પરાગિની -41 (અંતિમ ભાગ) Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરાગિની -41 (અંતિમ ભાગ)

પરાગિની - ૪૧ (અંતિમ ભાગ)


પરાગ, સમર અને માનવ તૈયાર થઈ તેમની રૂમ આગળ જે ગાર્ડન હોય છે ત્યાં બેસીને તેમના પાર્ટનરની રાહ જોતા હોય છે. એટલાંમાં જ જૈનિકા તેમની તરફ આવતા કહે છે, હેન્ડસમ જેન્ટલમેન.. પ્લીઝ બી રેડી ટુ સી યોર બ્યુટીફૂલ એન્જલ્સ...!

સૌથી પહેલા નિશા આવે છે ત્યાં... સમર નિશાને જોતો જ રહી જાય છે. નિશા બ્લેક વનપીસમાં સુંદર લાગતી હોય છે. સમર માનવને કહે છે, યાર.... નિશા તો જો.. શું લાગી રહી છે! પરાગ સમર બાજુ જોઈ હસે છે.

પરાગ- સમર.. વન મોર ગર્લ ગોઈંગ ટુ બી એડ ઈન યોર લીસ્ટ..!

સમર- ઓહ.. માય ડિયર બ્રધર... યુ આર રાઈટ બટ સી માઈટ બી માય લાસ્ટ વન એન્ડ સી વીલ બી માઈન ફોરએવર..!

પરાગ- ઓહો..!!

પાછળ એશા આવે છે. એશા પણ એકદમ અલગ લાગી રહી હોય છે. તેણે બ્લેક ક્રોપટોપ અને નીચે પેરેલલ પેન્ટ પહેર્યો હોય છે. માનવ તો એશાને આંખો ફાડી ફાડીને જોયા જ કરે છે.

સમર માનવની નજીક આવીને કહે છે, માનવ બસ... ક્યાંક તારા આ ડોળા બહાર ના આવી જાય..!

માનવ- એશાને જઈને હું ઘાયલ થઈ ગયો..!

સમર હસવાં લાગે છે. એશા નિશા સાથે આવીને ઊભી રહી જાય છે.

બધા આવી ગયા હવે ફક્ત રિની જ બાકી હોય છે. પરાગની આંખો રિનીને જોવા તરસી રહી હોય છે. પરાગ બેચેન થઈ રહ્યો હોય છે.

પરાગ- રિની હજી ના આવીને?

એશા- પરાગ સર... ધીરજ રાખો.. ફળ મીઠું જ મળવાનું છે.

પરાગ થોડો શરમાય જાય છે.

જૈનિકા- દોસ્તો... આપણી બર્થ ડે ગર્લ આવી રહી છે....

રિનીને આવતાં જોઈ પરાગના દિલની ધડકનો વધવા લાગે છે.

રિની સૌથી સુંદર લાગતી હોય છે. જૈનિકાએ ગીફ્ટમાં જે ગાઉન પહેરવા આપ્યું હોય છે તે પહેર્યું હોય છે. રિની એ પીચ કલરનું ગાઉન પહેર્યું હોય છે, જે શિફોનનું ઓફ શોલ્ડર, નીચે તરફથી સાઈડ પરથી લાંબો કાપો હોય છે. હેર થોડા વેવી રાખ્યાં હોય છે. લાઈટ મેકઅપ, કાનમાં ડાયમંડની ઈયરરીંગ અને મેચીગ બ્લોક હિલ્સ પહેરી હોય છે. પરાગ બસ રિનીને જોયા જ કરતો હોય છે. રિની પરાગની સામે આવીને ઊભી રહી જાય છે. રિની આંખથી પરાગને બધા તરફ ઈશારો કરે છે. પરાગ જોઈ છે કે બધા તેને જોઈ રહ્યા છે.

નિશા- તો આપણે ક્યાં જવાનું છે?

સમર- સરપ્રાઈઝ... સરપ્રાઈઝ...

સમર નિશા અને જૈનિકાને લઈ ડિનરની જગ્યા પર લઈ જાય છે.

માનવ એશાનો હાથ પકડી તેને લઈ જાય છે.

હવે ફક્ત પરાગ અને રિની જ ત્યાં ઊભા હોય છે.

પરાગ- સો... આર યુ રેડી ફોર સરપ્રાઈઝ?

રિની- યસ...

પરાગ તેનો હાથ રિની તરફ ધરતાં કહે છે, ધેન લેટ્સ ગો..!

રિની પરાગનાં હાથ પર તેનો હાથ મૂકી દે છે. પરાગ રિનીનો હાથ પકડી તેને ડિનર માટેની જગ્યા પર લઈ જાય છે.

પરાગે ડિનર માટે અલગથી જગ્યા બૂક કરાવી હોય છે જ્યાં તેમના ગ્રૂપ સિવાય બીજુ કોઈ નથી હોતું. તે જગ્યા બીચથી થોડી નજીક હોય છે. પહેલા રિની કેક કટ કરે છે ત્યારબાદ બધા ડિનર કરી લે છે.

જૈનિકા- ઓકે... ફ્રેન્ડ્સ બધા રિની માટે કંઈને કંઈ કહેશે...! શરૂઆત હું જ કરીશ.. રિની, માય ડોલ... તું બહુ જ સારી અને ભોળી છોકરી છે. હું બહુ લકી છું કે તારા જેવી કલીગ અને ફ્રેન્ડ મને મળી...!

રિની- ઓહ.... થેન્ક યુ સો મચ જૈનિકા...!

નિશા- દુનિયાની સૌથી સારી દોસ્ત... થેન્ક યુ ફોર એવરીથીંગ..!

એશા- યેસ... તું હંમેશા બધી જ પરિસ્થિતિમાં મારી સાથે રહી છે.

નિશા અને એશા- વી લવ યુ સો મચ અવર સોલ સિસ્ટર..!

રિની એશા અને નિશાને ગળે લગાવી લે છે, થેન્ક યુ ટુ મારી સાથે રહેવા માટે..!

માનવ- હું કંઈક બીજુ કહીશ... રિની થેન્ક યુ સો મચ તારા કારણે હું એશાને મળ્યો અને મારી લાઈફ આટલી સરસ બનાવવા માટે... તું ના હોત તો હું કદી એશાને મળ્યો જ ના હોત...! તું બહુ જ સારી અને ચોખ્ખા દિલની છોકરી છે. હું તારા ભાઈ જેવો જ છું જ્યારે પણ મદદ જોઈએ તો અચકાયા વગર કહેજે..!

રિની- બસ... યાર.. તમે મને આજે રડાવશો..!

સમર- નો.. ડોન્ટ ક્રાય..! કેમ કે સાચેમાં જ તું બહુ સારી છે. થેન્ક યુ મારી દોસ્ત બનવા માટે...!

રિનીનાં આંખ માંથી પાણી આવી જાય છે અને કહે છે, થેન્ક યુ.. તમે બધા પણ એટલા જ સારા છો...!

જૈનિકા- પરાગ તું કંઈ નહીં કહે..?

પરાગ- હું કહીશ પણ અહીં નહીં.. તો પણ હું કહીશ કે રિની તું બહુ જ સુંદર અને સાદી છોકરી છે અને મને તારો બધાની મદદ કરવાંનો નેચર બહુ ગમે છે.

જૈનિકા- ઓહો.... બોસ..!

પરાગ- ઓકે.. બીજી કેક મારા તરફથી છે.

વેઈટર કેક લઈને આવે છે. બહુ જ સુંદર કેક હોય છે. રિની કેક કટ કરે છે અને પહેલો પીસ પરાગને ખવડાવે છે.

પરાગ- તારી ફેવરેટ ફ્લેવર છે.

રિની શરમાયને થેન્કસ કહે છે.

રિની વારાફરતી બધાને કેક ખવડાવે છે, ત્યારબાદ પરાગ સિવાય બધા રિનીને ગીફ્ટ આપે છે.

જૈનિકા- પરાગ તારું ગીફ્ટ ક્યાં છે?

પરાગ- એ તો આપીશ જ.. પણ એના માટે મારે રિનીને અહીંથી લઈ જવી પડશે..! બસ અડધો કલાક જોઈએ છે મને...

પરાગ રિનીનો હાથ માંગતા કહે છે, શું તું મારી સાથે આવીશને?

રિની તેનો હાથ પરાગના હાથમાં મૂકી હા કહે છે.

પરાગ રિનીને બીચ તરફ લઈ જાય છે. નજીક પહોંચવાના હોય છે કે પરાગ રિનીને ઊભી રાખે છે અને રિનીના આંખે પટ્ટી બાંધી દે છે.

રિની- પરાગ, એક તો અંધારું છે અને તમે આંખે પટ્ટી બાંધી દીધી.. તમને ખબર છેને મને બીક લાગે છે.

પરાગ- હું છું ને.. હાથ પકડી તો રાખ્યો છે..!

બીચ પર પહોંચતા રિનીને ચાલતા નથી ફાવતું હિલ્સ પહેરી હોવાથી...

રિની- એક મિનિટ પટ્ટી ખોલો હું હિલ્સ કાઢી નાંખું..!

પરાગ- ના... તું બસ આમ જ ઊભી રહેજે હું કાઢી આપુ છું. બસ તું બેલેન્સ જાળવી રાખજે..!

પરાગ નીચે નમીને રિનીની હિલ્સ કાઢે છે અને રિનીના એક હાથમાં હિલ્સ પકડવા આપી દે છે. પરાગ રિનીનો હાથ પકડી તેને એક જગ્યા પર લઈ જાય છે. પરાગ રિનીના આંખ પરની પટ્ટી હટાવી દે છે.

રિની જોઈ છે તો સામે બીચ પર ટેન્ટ જેવું બનાવેલું હોય છે. ટેન્ટ ફક્ત ઉપરથી જ ઢાંકેલો હોય છે. તેને સફેદ પારદર્શક કપડાંથી ડેકોરેટ કર્યો હોય છે. ટેન્ટની ચારે તરફ લાઈટની સિરિઝ લગાવી હોય છે અને રેડરોઝ લગાવ્યા હોય છે. તે ટેન્ટની આજુબાજુ ઘણીબધી મીણબત્તીઓ પ્રગટાવી હોય છે. ટેન્ટમાં બેસવા માટે કાઉચ પણ મૂક્યો હોય છે.

રિની તો રોમેન્ટિક ડેકોરેશન જોઈને જ ખુશ થઈ જાય છે.

રિની- વાઉવ... બહુ જ સુંદર છે..

પરાગ રિનીનો હાથ પકડી તેને ટેન્ટમાં લઈ જાય છે. રિની તેની હિલ્સ સાઈડ પર મૂકી દે છે.

રિની દરિયાને નિહાળતી તેની તરફ ફેસ રાખતાં ઊભી રહે છે.

રિની- રાત્રે પણ આ દરિયો કેટલો સુંદર લાગે છે...!

દરિયામાંથી આવતાં ઠંડા પવનનાં લીધે રિની હાથને અદબ વાળીને ઊભી રહી જાય છે.

પરાગ- રિની તને ઠંડી લાગે છે?

રિની- હા, થોડું સારું પણ લાગે છે.

પરાગ એકદમ રોમેન્ટિક રીતે પાછળથી રિનીને હગ કરી લે છે અને પૂછે છે, હવે કેવું લાગે છે?

રિની(મલકાતા)- બહુ જ સારું લાગે છે...

પરાગ- હમ્મ.. ગીફ્ટ આપતાં પહેલા એક વાત કહેવી હતી...

રિની- હા...

પરાગ- આ જગ્યાએ હું નાનો હતો ત્યારે પહેલી વખત આવ્યો હતો... મારી ફેમીલી સાથે ત્યારે મારી મમ્મી પણ હતી... હું દરિયામાં ન્હાવા ગયો હતો અને અચાનક ડૂબવા લાગ્યો હતો... મારી મમ્મીએ મને બચાવ્યો... હું તો બચી ગયો પણ મમ્મી તણાય ગયા...! ત્યારબાદ હું કદી આ જગ્યાએ નથી આવ્યો...!

રિની- પરાગ...

પરાગ- હું પહેલા તને કહીં દઉં.... પણ હવે હું તને લઈને અહીં આવ્યો છું... મેં મારી લાઈફની અગત્યની વ્યક્તિને અહીં ખોઈ હતી... એના પછી હું મારી લાઈફમાં બીજી અગત્યની વ્યક્તિને લાવવા માંગું છું.. જે તું છે..!

રિની પરાગ તરફ ફરે છે અને સોરી કહે છે.

પરાગ- તું શું કરવા સોરી કહે છે... હું અહીંથી મારી નવી લાઈફ સ્ટાર્ટ કરવાં જઈ રહ્યો છું...

પરાગ દાદી આપેલું નાનું બોક્સ કાઢતા રિનીને કહે છે, સો... મીસ. રાગિની દેસાઈ... વીલ યુ બીકમ માય લાઈફ? વીલ યુ મેરી મી? આ મારી મમ્મીની ચેઈન (નેકલેસ) છે જે મેં સંભાળીને રાખ્યો છે.. હું તને આપવાં માંગું છું..

રિની- પરાગ, તમારા મમ્મીની ચેઈન હું ના લઈ શકું....

પરાગ- પ્લીઝ...

રિની તેના વાળ આગળ લઈ ઊંધી ફરી જાય છે. પરાગ ચેઈન બોક્સમાંથી કાઢી રિનીને પહેરાવે છે.

પરાગ રિનીને પાછળથી પકડીને એકદમ તેની નજીક લઈ લે છે અને રિનની ડોક પર હળવું ચુંબન કરે છે.

પરાગની કિસથી રિનીના શરીરનાં ઝણઝણાટી પ્રસરી જાય છે.

રિની ધીમે રહીને પરાગ તરફ ફરે છે. પરાગ તેના બંને હાથ રિનીના ગાલ પર મૂકે છે અને કહે છે, રિની.. મને માફ કરજે... મારે મારા દિલની વાત બહુ પહેલા કહેવા જેવી હતી પણ મારી લાઈફમાં એક પછી એક ઊતાર ચઢાવના લીધે કહીના શક્યો.. પણ આજે કહુ છું કે તારા વગર હું નહીં રહી શકુ... આઈ લવ યુ રિની... મારી લાઈફમાં આવવા માટે થેન્ક યુ...!

રિની શરમાય જાય છે અને કહે છે, મને ખબર છેકે તમારી લાઈફમાં ઘણા પ્રોબ્લમ્સ રહ્યા છે... એટલે મેં તમને ક્યારેય ફરિયાદ પણ નથી કરી કે તમે મને કેમ કંઈ કહેતા નથી... પણ ટીયાની મેટર પછી તો કંઈ વાંધો નહોતો તો પણ તમે મને કંઈ કહતા નહોતા એટલે નાનું નાટક કરવું પડ્યુ... રિની તેના કાન પકડી પરાગને સોરી કહે છે અને હા, આઈ લવ યુ ટુ પરાગ..!

પરાગ આટલું સાંભળતા જ રિનીને હગ કરી લે છે. રિની પણ તેની બાહોમાં સમાય જાય છે.

રિની- પરાગ....

પરાગ- હા, શું કહેવું છે?

રિની- મારો જવાબ હા છે... આઈ વીલ બી મેરીડ ટુ યુ..!

પરાગ રિનીથી થોડો અળગો થઈ રિનીના ગુલાબી હોઠ પર તેના હોઠ રાખી દે છે. રિની પણ પરાગને રોકતી નથી...! તેઓ હંમેશા માટે એક થઈ જાય છે અને તેઓ પરાગ અને રાગિની માંથી ‘પરાગિની’ બની જાય છે. થોડીવાર બાદ તેઓ આમ જ સામસામે ઊભા રહી એકબીજાને જોતા રહે છે.

પરાગ- હેપ્પી બર્થ ડે માય લવ...!

રિની- થેન્ક યુ...

રિની થોડી ભાવુક થઈ જાય છે.

પરાગ- શું થયું? કેમ રડે છે?

રિની- રડતી નથી... ખુશીનાં આંસુ છે... થેન્ક યુ પરાગ.. આટલી બધી ખુશી આપવાં માટે....!

પરાગ રિનીને ગળે લગાવી દે છે અને કપાળે હળવું ચુંબન કરે છે અને કહે છે, રિની હું તને બધી જ ખુશી આપવાં માંગુ છું.. હું તને ક્યારેય દુ:ખી નહીં કરું.. પ્રોમિસ..!

રિની પરાગ સામે જોઈ મસ્ત મોટી સ્માઈલ આપે છે.

પરાગ- હવે જઈએ...? બધા રાહ જોતા હશે..!

રિની- હા..

બંને એકબીજાનો હાથ પકડી જ્યાં ડિનરની જગ્યા હોય છે ત્યાં જાય છે.

બધી તેમની રાહ જોઈને ઊભા જ હોય છે. અંદર આવતા જ જૈનિકા તરત પરાગને પૂછે છે, જલ્દી જલ્દી કહો શું થયું?

પરાગ- રિનીએ હા કહી...!

સમર- ઓહ... યસ...! ભાઈ... શું વાત છે...! તમે આખરે ક્લીન બોલ્ડ થઈ જ ગયા...!

જૈનિકા- યે..... હું બહુ જ ખુશ છું તમારી માટે...

પરાગ- હા, દુનિયાની સૌથી સુંદર છોકરી હવે મારી પાર્ટનર બનશે...!

રિની- હા, અને આ હેન્ડસમ છોકરો મારી લાઈફ બની ગયો..!

બધા જ ખુશ થઈને તેમને વધાવી લે છે. સમર ત્યાં એક જણને કહી રોમેન્ટિક સોંગ્સ વગાડવાનું કહે છે.

પરાગ અને રિની કપલ ડાન્સ કરે છે.. સાથે એશા અને માનવ પણ કપલ ડાન્સ કરે છે. પરાગ અને રિની એક સેકન્ડ માટે એકબીજાથી અલગ નથી થતાં...! બધા ખૂબ એન્જોય કરે છે.

રિની પરાગને કહે છે, થેન્ક યુ સો મચ મારી બર્થ ડે આટલી સ્પેશિયલ બનાવવા માટે... આ બર્થ ડે મને હંમેશા યાદ રહેશે..! અને હા, મારી લાઈફમાં આવી તેને આટલી સુંદર બનાવવા માટે દિલથી આભાર...!

પરાગ- બસ હવે... આટલું બધુ થેન્કસ ના કહીશ..!

પરાગ રિનીને ગળે લગાવી દે છે અને બંને બસ આમ જ એકબીજાને હગ કરીને ઊભા રહે છે અને એકબીજાનાં માં ખોવાયને પરાગિની બની જાય છે.


***********



મારા પ્રિય વાંચકો, તમારો ખૂબ ખૂબ દિલથી આભાર કે તમે મારી નવલકથા ‘પરાગિની’ ને ખૂબ વધાવી..!

પરાગિનીને આટલા લોકપ્રિય બનાવવા માટે થેન્ક યુ..!

પરાગિનીના સફરનો અંત અહીં નથી થતો..! પરાગિનીનો બીજો ભાગ એટલે કે પરાગિની-૨.૦ જલ્દીથી હું પ્રસ્તુત કરીશ..! બસ તમે આમ જ તમારો પ્રેમ વરસાવતાં રહેજો..!

પરાગિની - ૨.૦ પહેલા હું એક નાની નવલકથા પ્રસ્તુત કરવાની છું જેનું નામ છે ‘ખીલતી કળીઓ’ જે એક પ્રેમકથા છે. મને આશા છે કે આ નવલકછા પણ તમને જરૂર પસંદ આવશે..!

બસ આમ જ તમે વાંચતા રહેજો.. ખુશ રહેજો..!

જય શ્રી કૃષ્ણ 🙏🏻