આપણે આગળ ના ભાગ માં જોયું કે અવની,અનિરુદ્ધ ,ત્રિશા ,હરિહર અને અરુણરૂપા યાત્રા ની શરૂઆત કરે છે અને પુન્ખરાજ તરફ પ્રયાણ કરે છે,રાત્રી દરમિયાન થકાવટ ના કારણે તેઓ જંગલ માં વિશ્રામ કરવાનું વિચારે છે,મધરાત્રી એ અનિરુદ્ધ ને શામિયાના માં ના જોતા ત્રિશા એને શોધતા નદી ની કોતરો તરફ પહોચી જાય છે,જ્યાં ત્રિશા અનિરુદ્ધ નો લાંબો સંવાદ થાય છે,ત્યારબાદ અનિરુદ્ધ ત્રિશા ને કોતરો ની ઊંડાઈ માં એક રહસ્યમય જગ્યા બતાવે છે,જ્યાં બન્ને ને એકબીજા પ્રત્યે લાગણી નો અનુભવ થાય છે.અંતે રાત્રી ના અંતિમ પ્રહર માં બન્ને પોતાના શામિયાના માં પરત આવે છે ,અહી આ તરફ વિદ્યુત નો એક સૈનિક witch સમીરા ને બંદી બનાવી ને વિદ્યુત પાસે લાવે છે જ્યાં વિદ્યુત સમીરા ને પોતાના પરિવાર ની સલામતી ના બદલા માં ભીષણ ને સ્વસ્થ કરવાની માંગણી કરે છે.સમીરા મંત્ર ની શક્તિ થી ભીષણ ની સારવાર કરે છે અને અંતે ભીષણ જાગૃત થાય છે.
ક્રમશ:
સમીરા ના મંત્રો પૂર્ણ થતા જ ભીષણ સફાળો બેઠો થયો.
વિદ્યુત ને પોતાની આંખો પર વિશ્વાસ નહતો.
ભીષણ પોતાના પલંગ પર થી ઉભો થયો ,એ થોડો અશક્ત હતો પરંતુ એ જીવિત હતો એ જ વિદ્યુત માટે પુરતું હતું.
વિદ્યુત ભીષણ ને ભેટી પડ્યો .
વિદ્યુત : ના જાણે હું કેટલા સમય થી આ ક્ષણ ની પ્રતીક્ષા કરી રહ્યો હતો ભીષણ ,પરંતુ આજે એ ક્ષણ આવી ગયો જયારે તું મારી સમક્ષ એકદમ સ્વસ્થ ઉભો છે.
ભીષણ પુનઃ પલંગ પર બેઠો.
અને વિદ્યુત પણ એની સામે બેઠો.
ભીષણ : કેટલા સમય થી હું આ પરિસ્થિતિ માં છું વિદ્યુત ?
વિદ્યુત : કેટલાય વર્ષ વીતી ગયા , હું તારા બેસુદ શરીર ને આમતેમ છુપાતા સાચવતા ફરી રહ્યો છું.
ભીષણ : તમે મારા માટે જે કઈ પણ કર્યું છે એનો ઉપકાર હું આજીવન નહિ ભૂલી શકું વિદ્યુત.
પરંતુ મને એ સમજણ ના પડી કે આખરે આ બધું બન્યું કઈ રીતે ? બધું જ તો આપણા પક્ષ માં હતું ,આપણે એ યુદ્ધ જીતવા ના આરે હતા અને અચાનક ....
વિદ્યુત : અચાનક ..દુષ્ટ અનિરુદ્ધ એ આવી ને બધું જ તહેસ નહેસ કરી નાખ્યું ..હું એ દુષ્ટ ને અવશ્ય મોત ને ઘાટ ઉતારીશ.
ભીષણ : એ સમય પણ આવશે ,પરંતુ અત્યારે એ જાણવું આવશ્યક છે કે આખરે અનિરુદ્ધ અને વિકર્ણ જીવિત બચ્યા કઈ રીતે ? એ બન્ને તો આપણા સૈનિકો દ્વારા હણાઈ ચુક્યા હતા.
વિદ્યુત : બસ ત્યાં જ તો આપણે માર ખાઈ ગયા ભીષણ ....
ભીષણ : મતલબ ?
વિદ્યુત : બસ આજ પ્રશ્ન મને પણ ઉદ્ભવેલો .... તો મેં એ સૈનિકો જે એ બન્ને ને પકડવા ગયા હતા એમની ટુકડી માંથી એકમાત્ર જીવિત સૈનિક ની સારી રીતે પુછતાછ કરી ત્યારે જાણ થઇ કે એ બન્ને તો એ લોકો ને મળ્યા જ ન હતા બસ આપણા ડર ના કારણે એ લોકો સાચું કહી ના શક્યા.
ભીષણ : એકદમ મુર્ખ છે એ લોકો ...એમની આ સામાન્ય ભૂલ નાં કારણે આપણે નઝરગઢ ગુમાવવું પડ્યું.
વિદ્યુત : એ વાત ની સજા તો હું એને આપી ચુક્યો છું.
ભીષણ :પરંતુ વિચારવા જેવી બાબત છે વિદ્યુત ,જો એ લોકો આપણા સૈનિકો ને ન મળ્યા ,નઝરગઢ માં પણ નહતા તો આખરે એ લોકો હતા કઈ જગ્યાએ ?
વિદ્યુત : એ હતા કઈ જગ્યા એ એતો મને ખ્યાલ નથી પરંતુ કોની સાથે હતા એ હું જાણી ચુક્યો છું.
ભીષણ : કોણ હતું એ ?
વિદ્યુત : અવની અને ત્રિશા નામ ની બે બહેનો એ એ બન્ને નો જીવ બચાવ્યો ,અને અત્યારે પણ એ બન્ને બહેનો અનિરુદ્ધ ની સાથે છે.
અવની અને ત્રિશા નું નામ સાંભળી ને સમીરા ના હાવભાવ બદલાઈ ગયા,અને એ ભીષણ ના નઝરે આવી ગયા.પરંતુ ભીષણ એ સમયે કઈ પણ બોલ્યો નહિ.
ભીષણ : તો કોણ છે આ બહેનો ? એના વિષે કોઈ માહિતી મળી છે ?
વિદ્યુત : કેટલાક લોકો કહે છે કે આ બન્ને બહેનો માંથી એક બહેન અનિરુદ્ધ ની પ્રેમિકા છે,કેટલાક લોકો કહે છે આનવવેલા ની પુત્રી ઓ છે અને vampires છે.
કોઈ ના પાસે આ બન્ને વિષે સંપૂર્ણ માહિતી નથી.
ભીષણ : અને આ મહિલા કોણ છે આપણા કક્ષ માં ?
વિદ્યુત : અરે હા ... હું તો તને પરિચય આપવાનું જ ભૂલી ગયો.
આ સમીરા છે ...જેણે તારી વર્ષો ની નિદ્રા તોડી ને તને પુનઃ જીવિત કર્યો છે.
અને સદભાગ્યે આ એક witch છે .
ભીષણ ચોંકી ગયો ..
ભીષણ : witch ? એ કઈ રીતે શક્ય બને ?
વિદ્યુત : હા હું પણ શરૂઆત માં એમ જ વિચારતો હતો કે એ કઈ રીતે શક્ય બને પણ એને પોતાના મંત્રો થી એ કરી બતાવ્યું જે અમે વર્ષો સુધી ના કરી શક્યા.
ભીષણ : ઓહ .. તો તો હું એમનો સૌથી વધુ આભારી છું.
બોલો સમીરા જી મને જીવિત કરવાના બદલા માં હું તમને ભેટ માં શું આપી શકું ?
સમીરા : બસ મને મારા પરિવાર પાસે જવા દો ..મારે કઈ નથી જોઈતું .
ભીષણ : નહિ સમીરાજી ભેટ તો તમારે સ્વીકારવી જ પડશે.
સૈનિક .... આપણા મહેમાન સમીરાજી ને સુંદર સુંદર સાંકળો થી બંદી બનાવી દો.અને હા એના બન્ને હાથ અલગ બંધાય અને આંખો પર કાળો પાટો હોવો જોઈએ .
અને એમના બન્દી ગૃહ ની સુરક્ષા વધારી દો.
સૈનિક એ તુરંત જ સમીરા ને સાંકળો માં જકડી લીધી.
સમીરા છૂટવા માટે ચીસો પાડી રહી હતી.
સૈનિકો ખેંચી ને સમીરા ને કોટડી તરફ લઇ ગયા.
વિદ્યુત ને ભીષણ નાં આદેશ થી અચરજ થયું .
વિદ્યુત : ભીષણ ... આ મહિલા એ સાચે જ તારા પ્રાણ બચાવ્યા છે ....તો એની સાથે આ ..
ભીષણ : મહારાજ ....અજાણે જ પણ આપણા હાથ માં એક કીમતી ખજાનો આવી ગયો છે.
વિદ્યુત : હું કઈ સમજ્યો નહી.
ભીષણ : મહારાજ .... આ witch જો મને મંત્ર થી સ્વસ્થ કરી શકતી હોય તો ભવિષ્ય માં એ આપણા માટે શું ન કરી શકે ? અને મને સંપૂર્ણ પણે વિશ્વાસ છે કે અનિરુદ્ધ અને વિકર્ણ ને બચાવવા વાળી બન્ને સ્ત્રી પણ witches જ છે અને સાથે સાથે આ સમીરા એ બન્ને ને જાણે પણ છે.
વિદ્યુત : તું એ કઈ રીતે કહી શકે ?
ભીષણ : જયારે તમે એ બન્ને ના નામ બોલ્યા ત્યારે મેં સમીરા ના ચહેરા ના હાવ ભાવ સ્પષ્ટ પણે જોયા હતા ,ત્યાર થી મને અંદાજ આવી ગયો હતો કે સમીરા અવની અને ત્રિશા ને સારી રીતે જાણે છે.
હવે આ witch જ બનશે આપણું સૌથી મોટું હથિયાર ......બસ એને આપના પક્ષે રાખી witches ની દુનિયા ના દરેક રહસ્ય ઉજાગર કરવાના છે .
વિદ્યુત : કેવા રહસ્ય ?
ભીષણ : એ જ કે સદીયો થી જે witches નું અસ્તિત્વ જ નહતું .... તો આખરે આટલા વર્ષો બાદ એ લોકો સામે કેમ આવ્યા અને આટલા વર્ષો સુધી આખરે એ કેવી જગ્યા પર હતા કે કોઈ પણ ના નઝરે નથી આવ્યા .અનિરુદ્ધ પાસે એટલું શક્તિશાળી હથિયાર કઈ રીતે આવ્યું ,અનેક રહસ્યો છે મહારાજ જેના થી આપણે અજાણ છીએ ,હવે સમય આવી ચુક્યો છે એક વાર ફરીથી શક્તિશાળી થવાનો.
વિદ્યુત એ ભીષણ ના ખભા પર હાથ મુક્યો.
વિદ્યુત : બસ મારા જીવન માં એક તારી જ કમી હતી ...... હું તું આવી ગયો છે ..તો મને બીજી કોઈ ફિકર નથી.
હવે આપણને ને નઝરગઢ ને હાસલ કરવાથી કોઈ રોકી નહિ શકે.
અહી આ બાજુ સૂર્ય ના પ્રથમ કિરણ સાથે જ અવની ની આંખ ખુલી ગઈ.
ત્રિશા સિવાય દરેક વ્યક્તિ જાગૃત થઇ ચુક્યા હતા
હરિહર અને અરુણરૂપા વન માં થી મધુર ફળો શોધી લાવ્યા. અનિરુદ્ધ શામિયાના ની બહાર જગ્યા નું અવલોકન કરી રહ્યો હતો
અવની બહાર આવી
અનિરુદ્ધ : ઘણા દિવસો પછી જંગલો માં આ રીતે રાત વિતાવી .....
અવની : હા ...એવું લાગે છે જાણે કેટલાય વર્ષો બાદ આજે નિંદ્રા પૂરી થઇ છે ,એટલે જ તો ત્રિશા ની હજુ પણ આંખ નથી ખુલી.
અનિરુદ્ધ : હા .. મારી મૂળ જગ્યા જ આ છે ,મહેલો ની ચાર દીવાલો વચ્ચે ગભરામણ થાય છે ,અને અહી આઝાદી નો અનુભવ.
અવની : છતાં પણ એ દીવાલો અને થોડાક એકર જગ્યા માટે યુદ્ધ ચાલી રહ્યા છે
અનિરુદ્ધ : કારણ કે નઝરગઢ એ માત્ર કોઈ જગ્યા નથી,એ મારા પિતા નું અભિમાન છે, નઝરગઢ એક વિશ્વાસ છે ,એકતા અને અખંડતા નું પ્રતિક છે.હજારો વર્ષો થી નિવાસ કરતા દરેક vampires માટે લાગણી નું સ્થળ ,દરેક ના પોષણ ની છત છે.કેટલાય લોકો નો આધાર છે નઝરગઢ
વિદ્યુત ને ચાર દીવાલો પ્રાપ્ત કરવામાં કોઈ રુચી નથી ,એને તો ફક્ત એ અભિમાન ખંડિત કરવું છે.ત્યાં વસતા દરેક vampires ને નિરાધાર કરવા છે.
પરંતુ જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી તો એ શક્ય નથી.
અવની એ અનિરુદ્ધ નો હાથ પકડ્યો
અવની : આપણે સૌ સાથે મળી ને હમેશા નઝરગઢ ની રક્ષા કરીશું.
અનિરુદ્ધ : ન જાણે કેમ અવની .... પણ આ હમેશા ...શબ્દ હવે નિરર્થક લાગી રહ્યો છે.
અવની : એવું કેમ કહે છે ?
અનિરુદ્ધ : અત્યારે આપણે એવી પરિસ્થિતિ પર આવી ને ઉભા છીએ જ્યારે આવનારા સમય માં શું થશે એની કોઈ કલ્પના પણ કરી શકે એમ નથી.
અવની : ભવિષ્ય તો એમ પણ ક્યાં કોઈ જોઈ શકે છે અનિરુદ્ધ ..... બસ મને તો વિશ્વાસ છે. જે પણ થઇ રહ્યું છે અને જે પણ થશે એ સુંદર અને હિતકારી હશે.
અનિરુદ્ધ : આશા રાખીએ .
પાછળ થી ત્રિશા આવીને ઉભી રહી ..
એની નઝર અવની નાં હાથ પર પડી જે અનિરુદ્ધ ના હાથમાં હતો.
અવની : અરે ત્રિશા .... તું આખરે જાગૃત થઇ ....
મને થયું કે આજે તને થોડીક વાર વધુ વિશ્રામ કરવા દવ .....લાગે છે તને આ જગ્યા વધુ પસંદ આવી ....બાકી તું હમેશા મારા કરતા પણ પ્રથમ જાગૃત થઇ જાય છે.
ત્રિશા : હા અવની ...એમ સમજી લે કે કઈક વધારે જ નિંદ્રા આવી ગઈ ,અથવા નિદ્રા આવી જ નથી.
અવની : મતલબ ?
ત્રિશા : કહી નહિ ....અવની ,હવે આપણે શીઘ્રતા થી પ્રસ્થાન કરવું જોઈએ.
અનિરુદ્ધ ત્યાં થી નીકળી ગયો ,અનિરુદ્ધ સિવાય દરેક વ્યક્તિ ફળાહાર કરી સામાન સમેટી નીકળ્યા.
એક રાત્રી ના વિશ્રામ ના કારણે હરિહર માં વધુ ઉર્જા હતી જેથી એ વધુ ગતી એ ચાલી રહ્યો હતો.
અનિરુદ્ધ : આપણે આપના ગંતવ્ય સ્થાન થી આશરે કેટલા દુર હઈશું ?
હરિહર : જે રીતે મારું અનુમાન છે ... આપણે ફક્ત એક દિવસ ની દુરી પર છીએ ......આજ નું અંતર કાપી ને ,વિશ્રામ બાદ શરૂઆત કરીશું તો કદાચ આવતી કાલ ની સંધ્યા સુધી પુન્ખરાજ પહોચી જઈશું.
અનિરુદ્ધ : વિશ્રામ ની આવશ્યકતા છે ?
અવની ,અરુણરૂપા અને ત્રિશા ને વિશ્રામ ની આવશ્યકતા હતી ,પરંતુ તેમ છતાં એમને રાત્રી દરમિયાન પણ યાત્રા ચાલુ રાખવાનો આગ્રહ કર્યો.
હરિહર ને એમાં કઈ પણ વાંધો ન હતો.
રાત્રી નો પ્રથમ પ્રહર શરુ થયો.
વન માં ચારે કોર ઘોર અંધકાર છવાઈ ગયો હતો ,વન્ય પશુ ઓનો ઘોષ ચારેય તરફ સંભળાય રહ્યો હતો.
અનિરુદ્ધ એક vampire હતો એટલે એના માટે આ બધું એક દમ સામાન્ય હતું ,પરંતુ અવની અને ત્રિશા રાત્રી વિચરણ ખુબ જ ઓછું કરતા એટલે એમના માટે થોડુક મુશ્કેલ હતું .
એમાં પણ ઘોર અંધકાર માં જ્યાં ફક્ત ચંદ્રમાં ના પ્રકાશ નો સહારો હોય ત્યાં ,આજે ચંદ્રમાં પણ પોતાના અજવાળિયા ના પંચમી કળા માં હતા.જેથી અંધકાર વધુ જાણતો હતો.
અરુણરૂપા : હરિહર ... અંધકાર ખુબ વધુ છે ... આપણે ઉચિત માર્ગ પર જ જઈ રહ્યા છીએ ને ?
હરિહર : ચિંતા ના કરો પ્રિયે ..... આપણો માર્ગ ઉચિત જ છે.
પરંતુ અરુણ રૂપા ની શંકા સત્ય નીકળી ,ઘોર અંધકાર માં હરિહર એ માર્ગ ભટકી ગયા ...અને પુન્ખરાજ પહોચવાની જગ્યા એ વન માં બીજો માર્ગ લઇ લીધો.
ચાલતા ચાલતા ..... રાત્રી નો બીજો પ્રહાર શરુ થઇ ચુક્યો હતો.
એક જગ્યા એ આવી ને હરિહર રોકાઈ ગયો.
અનિરુદ્ધ : શું થયું હરિહર ? તમે આમ રોકાઈ કેમ ગયા ?
હરિહર : અચરજ ની વાત છે .....
અવની : શું અચરજ ની વાત છે ?
હરિહર કઈ પણ બોલ્યા વગર સામે ની ઝાડી તરફ ભાગ્યો......
બધા એની પાછળ ભાગ્યા ...
હરીહરે જેવી ડાળીઓ હટાવી ત્યાં જોયું કે જંગલ માં દુર થોડોક પ્રકાશ દેખાઈ રહ્યો હતો.
અવની : અરે આ તો કોઈ નગર નો આભાસ થાય છે.
મશાલો ના અજવાળા અહી સુધી સ્પષ્ટ દેખાય છે ...
હરિહર : એ જ તો અચરજ ની વાત છે અવની ..
અવની : હું કઈ સમજી નહિ ....
હરિહર : હું પણ ....
અનિરુદ્ધ : આપ શું કહી રહ્યા છો ,સ્પષ્ટ જણાવો .
હરિહર : અહી કોઈ નગર કઈ રીતે હોઈ શકે ?
ત્રિશા : મતલબ અહી કોઈ નગર ન હતું ?
હરિહર : બિલકુલ .... અહી શું આપણા પુન્ખરાજ ના માર્ગ માં એક પણ એટલું મોટું નગર ન હતું.
અરુણરૂપા : બની શકે તમારી યાત્રા દરમિયાન અહી નગર ન હોય પરંતુ ત્યારબાદ વિકસ્યું હતું .
અનિરુદ્ધ : આપ ની પત્ની નું કથન ઉચિત છે ....આપ ને આશરે કેટલો સમય થયો આ યાત્રા કર્યા ને ...
હરિહર : એટલો તો નથી જ થયો કે એક આખું નગર વિકસી જાય ...અને અનિરુદ્ધ ...જેટલી આ નગર ની સીમા છે એ પ્રમાણે અંદાજ લગાવી શકાય કે આ નગર નઝરગઢ થી સામાન્ય જ નાનું હશે.અને એના વિકાસ ને સદીયો વીતી જાય છે.
ત્રિશા : મતલબ કે હરિહર સ્પષ્ટ છે કે ,રાત્રી ના અંધકાર માં આપણે માર્ગ ભટકી ચુક્યા છીએ ...
હરિહર : મને પણ એવું જ દેખાઈ રહ્યું છે.
અરુણરૂપા : મેં અગાઉ જ આપણું ધ્યાન દોર્યું હતું કે આપણે ઉચિત માર્ગ પર છીએ ને ?
હરિહર : અરે પરંતુ પ્રિયે ...આપણે ઉચિત માર્ગ પર હતા.
અરુણરૂપા : તો અહી કેવી રીતે પહોચ્યા ...અને હવે પુન્ખરાજ કઈ રીતે પહોચશું ?
અનિરુદ્ધ : આપ સૌ શાંત રહો .... આમાં ત્રુટી મારી જ છે,મેં જ રાત્રી દરમિયાન યાત્રા કરવા આગ્રહ કર્યો હતો ,અંધકાર માં ભૂલ થવી સ્વાભાવિક છે ,અને રહી પુન્ખરાજ જવાની વાત તો એ પ્રાતઃ કાલ આ નગર માંથી એનો માર્ગ જાણી લઈશું .
ત્રિશા : તારી ભૂલ નથી અનિરુદ્ધ ... તારી સ્થિતિ હું સમજુ છું...
આજ રાત્રી આ નગર માં જ રોકાણ કરવું હિતાવહ રહેશે .
અવની : પરંતુ ત્રિશા.... આ નગર આપણા માટે અજાણ છે ,આપણે નથી જાણતા કે અહી ના લોકો આપણી સાથે કેવો વ્યવહાર કરશે.
ત્રિશા : હા પરંતુ ...એના સિવાય કોઈ વિકલ્પ પણ નથી.
અનિરુદ્ધ : ત્રિશા ઉચિત કહી રહી છે , આપણે આ નગર માં જ રાત વાસ કરવો જોઈએ.
અવની : ઠીક છે જેવી આપ સૌની ઈચ્છા.
બધા જ ધીમે ધીમે ... નગર ની સીમા તરફ પ્રયાણ કરવા લાગ્યા ...
અનિરુદ્ધ : આ નગર સાચે જ વધારે જ આરક્ષિત છે ...
હરિહર : નિશ્ચિત જ અહી કોઈ અત્યંત પ્રભાવશાળી રાજા કે કોઈ અત્યંત મુલ્યવાન વસ્તુ હશે ...જેના માટે આટલી સુરક્ષા નો પ્રબંધ કરેલ છે.
એ નગર માં જવાનો એક મોટો પ્રવેશદ્વાર હતો.
એ લોકો નગર માં પ્રવેશવા જતા હતા ત્યાં જ નગર ના સૈનિકો ને તેઓ ને સૈનિકો એ ચારેય તરફ થી ઘેરી લીધા.
અવની : જોઈ લો ...શરૂઆત થઇ ગઈ.
સૈનિક : કોણ છો આપ સૌ ...અને આ રીતે મધરાત્રી એ અમારા નગર માં પ્રવેશ કરવાનું કારણ શું છે ?
હરિહર : મિત્ર ... અમે પથિક છીએ ... પુન્ખરાજ તરફ યાત્રા કરતા હતા ...ત્યાં માર્ગ ભટકી ગયા અને અહી પહોચી ગયા ...આજે રાત્રી માટે આપના નગર માં વિશ્રામ કરવા ઇચ્છીએ છીએ.
સૈનિક : અમને મુર્ખ સમજો છો ? તમે તો પથિક નથી જણાતા .... નિશ્ચિત અમારા નગર ની જાસુસી નાં અર્થે આવ્યા હોય એવું લાગે છે ?
અવની : ભાઈ .. નગર માં પ્રવેશ ના આપો તો કઈ નહિ પરંતુ પુન્ખરાજ તરફ જવાનો માર્ગ બતાવી દો ... અમે અહી થી જ ચાલ્યા જઈશું.
સૈનિક : બિલકુલ નહિ ...હવે તમને ક્યાય પણ જવાની અનુમતિ નથી.
હરિહર : અરે મિત્ર ...અંદર જવા દેતા નથી ,બહાર નો માર્ગ બતાવતા નથી ...તો આપ જ જણાવો શું ઈચ્છો છો ..
સૈનિક : હમણાં જ ખબર પડી જશે ....સૈનિકો બંદી બનાવી લો ...આ લોકો ને ....
અનિરુદ્ધ એ લોકો પર હુમલો કરવા જઈ રહ્યો હતો ત્યાં જ ત્રિશા એ એને હાથ પકડી ને રોકી લીધો અવની :....અહી અનિરુદ્ધ અત્યારે કોઈ હિંસા ની જરૂર નથી ....આ લોકો નિર્દોષ છે ....
ત્યાં અવની એ અનિરુદ્ધ નો બીજો હાથ પકડ્યો ,
અવની : હા અનિરુદ્ધ ..આ લોકો જે કઈ કહી રહ્યા છે ... એ કરવામાં ભલાઈ છે ....અંતે કઈ નુકસાન જનક લાગે ત્યારે તું તારી શક્તિ નો ઉપયોગ કરી શકે છે
અનિરુદ્ધ શાંત થયો.
સૈનિકો એ બધા ને કેદ કરી લીધા અને એમને ઘેરી ને કેદખાના તરફ લઇ જઈ રહ્યા હતા.
હરિહર એ પાસે ચાલતા સૈનિક ને કહ્યું
હરિહર : મિત્ર .... અમને કેદ કેમ કરી રહ્યા છો ?
સૈનિક : અહી બહાર થી કોઈ પણ વ્યક્તિ ના પ્રવેશ ને અનુમતિ નથી.
હરિહર : પરંતુ આ નગર કયું છે ,અમે કઈ જગ્યા એ બન્દિત છીએ એતોં અમને જાણ હોવી જોઈએ ને ?
સૈનિક : મુર્ખ ...નગર માં છુપાઈને પ્રવેશ કરે છે અને એ પણ નથી જાણતો કે આ કયું નગર છે ?
હરિહર : મુર્ખ છું એટલે તો નથી જાણતો ...હવે તો જણાવો ...
સૈનિક : તમે સૌ બંદી છો ... અનંતદ્રષ્ટિ ના જંગલો નો સૌથી સમૃદ્ધ સારંગ દેશ ના.
મહારાજ કીર્તિમાન જે સારંગ દેશ ના સમ્રાટ છે ....એમના આદેશ થી તમને સૌને કાલે પ્રાતઃ કાલ મૃત્યુદંડ આપવામાં આવશે.
હરિહર : મ...મૃત્ય મૃત્યુદંડ ? પણ કેમ અમે શું કર્યું છે ?
સૈનિક : અન અધિકૃત પ્રવેશ
હરિહર : અરે ...આટલા માટે તો કઈ મૃત્યુદંડ હોય ?
કોણે બનાવ્યું છે આવું દંડ શાસ્ત્ર
સૈનિક : આ સારંગદેશ નું દંડ વિધાન છે .... વર્ષો થી ચાલતો આવ્યો છે એમાં કોઈ ફેરફાર શક્ય નથી.
અનિરુદ્ધ : મિત્ર અમે આપ ના મહારાજ ને મળવા ઇચ્છીએ છીએ ...
સૈનિક : અમારા મહારાજ ... રાહ ચાલતા દરેક વ્યક્તિ ની મુલાકાત કરવા બંધાયેલા નથી.
સૈનિકો એ બધા ને અંધેરી કાલ કોટડી માં કેદ કરી લીધા ...
એક કોટડી માં હરિહર ને રાખ્યો કારણ કે એ ખુબ જ સવાલ કરતો હતો.
એક કોટડી માં અવની અને અરુણરૂપા ને રાખ્યા અને એક માં અનિરુદ્ધ અને ત્રિશા ને કેદ કર્યા.
બધી કોટડી એમ તો એક જ હરોળ માં હતી ,જેમાં બધા એકબીજા નો અવાજ તો સાંભળી શકે પણ જોઈ શકે નહિ .
અવની એ અવાજ નાખ્યો
અવની : ત્રિશા ,અનિરુદ્ધ તમે સલામત છો ને ?
ત્રિશા : હા અવની ,તું નિશ્ચિંત રહે .
બધા વિચારી રહ્યા હતા કે હવે આમાં થી છુટકારો કઈ રીતે મેળવવો.
અનિરુદ્ધ : હું જે કરી રહ્યો હતો એ ઉચિત જ હતું તમે બન્ને બહેનો એ વચ્ચે આવી ને ભૂલ કરી,અન્યથા આપણે ક્યારના આઝાદ થઇ ગયા હોત.
ત્રિશા : હા પરંતુ પરસ્થિતિ સમજ્યા વગર નિર્ણય લેવો એ પણ તો ઉચિત નથી.
અનિરુદ્ધ : હવે આખરે એ જ કરવું પડશે ...પહેલા સાત સૈનિકો ના બલિદાન થી આપણી છૂટી શકતા હતા હવે ના જાણે કેટલાય લોકો ના જીવ જશે.
ત્રિશા : એવું કઈ જ નહિ થાય અનિરુદ્ધ ..વિશ્વાસ રાખ.
અનિરુદ્ધ : પરંતુ ...
ત્રિશા એ અનિરુદ્ધ આંગળી પકડી અને એને પાસે બેસાડ્યો.
ત્રિશા : અનિરુદ્ધ ...તું નઝરગઢ નો રાજા છે,તારા રાજ્ય થી દુર એક સારંગ નામ નો દેશ છે ...શું આજ થી પહેલા તું જાણતો હતો ?
અનિરુદ્ધ એ નાં માં માથું હલાવ્યું .
ત્રિશા : સારંગ દેશ જે નઝરગઢ જેટલો જ સમૃદ્ધ છે ,શક્તિશાળી છે અને રહસ્ય થી ભરેલો છે ,તારા માટે જાણવું અતિ આવશ્યક છે ... તને એ જાણવા ની જરા પણ ઉત્સુકતા ના થઇ કે આખરે એવું તો કયું કારણ છે કે સારંગ માં બહાર થી આવવા વાળા લોકો ને આ દેશ આટલી નફરત કરે છે ,કા તો આ દેશ પાસે કોઈ અત્યંત કીમતી ચીઝ છે નહિ તો આ દેશ પોતાની સુરક્ષા થી ચિંતિત છે .
અનિરુદ્ધ : મને નથી લાગતું કે સુરક્ષા આ દેશ માટે કોઈ પ્રશ્ન હોઈ શકે .
ત્રિશા : એનો મતલબ શું થયો સમજ્યો ....
અનિરુદ્ધ: મતલબ કે અહી કોઈ એવી વસ્તુ છે જે અત્યંત મુલ્યવાન છે .
ત્રિશા : આપણ ને એમની મુલ્યવાન વસ્તુ માં કોઈ રૂચી નથી ..બસ આપણું એ જાણવું જરૂરી છે કે એ છે શું ,અને સાથે સાથે સારંગ દેશ ના સમ્રાટ સાથે તારી એટલે કે નઝરગઢ ની સંધી થવી પણ જરૂરી છે ,જેથી આવનારા ભવિષ્ય માં ...કોઈ સંકટ સમયે બન્ને દેશ એકબીજા ની મદદ કરી શકે.
અનિરુદ્ધ વિચાર માં પડી ગયો અને ત્રિશા ની સામે જોઈ રહ્યો.
ત્રિશા : શું થયું ? આમ કેમ તાકી ને જોઈ રહ્યો છે.
અનિરુદ્ધ : તે આટલા ટૂંક સમય માં એટલું બધું વિચારી લીધું.તારા માં એક કુશળ શાસક ના પણ ગુણ છે, હજુ કેટલી કલાઓ છે તારા માં ?
ત્રિશા : કોઈ કલા નથી ,બસ મારો વિચારવાની પ્રક્રિયા તારા કરતા અલગ છે.
અનિરુદ્ધ : માની લીધું.તો હવે આગળ શું કરવું જોઈએ.
ત્રિશા : જે પણ કરીશ ...હું કરીશ .
ત્રિશા ઉભી થઇ અને કોટડી ના દરવાજા તરફ ગઈ.
ત્યાં ઉભેલા પહેરેદાર ને અવાજ લગાવ્યો.
સૈનિક ત્યાં આવ્યો.
સૈનિક : બોલો શું કામ છે ?
ત્રિશા : આપે મારું એક અગત્ય નું કામ કરવાનું છે ....
સૈનિક : હું શું લેવા આપ નું કોઈ કામ કરું ? તમે કેદી છો .
ત્રિશા એ પોતાની મુઠ્ઠી બાંધી અને મન માં મંત્ર ઉચ્ચારણ કર્યું અને ત્રિશા એ સૈનિક ની આંખો માં જોયું સતત પાંચ ક્ષણ જોયા પછી ...
ત્રિશા : આપે મારું એક અગત્ય નું કામ કરવાનું છે ...
સૈનિક : હું તમારું દરેક કામ કરીશ.
એ જોઈ ને અનિરુદ્ધ પોતાની જગ્યા પર થી ઉભો થઇ ગયો.
સૈનિક સંપૂર્ણ રીતે ત્રિશા ના સંમોહન મંત્ર માં હતો.
ત્રિશા : મહારાજ કીર્તિમાન ને જઈ સંદેશ આપો.
કે નઝરગઢ ના સમ્રાટ આનવવેલા ના પુત્ર મહારાજ અનિરુદ્ધ પરિવાર સહીત સ્વયં એમની મુલાકાત એ આવેલ છે ..પરંતુ સારંગ દેશ ના મુર્ખ સૈનિકો એ એમને ગુપ્તચર સમજી બંદી બનાવેલ છે, મહારાજ અનિરુદ્ધ નો ઉદ્દેશ્ય સારંગ ને હાની પહોચાડવા નો નથી ,ફક્ત એક મૈત્રી સંધી નો છે.જેથી મહારાજ કીર્તિમાન ને વિનંતી છે કે સ્વયં આવી મહારાજ અનિરુદ્ધ અને એમના પરિવાર ને મુક્ત કરે અન્યથા ,સૂર્ય ની પ્રથમ કિરણ સાથે સારંગ દેશ નઝરગઢ ની વિશાલ સેના નો સામનો કરવા સજ્જ રહે.
સૈનિક : જેવી તમારી આજ્ઞા ....
સૈનિક તુરંત જ મહારાજ ના કક્ષ તરફ રવાના થયો.
ત્રિશા એ અનિરુદ્ધ તરફ જોયું ..
એને જોઈ ને એ હસી પડ્યો.
ત્રિશા : કેમ તને નથી ખબર ? મહારાજ ને બંદી બનાવવા એ દેશ નું અપમાન છે.
અનિરુદ્ધ : ત્રિશા હું મહારાજ નથી ..મારા પિતા છે.
ત્રિશા : અનિરુદ્ધ હું તને સમજાવી ચુકી છું કે તારા પિતા ની અનુપસ્થિતિ માં તું જ નઝરગઢ નો સર્વ છે.
બીજી કોટડી માં થી અવની એ અવાજ નાખ્યો ...
અવની : ત્રિશા તને લાગે છે કે આ ઉપાય કામ કરશે ....
ત્રિશા : જ્યાં સુધી મારું અનુમાન છે ...મહારાજ કીર્તિમાન અવશ્ય આવશે.
થોડાક જ ક્ષણો માં મહારાજ સૈનિકો સાથે ભાગી ને ત્યાં આવ્યા.
મહારાજ કીર્તિમાન એ આવી ને અનિરુદ્ધ તરફ જોયું.
કીર્તિમાન : મુર્ખ સૈનિક તુરંત આઝાદ કર બધા ને ...
મહારાજ અનિરુદ્ધ ક્ષમા.
અનિરુદ્ધ બહાર આવ્યો.
કીર્તિમાન અનિરુદ્ધ ને ભેટી પડ્યો.
અનિરુદ્ધ એ પણ એમનો આદર સ્વીકાર્યો.
કીર્તિમાન : મારા સૈનિકો ના વ્યવહાર બદલ હું આપ ની સમક્ષ ક્ષમા માંગુ છું.
અનિરુદ્ધ : નહિ મહારાજ ..એમની ભૂલ થવી સ્વાભાવિક છે.
કીર્તિમાન બધા ને એમના મહેલ માં લઇ ગયા
બધા એ આસન ગ્રહણ કર્યું.
અનિરુદ્ધ : તમે બીજા રાજા ઓનું સમ્માન કરો છો એ જાણી ને આનંદ થયો.
કીર્તિમાન : બીજા કોઈ રાજા હોત તો કદાચ મારે આવવાની આવશ્યકતા ના હતી,પરંતુ આપ સમ્રાટ આનવવેલા ના પુત્ર છો ...તમારા અપમાન નું સ્વપ્ન માં પણ વિચારી ન શકું.
અનિરુદ્ધ : પ્રતીત થાય છે ..કે આપ મારા પિતાજી ને જાણો છો.
કીર્તિમાન : જાણું છું ? આનવવેલા અમારા ખુબ જ સારા મિત્ર છે ...સદીયો થી નઝરગઢ અને સારંગ ની મિત્રતા ચાલી આવી છે , તમારા પિતા ઘણી વાર સારંગ આવતા અને લાંબા સમય સુધી અમે બન્ને મિત્રો અહી કિલ્લોલ કરતા ,એમને અહી ની આબોહવા ખુબ જ પસંદ છે.એ આવે ત્યાં થી ફક્ત તમારી જ વાતો હોય કે મારો અનિરુદ્ધ હવે આ શીખ્યો છે ,એ આમાં કુશળ છે.
પરંતુ એમની સાથે જે પણ દુર્ઘટના બની એ અમારા માટે પણ ખુબ જ દુ:ખદ છે.
તમે જાણો છો આનવવેલા સારંગ ની ઢાળ સમાન હતા,જયારે પણ સારંગ દેશ સંકટ માં હોય એ અવશ્ય આવતા.
પરંતુ દુષ્ટ વિદ્યુત અને એનો કપટી સાથી ભીષણ એ આસ્તીન ના સાપ હતા ...મેં આનવ ને આ બાબતે પેહલા પણ ચેતવ્યા હતા.
અનિરુદ્ધ : હા આપણું કથન ઉચિત છે.
કીર્તિમાન : પરંતુ આપ અહી સારંગ માં અચાનક ? કોઈ સમસ્યા હોય તો જણાવો?હું દરેક મદદ માટે ઉપસ્થિત છું.
અનિરુદ્ધ એ યાત્રા ની સંપૂર્ણ વાત કરી.
કીર્તિમાન : મતલબ કે હજુ પણ મારો મિત્ર જીવિત છે ...તો તો હું કઈ પણ કરીશ.
અનિરુદ્ધ : નહિ મહારાજ ....આપ ફક્ત અમને પુન્ખરાજ જવાનો માર્ગ બતાવો.
કીર્તિમાન : અવશ્ય ,મારો એક સૈનિક આવી ને પુન્ખરાજ સુધી આપણું માર્ગ દર્શન કરશે.
અનિરુદ્ધ : આપનો ખુબ ખુબ ધન્યવાદ.
મહારાજ આપ ને પ્રશ્ન પૂછી શકું ? આપ ના દેશ માં બહાર થી આવનારા લોકો માટે મૃત્યુદંડ ? એનું કારણ ?
કીર્તિમાન : મને એમ કે તમે રહસ્ય જાણો છો ? મતલબ આનવ એ તમને કઈ નથી જણાવ્યું .ઠીક છે
હકીકત માં સારંગ દેશ એ નઝરગઢ ની જેમ ખુબ જ પ્રાચીન દેશ છે,જેની પાસે એક અમુલ્ય વસ્તુ છે.
અનિરુદ્ધ : કોઈ રત્ન છે ?
કીર્તિમાન : નહિ .... સારંગ દેશ માં એક દિવ્ય અશ્વ છે.જે અશ્વત્થ વૃક્ષ નો સ્વામી છે.
કીર્તિમાન એ સમગ્ર વૃત્તાંત બધા ને જણાવ્યો.
અનિરુદ્ધ : ખુબ જ અચરજ ની વાત છે .... અને તમારી સુરક્ષા નીતિ પણ ઉચિત છે ...
જો werewolf થી આ દેશ ને ખતરો છે.તો પછી વિદ્યુત થી પણ એટલો જ ખતરો છે.
કીર્તિમાન : હા જ્યાં સુધી આનવ નો સહકાર હતો ત્યાં સુધી સારંગ સુરક્ષિત હતું.પરંતુ હવે વિદ્યુત નાં કારણે અમે સુરક્ષા બમણી કરી દીધી છે.
અનિરુદ્ધ : મારા પિતા ની અનઉપસ્થિતિ માં હું સારંગ દેશ ની સુરક્ષા કરીશ મહારાજ એ તમને વચન આપું છું.
એમ પણ મને એ દુષ્ટ ની તલાશ છે ....અમારા બન્ને ની મુલાકાત એનો અંતિમ દિવસ લાવશે.
અવની : મને વિશ્વાસ છે કે વિદ્યુત સારંગ પર આક્રમણ કરવાનો પ્રયત્ન અવશ્ય કરશે.કારણ કે અત્યારે એને સંપતિ અને શક્તિ ની વધુ આવશ્યકતા છે ,અને જો એ દિવ્ય અશ્વ સુધી પહોચી જાય તો એ પુનઃ શક્તિશાળી થઇ શકે છે.
ત્રિશા : હા પરંતુ ....સારંગ નઝરગઢ થી ઘણું દુર છે ..અગર કદાચ વિદ્યુત અહી આક્રમણ કરે તો તત્કાલ અનિરુદ્ધ સુધી સંદેશ પહોચાડવો મુશ્કેલ છે.
અનિરુદ્ધ : ત્રિશા સત્ય કહી રહી છે મહારાજ.આપ પિતાજી સુધી સંદેશ કઈ રીતે પહોચાડતા હતા.
કીર્તિમાન : અમારી પાસે એક ગરુડ છે , જે વાયુ વેગે નઝરગઢ પહોચે છે.
અનિરુદ્ધ : ઠીક છે.
અવનીએ પોતાના થેલા માંથી એક કાચ ની શીશી કાઢી.
એ શીશી માં તેલ જેવું દ્રવ્ય ભરેલું હતું.એને એ શીશી કીર્તિમાન ને આપી.
અવની : મહારાજ આમાં એક જાદુઈ છોડ ના પરાગરજ નું તેલ છે... આની પાંચ બુંદ એક મોટા તેલ ના પાત્ર માં નાખી એના થી તમે અસંખ્ય મશાલો પ્રગટાવી તમારી સીમા પર રાખજો.
આ દ્રવ્ય ની જ્વાળા એક પ્રહર સુધી તમારા દેશ ની સુરક્ષા કરશે.અને એક પણ wolf અંદર પ્રવેશ નહિ કરી શકે.
કીર્તિમાન એ દ્રવ્ય સહર્ષ સ્વીકાર્યું.
કીર્તિમાન : આપ સૌ સારંગ દેશ માટે દેવ દૂત બની આવ્યા છો.
અનિરુદ્ધ : અમે તો બસ મારા પિતા નું અપૂર્ણ કામ પૂર્ણ કરી રહ્યા છીએ.
સૂર્ય ના પ્રથમ કિરણ સાથે અનિરુદ્ધ ,ત્રિશા ,અવની ,હરિહર ,અરુણરૂપા અને સારંગ ના બે સૈનિકો ચાલી નીકળ્યા પુન્ખરાજ તરફ.
ક્રમશ:............
નમસ્કાર વાચક મિત્રો.
આપ સારંગ દેશ થી તો પરિચિત જ હશો,જેનું વર્ણન અગાઉ પૃથ્વી નવલકથા માં કરેલ છે.આશા છે કહાની માં આવી રહેલા વળાંક આપ ને વધુ રસપ્રદ લાગશે,આપ સૌ ના પ્રતિભાવ હમેશ ની જેમ ખુબ જ આકર્ષક અને પ્રેરણા દાયક છે, આપ ની સાથે live video chat કેટલાક અનિવાર્ય કારણોસર નથી થઇ શકી જેના માટે દિલગીર છું ,ટૂંક સમય માં જ આપ ની સાથે જોડાવાનો પ્રયત્ન કરીશ.
આભાર.