LOVE WITHOUT EXPECTATION...
પ્રેમ ...પ્રેમ ની યાદો....કદાચિત નવી રીતે ....
એક નવી વાત ...
મોટા ભાગે relation એક જ વાત પર ખતમ થતા હોય છે ....
Last line....
તું ભૂલી જજે મને અને બધું અને જિંદગી માં આગળ વધી જજે....
તો પ્રશ્ન એક જ છે કે શું બધું ભૂલવું જરૂરી છે ?
આગળ વધવા માટે .....
મને તો એક જ વાત નહીં સમજાતી કે આપણે શું કરવું એ પણ હવે કોઈ આપણને સમજાવશે ?
શું પ્રેમ કરતા પહેલા કોઈ કહેવા આવ્યું હતું કે મને પ્રેમ કર .....
અને શું કોઈ કહે કે તું મને પ્રેમ કરે તો શું આપણે કરી લેવાના ?
તો જો કોઈ ના કહેવાથી કે પૂછીને પ્રેમ નથી થઈ શકતો ....
કોઈ ની ઈચ્છા વિરુદ્ધ આપણે કોઈ ને પ્રેમ કરવા મજબૂર નથી કરી શકતા ....
તો ભૂલવા માટે કેમ ?
જો પ્રેમ કરવો કે નહીં એ આપણી ખુદ ની choice હોય તો ભૂલવું કે નહીં એ પણ આપણી ખુદ ની જ choice હોવી જોઈએ ને ?
તો પછી કેમ કોઈ સમજાવા આવે કે ભૂલી જવાનું ...
જેમ કોઈ ને પરાણે પ્રેમ કરવા માટે મજબૂર ના કરી શકાય ને એમ પરાણે ભુલાવી પણ શકતા નથી..
મારો પ્રશ્ન એજ કે ભૂલવું જ શુંકામ જોઈએ ?
બધા નો જવાબ ત્યાં એક જ આવે કે દુઃખ ના થાય ...આગળ વધવા માટે....
પણ પ્રશ્ન એજ છે કે દુઃખ શુંકામ થાય છે ?
એ વ્યક્તિ સાથે વિતાવેલી હર એક પળ તમારી યાદ બની જાય છે ..
અને એ વ્યક્તિ તમારી પાસે ના હોય ત્યારે એ યાદ તમને દુઃખ આપે છે ...
પણ જો એ વ્યક્તિ તમારી સાથે હોત તો ....
તો શું એ યાદો ને તમે ભૂલી જાત ?
તો તો બધા માટે એ પુરી life માટે ની sweet memories બની ને રહી જાય છે ...
તો જયારે હવે એ જોડે નથી તો કેમ આવું ?
એનું કદાચ એક જ કારણ હોઈ શકે કે એ બધા સાથે તમારી કઈક expectation હતી ...અને હવે એ વ્યક્તિ તમારી સાથે નથી તો એ પુરી થઈ શકે તેમ નથી ...એટલે દુઃખ થાય છે ...એટલે એ sweet memories નથી રહેતી...
અને જો આવું હોય ને તો કદાચિત એ પ્રેમ માં જ કંઈક ખૂટે છે ...
પ્રેમ તો એમજ કરવો જોઈએ કે ગમે તે પરિસ્થિતિ આવે તો પણ એ વધતો જ જાય...ઘટે કયારેય પણ નહીં....કે ના દુઃખ આપે..સાથે હોઉં કે ના હોઉં પણ પ્રેમ બસ એમજ કરતા રહો ...
Love without expectations
કદાચ એવું જો કોઈ કરી લે તો કદાચ એ વ્યક્તિ જોડે હોય કે ના હોય એની સાથે ની હર એક પળ sweet જ હશે..
કોઈ કારણોસર જો એ વ્યક્તિ તમારી જોડે ના હોય તો એને ભુલાવી ના દો ..
એને હંમેશા માટે તમારા હ્ર્દય ની અંદર sweet memories બનાવીને રાખો ...
અને જેમ એ વ્યક્તિ ના સાથે હોવાથી એ યાદો ને તાઝી કરવાથી જેવો અહેસાસ તમને થાય એવો જ અહેસાસ થશે ..
એ વ્યક્તિ નું અસ્તિત્વ તમારી ખુદ ની અંદર છે ...
એ યાદો તમારી છે એ વ્યક્તિ જોડે જે કોઈ જ છીનવી નહીં શકે ...
અને એજ યાદો જીવન જીવવાનું...જીંદગી માં હસવાનું અને એક અનેરા સ્મિત નું કારણ બની ને રહશે ...
બસ એ માટે પ્રેમ એ પરાકાષ્ઠા એ પોહચવો પડે ...
બધી જ હદ વટાવીને એ પ્રેમ કરવો પડે ...
જ્યાં અસ્તિત્વ એકબીજામાં જ હોય ...
ખૂદ ની અંદર જ એ માણસ નું અસ્તિત્વ હોય...
એ યાદો કોઈ દિવસ દુઃખી નહીં કરે ...
બસ કોઈ જ આશા વિના પ્રેમ કરતા રહો ...
બસ કરતા રહો....