહેતો મૂકું છું.
અડધી રાતે વહેલી સવારે તું જો કહે ઢળતી સાંજે
તારી પાંપણના પલકારે એક ખ્વાબ વહેતો મૂકું છું.
ઓછી ઊતરું દિલની દુનિયામાં તો પ્રેમ મારો લાજે
હ્રદયના એક ધબકારે સઘળો અસબાબ વહેતો મૂકું છું.
કરું જરા ટપકું કાળું તને દર્પણની પણ નજર ન લાગે
એ વેધક નજરના ઉતારે એક હિજાબ વહેતો મૂકું છું.
ચળકતો ચહેરો આપનો છે પ્રકાશનો વિકલ્પ આજે
એ જ વિશ્વાસના સહારે એક આફતાબ વહેતો મૂકું છું.
આયખું મારું અર્પણ તુજને બીજું તો શું આપે ' અંજુ '
આ જીવતરની મઝધારે હું અંતિમ શ્વાસ વહેતો મૂકું છું.
- વેગડા અંજના એ.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ઉપરોક્ત પ્રેમ કાવ્યો - ગઝલો આપને પસંદ આવી હોય તો આપનો અભિપ્રાય જરૂરથી જણાવશો.
સહકારની અપેક્ષાસહ
આભાર
- વેગડા અંજના એ.🙏🙏🙏🙏🙏🙏