The screts of નઝરગઢ ભાગ 11 DrKaushal Nayak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

The screts of નઝરગઢ ભાગ 11

આપણે આગળ ના ભાગ માં જોયું કે અનિરુદ્ધ અને એના સાથીઓ પુન્ખરાજ તરફ ની યાત્રા દરમિયાન રાત્રી સમયે માર્ગ ભટકી જાય છે અને ભૂલ થી સારંગ દેશ પહોચી જાય છે,જ્યાં ત્યાં ના સૈનિકો એમને બંધક બનાવી લે છે અને મૃત્યુદંડ આપવાની વાત કરે છે ,જ્યાં ત્રિશા ની સમજદારીથી સારંગદેશ ના રાજા કીર્તિમાન સાથે અનિરુદ્ધ ની મુલાકાત થાય છે જે મહારાજ આનવવેલા ના મિત્ર હોય છે ,અનિરુદ્ધ કીર્તિમાન પાસે પુન્ખરાજ સુધી પહોચવાની સહાયતા માંગે છે ,કીર્તિમાન અનિરુદ્ધ સાથે એના બે સૈનિક મોકલે છે ,બદલા માં અવની કીર્તિમાન ને એક જાદુઈ તેલ ની શીશી આપે છે જે werewolves ની સેના ને રોકવા માટે સક્ષમ છે ,અનિરુદ્ધ પુન્ખરાજ તરફ પોતાની યાત્રા ચાલુ રાખે છે.

ક્રમશ: ...

અનિરુદ્ધ ,અવની ,ત્રિશા ,હરિહર અને અરુણરૂપા ,કીર્તિમાન ના સૈનિકો સાથે પુન્ખરાજ તરફ પ્રયાણ કરે છે.

અહી આ તરફ ...

ભીષણ અને વિદ્યુત કેદખાના તરફ જાય છે જ્યાં તેઓ એ સમીરા ને બંધક બનાવી છે.

સમીરા ને એક મજબુત દીવાલો થી બનેલી એક કોટડી માં કેદ કરી હતી ,એના હાથ ભારે સાંકળો થી બાંધેલા હતા.

ભીષણ અને વિદ્યુત કોટડી માં પ્રવેશ્યા.

એમને જોતા જ ..સમીરા ભડકી

સમીરા : દુનિયા માં ઘણા દગાખોર અને કપટી જોયા છે,પરંતુ તમે એમાં સૌથી મોખરે છો.

વિદ્યુત હસવા લાગ્યો ..

વિદ્યુત : શું કરી શકીએ સમીરા ... ? એ વસ્તુ અમારા પક્ષ માં નથી.

ભીષણ એ ખાનગી માં વિદ્યુત ને કઈક ઈશારો કર્યો.

ભીષણ : તમે મહારાજ વિદ્યુત ની વાતો નો ખોટો મતલબ નાં લેશો ... અમારો તમને કષ્ટ આપવાનો કોઈ પણ ઈરાદો નથી.

સમીરા : કષ્ટ ..? આવા શબ્દો બોલી હવે ઢોંગ કરવાની કોઈ જરૂર નથી સેનાપતિ ભીષણ ,સૌથી મોટા અપકારી તો તમે જ છો ,જે વ્યક્તિ તમારો જીવ બચાવે છે એને જ તમે કેદ કરાવો છો ?

ભીષણ : હું આપની મનોદશા યથાર્થ સમજુ છું ...બસ ફક્ત એક વાર અમારી વાત સાંભળી લો ....

સમીરા : હું તમારી કોઈ વાત સંભાળવા નથી માંગતી ... તમે બેજીજક મને મૃત્યુદંડ આપી શકો છો ..હું સહર્ષ એને સ્વીકારી લઈશ.

ભીષણ : પરંતુ અમારો ઈરાદો તો તમને ઉપસેનાપતિ બનાવવાનો છે.

સમીરા વિચાર માં પડી ગઈ

સમીરા : હવે આ શું નવી યોજના છે ?

વિદ્યુત : સેનાપતિ ભીષણ સત્ય કહી રહ્યા છે ,અમે જાણીએ છીએ કે તમે નઝરગઢ ના વર્તમાન રાજા અનિરુદ્ધ ના સહાયક અવની અને ત્રિશા નામ ની બન્ને સ્ત્રી ઓને જાણો છો .

સમીરા : અ..આપ કોની વાત કરો છો ? મને આ વિષય માં કોઈ માહિતી નથી.

ભીષણ : તમારે બિલકુલ પણ ઘભરાવાની જરૂર નથી.અમે જાણીએ છીએ કે અવની અને ત્રિશા બન્ને witches છે.જેથી એમની સાથે તમારી ઓળખાણ હોવી સ્વાભાવિક છે.

સમીરા : મેં તમને સ્પષ્ટ કહ્યું કે હું એ લોકો ને ઓળખતી નથી,કૃપા કરી તમે બન્ને અહી થી ચાલ્યા જાઓ.

વિદ્યુત અકળાયો.

વિદ્યુત : તમે અમારા બંધક છો .... અમારી દરેક આજ્ઞા નું પાલન કરવું જ તમારા માટે હિતકારક છે.

સમીરા : હું તમારી બંધક છું ,ગુલામ નથી ,અને તમે વધુ માં વધુ મૃત્યુ જ આપી શકશો.

ભીષણ એ વિદ્યુત ને શાંત રહેવા માટે ઈશારો કર્યો.

ભીષણ : સમીરા જી ચાલો ,તમે કહ્યું કે તમે એ બન્ને ને નથી ઓળખતા ...ઠીક છે ,અમે તમારી વાત માની લઈએ છે ,પરંતુ અમે એ બન્ને ને ઓળખીએ છે , એ બન્ને બહેનો ખુબ જ શક્તિશાળી witches છે.

અને હવે એ અમારા દુશ્મનો ના પક્ષ માં છે,જેમણે અમને ખાસ કરી ને મને ભારે ક્ષતિ પહોચાડી છે.

અત્યાર સુધી અમારા દુશ્મનો vampires હતા ,જેના થી લડવા અમે સક્ષમ હતા,પરંતુ હવે એમની પાસે witch ની શક્તિઓ પણ છે ,જેથી સ્વાભાવિક છે કે અમારે પણ એમની સાથે લડવા માટે હવે એક witch ની શક્તિઓની જરૂર છે .અને આપ તો જાણો છો કે તમારા સિવાય અમે બીજા કોઈ witch ને જાણતા નથી ,તો આને તમારું નસીબ જ સમજો કે તમને મહાન વિદ્યુત ના પક્ષે લડવાનો વિકલ્પ મળ્યો છે.

સમીરા : હું તમને પહેલા પણ સમજાવી ચુકી છું કે હું તમારા કોઈ કામ આવી શકું એમ નથી ,હું કોઈ યોદ્ધા નથી.કૃપા કરી તમે મને મારા પરિવાર પાસે જવા દો

ભીષણ એ ઊંડો શ્વાસ લીધો....

ભીષણ : દેખાઈ રહ્યું છે કે તમે તમારા પરિવાર ને ખુબ જ યાદ કરી રહ્યા છો.ઠીક છે ...

ભીષણ એ કોટડી માં ઉભેલા સૈનીક ને ઈશારો કર્યો.

સૈનિક બહાર ગયો અને ચીખતા ચિલ્લાતા ત્રણ વ્યક્તિ ઓને અંદર ખેંચી લાવ્યો. બીજા સૈનિકો પણ અંદર આવ્યા અને એ ત્રણેય ને સાંકળો માં જકડી લીધા.

એ ત્રણેય ને જોઈ ને સમીરા ના પગ તળે થી જમીન સરકી ગઈ,એ ત્રણ વ્યક્તિ બીજા કોઈ નહિ પણ સમીરા નો પતિ અને તેની બે પુત્રીઓ રેવતી અને વેદા હતી.

એ ત્રણેય એ છૂટવાના પ્રયાસ કરી રહ્યા હતા.અને જોર જોર થી બુમરાડ કરી રહ્યા હતા.

વિદ્યુત જોર થી ચીખ્યો .... “શાંત”

ભીષણ એ સૈનિક પાસે થી એક તલવાર ઉઠાવી અને સમીરા ની નાની પુત્રી પાસે ગયો.

ભીષણ : હવે તમે સમજી શકો છો.. કે તમારું અમને સત્ય જણાવવું કેટલું જરૂરી છે ,તમારા માટે.

હું આ પ્રક્રિયા ખુબ જ સરળ રીતે પૂર્ણ કરવા માંગતો હતો.જેના માટે તમને ખુબ વિનંતી પણ કરી ,પરંતુ તમે મને અન્તે આ પરિસ્થિતિ પર લાવવા મજબુર કર્યો.

અને આને જરા પણ કોરી ધમકી સમજવાની ભૂલ ન કરશો.

અને રહી વાત તમારા મારા પર ઉપકાર ની ,,,તો હા તમે મારા પ્રાણ બચાવ્યા છે ,જેથી તમને હજુ એક વધુ મોકો આપી રહ્યો છું ,અમારી સાથે જોડાઈ જાઓ અને અમને આ લડાઈ લડવા માં સંપૂર્ણ સહકાર આપો.બદલા માં આજીવન તમારા પરિવાર ની સંપૂર્ણ જવાબદારી અને સુરક્ષા અમે કરીશું ,સાથે સાથે એક રાજા જેવી જીંદગી જીવશે તમારો પરિવાર.અથવા તમારી જીદ પર અડી રહી ને આજે જ સહ પરિવાર નામશેષ થઇ જાઓ પરંતુ યાદ રાખજો ..તમારા પરિવાર ના અંત પાછળ પણ તમે જ જવાબદાર હશો.

સમીરા ફક્ત રડી રહી હતી બન્ને માંથી કયો વિકલ્પ પસંદ કરવો એને સમજાતું નહતું.

ભીષણ : મતલબ કે તમારો ઉત્તર સ્પષ્ટ છે ,તમે તમારી જીદ નહિ છોડો ..ઠીક છે

સૈનિક .....

“જરાક થોભો ....” સમીરા ની મોટી પુત્રી રેવતી એ ભીષણ ને અટકાવ્યો.

રેવતી : હું તમારી સાથે જોડાવવા તૈયાર છું .

ભીષણ : પરંતુ અમારે તમારા માતા ની સહકાર ની જરૂર છે.

રેવતી : હું પણ મારી માતા ની જેમ જ એક witch છું.

સમીરા : રેવતી ....શું કહી રહી છે ? તું ચુપ રહે .

રેવતી : શું લેવા ચુપ રહું માતા ? ચુપ રહી ને મૃત્યુ પામી જવ ,એ ભૂલ ની સજા ભોગવું જે મેં કરી જ નથી.

અને શું ખોટું છે આ લોકો ની સાથે જોડાવવામાં ,એ wolves આપણી રક્ષા નું વચન આપે છે ,અને અવની અને ત્રિશા જો vampires સાથે જોડાઈ શકે તો આપણે કેમ નહિ ?

વિદ્યુત એ તરત ભીષણ તરફ જોયું .બન્ને સમજી ગયા કે તીર એકદમ નિશાના પર લાગ્યું છે.

હવે સમીરા પણ સમજી ચુકી હતી કે કઈ પણ થઇ શકે એમ નથી.સમીરા એ અંત સુધી માયાપુર ને વફાદાર રહેવાના પ્રયાસ કર્યા પરંતુ અંતે પોતાના પરિવાર ની સલામતી સામે જુકી ગઈ.

સમીરા : ઠીક છે સેનાપતિ ... અમને તમારી શરત મંજુર છે.

ભીષણ : મને ખુબ જ આનંદ છે ... હું વચન આપું છું ... કે આપણે મળી ને નઝરગઢ ને પ્રાપ્ત કરીશું અને મહારાજ વિદ્યુત નઝરગઢ ના મહારાજ બનશે ....

વિદ્યુત ભીષણ ની વાત થી ખુશ થઇ ગયો.

ભીષણ : અને તમારી પુત્રી .. રેવતી બનશે નઝરગઢ ની મહારાણી.

ભીષણ ના આ વચન થી ...બધા સ્તબ્ધ થઇ ગયા.

વિદ્યુત : ભીષણ ... શું બોલી રહ્યો છે ,જાણે છે ?

ભીષણ : જી મહારાજ વિદ્યુત ,જાણું છું ,તમારો સલાહકાર ,મંત્રી અને સેનાપતિ હોવા ના પદાધિકાર થી હું નિર્ણય લઉં છું કે આવનારા બે દિવસો માં તમારા અને રેવતી ના વિવાહ થશે.

આશા રાખું છું કે તમને આનાથી કોઈ આપત્તિ નહિ હોય મહારાજ ,

ભીષણ એ વિદ્યુત ને ઈશારા માં સમજાવ્યું.

વિદ્યુત એ હા માં માથું હલાવ્યું.

સમીરા : પરંતુ .મને આપત્તિ છે ....તમે મારી પુત્રી ના વિવાહ મારી અનુમતિ વગર વિદ્યુત સાથે ના કરાવી શકો.

ભીષણ : વિદ્યુત નહિ સમીરા જી ,મહારાજ વિદ્યુત ....

સમીરા : હા પરંતુ વિદ્યુત હજુ મહારાજ બન્યા નથી.આને મારી પુત્રી ના વિવાહ એમની સાથે સંભવ નથી.

રેવતી : સંભવ છે... મને વિવાહ થી કોઈ પણ આપત્તિ નથી.

વેદા : આ શું બોલી રહી છે બહેન .... ?

રેવતી : ઉચિત કહી રહી છું વેદા ... અને માતા તમે પણ સમજવાનો પ્રયત્ન કરો ... આપણી પાસે કોઈ વિકલ્પ નથી.અને હું આપણા પરિવાર ને ગુમાવવા નથી માંગતી.

ભીષણ : આપ એકદમ ઉચિત કહી રહ્યા છો ...રેવતી.આપનો અંતિમ નિર્ણય જણાવો સમીરા જી.

સમીરા એ ખુબ જ દુ:ખી મને હા માં માથું હલાવ્યું.

ભીષણ : અમારા ખુબ જ નાના પરિવાર માં તમારું સ્વાગત છે.

તમારા તરફ થી વિવાહ ની તૈયારી કરો.આવતી કાલે સવાર થી વિવાહ ની વિધિઓ આરંભ થશે.

સૈનિકો ..... આપણા ખાસ મહેમાનો ને બંધન માંથી આઝાદ કરો અને એમને અતિથી કક્ષ માં લઇ જાઓ અને રેવતી જી માટે ખાસ સુવિધા હોવી જોઈએ ,સાવધાન રેવતીજી તમારા ભાવી મહારાણી છે.

વિદ્યુત અને ભીષણ ત્યાં થી નીકળી ગયા.

પોતાના કક્ષ માં ગયા બાદ.

વિદ્યુત : તું પોતાની સુધ ખોઈ બેઠો છે ભીષણ ? મારા વિવાહ નો નિર્ણય તું કઈ રીતે લઇ શકે ?

ભીષણ : લઇ શકું મહારાજ ... તમારા કોઈ વડીલ નથી કે કોઈ પરિવાર ના સદસ્ય નથી ,તમારી પાસે જે કોઈ પણ છે એ હું જ છું ... જેથી તમારા અંગત નિર્ણય પણ હું લઇ શકું.અને આ અધિકાર તમે જ વર્ષો પહેલા મને આપેલો છે ,જે તમે ભૂલી ગયા છો.

વિદ્યુત : હા પણ વિદ્યુત .... આં witch ? આ છોકરી મારી પત્ની કઈ રીતે હોઈ શકે ?

ભીષણ : મહારાજ .... આપ ભૂલો છો કે તમે કોઈ સાધારણ werewolf નથી.તમે સમુચ્ય પ્રજાતિ ના અગ્રણી અને રાજા છો ,તમે ઈચ્છો એટલા વિવાહ કરી શકો છો ,પરંતુ આ વિવાહ માત્ર એક સંધી છે ....

જેના થી સંપૂર્ણ પ્રજાતિ ને ખાસ કરી ને તમને ખુબ મોટો ફાયદો થઇ શકે છે .

વિદ્યુત : હું સમજ્યો નહિ.

ભીષણ : કદાચ આપણે જબરદસ્તી સમીરા ને આપણો સાથ આપવા માટે મનાવી પણ લેત ,તો પણ ભવિષ્ય માં એ આપણા વિરુદ્ધ બગાવત કરી ને દગો પણ કરી શકે ,જેની પૂર્ણ સંભાવના હતી.જયારે તમારા અને રેવતી ના વિવાહ એક નવો માર્ગ ઉભો કરશે ,રેવતી હમેશા તમારા પક્ષ માં રહેશે ,જેથી સમીરા પણ તમારા પક્ષે રહેશે.અને રેવતી એક witch છે અને તમે એક શકિતશાળી werewolf ,જેના સંતાનો પણ ખુબ જ શક્તિશાળી હશે જે ભવિષ્ય માં સમગ્ર સંસાર માં રાજ કરશે.

વિદ્યુત : આ વાત તો વિચારી જ નહિ મેં .

માફ કરજે ભીષણ મેં વ્યર્થ માં જ તારા પર શંકા કરી .... તું સાચે જ એક વફાદાર મિત્ર અને કુશળ સલાહકાર છે.

ભીષણ : મહારાજ ..મારું સંપૂર્ણ જીવન werewolf પ્રજાતિ ને સમર્પિત છે.

વિદ્યુત : હવે શું યોજના છે ?

ભીષણ : એકદમ સરળ યોજના છે ,જે ભૂલ આપણે ભૂતકાળ માં કરી એ પુનઃ ના થાય એનું ધ્યાન રાખીશું.

દરેક નાના માં નાની વાત નું ધ્યાન રાખીશું.અને ધીરે ધીરે દરેક રહસ્ય અને witches ની શક્તિઓ વિષે જાણીશું,અને એ સમયગાળા દરમિયાન પુનઃ werewolf ની એક વિશાલ અને સક્ષમ સેના તૈયાર કરીશું.

હવે નઝરગઢ પર આપણો પ્રહાર અંતિમ પ્રહાર હશે ,જે સમગ્ર vampires પ્રજાતિ ને ધ્વસ્ત કરી નાખશે.

વિદ્યુત : એમ જ થશે .

અહી આ બાજુ અનિરુદ્ધ એના સાથીઓ સાથે યાત્રા માં હતો ,કીર્તિમાન ના બે સૈનિકો એ લોકો નું માર્ગ દર્શન કરી રહ્યા હતા.

દિવસ નો અંતિમ પ્રહર હતો,અને સૂર્ય ધીમે ધીમે જંગલો ના ઊંચા ઊંચા વૃક્ષો વચ્ચે સંતાઈ ને પોતાનું અજવાળું સમેટી રહ્યો હતો.

ત્યાં હરિહર ની નઝર પડી.

હરિહર : અનિરુદ્ધ ... તને સામે આ મોટા મોટા પહાડો દેખાઈ રહ્યા છે...આપણે આપણા ગંતવ્ય સ્થાન ના એકદમ સમીપ છીએ.

અનિરુદ્ધ : મતલબ આ પહાડો પુન્ખરાજ ની ગિરિમાળાઓ છે ?

હરિહર : બિલકુલ ...આ આકાશ ની સ્પર્શ કરતા વિશાલ પહાડો જ છે પુન્ખરાજ ની ગિરિમાળા.

ચાલતા ચાલતા બન્ને સૈનિકો થંભી ગયા.

અવની : શું થયું ? તમે આમ કેમ રોકાઈ ગયા ?

સૈનિકો : માફ કરશો મહારાજ ... અમને આ જગ્યા થી આગળ જવાની અનુમતિ નથી.

અનિરુદ્ધ : અનુમતિ નથી મતલબ ? કોણ રોકે છે તમને ?

સૈનિકો : અહી ની સીમા થી અમે કોઈ દિવસ આગળ ગયા નથી ,કહેવાય છે આ જગ્યા શાપિત છે અને જે ત્યાં જાય છે પરત આવતું નથી.

મહારાજ કીર્તિમાન ના આદેશ અનુસાર અમે આપ ને પુન્ખરાજ સુધી લઇ આવ્યા.હવે કૃપા કરી અમને મુક્ત કરો ,અમે સાધારણ માનવી છીએ,આપ ની જેમ શક્તિશાળી જીવ નથી.જીવ ગુમાવવા નથી માંગતા.

અનિરુદ્ધ એ સૈનિક ના ખભા પર હાથ રાખ્યો ...

અનિરુદ્ધ : તમે બન્ને અમને અહી સુધી લાવ્યા એ માટે આપનો ખુબ જ આભાર ...અને રહી માનવી હોવા ની વાત ..તો તમે ખુબ જ નસીબદાર છો કે તમે સાધારણ માનવી છો ...

હવે તમે બન્ને અહી થી પરત સારંગ જઈ શકો છો ...

સૈનિક : આભાર મહારાજ

બસ એક વાત નું ધ્યાન દોરવા માંગીએ છીએ મહારાજ ... પુન્ખરાજ ની તળેટી માં એક શક્તિશાળી જીવ રહે છે ... જે અહી કોઈ વસ્તુ ની રક્ષા કરે છે .એના થી સાવચેતી રાખજો.

અનિરુદ્ધ : ચોક્કસ થી આપ નિશ્ચિંત રહો.

બન્ને સૈનિકો ત્યાંથી નીકળી ગયા.

અવની : આ સૈનિકો કયા જીવ ની વાત કરી રહ્યા હતા.

અનિરુદ્ધ : કોઈ ધારણા નથી ,બની શકે તમારી બહેન મનસા ની સુરક્ષા માટે તમારી માતા એ કોઈ કવચ ની રચના કરી હોય.

ત્રિશા : સંભવ છે ..અને કોઈ એના ડર થી અહી આવવાનો પ્રયત્ન કરતુ નથી.

અરુણરૂપા : તો શું આપણ ને પણ એ જીવ થી ખતરો છે ?

હરિહર : બિલકુલ નહિ ... હું છું ને તારી સાથે ...

અનિરુદ્ધ અરુણરૂપા ના મન માં ડર સ્પષ્ટ જોઈ શકતો હતો.

અનિરુદ્ધ : હરિહર ... હું જાણું છું કઠીન સમય માં આપે અમારો ખુબ સાથ આપ્યો છે.અને જયારે અમને કોઈ માર્ગ નહતો મળતો ત્યારે તમે અમને માર્ગ બતાવ્યો છે,જેના માટે હું સદાય આપનો ઋણી રહીશ.

પરંતુ હું ઈચ્છું છું કે તમે અને અરુણરૂપા અહી જ વિશ્રામ કરો,જ્યાં સુધી અમે પરત આવીએ ત્યાં સુધી.

હરિહર : મતલબ ..તમે અમને તમારી સાથે લઇ જવા નથી માંગતા?

અનિરુદ્ધ : અમારો કહેવાનો મતલબ એ નથી, જુઓ ત્યાં કોઈ કવચ છે ,અને કોઈ શક્તિશાળી અને હિંસક જીવ છે જે આપણા માંથી કોઈક ને નુકશાન પહોચાડી શકે છે.આપણે સૌ એના થી લડવા સક્ષમ છીએ,પરંતુ અરુણ રૂપાજી એના સાથે લડવા સક્ષમ નથી.

મને અવની દ્વારા જાણ થઇ કે તમારા પત્ની ગર્ભવતી છે,અને તમારી પુત્રી માયાપુર માં તમારી પ્રતીક્ષા કરી રહી છે.

અવની : અનિરુદ્ધ ઉચિત કહી રહ્યો છે હરિહર ... તમારા સંતાન માયાપુર નું ઉજ્જવળ ભવિષ્ય છે ...એમની રક્ષા એ માયાપુર ની રક્ષા છે.

ત્રિશા: અને અમે તમને પરત ફરવા નથી કહી રહ્યા ,તમે અહી અમારી પ્રતીક્ષા કરશો.

ત્યાં નઝરગઢ માં વિકર્ણ આપણી રાહ જુએ છે બની શકે કદાચ આપણે એમની જરૂર પડે.

અનિરુદ્ધ : હા આપ .. સાત દિવસ સુધી અમારી પ્રતીક્ષા કરજો ... જો ત્યાં સુધી અમે પરત ન આવી શક્યા તો અવિલંબ તમે અહી થી સારંગ દેશ પહોચી જજો.

હરિહર : એવું ન બોલશો ... આપ સૌ ને કઈ નહિ થાય.

ઠીક છે જેવી આપની ઈચ્છા ... પરંતુ જયારે પણ મારી જરૂર પડે અવિલંબ મને બોલાવી લેજો.

પરંતુ ...અત્યારે ઘોર અંધકાર છે ... તમારે પ્રાતઃ કાલ સુધી વિશ્રામ કરી લેવો જોઈએ .

અવની : હરિહર ની વાત ઉચિત છે .. આ અંધકાર માં આપણું કામ વધુ મુશ્કેલ બની જશે.

અનિરુદ્ધ : ઠીક છે ,સૂર્યોદય સાથે આપણે પ્રયાણ કરીશું.

બધા એ એકઠા થઇ એક મોટો શામીયાનો બનાવ્યો ...

બધા વિશ્રામ કરવા લાગ્યા.

અવની એક નઝરે પહાડો તરફ જોઈ રહી હતી.

અનિરુદ્ધ : શું વિચારે છે અવની ?

અવની : એ જ કે મારી બહેન મનસા ,ન જાણે કેટલા સમય થી અનેક યાતના અને પીડા સહન કરી રહી છે ,આ એકલતા ...

એની આંખ માંથી આંસુ સારી પડ્યા.

અનિરુદ્ધ એ એને શાંત કરી.

અવની : આવા વિરાન પહાડો માં વર્ષો સુધી કેવી રીતે જીવન વ્યતીત કરતી હશે એ ?

અનિરુદ્ધ : આપણે કઈ પણ કરવા અસમર્થ છીએ અવની ..આ જ એની નિયતિ છે ..સંસાર માં શક્તિ નું સંતુલન જળવાઈ રહે એ માટે મનસા ખુબ મોટો ત્યાગ કરી રહી છે.

અવની : હા ... બસ એનો આ ત્યાગ કોઈ જાણી નહિ શકે ... મને તો એ પણ ખબર નથી કે એ અમને ઓળખશે કે નહિ ?

અનિરુદ્ધ : અત્યારે આ બાબતો નો વિચાર કરવાનો કોઈ અર્થ નથી.

તું વિશ્રામ કર .

બધા શાંતિ થી વિશ્રામ કરી રહ્યા હતા ત્યાં ....

અચાનક ત્રિશા ઊંઘ માંથી ઉભી થઇ ગઈ,

એને જોઈ અનિરુદ્ધ પણ બેઠો થયો .

અનિરુદ્ધ : તું ઠીક તો છે ને ત્રિશા ?

ત્રિશા એ કોઈ વળતો જવાબ ન આપ્યો.

અનિરુદ્ધ : ત્રિશા હું તને પૂછી રહ્યો છું ... તું ઠીક તો છે ને .

ત્રિશા ઉભી થઇ ને ચાલવા લાગી ....

અનિરુદ્ધ પણ ઉભો થયો,

અનિરુદ્ધ નો અવાજ જાણે ત્રિશા ના કાન સુધી પહોચી જ રહ્યો નહતો.

અનિરુદ્ધ ના અવાજ થી અવની ની ઊંઘ પણ તૂટી ,એને જોયું કે ત્રિશા ક્યાંક જઈ રહી છે અને અનિરુદ્ધ પણ એની પાછળ જઈ રહ્યો છે.

અવની ને કઈક અજુગતું લાગ્યું,અવની પણ પાછળ ભાગી,

અવની : શું થયું અનિરુદ્ધ ?
અનિરુદ્ધ : ત્રિશા અચાનક ઊંઘ માં થી ઉઠી ને અલગ જ વર્તન કરે છે , હું ક્યારનો અવાજ લાગવું છું પણ કોઈ જવાબ નથી આપતી.

અવની ભાગી ને ત્રિશા ની આગળ પહોચી ગઈ.

અને ત્રિશા નો હાથ પકડી ને ખેંચી લીધી.

ત્રિશા સભાન અવસ્થા માં આવી.

એ ખુબ જ ઊંડા ઊંડા શ્વાસ લઇ રહી હતી.. અને જોર જોર થી રડી રહી હતી.

અનિરુદ્ધ જેવો ત્યાં પહોચ્યો ...

ત્રિશા એને ભેટી પડી....અનિરુદ્ધ એ ત્રિશા ને શાંત કરી.

અનિરુદ્ધ : બધું ઠીક છે ત્રિશા ... હું અહી જ છું ,અવની અહી છે .....

શાંત થઇ જા ......

અનિરુદ્ધ અને અવની ને સમજાઈ રહ્યું નહતું કે શું થઇ રહ્યું છે .

અવની ને બમણી મુંજવણ હતી કે ત્રિશા અવની ના બદલે સાત્વના માટે અનિરુદ્ધ પાસે કેમ ગઈ ?

થોડીક વાર માં ત્રિશા થોડીક શાંત થઇ ...

હરિહર ને જાણ થતા જ એ દોડતો જળ લઇ આવ્યો અને ત્રિશા ને આપ્યું.

ત્રિશા ને ત્યાં બેસાડી ,અવની એની પાસે આવી .

અવની : શું થયું ત્રિશા ? તું આમ ? તું ઠીક તો છે ને ?

ત્રિશા : નાં અવની ...કઈ પણ ઠીક નથી ....

અવની : કેમ શું થયું ?

ત્રિશા : એ જાણી ચુકી છે ,આપણે અહી એને મળવા આવ્યા છીએ , એ વિચલિત છે કદાચ ક્રોધિત પણ , અને ખુબ જ શક્તિશાળી છે ...એને મારું સંપૂર્ણ શરીર કાબુ કરી રાખ્યું હતું.

એ આપણ ને એના સુધી નહિ પહોચવા દે ....

હરિહર : તું કોની વાત કરે છે ?

ત્રિશા : મનસા .....................................

ક્રમશ:

નમસ્કાર વાચક મિત્રો .

આશા છે ..આપ સૌ ને આ નવલકથા રસપ્રદ લાગી રહી હશે,આપ સૌ ના comments અને પ્રતિભાવ એ વાત સ્પષ્ટ જણાવે છે ,આવતીકાલ સમય ની અનુકુળતા એ શક્ય હશે તો live chat માં જોડાઈશુ ,આપ સૌ સાથે આવનારા ભાગ તથા આગળ ના ભાગ વિષે ચર્ચા કરીશું .તથા વિષય અનુરૂપ ચર્ચા કરીશું.

આપના અમુલ્ય સૂચનો ની અપેક્ષા સહ

આભાર.