પ્રગતિ ભાગ - 10 Kamya Goplani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રગતિ ભાગ - 10

રેસ્ટોરન્ટમાં આવતા આવતા હસી હસી ને વાત કરતા બંનેને જોઈને સૌ ખુશ થતા હતા કારણકે ફાઇનલી એમના વિવેકસર આવી પહોંચ્યાં હતા. જે લોકો પ્રગતિને ઓળખતા હતા એ પ્રગતિને પેહલીવખત જોઈને ખુશ હતા. અંદર ટેબલ સુધી પોહચતાં પોહચતાં વિવેક એ બે વાર પ્રગતિની પીઠ થપથપાવી આવા દ્રશ્યો પોતાની આંખ સામે જોઇને જુલી ધુંઆપુઆ થઈ ગઈ અને એને પોતાનો ઈરાદો વધુ મજબૂત કર્યો.......

મોટા લંબચોરસ ટેબલની બંને બાજુ સૌ વ્યવસ્થિત ગોઠવાયા હતા વિવેકના આવતા જ એની ખાલી ખુરશી પણ ભરાય ગઈ. વિવેકની એક તરફ પ્રગતિ બેઠી હતી તો બીજી તરફ જુલી. ચા, કોફી, જુયસ પછી સ્ટાર્ટર, મેઈન કોર્સ અને ડેઝર્ટ નક્કી કરેલા મેન્યુ પ્રમાણે પીરસાતું જતું હતું ને અલકમલકની વાતો કરીને સૌ એને માણી રહ્યા હતા. વિવેકની ડાબી તરફ બેઠેલી જુલી વાંરવાર કોઇ ને કોઈ રીતે વિવેકની નજીક આવાના પ્રયત્ન કરતી હતી જ્યારે વિવેક એની સામે જોઇને કે એને સંબોધીને કોઈ વાત કરે ત્યારે પોતાની જુદી જુદી નખરાળી અદાઓથી એ વિવેકનું પુરુષસહજ મન પીગાળવાની કોશિશમાં હતી. એક સમજુ અને હોશિયાર છોકરી તરીકે પ્રગતિ આ બધું જ સમજતી હતી પણ એ બધાની વચ્ચે જુલી સાથે માથાકૂટમાં પડવા નહતી ઇચ્છતી ઉપરથી એને આયુશીની ચિંતા હતી. બધી જ ભાગદોડમાં આયુશીને ફોન કરવાનું તો રહી જ ગયું હતું.

ડિનર પછી વિવેકની વિદાય લઈને સૌ નીકળતા જતા હતા. નવા નવા લોકોને પોતાની ઓળખાણ કરાવામાં અને એમને જાણવામાં પ્રગતિનો સમય પણ એમ જ પસાર થઈ ગયો. જુલી આ મોકો જરા પણ છોડવા નહતી માંગતી એને ખબર થઈ ગઈ હતી કે વિવેકસર રાતે અહીં જ રોકાવાના છે. સૌ કોઈને વિદાય આપી રહેલા વિવેક પાસે જઈને જુલીએ એક બે મગરમચ્છના આંસુ સાર્યા....

" આર યુ ઓહકે ? " જુલીના મગજમાં ચાલતી ચાલાકીથી અજાણ વિવેક એ જુલીને પૂછ્યું.

" સર....આઈ હેવ મોર્નીગ ફ્લાઇટ. ઑન ટેન ઓ ક્લોક. ઇધર મેં અપની કઝીન કે સાથ રેહને વાલી થી અભી ઉસને મુજે ઘર આને સે મના કર દિયા.....આપ હી બોલે મેં કહાં જાવ ? " બોલતા બોલતા જુલીએ વધુ એક ડૂસકું ભર્યું.

" સો વહાય આર યુ ક્રાઇંગ. જસ્ટ બુક ધ રૂમ સ્ટે એટ એની હોટેલ એન્ડ ઈફ યુ ડોંટ હેવ મની આઈ વિલ પે આઉટ. " વિવેકે કહ્યું.

" બટ...સર " જુલી વધુ કંઈ કહે એ પહેલાં જ પ્રગતિ ત્યાં આવી પહોંચી.

" મિસ જુલી, યુ કેન સ્ટે એટ માય રૂમ ફોર ટુનાઇટ. કમ લેટસ ગો " જુલીને હજુ કઈ વિચારવાનો કે ફરી પ્રયત્ન કરવાનો મોકો મળે એ પેહલા જ પ્રગતિ એનો હાથ પકડીને એને ખેંચીને પોતાની સાથે લઈ ગઈ. જુલી રીતસરની એની પાછળ ઢસડાય.....

" થેન્ક્સ " વિવેકે એ પ્રગતિને મેસેજ કર્યો.

" નો નીડ....હું મેસેજ કરું પછી જ ઉપર આવજો એન્ડ લોક યોર રૂમ પ્રોપરલી. " પ્રગતિએ મેસેજનો જવાબ આપ્યો.

પોતાની બાજી ઉલટી પડી એ વિચારથી જુલી અકળાય હતી બાજુમાં પોતાનો રૂમ વ્યવસ્થિત લોક કરીને ચાવી સાચવીને આરામથી સુતેલી પ્રગતિને જોઈને જુલી એટલી ચીડતી હતી કે જાણે હમણાં જ એને મારી નાખે....એને થયું કાશ એને પ્રગતિની અહીંયા હોવાની પણ ડેટેઇલ્સ લીધી હોત તો આવી રીતે અહીં ફસાવું ન પડ્યું હોત.

સામાન્ય કુર્તિ અને લેગીન્સ પહેરેલી પ્રગતિ સવારના આઠ વાગ્યે વિવેના રૂમના દરવાજાને જોર જોરથી પછાડી રહી હતી. અડધી ઊંઘ માંથી આંખો ખોલવાનો પ્રયત્ન કરતા અને પહેરેલ કપડાંને વ્યવસ્થિત કરતા કરતા વિવેક દરવાજા પાસે પહોંચ્યો.

" કોણ છે સવાર સવારમાં...." મનમાં બબડતા વિવેકે દરવાજો ખોલ્યો. સામે સ્કાયબ્લ્યુ કુર્તિ અને વ્હાઇટ એન્કલ જેવા આટલા ઠંડા રંગ પહેરેલી પ્રગતિનો ગુસ્સાવાળો લાલ ચહેરો જોઈ વિવેક ચોકી ગયો.

" હું ઘરે જાવ છું. તમે આવો છો ? કે કેબ બુક કરાવી દવ ?" વિવેક કઈ સમજે કે પૂછે એ પેહલા જ પ્રગતિએ કહ્યું.

" પણ થયું શું ? " વિવેક એ ગભરાતા સ્વરે પૂછ્યું.

" આઈ વોન્ટ ટૂ ગો હોમ. બસ આ જ થયું છે " પ્રગતિએ કહ્યું. વિવેકએ આટલો સમય પ્રગતિ સાથે કામ કર્યા પછી પણ એનો આવો સ્વભાવ ક્યારેય નહતો જોયો. એટલે અત્યારે આટલા સ્પષ્ટ વાક્યો બોલનારી પ્રગતિને ખરેખર કંઈક થયું હતું. વિવેકને લાગ્યું કે આ પરિસ્થિતિમાં પ્રગતિને એકલી ન મોકલાય એટલે ચુપચાપ એની સાથે પાછો અહમદાવાદ જવા નીકળી ગયો. આ આખીય ઘટનામાં ઘસઘસાટ ઊંઘતી જુલી કોઈને યાદ ન આવી.

રસ્તા પરના સ્પષ્ટ, સીધા હાઇવે પર સડસડાટ ચાલતી પ્રગતિની કારને ડ્રાઈવ કરી રહેલી પ્રગતિ એકધારું સામે જ જોઈ રહી હતી. એની આંખોમાંથી ઓકાતી ક્રોધની અગ્નિ કોઈને પણ વિચલિત કરી દે એવી હતી. વિવેકને ઘણી વાર થયું કે પ્રગતિને આવી હાલતમાં ડ્રાઇવ કરવા દેવું સેફ નથી પણ અત્યારે પ્રગતિને કંઈક કેહવું એટલે સળગતા કોલસામાં હાથ નાખવા બરાબર હતું. એકબાજુ વેહલી સવારે આવેલા ડૉ સ્મિતાના ફોનથી પ્રગતિનું મગજ ફાટફાટ થતું હતું તો બીજીબાજુ વિવેક પ્રગતિને પોતાના મનની વાત ન કહી શક્યો એનું ધાર્યું ન થઈ શક્યું ને વળી પ્રગતિની સ્થિતિ પણ દયા ઉપજાવનારી હતી એ સઘળી બાબતોથી એનું મન પણ વિચલિત હતું.

વિવેકને ઉતારીને ઘરે પહોંચેલી પ્રગતિને જોઈને બહારે ફળિયામાં તાજા તાજા ધુવેલા કપડાં સુકવતી આયુ થોડી ખુશ થઈ. પોતાનો સામાન હોલમાં મૂકીને આયુનો હાથ પકડી સીધી જ પ્રગતિ એના રૂમમાં ગઈ અને રૂમનો દરવાજો બંધ કર્યો.

" મોટી...મોટી આ શું કરે છે ? " હાંફતી આયુએ પ્રગતિને કહ્યું.

" ડૉ સ્મિતાનો ફોન આવ્યો મને....." પોતાના બંને હાથ વાળીને આયુશીની આંખોમાં જોતા પ્રગતિએ કહ્યું. જવાબમાં આયુશી માત્ર નીચું જોઇ ગઈ.

" હું...હું તને...ત..તને કહેવાની જ હતી..." આયુશીના અવાજમાં કંપન હતું.

" ક્યારે ? ક્યારે કહેવાની હતી ? " પ્રગતિના અવાજમાં એક મોટીબેન હોવાનો રુવાબ હતો.

" અ.. બ..બબ....હું " આયુશી ના ગળામાંથી શબ્દો નહતા નીકળતા.....
To be Continued

- Kamya Goplani