ભાગ 34 શરૂ
.....................................
"નેવીલ હવે આપણે આને સળગાવવુ પડશે મને આ તારી બાજુમાં પડેલા પથ્થર આપને તે બન્ને ને ઘસીને હું આગ ઉતપન્ન કરીશ" જેકે નેવીલ ને કહ્યું. અને આટલું કહ્યા બાદ જેક તેમાં આગ ઉતપન્ન કરે છે. અને તે લોકો મદદ માટે રાહ જોવે છે જોત જોતામાં આ દિવસ પણ વીતી જાય છે અને રાહ હોય છે તો હવે એક નવા દિવસની કે કાશ કદાચ કોઈ મદદ માટે આવી જાય.
નવો. દિવસ આવી જાય છે ધુમાડો સહી સલામત ચાલુ જ હોય છે પણ હજુ સુધી કોઈ તેમની મદદ માટે આવેલું હોતું નથી જે જોઈને જેક અને નેવીલ બંને ને ખૂબ જ દુઃખ થાય છે.
"આપણે તો આ યુક્તિ પણ અજમાવી લીધી છતાં કોઈ આટલા દિવસો થઈ ગયા પણ મદદ માટે કોઈ ના આવ્યું હવે શું કરીશું આપણે?શું આપણે હવે આખી જિંદગી અહીંયા જ રહેવું પડશે?" જેક રડતા રડતા બોલ્યો.
"અરે જેક આમાં હિંમત ન હારવાની હોય હજુ તો આપણે ઘણી બધી નવી યુક્તિઓ કરીશું અને મને વિશ્વાસ છે કે આપણે તે બધી યુક્તિઓમાંથી એક યુક્તિમાં તો સફળ થઈશુંજ!" નેવીલે જેકને હિંમત આપતા કહ્યું.
હવે એ લોકો આ ટાપુથી નીકળવા માટે કોઈ નવું આયોજન બનાવવા લાગે છે. હવે સમય જેક અને નેવીલ ને ટાપુ ઉપર ઘણો સમય વીતી જાય છે અને તે લોકો છેવટે આ ટાપુ ઉપરથી એક હોડી બનાવીને જ નીકળવાની હિંમત કરે છે.
"બસ હવે આ ટાપુ ઉપર આપણે રહેવું નથી હવે ચાલ આપણે એક હોડી બનાવીએ તેની અંદર ઘણા બધા નાળિયેર લઈને નીકળી જઈએ આ ટાપુ ઉપરથી" જેકે નેવીલ ને કહ્યું.
"તારી વાત તો સાચી છે પણ આપણે આ મહાસાગર માં એ હોડી ચલાવવાનક છે એટલે હોડી એકદમ મજબૂત બનાવવી જોઈશે હો" નેવીલે જેક ને કહ્યું.
"અરે એની ચિંતા ના કરતો તમતાર હું મસ્ત અને એકદમ મજબૂત હોડી બનાવી દઈશ" જેકે નેવીલ ને કહ્યું.
"હા તો ચાલો કામ લર લાગી જઈએ" આટલું કહીને નેવીલ અને જેક પોતાની છેલ્લી આશા એટલે કે હોડી બનાવવાના કામમાં લાગી જાય છે અને બે દિવસની અંદર સખત મહેનત કરીને તે લોકો એક હોડી બનાવે છે જે એકદમ મજબૂત હોય છે અને આ હોડી ની અંદર તેઓ વરસાદથી બચવા માટે એક ઝૂંપડું પણ બનાવે છે.
"તો ફાઇનલી હોડી બની ગઈ હો" જેક બોલ્યો.
"અરે હોડી તો ખૂબ જ સરસ છે" નેવીલે કહ્યું.
"હા તો ચાલો નીકળીએ હવે અહીંયાંથી" જેકે નેવીલને કહ્યું.
"જેક મારા મત મુજબ આપણે કાલે સવારે જ વહેલા નીકળીએ તો કેમ રહેશે કારણ કે અત્યારે ઘણા બધા કાળા વાદળો ઘેરાયેલા છે અને મને લાગે છે ને ત્યાં સુધી હમણાં થોડીક વારમાં અંધરાધસર વરસાદ આવશે" નેવીલે જેક ને કહ્યું.
"અરે મને નથી લાગતું વરસાદ આવશે ચાલને આપણે નીકળી જઈએ" જેકે નેવીલ ને કહ્યું.
એટલામાં તો ખૂબ જ ઝડપી પવન સાથે વરસાદ શરૂ થઈ જાય છે અને નેવીલ જેક સામે જોઈને હસે છે અને બન્ને લોકો સમજીને જ પાછા પોતે બનાવેલા ઝૂંપડામાં જતા રહે છે અને આ વરસાદ આખી રાત શરૂ રહે છે હવે સવાર ના લગભગ સાત વાગ્યે નેવીલ અને જેક ઉઠી જાય છે.
"હા તો ચાલો આપણે નીકળીએ હવે આ ટાપુ ઉપરથી" જેકે નેવીલ ને કહ્યું.
"હા તો ચાલો નીકળીએ અને ગુડ બાય ઓક આઇલેન્ડ" નેવીલે જોરથી બૂમ પાડી કહ્યું અને તે લોકો નીકળી પડે છે આ આઇલેન્ડ તરફથી ઘર તરફ જવા.
"નેવીલ શું લાગે છે આપણે પંદર દિવસમાં તો કોઈ એવા સ્થળ ઉપર નહિ પહોંચી જઈએ જ્યાં માનવીય ઓર્જાતી રહેતી હોય" જેકે નેવીલ ને પૂછ્યું.
"જેક એ માત્ર બોલવામાં આસાન છે દોસ્ત તને એક વાત ખબર છે આપણે અત્યારે પ્રશાંત મહાસાગરમાં છીએ અને આ મહાસાગર આપણી પૂરી પૃથ્વી નો સૌથી ઊંડો અને મોટો મહાસાગર છે અને આ મહાસાગરે પૃથ્વીનો ત્રીસ ટકા હિસ્સો કવર કરેલો છે. અને પૃથ્વી ને બ્લુ પ્લેનેટ નું નામ આપવામાં આ મહાસાગર નો ઘણો મોટો ભાગ છે" નેવીલે જેક ને માહિતી આપી.
"મતલબ તારું એમ કહેવું છે કે આ મહાસાગર આટલો મોટો છે એટલે આપણે ઘરે નહિ જઇ શકીએ" જેક ગુસ્સેથી બોલ્યો.
"અરે મેં કયા કાંઈ એવું કીધું પણ હું તો માત્ર એક હકીકત જણાવું છું બીજી એ વાત પણ છે કે આ મહાસાગર એટલો મોટો છે કે આપણે આપણી પૂરી પૃથ્વીની જમીન આ મહાસાગર માં નાખી દઈએ તો પણ એ આખી પૃથ્વીની જમીન આ મહાસાગર નો સામનો નહિ કરી શકે" નેવીલે જેક ને કહ્યું.
"ઓહો જેક મતલબ તો તો આ મહાસાગર ખૂબ જ મોટો છે એમને" જેકે નેવીલને કહ્યું.
"હા ખૂબ જ મોટો છે આ મહાસાગર અને હું તને આ બધું એટલા માટે કહું છું કારણ કે તે ઓગણીસ દિવસ માં પહોંચવાની વાત કરી એ સાવ અશક્ય બાબત છે" નેવીલ બોલ્યો.
"હા એ વાત પણ છે નેવીલ કાંઈ નહિ બસ જો આમ ને આમ શાંતિથી આપણો સફર રહ્યો અને કોઈ મુસીબત નહિ આવે તો જલ્દી જ આપણે લોકો આપણાં ઘરે હઈશું" જેકે નેવીલને કહ્યું.
"મને તો આ કાળા વાદળ જોઈને એવું લાગે છે કે કદાચ વરસાદ પડશે" નેવીલે જેકને કહ્યું.
"હા પણ વરસાદ પડે તો આપણે ગભરાવવાની કોઈ જરૂર નથી કારણ કે મેં આપણી વરસાદથી બચવાની વ્યવસ્થા કરી લીધી છે" જેક બોલ્યો.
અને ત્યાં તો થોડીક વારમાં જ ધોધમાર વરસાદ શરૂ થઈ જાય છે.
"લે હજુ તો આપણે કહ્યું ત્યાં તો વરસાદ આવી પણ ગયો" નેવીલ બોલ્યો.
"હા પણ હવે આપણે એક કામ કરીએ આ નાળિયેર ને બહાર કાઢી રાખ એટલે તેમાં વરસાદ નું પાણી ભરી લઈએ" આટલું કહીને જેક અને નેવીલ ઘણા બધા નાળિયેરો માં પાણી ભરી લે છે અને ત્યારે આખી રાત વરસાદ પડે છે અને તે લોકોને હવે ત્યાં મહાસાગર માં જ ત્રણ મહિના થઈ ગયા હોય છે.
"હવે તો અહીંયા આપણને ત્રણ મહિના થઈ ગયા પણ છતાં આપણે ઘરે નથી પહોંચી શકયા" નેવીલ બોલ્યો.
"કાંઈ નહિ પહોંચી જઈશું લે આ માછલી ખાઈ લે" જેકે નેવીલને કહ્યું.
"ના મારે નથી ખાવી આ માછલી તો કાચી છે" નેવીલ આનાકાની કરતા બોલ્યો.
"નેવીલ તું આમ ખાવા માં આનાકાની કરીશ તો કેવી રીતે ચાલશે આપણે જો જીવવું હોય તો આ બધું તો કરવું જ પડશે" જેકે નેવીલ ને કહ્યું.
"હા તો લાવ" એમ કહીને નેવીલે અડધી માછલી લીધી અને રડતા રડતા ખાઈ લીધી.
"જેક મારે પાણી પીવું છે મને પાણી આપ હવે તો આ નાળિયેર માં પણ આપણે જે પાણી જમા કરેલું એ પૂરું થઈ ગયું છે" નેવીલ બોલ્યો.
...................................
મિશન 5 - ભાગ 34 પૂર્ણ
....................................
આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5.
જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ના ભૂલતા.
..............................