ભાગ 27 શરૂ
.....................................
"અરે પણ ભાઈ આપણે આગળ ચાલવાનું છે એમાં ક્યાં તું બધું ગોતવા જઈશ" જેકે રિક ને કહ્યું.
"અરે પણ મને ભૂખ લાગી છે અને જમ્યા વગર રહી શકતો નથી એ તમને બધાંને ખબર જ છે" રીકે જેક ને કહ્યું.
"હા તો જો અમે લોકો આ આગળ એક ઝાડ છે આ ઝાડ ની નીચે તારી રાહ જોઈ રહ્યા છીએ તું જલ્દી આવજે અને બવ દૂર ના હતો" જેકે રિક ને કહ્યું.
"અરે હા બસ હમણાં આવું અને આ ભાલા ને હું સાથે લઈ જાવ છું જોઈ કોઈ મુસીબત આવી તો હું સંભાળી લઈશ" આટલું જ કહીને રિક ખાવાનું ગોતવા નીકળી પડે છે.
"ચાલો તો હવે રિક ગયો તો આપણે લોકો પણ ત્યાં ઝાડ નીચે બેસીને થોડીક વાર આરામ કરી લઈએ" નેવીલે બધાને કહ્યું. અને બધા લોકો ત્યાં ઝાડ નીચે જઈને બેસી જાય છે અને વાતો કરવા લાગે છે જ્યાં બીજી તરફ રિક ખાવાનું ગોતતો હોય છે પણ તેને વનસ્પતિ જ નથી મળતી એટલે તે આગળ ને આગળ ચાલતો જ જાય છે અને એટલામાં જ રિક ને સામે જ એક મોટો મહેલ દેખાય છે આ મહેલ એકદમ જર્જરીર થઈ ગયેલો હોય છે અને આ મહેલની આજુબાજુ લીલ જામી ગયેલી હોય છે અને હવે રિક આ મહેલ પાડે જાય છે.
"હાઈશ લે આ મહેલમાંથી કદાચ ખાવાનું મળી જાય તો સારું!"રિક મનોમન બોલ્યો. અને તે મહેલ તરફ ચાલવા લાગ્યો. અને ત્યારબાદ એ મહેલની અંદર જતો રહે છે.
"અરે આ મહેલ બહારથી જેટલો બગડેલો અને ડરાવનો છે અંદરથી તો એટલો જ સરસ મહેલ છે. લાવને કોઈને મદદ માટે કહું અરે અહીંયા કોઈ છે, મારે હેલ્પ જોઈએ છે" રીકે જોરથી બૂમ પાડી. અને બીજી તરફ રિક ગયો તેને બે કલાકથી પણ વધારે સમય થઈ ગયો હોય છે.
"રિક ગયો તેને ઘણો બધો સમય થઇ ગયો છે હો" જેકે જવાબ આપ્યો.
"હા યાર કદાચ એ ખોવાઈ તો નહીં ગયો હોય ને?"મિસ્ટર ડેઝી બોલ્યા.
"અરે એ ભલભલાને ખોવી નાખે એમ છે એ આવી જશે જલ્દી" જેકે કહ્યું.
"અરે પણ છતાં આ ટાપુ ઉપર ક્યારે શું થઈ જાય એની આપણને કાંઈ ખબર નથી એટલે મારા મત મુજબ તો આપણે તેને ગોતવા નીકળી જઈએ તો સારું" નેવીલે બધા લોકોને કહ્યું.
"હા તો ચાલો ને કાંઈ નહિ એમ પણ તેને અવવામાં ઘણો બધો સમય થઇ ગયો છે તો આપણે લોકો નીકળીએ તેને ગોતવા અને હા ભળા લોકો પોતપોતાના ભાલા લઈ લેજો" આટલું કહીને જેક અને તેના મિત્રો રીક ને ગોતવા નીકળે છે.
"અરે એ ડાબી સાઈડ ગયો હતો એટલે ચાલો આપણે બધા પણ ડાબી સાઈડ જ જઈએ" જેકે બધાને કહ્યું. હવે બધા લોકો રિક ને ગોતવા નીકળી જાય છે લગભગ અડધી કલાક બાદ તે લોકો પણ પેલા મહેલ પાસે પહોંચે છે.
"અરે આ જોવો આ ટાપુ ઉઓર તો એક મહેલ પણ છે. " જેક બોલ્યો.
"અરે હા મને લાગે છે આ રિક આ મહેલ ની અંદર જ ગયો હોવો જોઈએ ચાલો મારી સાથે એવો બધા" નેવીલ બોલ્યો અને બધા લોકો મહેલ તરફ આગળ વધવા લાગ્યા અને તેઓ પણ મહેલ ની અંદર ગયા.
"અરે આ મહેલ તો અંદરથી ખૂબ જ સુંદર છે કેમ" જેકે કહ્યું.
"અરે હા હવે આ મહેલની સુંદરતાને છોડો અને રિક મેં બૂમ પાડીને બોલાવો એટલે આપણે લોકો નીકળીએ અહીંયાંથી" મિસ્ટર ડેઝી બોલ્યા.
"હા એક મિનિટ રિક... એ રિક... તું અહીંયા છો?" નેવીલે જોરથી બૂમ પાડી. પણ સામેથી કોઈનો અવાજ ના આવ્યો.
"અરે મને લાગે છે આ આપણને સાંભળતો નથી લાગતો આપણે એક કામ કરીએ બધા રૂમ માં જોઈ જોઈએ જો કદાચ એ આપણને મળી જાય તો" નેવીલે જેક, નિકિતા અને મિસ્ટર ડેઝી ને કહ્યું.
"પણ આપણે કેવી રીતે આગળ જઇ શકીશું આગળ તો કોઈએ આ લીંબુ મરચા અને ઢીંગલીઓ ની અંદર ખિલા નાખીને આ જગ્યાને પેક કરેલી છે અને એમ પણ રિક જો આગળ ગયો હોત તો આ બધું તોડી ને જ આગળ ના નીકળ્યો હોત?" જેકે નેવીલ ને પૂછ્યું.
"તારી વાત બરોબર છે પણ હોઈ શકે કે તે આ વસ્તુઓને ઓળંગીને પણ ગયો હોય!" નેવીલ જવાબ આપ્યો.
"અરે ભાઈ એ જે હોય તે આપણે લોકો ચાલો અહીંયાંથી હવે આગળ વધીએ અને હું આ બધી વસ્તુઓને તોડી નાખું છું" જેકે બધાને કહ્યું. અને જેક ત્યાં રહેલા લીંબુ મરચા અને ઢીંગળીઓથી બનેલી આખી જાળીને ભાલા વડે તોડી નાખે છે અને ત્યારબાદ તેઓ આગળ વધે છે.
"અરે આ લાઈટ કેમ અચાનક બંધ થઈ ગઈ" જેક ગભરાઈને બોલ્યો.
"અરે કાંઈ નહિ કદાચ કોઈ ટેક્નિકલ પ્રોબ્લેમ હશે" નેવીલ બોલ્યો.
એટલામાં જ ત્યાં દાદર ઉપરથી એક લોહી લુહાણ સફેદ કપડાંની અંદર એક સ્ત્રી નીચે આવતી હોય છે જે ચર પગે ચાલતી હોય છે અને જેના પગ ઊંઘ હોય છે અને તેની આંખો માત્ર સફેદ કલરની જ હોય છે અને તે હસતી હસતી ભયંકર રિતે દાદર થી જેક લોકો તરફ આવતી હોય છે.
"અરે આ ભયાનક સ્ત્રી કોણ છે અને આટલી વાર માં તે ક્યાં ગાયબ થઈ ગઈ?" જેકે ગભરાઈને બોલ્યો.
એટલામાં જ અચાનક તે સ્ત્રી જેક ની આંખોની સામે આવીને તેનું ગળું પકડી લે છે અને તેનો ચહેરો એડકમ ડરાવનો હોય છે તેની આંખો એકદમ સફેદ હોય છે અને તેનો ચહેરો લોહીલુહાણ હોય છે અને તેના ચહેરા માંથી માંસ લબળતું હોય છે અને આ ચહેરો જોઈને જેક ત્યાં ને ત્યાં બૅહોંશ થઈ જાય છે. અને તે સ્ત્રી પણ ત્યાંથી અચાનક ગાયબ થઇ જાય છે.
"અરે જેક ઉઠ જેક" નેવીલ જેક ને ઉઠાડતાં બોલ્યો.
"અરે યાર પેલી સ્ત્રી નો ચહેરો એકદમ ભયાનક હતો?" જેકે નેવીલ ને કહ્યું.
"હા તેને જોઈને તો હું પણ ડરી ગયેલો હો" નેવીલે જેક ને કહ્યું.
"પણ એ સ્ત્રી હતી કોણ?" જેકે પૂછ્યું.
"અરે મારા તો સગામાં નથી એટલે મને તો ખબર નહિ કે કોણ હતી એ સ્ત્રી" નેવીલ મજાકિયા મૂડમાં બોલ્યો.
અરે યાર તમે લોકો શું મજાક કરો છો આપણે અહીંયા રિક ને ગોતવા આવ્યા છીએ તો ચાલો ને તેને ગોતો ને. " નિકિતા ગુસ્સેથી બોલી.
....................................
મિશન 5 - ભાગ 27 પૂર્ણ
....................................
આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5.
જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ના ભૂલતા.
...................................