અસ્તિત્વ - 14 Aksha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અસ્તિત્વ - 14

આગળના પ્રકરણમાં જોયું બેલેન્સની આપ-લેની પ્રક્રિયા ચાલુ થઈ....,હવે શું ધમાલ કરે છે.....

*હવે આગળ.....
મયંકનો નિત્યક્રમ બની ગયો હતો અવની પાસેથી 5,10 રૂપિયાનું બેલેન્સ લેવાનું પછી msg ફ્રી કરાવીને વાતો કરતા....
અવનીનું બેલેન્સ વારંવાર પૂરું થઈ જતું એટલે એ બેલેન્સ પુરાવવા મમ્મીને કહેતી..., ડિરેક્ટ પપ્પાને કહેવાની હિમ્મત જરાય ના કરે...
મમ્મીને અવની બેલેન્સ નું કહે એટલે મમ્મી પૂછતાં કે આટલું બેલેન્સ ક્યાં વાપરે છે? હજુ તો મહિનો પૂરો થયો નથી ત્યાં 500 રૂપિયાનું રિચાર્જ પૂરું???.... કરે છે શું આખો દિવસ મોબાઈલમાં.? જ્યારે જોવો ત્યારે મોબાઇલમાં ચોંટી જ પડી હોય છે...,
લાય તારો મોબાઈલ જ મને આપી દે એટલે મૂકી દવ કબાટમાં.... વાંચવામાં ધ્યાન આપ એમાં કંઈક વરસે તારું... આ મોબાઈલમાં નહિ....મમ્મી તો બહુ ગુસ્સામાં આવી ગયા...
બિચારી અવની હવે કરે શુ??? આ બાજુ મમ્મીજી પ્રકોપમાન થયા હતા અને એક સાઈડ મયંક સાથે વાત કર્યા વગર ચાલે નહીં... કરે તો કરે શુ???
પણ, કહેવાય છે ને કે પિતાને દીકરીઓ બહુ જ વહાલી હોય.. ના તો પિતા પોતે ગુસ્સો કરે કે કોઈ બીજાને એની પર ગુસ્સો કરવા દે... જ્યારે પણ પીનાબહેન ગુસ્સો કરે ત્યારે હંમેશા શિવરાજભાઈ અવનીનો પક્ષ લેતા અને કહે કે આપણે ક્યાંય જાજા સંતાનો છે ,જે છે આ એક જ આપણી અવની છે એટલે તું એની પર ગુસ્સોના કરીશ હો... એવો મીઠો ઠપકો આપતા.....
શિવરાજભાઈ અવનીને કહ્યું કે લાવ 500 રૂપિયાનું બેલેન્સ પૂરું થઈ જતું હોય તો એક હજારનું કરવી દવ......
શિવરાજભાઈ બેલેન્સ કરાવ્યું કંઈક બારસોને પચાસનું જેથી અવનીને કામ આવે.... અવની પણ મયંકને કહેતી નથી કે પપ્પાએ બેલેન્સ કરાવ્યું છે એમ...

એ દિવસ મયંકનો મેસેજ આવ્યા...અવની પર...

મયંક : અવની બેલેન્સ હોય તો 15 રૂપિયા મોકલને....

અવની : 15 રૂપિયાનું શુ કરવું છે તમારે msg તો 4 રૂપિયામાં ફ્રી થાય છે ને???

મયંક : હા પણ 10 રૂપિયા તો કંપની માંથી ક્રેડિટ લીધી છે , બેલેન્સ મોકલીશ તો 10, 12 રૂપિયા તો એમ જ કપાઈ જશે પછી મેસેજનું શુ કરવાનું??

અવની : ઠીક, પણ માયુ મારા મોબાઈલ જ બેલેન્સ નથી...તમને શું આપું...? હું ખુદ કહેવાની હતી કે તમે મને બેલેન્સ કરવી આપો...

મયંક : સાચું બોલ તો તારા મોબાઇલ માં બેલેન્સ ના હોય એવું નો બને હો...

અવની : સાચું કહું છે હું...

મયંક : સિમ કાર્ડ તો પપ્પાના નામ પર છે ને..??

અવની : હા..

મયંક : સારું લે પછી વાત કરું બેબી...

અવની : હા.. સારું બાય...
થોડીવાર પછી મયંકનો ફોન આવે છે અવની પર....

અવની : બોલો જી એટલી વારમાં બેલેન્સ પુરાવી દીધું..?

મયંક : હા...

અવની : શુ કહો છો બીજું...?

મયંક : કેમ ખોટું બોલી??

અવની : શુ ખોટું બોલી હું?...જરા કહો તો..

મયંક : મેં વોડાફોન કેરમાં કોલ કર્યો હતો...

અવની : તો શું એમા... એ તો ગામના બોયસ બહુ કરે કેરમાં કોલ છોકરીઓ જોડે વાતો કરવા... તમે એમાંથી એક છો...

મયંક : હા લે સારું તે યાદ કરાવ્યું... તારી જોડે વાત કરવામાં બેલેન્સ વપરાય છે મારું.... કેરમાં ફ્રી માં વાત થઈ જાય... સારો આઈડિયા આપ્યો....અવુ તે...

અવની : 🙄😒😏... એ વાત છોડો શુ ખોટું બોલી એ કહો...

મયંક : કેરમાં કોલ કરી તારા બેલેન્સની ડિટેલ માંગી... તો કહ્યું કે 1208 રૂપિયા બેલેન્સ છે... અને તે કહ્યું કે બેલેન્સ નથી મારા મોબાઈલમાં...ખોટી..

અવની : યાર તો શું કરું મમ્મી કેટલું બોલ્યા ખબર છે... એક તમે બેલેન્સ લઈ લો... એક હું નેટ ફ્રી કર્યા વગર ઈન્ટરનેટ ઓન કરું સોન્ગ માટે.. ત્યાં લખ્યું હોય કે ફ્રી માં સોન્ગ ડાઉનલોડ કરો, હું ક્લિક કરું તો બેલેન્સ મારુ બધું કપાઈ જાય....

મયંક : ઓહ માય બચ્ચાં... આમ બહુ હોશિયાર પણ નાદાન તું એટલી નેટ ફ્રી કરાવવું પડે નહીં તો પૈસા કપાય...હવે ધ્યાન રાખજે હો ને...

અવની : સોરી માયુ...

મયંક : અરે વાંધો નહિ... એ બદલે બેલેન્સ આપી દેજે હો..
અવની : હમ્મ જોઇસ...

મયંક : સારું તો હવે, કંઇક વાંચવાનું કરીએ...

અવની : તમે અને વાંચવાનું?? મને તો વિશ્વાસ નહિ આવતો જરાય

મયંક : બસ હવે, ડ્રામા બંધ કરો મેડમ.. અને વાંચવા બેસો...

અવની : જેવી આપની આજ્ઞા....

મયંક : બાય...

અવની : બાય...
જોત જોતામાં પરીક્ષા પણ નજીક આવી ગઈ.... અને શાંતિથી પેપર પૂર્ણ પણ કર્યા... હવે વેકેસન જ વેકેશન... અવની અને મયંકને જોઈતું હતું એ મળી રહ્યું.... એમાં પણ અવનીના મમ્મી પપ્પાને ત્રણ દિવસ માટે બહાર ગામ જવાનું થયું.... જતા જતા મમ્મી કહેતા ગયા કે ત્રણ દિવસ તું ચલાવી લેજે રસોઈ વાળા રસોઈ કરી જશે...
અવની હા કહી ને મોબાઇલ બેઠી..., મેસેજ કર્યો મયંક ને....

અવની : ઓય માયુડી..

મયંક : અરે બોલને બીટ્ટુ

અવની : મમ્મી પપ્પા ગયા બહારગામ કામથી..

મયંક :તો શું એમાં ?

અવની : તો આવો ને ગપ્પા મારીએ

મયંક : તને જોઈને હું શુ ગપ્પા મારુ કે?

અવની: તો સાથે જમીશું ...

મયંક: તને આવડતું નથી અને મારે ટિફિન નહિ ખાવા... હું જમીને જ આવીશ પણ 3 કલાક માટે...થોડી વાર મુવી જોસુ, મસ્તી કરશુ પછી હું જતો રહીશ....

અવની : રસોઈ તો કરી જશે કહી ગયા છે મમ્મી બીજાને...

મયંક : તું બનાવીશ ત્યારે જ જમીશ... અત્યારે રહેવા દે..

અવની : ઓકે તમે આવી જજો બીજું શું...
અવની રાતે જમી અને ફ્રેશ થવા ગઈ...બ્લેક લોન્ગ સ્લીવ નાઈટ સ્યુટ પહેર્યો હતો એન્ડ સિમ્પલ મૅસ્સી બન કર્યું હતું અને આંખોમાં કાજલ...
અવની એ અગાઉથી બધી તૈયારી કરી મૂકી હતી નાસ્તો, એન્ડ કોલ્ડ ડ્રીંકસની જેથી વારંવાર ઉભું નો થવું પડે મુવી જોતા જોતા....
અવની કિચનમાં પાની લેવા ગઈ ફ્રીજમાંથી બોટલ કાઢતી હતી ત્યાંજ કમર માંથી કોઈક એ પકડી પણ અવની ઓળખી ગઈ કે આ મયંકનો જ સ્પર્શ છે...
મયંક અવનીને વળગી જ પડ્યો હતો , અવની હળવેકથી મયંકના હાથ પકડી છોડાવ્યા... અને કહેવા લાગી કે બસ હવે ચાલો મુવી જોવા હું પાણી લઈ લવ...
અવની બોટલ પોતાના હાથમાં લીધી અને ફ્રીજનું ડોર બંધ કર્યું ત્યાં જ , મયંકએ અવનીને ઉંચકીને અવનીના બેડરૂમમાં લઇ આવ્યો.... અને સોફા પર બેસાડી...... મયંક અવનીને પોતાની બાહોમાં લઈ લીધી..... અને કહેવા લાગ્યો કે પ્લીસ પાંચ મિનિટ આમ રહેવા દે મને.... તારી સાથે મને શુકુન મળે છે... એટલે કાંઈ બોલતી નહીં....
અવની પણ મયંકની પીઠ પર પ્રેમથી હાથ ફેરવતી હતી......
## ક્રમશ....