અદભુત વર્ષ ....
હકીકતમાં આ વર્ષ કદાચિત સૌથી વધુ વાગોવાયું છે ...
આમ તો દરેક વર્ષે બધા જોડે કંઇક સારું તો કંઈક ખરાબ થતું હોય છે ...
પણ આ વર્ષે બહુ બધા જોડે એકસાથે ખરાબ થયું એટલે કદાચિત વધુ વાગોવાયું છે ...
પરંતુ શું આપણે એને વાગોવાને બદલે એને સારી રીતે કેમ ના જોઈ શકીએ ...?
બહુ બધું શીખવ્યું છે એ વર્ષે આપણને અને બહુ બધું આપ્યું પણ છે ..
હા ઘણા નું બહુ બધું છીનવાઈ ગયું છે ...
જેની ભરપાયી તો શકય નથી જ ...
પરંતુ જેની પાસે જેટલું પણ રહી ગયું છે એનો પણ આભાર જ માનવાનો ...
આ વર્ષ ની 2 ખાસિયત કહી શકાય તો એ છે ...
1..lockdown
2.જીવન..
LOCKDOWN
બધા ની ફરિયાદો છે આ સમય માં ..અમુક અંશે સાચી પણ છે પણ પુરે પુરી રીતે નહીં ..
માણસ આ જમાનામાં એટલો practical થઈ ગયો છે કે કદાચિત લાગણીની સમજ ઓછી થઈ ગઈ છે...
બાકી જોવા જોઈએ તો આ એ સમય હતો જેની બધા લાંબા સમય થી રાહ જોતા હતા અથવા વાતો કરતા હતા ...
ઘણા કહેતા હોય છે કે સમય નથી નહીંતર આ કરી લઉ... પેલું કરી લઉ...
જે સમય કોઈ દિવસ નહોંતો રોકાતો એ કદાચિત સાચે જ રોકાઈ ગયો હતો એમ કહી શકાય...
એ સમય મન ભરી ને માણવાનો હતો ...
અત્યારના સમયમાં માણસને બહાર ફરવા જાવું વધુ ગમે મન ભરવા માટે કે ખુશ થવા માટે ...પરંતુ એતો મોજ માણી કેહવાય ...
મન તો ખાલી લાગણીઓથી જ ભરાય...
એ સમય હતો લાગણીને છૂટી મુકવાનો...
ઘરના દરેક વ્યક્તિ સાથે સમય વિતાવાવનો..
એ ઘર (મકાન)જે આપણને સાચવે છે એને સાચવવાનો...
ખુદ ને મળવાનો ..ખુદ ના અસ્તિત્વની શોધ કરવાનો... નાની નાની ઇચ્છા પૂરી કરવાનો જેને આપણે નજરઅંદાજ કરતા હોઈએ છીએ..
બાકી એવા સમય ની કોને ઈચ્છા ના હોય ...આટલી જીંદગી ભાગ્યા અને આગળ ભાગવાનું જ છે ...એ બસ એક અલ્પવિરામ હતો ..આગળ માટે વધુ મજબૂત થવાનો ...થોડો ખુદ ને શોધવાનો અને મળવાનો ...
એ સમય ને ખાલી ખરાબ કહેવો હોગ્ય તો ના જ ગણાય ને !?
જીવન
આ બસ અનુભવ ઉપરથી જ કહી શકાય તેવી વાત છે ...
બધા જ કહેતા હોય છેં કે આજે નહીં તો કાલે મરવાનું જ છે...બસ એ કેહવું સહેલું છે ...પરંતુ જયારે એ સમય સામે દેખાય ત્યારે ??
જ્યારે લોકો એમ કહે કે સવાર ભગવાને આપી છે તો આભાર માનો ...પણ સવાર જોઈ લીધું એ માણસ સાંજ જોઈ શકશે કે નહીં એ પણ નક્કી ના હોય ત્યારે ??
એ વાત શીખવે છે....અને અનુભવ અપાવે છે કે સાચે જીવન નો કોઈ જ ભરોસો નથી તો દરેક પળ ને જીવતા શીખી જાવ...એ રીતે કે કદાચિત સાંજે જ મરી જાઉં તો પણ તમને તો સંતોષ જ હોવો જોઈએ ....
આ વાત બહુ જ સરળ છે અને બધા જાણે છે ...પણ કહેવાય છે કે જ્યાં સૂધી હ્ર્દય પર ના લાગે ત્યાં સુધી ના સમજાય ....
તો કદાચિત આ સમયે એ માણસ ને એ સમજાવી દીધું જે બધા સાંભળતા આવ્યા છીએ...
સાચે જ જીવન બહુ જ ઓછું છે.....
તો બહુ બધી ઈચ્છા ને બદલે રોજ પુરી થાય એવી ઈચ્છા બનાવતા જઈએ ને પુરી પણ કરતા જઈએ...
રોજ મન ભરી લેવાનું ..ખુદથી... લાગણીથી ...થોડું જૂનું વાગોળી પણ લેવાનું...
બહું બધું હતું જે આ વર્ષ માં થઈ શકતું હતું...
ઘણું બધું સારું થયું છે ...એ વિચારતા જઇએ તો એ ભાર થોડો ઘણો હળવો ચોક્કસ થશે...
આવનારું વર્ષ કેવું આવશે એતો કોઈને પણ નથી જ ખબર ...પણ સારું જ આવે ...અને જો નહીં હોય તો સારું કઇ રીતે બનાવી શકાય એ 2020 એ શીખવ્યું છે ...