આગળના અંકમાં જોયું કે મયંક અવનીનો હાથ ખેંચીને દીવાલ તરફ લઈ જાય છે....
હવે આગળ.........,
મયંક બંને હાથ વડે અવનીનો ચહેરો પકડી રાખે છે અને પ્રેમથી કહે છે કે શું થયું બોલ ?આમ નારાજ રહીને, કાંઈ બોલતી નથી એ મને નથી ગમતું.. ગુસ્સો આવે તો ગુસ્સો કરી લે પણ આમ ચુપ ના રહીશ તું....તારું આ ચૂપ રહેવું મને નથી ગમતું... હવે, બોલ શુ થયું તને????
અવનીની નીચી નજર રાખીને બોલે છે કે, તમે બીજા માટે લેટર શુ લેવા લખ્યો? તમારી દરેક વસ્તુ પર બસ મારો જ હક છે અને મારો જ હક રહેશે.. શું લેવા ઇન્દ્રને લવ લેટર લખી આપ્યો...જિજ્ઞા માટે.. એ જાતે લખી લે.
અવનીના ચહેરા પર દેખાતા નિર્દોષતાના ભાવ મયંક જોઈ જ રહ્યો હતો... એ પછી મયંક અવનીને પોતાની બાહોમાં લઈને કહે છે કે, મને નોતી ખબર કે તને નહીં ગમે... મને તો ઇન્દ્ર એ કહ્યું કે લેટર લખી આપ મને નથી આવડતું.. માત્ર મેં એની હેલ્પ કરી પણ જો તને ના ગમ્યું હોય તો હું હવે એવું નહીં કરું પ્રોમિસ બસ... તારાથી વધારે મારી માટે કંઈ નથી....,અને હવે તો મમ્મીને પ્રોમિસ કર્યું છે તો એમની પુત્રવધુને ખુશ રાખવાની છે...
મયંકના આ વાક્યો સાંભળી અવનીને થોડી રાહત થાય છે..મયંકની બાહોથી થોડી દૂર થઈને અવની કહે છે કે ચાલો ને હવે રમવા જઈએ તમે બોયસ સાથે જાય રમવા અને હું મારી ફ્રેન્ડસ સાથે જાવ....
બંને પોત પોતાની ક્રિકેટ ટીમમાં રમવા જાય છે અને રમતા રમતા અમૂક વાર એકબીજા ને જોઈ લેતા....
બંનેનું 12th હતું એટલે વાંચવાનું પણ પ્રેશર રહેતું... ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા ત્યાં જ પ્રેમમાં પણ ઉત્તર ચઢાવનો માહોલ તો રહેતો છતાં બંને ખુશ હતા.... ફેબ્રુઆરી મહિનાનો એટલે બધા ડે ચાલુ થઈ જાય....
મયંક અને અવની એ બંને માંથી કોઈને પણ ન હતી ખબર કે આ એમનો છેલ્લો વેલેન્ટાઈન ડે છે.... મયંક તો અવની માટે ગિફ્ટ ,કાર્ડ ,ચોકોલેટ બધું લાવ્યો હતો.... એ દિવસે એણે અવનીની બેગમાં બધી વસ્તુ મૂકી દીધું....
અવની તો પ્રાર્થના હોલમાં ગયેલી પણ એ દિવસે ક્રિષ્ના અને જિજ્ઞા બંને મોડા આવે છે કેમ કે બંને પોત પોતાના લવ માટે ગિફ્ટ લાવી હતી... જિજ્ઞા અને ક્રિષ્ના ઇન્દ્ર અને હાર્દિકની બેન્ચમાં ગિફ્ટ મુકી અને અવનીની બેગમાં ચોકલેટ મુકવા જાય છે... બેગ ખોલતા જ જોયું કે અંદર મયંક એ મુકેલી દરેક વસ્તુ જોવે છે અને એમાં રહેલો એક લેટર પણ કાઢીને વાંચી લે છે....લેટર નીચે નામ પણ લખેલું હતું એટલે બંને સમજી જાય છે...
બંને લેટર પાછું બેગમાં મૂકીને પોતાના કલાસરૂમમાં જતાં રહે છે.... અવની પ્રાર્થના પુરી થઈ એટલે પોતાના કલાસરૂમમાં આવી અને બેગ ખોલ્યું એટલે બધી વસ્તુ એમાં રાખેલી હતી.... બે લેક્ચર પુરા થયા ત્યાં જ દસ મિનિટનો બ્રેક પડ્યો કે મયંક એ આપેલી દરેક વસ્તુ જોઈ લે છે, અને લેટર પણ વાંચી લે છે.., ત્યાંજ જિજ્ઞા અને ક્રિષ્ના અવનીના રૂમમાં આવીને સોંગ ગાવા લાગી કોઈક રોમેંટિક મુવીનું...
અવનીએ પૂછી લીધું કે આજ કેમ ચકલીની જેમ ફૂલેકે ચડી છે?? જરા મને કહો હું પણ આનંદ લવ...એટલે જિજ્ઞા કે તું છત પર ચાલ તને એક વાત કહેવી છે.... પછી ત્રણેય ચકલીઓ છત પર ગઈ....
અવની: હવે બોલી નાખો શું પેટમાં દુઃખે છે....
ક્રિષ્ના : ઓહો, બહુ નાદાન ના બની જવાય....
જિજ્ઞા : હા છુપી રૂસ્તમ....
અવની : યાર, હવે તમે હદ કરો છો, કહોને શુ વાત હતી નહિ તો હું જાવ છું.... (એમ કહી અવની ઉભી થઇ ત્યાં જ) ક્રિષ્ના અને જિજ્ઞા એક સાથે બોલી કે મયંક જીજુ પાસે જાય છે?
મયંકનું નામ સાંભળી અવની ત્યાં જ ઉભી રહી.... અને કહેવા લાગી કે શું યાર બંને બોલો છો..... જિજ્ઞા કહે કે હવે રહેવા દે...આજે લેટર તારી બેગમાં હતો એ વાંચી લીધો.... તમે તો મેરેજ કરવાના છો.... વાહ... અમને કાંઈ ખબર નથી....
બંનેની વાત સાંભળી અવની કહે છે કે હવે તો ખબર પડી ગઈ તો શાંતિ રાખો અને નીચે ચાલો... પણ પેલી બન્ને કહે કે કેમ છુપાવ્યું અમારાથી????
અવની : હવે તમે બંને ડ્રામા બંધ કરો તો સારું હો....
ક્રિષ્ના : અમારું તો આમ પણ ડ્રામા જ લાગશે....
અવની : અરે એવું કંઈ નથી પણ સ્ટડી કરી મેરેજ કરીને બધાને સરપ્રાઈઝ આપવાના હતા...
જિજ્ઞા : તને મયંકના પપ્પાની ખબર છે, તારા મમ્મી પપ્પા ક્યારેય તારા મેરેજ ત્યાં નહિ કરે...
અવની : એ બધું સમય સાથે થઈ જશે, અને મયંક એ પ્રોમિસ આપ્યું છે કે એ એના પપ્પાનો દારૂનો ધંધો બંધ કરવી નાખશે....
ક્રિષ્ના અને જિજ્ઞા : સારું જો તું કહે એવું થાય તો અમે ખુશ છીએ તારી માટે.... ચાલો તો નીચે જઈએ લેક્ચર ચાલુ થઈ જશે.....
ત્રણે સહેલીઓ નીચે પોત પોતાના રૂમમાં જાય છે..... એ વેલેન્ટાઈન ડે ના દીવસે બહુ પ્રેમની આંખ મિચોળી રમ્યા.... 14th ફેબ્રુઆરી પછી એટલે કે 15thના બોર્ડના સ્ટુડન્ટ્સને રીડિંગ વેકેશન પડી ગયું....
હવે મયંક અને અવની પાસે કોઈ બહાનું ન હતું કે એકબીજા ને જોઈ શકે... કેમ કે ત્યારે વોટ્સએપ હતા નહિ, અને ફેસબુક જેવું કંઈ અવનીને આવડતું નહિ.... બાકી ના દિવસો કેવી રીતે નીકળશે એ બાબત પર બંને દરરોજ ચર્ચા કરતા....
હવે બોર્ડની પરીક્ષા ને માત્ર 28 દિવસની વાર હતી,, એટલે બંને એ સહમતીથી નક્કી કર્યું કે પરીક્ષા પુરી થાય એ પછી જ વાત કરશુ....
બંને એકબીજાને પ્રોમિસ રોજ કરતા કે વાત નહિ કરી અને વાંચશું પણ આદત પડેલી એમ થોડી છૂટે બંને બુક લઈને બેસતા માંડ કરીને એક કલાક વાંચે એટલે કંટાળો આવી જાય તો મેસેજ ફોનનો સિલસિલો ચાલુ કરી દેતા...
ત્યારે પાછું નેટવર્ક કંપનીએ બેલેન્સ ટ્રાન્સફર ની નવી ફેસિલિટી લઈ આવ્યા હતા.. એક સમાન સિમ કાર્ડ હોય તો બેલેન્સ એકબીજાને મોકલી શકીએ...
મયંકને મળતી પોકેટ મનીમાંથી એ બેલેન્સ પુરાવતો અને એસએમએસ ફ્રી કરાવતો... અવની અને મયંક આખો દિવસ મેસેજમાં વાતો કરતા.... અવનીને માનવવામાં ક્યારેક મયંકના વધુ મેસેજ વપરાય જતા... એટલે એ અવનીને કહેતો કે મારામાં 5, 10 રૂપિયાનું બેલેન્સ તો મોકલી દે...અવની પણ મોકલી દેતી બેલેન્સ....
( હવે આગળ આ બેલેન્સ શુ ધમાલ મચાવે છે, એ વાંચવાનું ભૂલશો નહીં) ,➡️ ક્રમશ...