પ્રેમ-એક એહસાસ - 6 Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ-એક એહસાસ - 6

Part - 6

એક દિવસ સાંજે નેહા અને દિપક પોતાનાં ગાર્ડનમાં ઝૂલાં પર બેઠાં હતાં ત્યારે નેહાએ પૂંછ્યું,

"દિપક તેં પપ્પાને વાત કરી?"

"શાની?"

"આપણાં માટે બીજું ઘર લેવાની?"

"નેહા હું મમ્મી-પપ્પાને એકલાં નહિ મૂકી શકું?"

 

"મમ્મી-પપ્પા એકલાં ક્યાં રહેશે?આપણે ચોવીસ કલાક માટે એક બાઈ રાખી દેશું ને."

 

દિપકને લાગ્યું કે નેહા સમજાવવાથી સમજશે નહિ.અત્યારે વાતને વધુ ખેંચવી એને યોગ્ય ન લાગી.

 

"સારું હું મોકો જોઈ પપ્પા સાથે વાત કરી લઈશ."દિપકે હાલ પૂરતી વાત ટાળવા માટે કહી દીધું.

 

"સાચે જ."નેહા ખુશ થતાં થતાં બોલી.

 

નેહા જરા પણ એડજેસ્ટ ન કરી શક્તી હોવાની વાતને લીધે દિપક હવે પરેશાન રહેવાં લાગ્યો હતો.

 

ક્યારેક ક્યારેક લગ્નજીવન કંટાળાજનક લાગતું હતું.એક રાત્રે ઉપર ટેરેસ પર બેઠો હતો ને ઊંડા વિચારમાં સરી ગયો હતો,

 

'કોલેજનાં દિવસોમાં બીજાં છોકરાંઓ પર મારો કેટલો રૂઆબ હતો.જુદી-જુદી ગાડીઓ લઈને કોલેજ જવું.એક થી એક ચડિયાતી છોકરીઓ સાથે દોસ્તી,કોલેજની બ્યૂટી ક્વિન સાથે પ્રેમ ને પછી લગ્ન.'

 

દુનિયાનું બધું જ સુખ જાણે એનાં કદમોમાં હતું.બધાં એનાં ફ્રેન્ડ્સ પણ એવું જ કહેતાં હતાં કે 'ભગવાને ઘણી જ ફુરસદમાં દિપકની કિસ્મત લખી હશે.દિપકે ગયાં ભવમાં જરૂર પુણ્ય કામ કર્યા હશે.'

 

એક દિવસ દિપકે નેહા પાસે આવીને કહ્યું,

 

"નેહા, પેલો મારો ખાસ મિત્ર મયંક છે ને એનું નક્કી કર્યું."

 

"અરે વાહ!કોણ છે છોકરી?"

 

"એનાં મામાએ ગોઠવ્યું છે.મારે એનાં લગ્નમાં રાજસ્થાન જવું જોશે."

 

"ક્યારે જવાનું છે?કેટલાં દિવસ માટે જવાનું છે?હું બાળકોને મમ્મીને ત્યાં મૂકી આવીશ."નેહા ખુશ થતાં બોલી.

 

"આપણે નહિ,મારે જવાનું થશે.તું અને બાળકો અહીં જ રહેશો."

 

નેહા નારાજ નહિ થાય એટલે તરત જ દિપકે કીધું કે," હું આવી જાઉં પછી વેકેશનમાં આપણે બેંગકોક ફરવા જવાનાં જ છીએ."

 

બેંગકોકનું નામ સાંભળતાં જ નેહાનો ચહેરો ખુશીથી ખીલી ગયો. એણે દિપકને રાજસ્થાન જવા માટે હા પાડી.પોતે મમ્મીને ત્યાં રોકાવા માટે જતી રહેશે એવું અેણે દિપકને કહી પણ દીધું.

 

દિપકે મંજૂરી આપી દીધી.

 

મયંકે આમ તો જવાની વ્યવસ્થા ટ્રેનમાં કરી હતી પણ દિપક પ્લેનથી ત્યાં પહોંચવાનો હતો.

 

મયંક અને હર્ષ હમણાં એક જ કંપનીમાં કામ કરતાં હતાં.આથી હર્ષ ને પણ રાજસ્થાન જવાનું હતું.એ પ્રીતિ પાસે આવીને બોલ્યો,

 

"પ્રીતિ ,મારે આવતાં આઠવાડિયે રાજસ્થાન જવાનું થશે."

 

"કંપનીનાં કામથી?"

 

"ના, મારી કંપનીમાં એક માર્કેટીંગ એક્ઝીક્યુટીવ છે,મયંક. એનાં લગ્ન છે."

 

પ્રીતિએ તરત જ હા પાડી દીધી.

 

"તારે મમ્મીનાં ઘરે જવું હોય તો જઈ આવજે થોડાંક દિવસ."

 

"ના ના મારે ટ્યુશનવાળાં છોકરાંઓની એક્ઝામ આવી રહી છે.મારે પ્રીપેરેશન લેવાની છે."

 

પ્રીતિ પોતાનાં કામમાં એવી ઈન્વોલ્વ થઈ ગઈ હતી કે હર્ષનાં ઘરમાં ન રહેવાથી પણ હવે તેને ફરક પડતો ન હતો.પ્રીતિમાં આવેલાં બદલાવને જોઈને હર્ષને પણ નવાઈ લાગી રહી હતી.

 

રાત્રે દિપક અને ઘરનાં બધા જ ડિનર કરી રહ્યાં હતાં ત્યારે દિપક પોતે રાજસ્થાન જઈ રહ્યો છે એ વાત જણાવી.નેહા પોતાની મમ્મીને ત્યાં એટલાં દિવસ રોકાવા જશે એ વાત પણ કહી.આ સાંભળીને જ દિપકની મમ્મી બોલ્યાં ,

 

"એ તો આમેય રોજ જાય જ છે ને."

 

દિપકે ઈશારાથી નેહાને ચૂપ રહેવા માટે કહી દીધું.

 

"બેટા જમી લે પછી જરા લાયબ્રેરીમાં આવજે.તારી સાથે થોડીક વાતો કરવી છે." એમ કહી દિપકનાં પપ્પા ડાઈનીંગ ટેબલ પરથી ઉભા થયાં ને લાયબ્રેરી રૂમમાં જતાં રહ્યાં.

 

દિપક પણ જમીને એમની પાછળ પાછળ ગયો.નેહા પણ જમીને ઉપર રૂમમાં જતી રહી.દિપકનાં મમ્મી પણ નોકરોને આદેશ આપી બહાર પેસેજમાં થોડી વાર માટે આંટા મારવાં ચાલ્યાં ગયાં.નોકરો પણ ડાઈનીંગ ટેબલ સાફ કરી જમવા બેસી ગયાં હતાં.

 

લાયબ્રેરીમાં દિપક અને એનાં પિતા વાત કરી રહ્યાં છે.

 

"બેટા,હું કંઈ બોલતો નથી એનો મતલબ એમ નથી કે કંઈ સમજતો નથી.મને બધું દેખાય રહ્યું છે."

 

"શું પપ્પા, હું કંઈ સમજ્યો નહિ."

 

"તારાં અને નેહા વચ્ચે કંઈ અણબનાવ……."

 

"અરે ,ના પપ્પા .એવું કાંઈ જ નથી"

 

"ઠીક છે. ક્યારે જવાનું છે રાજસ્થાન?"

 

" આવતાં અઠવાડિયે.બાકી બધાં ટ્રેનથી જવાનાં છે.હું પ્લેનથી જઈશ."

 

"હં…..,કોઈ બીજું આવવાનું છે તારી સાથે પ્લેનમાં?"

 

"ના.હું એકલો જ….."

 

"તું કેમ નથી જતો બાકી બધાં સાથે ટ્રેનમાં?"

 

"જી?" દિપક ચોંકી ગયો.

 

"જા ,બીજાં બધાં સાથે ટ્રેનમાં.મજા આવશે.દોસ્તારોનાં સંપર્કમાં આવીશ તો જરા સારું લાગશે."

 

"હા, પપ્પા."એમ કહી દિપક લાયબ્રેરીમાંથી બહાર આવે છે.દિપકનાં પપ્પા લાયબ્રેરીમાં જ થોડું વાંચન કરતાં બેઠાં છે.

 

દિપક મયંકને ફોન કરે છે.

 

"હું તમારાં લોકો સાથે ટ્રેનમાં જ આવીશ.પ્લેનમાં નથી આવી રહ્યો."

 

આ સાંભળીને જ મયંક ચોંકી જાય છે.

 

"શું વાત કરે છે? તને ફાવશે?"

 

"હા હા બધું જ ફાવશે." દિપક જરા એક્સાઈટ થઈ બોલે છે.ઘણાં વર્ષો પછી ટ્રેનની મુસાફરી કરવા જઈ રહ્યો હતો.ખૂબ જ નાનો હતો ત્યારે લગભગ કરી હતી.

 

આખરે એ દિવસ આવી ગયો કે જ્યારે મયંકની જાન રાજસ્થાન જવા માટે ઉપડવાની હતી.લગભગ પાંચેક ડબ્બા મયંકનાં સગાં-વ્હાલાં અને મિત્રોથી ભરેલાં હતાં.મયંક પોતે દોસ્તારો સાથે બેઠો હતો.મિત્રો વચ્ચે હસા-મશ્કરી ચાલી રહી હતી.જે લોકો પરણેલાં હતાં એ લોકો મયંકને હસવામાં ને હસવામાં શિખામણ પણ આપી રહ્યાં હતાં.મયંક અને બીજાં કુંવારાં મિત્રો સાંભળીને શીખ લઈ રહ્યાં હતાં.

 

એવામાં મયંકનાં કાકી આવ્યાં.સાથે બીજી સ્ત્રીઓ પણ

હતી.બધાં માટે જમવાની વ્યવસ્થા કરી રહ્યાં હતાં.

 

જમીને થોડીવાર માટે બધાં જ પોતપોતાનાં કામમાં ખોવાઈ ગયાં.અમુક પોતાની વાઇવ્સ સાથે વાત કરી રહ્યાં હતાં.અમુક પોતાનાં પરિવાર સાથે જોડાયાં હતાં.કોઈ રીપોર્ટ્સ રેડી કરી રહ્યાં હતાં તો કોઈ મેઇલ્સ ચેક કરી રહ્યું હતું.બધાં જ લોકો અંગત રીતે રોકાયેલાં હતાં.

 

કામ પતાવી,વાતચીત પતાવી બધાં સૂવાની તૈયારી કરવાં લાગ્યાં હતાં.થોડાં વખતમાં તો મોટે ભાગે બધાં જ લોકો ઘસઘસાટ સૂઈ ગયાં હતાં.બસ બે જ લોકો જાગતાં હતાં.એક દિપક અને બીજો હર્ષ.

 

"ઊંઘ નથી આવતી?" હર્ષે દિપક સામે જરાક સ્માઈલ કરીને પૂછ્યું.

 

"ના.ટ્રેનમાં બેસવાની આદત નથી ને એટલે કદાચ."દિપકે વિનમ્રતાથી જવાબ આપ્યો.

 

"ઓહ,આઈ,સી."

 

"તમને પણ ઊંઘ ન આવવાનું કારણ મારાં જેવું જ તો નથી ને.."

 

"ના ,એવું નથી .હું તો ટ્રેનની મુસાફરીથી ટેવાયેલો છું.મને મોડાં સુધી જાગવાની આદત છે જ."

 

"ઓ.કે."

 

"તમે કારમાં જ મુસાફરી કરતાં લાગો છો."

 

"હા,મોટે ભાગે કાર.નહિ તો ફ્લાઈટમાં."

 

"અચ્છા.અચ્છા."

 

'ખૂબ જ પૈસાદાર લાગે છે.'હર્ષે મનમાં વિચાર્યું.

 

"મારું નામ હર્ષ છે.તમારું?"

 

"દિપક."

 

"શાનું કામકાજ છે?"

 

"મારાં પપ્પાનો ખૂબ મોટો કારોબાર છે.તમે શું કામ કરો છો?"

 

"મયંક જે કંપનીમાં કામ કરે છે એ જ કંપનીમાં માર્કેટિંગ હેડ છું."

 

"આર યૂ મેરિડ ઓર સિંગલ?"

 

"મેરિડ.વિથ ટુ કિડ્સ.એન્ડ યૂ?"

 

"આઈ એમ ઓલ્સો.વિથ વન કિડ."

 

પછી તો કેટલીય વાતચીત બંને જણ વચ્ચે થવા લાગી.ઘણા વિષયો પર ચર્ચા પણ થઈ.થોડા જ વખતમાં બે ય જણ જાણે ગાઢ મિત્ર બની ગયાં હતાં.

 

વાતો કરતાં કરતાં ક્યારે ઊંઘ આવી ગઈ એની બે ય જણાંને ખબર પણ ન પડી.

 

----------------------------------