પ્રેમની એક અધુરી લાગણી Dr.Divya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની એક અધુરી લાગણી

શિવાંગી ...: રુદ્ર મારે તને કંઈક કહેવું છે ....

રુદ્ર : આપણે આગળ કોઈ જ વાત કરવાની જરૂર નથી ....

શિવાંગી....કારણ તો કહે....

રુદ્ર : શું મારા શબ્દો તારી માટે પૂરતા નથી ?

હું કહું છું એ તારી માટે પૂરતું નથી ...

તારે કારણ ની જરૂર છે ?

તારી માટે મારી કિંમત વધુ છે કે મારા શબ્દો ની.. કે પછી કારણ ની ....

શિવાંગી : (મનમાં ) કહેવું તો ઘણું છે ...પણ લાગતું નથી કે તું કાંઈ સાંભળવા કે સમજવા ઈચ્છે છે ...

શિવાંગી એમજ વિચારોમાં ખોવાઈ જાય છે ....

એ દિવસોમાં જ્યારે એ બને સાથે હતા...જોડે હતા...

કેવો પ્રેમ હતો એ બને વચ્ચે જેની કોઈ હદ ના હતી ...

એકબીજાની નજીક રહેવું....
એકબીજાનો એ સ્પર્શ..
એકબીજાને જોઈને આંખો આંખો માં જ એ હસવું ...
એકબીજાની બાહો માં જાણે એ આખું વિશ્વ ભૂલી જતા..
એકબીજામાં ખોવાઈ ને જાણે એકબીજાને જ મેળવવાની ઈચ્છા હોય ..
એકબીજામાં જ જાણે ખુદ નું અસ્તિત્વ શોધતા હોય એ રીતે ગળાડૂબ રહેતા...

તને પામી ને જાણે હું સંપૂર્ણ થઈ ગઈ હોય એવું લાગે છે ..
જાણે હવે કાંઈ જ નથી જોઈતું મને...

મારા જીવન નું આજ તો લક્ષ્ય હતું...
અને એ લક્ષ્ય પૂરું થયું હતું તારા પ્રેમ થી ....

તારી જોડે પ્રેમ કયારે થઈ ગયો એતો મને પણ ખબર નહોતી પડી ...
અને મેં કોઈ દિવસ વિચાર્યું પણ ના હતું કે બંને એક પણ થઈશું...
મારે બસ તારા પ્રેમ ડૂબવું હતું ...
અને સાચે જ ભાન ભુલાવી ચુકી હતી ...

હું ખુદની અંદર જ તારું અસ્તિત્વ શોધવા મથતી..

તારા વિના મારી જિંદગીનો કોઈ જ મતલબ નથી ..

કારણ મારી જિંદગીનો મતલબ જ તું બની ચુક્યો હતો ...

હા... તને દૂર જતો જોવું થોડીવાર
તો પણ હું ભાન ભૂલી જતી ...
પાગલ થઈ જતી..
તું દૂર નતો જતો એ ..
દૂર જતી હતી મારી જિંદગી...
મારુ અસ્તિત્વ..
મારુ જિંદગી જીવવાનું લક્ષ્ય...
મારી જિંદગીનો અર્થ...અને મારું સર્વસ્વ ...

હા...તને પામવાની કે મેળવવાની ઈચ્છા મેં નથી રાખી ...
પરંતુ એનો મતલબ એવો તો નથી ને કે તું મારાથી દૂર થઈ જાય ?!
તારો પ્રેમ મારાથી દૂર થઈ જાય ..?
પ્રેમ માં પામવાનું ના હોય એ સાચું ...
પ્રેમ માં ખોવાનું હોય એકબીજામાં
નહીં કે પ્રેમ ને ખોઈ બેસવાનો હોય ...

તું મારુ જીવન જ છે ...
તને ખબર મને સૌથી વધુ ડર શેનો છે ?!!
પેહલા તો તને ખોવાનો અને પછી
બીજો ડર એ હતો કે કદાચિત હું મરી ગઈ
અને આત્મા તને ભૂલી ગઇ તો ...!

તને ભૂલી જવાનો...
તારા પ્રેમને ભૂલી જવાનો ડર સૌથી મોટો છે....
આત્મા પણ કોઈ દિવસ ના ભૂલી શકે એટલી હદે જઈને તને બસ પ્રેમ કરવો છે...

તારા પ્રેમ મેળવવા ..તને પ્રેમ કરવા હવે એવું લાગે છે કે આ એક જન્મ પણ ઓછો પડે છે...હું તો એવું ઇચ્છુ છું કે સ્વર્ગ કે મોક્ષ કોઈ દિવસ મળે જ નહીં...આપણે જન્મ લેતા જ રહીએ અને એકબીજા ને એમજ પ્રેમ કરતા રહીએ..એ પ્રેમ વધતો વધતો ને વધતો જાય...દરેક હદ વટાવતો જાય.....

કેટલી વાર વિચાર્યું હતું કે પ્રેમ છે કે નહીં ....

ક્યાંક આ જરૂરિયાત તો નથી ને...?!

કે મારો કોઈ વહેમ છે …?!

કે ખાલી કહેવા પૂરતો પ્રેમ છે …?

આ બધુ જ તને પુછવું હતું ....આ બધા જ પ્રશ્નો ના જવાબો તારી પાસે થી જોઈતા હતા ...

શિવાંગી વિચારતી જ રહી અને એ વિચારો માંથી બહાર આવે એ પેલા જ રુદ્ર એને છોડી ને જતો રહ્યો હતો .....