The secrets of નઝરગઢ part ૩ DrKaushal Nayak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

The secrets of નઝરગઢ part ૩

આપણે આગળ ના ભાગ માં જોયું કે અનિરુદ્ધ અને વિકર્ણ વિદ્યુત નો પીછો કરતા કરતા એના સુધી પહોચી જાય છે ,જ્યાં એ વિદ્યુત અને ભીષણ ની વ્યૂહ રચના માં ફસાઈ જાય છે.ત્યાર બાદ શાબ્દિક આપલે બાદ werewolves અને vampires વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે ,જેમાં અનિરુધ અને વિકર્ણ વિદ્યુત ની સેના ને ભારે ક્ષતિ પહોચાડે છે,ત્યારબાદ ભીષણ કપટ થી વિકર્ણ પર પ્રહાર કરી તેને ઘાયલ કરે છે ,વિકર્ણ બેસુદ થઇ જાય છે,અનિરુદ્ધ પોતાની સંપૂર્ણ શક્તિ નો ઉપયોગ કરી વિકર્ણ ને જેમ તેમ કરી ને બચાવી લે છે અને ત્યાં થી દુર લઇ જાય છે,વિદ્યુત ની સેના તેમનો પીછો કરે છે,દુર સુધી ભાગીને અને ઘાયલ અવસ્થા ના કારણે અનિરુદ્ધ થંભી જાય છે,જ્યાં વિદ્યુત ની સેના એમની એકદમ નજીક આવી જાય છે,ત્યાં કોઈ અજાણ બે વ્યક્તિ આવીને અનિરુદ્ધ અને વિકર્ણ ને દુર ખેંચી જાય છે

ક્રમશ:

અનિરુદ્ધ અર્ધ જાગૃત અવસ્થા માં હતો.એને કઈ સમજાઈ રહ્યું ન હતું કે શું થઇ રહ્યું છે.

એ બે વ્યક્તિ વિકર્ણ અને અનિરુદ્ધ ને એક ગુફા માં લઇ ગયા.

અહી વિદ્યુત ની સેના ટુકડી અસમંજસ માં પડી ગઈ કે એક જગ્યા પર આવીને તેઓ ને એ બન્ને માં થી એક પણ ની ગંધ આવવાની કેમ બંધ થઇ ગઈ.

સેના નાયક : એવું કઈ રીતે બની શકે ? આં જગ્યા સુધી જ એ લોકો ની ગંધ છે.

તો એ લોકો ગયા ક્યાં .... એવી કઈ શક્તિ છે ,જેના લીધે એ લોકો ની ગંધ અમારા સુધી નથી પહોચી રહી.

સૈનિક : કદાચ એ લોકો મૃત થઇ ગયા હશે.

સેના નાયક : એમનું મૃત્યુ ના થયું હોય ... છતાં પણ મહારાજ વિદ્યુત ને તો એવી જ જાણ કરવી પડશે કે એ લોકો મૃત્યુ પામ્યા છે ,અન્યથા એ આપણા બધા ને મોત ને ઘાટ ઉતારશે.

ત્યાં સુધી બધા સૈનિકો આજુ બાજુ ની જગ્યા ની શોધ ખોળ કરો ,બની શકે કે એ લોકો આટલામાં જ ક્યાંક છુપાયા હોય.

બધા સૈનિકો એ જગ્યા ની ચારેય દિશા માં શોધ ખોળ ચાલુ કરી.

અહી એ બે અજાણ વ્યક્તિઓએ આ બન્ને ને એક જગ્યા પર સુવાડ્યા ,

એમાં થી એક વ્યક્તિ ને બીજા વ્યક્તિ તરફ ઈશારો કર્યો.બીજી વ્યક્તિ ચુપચાપ ગુફા ના બહાર નીકળી ગઈ અને થોડીક વાર માં પાછી આવી.

અને સાથે ઝાડ ના થોડાક પત્તા અને એક પાત્ર માં થોડુક પાણી લઇ આવી.

બીજી વ્યક્તિ જે ત્યાં બેઠી હતી એને સૌ પ્રથમ વિકર્ણ ના ઘા પર એ પત્તું રાખ્યું અને આંખો બંધ કરી ને કઈ મંત્ર નું ઉચ્ચારણ કરવા લાગી.

ત્યારબાદ એને અનિરુદ્ધ પર પણ એ જ રીતે વિધિપૂર્વક મંત્ર ઉચ્ચારણ થી પત્તા નો પ્રયોગ કર્યો.

એ વ્યક્તિ ત્યાં થી ઉભી થઇ અને બંને જણા ગુફા ની બહાર ચાલ્યા ગયા.

એકાદ પ્રહર માં અનિરુદ્ધ સભાન અવસ્થા માં આવ્યો.

થોડીક ક્ષણો બાદ એને જ્ઞાન થયું કે એ કોઈ અજાણ ગુફા માં છે,એને બાજુ માં જોયું તો વિકર્ણ હજુ પણ બેસુદ એની બાજુ માં જ પડ્યા હતા.

અનિરુદ્ધ તુરંત વિકર્ણ પાસે પહોચ્યો.

અનિરુદ્ધ : વિકર્ણ .....આપ ઠીક તો છો ને ?

અને હું ...બેભાન કઈ રીતે થયો ?

અનિરુદ્ધ ને યાદ આવ્યું ..કે એ લોકો વિદ્યુત ની સેના થી બચી ને ભાગી રહ્યા હતા.

અને ત્યાં એ ઈજાઓના કારણે બેહોશ થઇ ગયો.

અનિરુદ્ધ : પરંતુ અહી ગુફા માં ?

“તમને ગુફા માં અમે લઇ આવ્યા છીએ”

પાછળ થી અવાજ આવ્યો ...

અનિરુદ્ધ એ તરત જ એ દિશા માં નઝર નાખી.

અનિરુદ્ધ : કોણ છે ત્યાં ? અને અમને અહી કેમ લાવ્યા છો ?

એ બન્ને વ્યક્તિ અંધારા માં થી ધીમે ધીમે નજીક આવવા લાગ્યા

“ સ્પષ્ટ છે કે તમારા શત્રુ તો નથી જ ...”

અનિરુદ્ધ ને અવાજ પર થી જણાયું કે આ કોઈ સ્ત્રી છે.

નજીક આવતા જાણ થઇ કે લાંબા કાળા કોટ પહેરેલી બન્ને વ્યક્તિ સ્ત્રીઓ જ હતી.

અનિરુદ્ધ પોતાની જગ્યા પર થી ઉભો થયો , બન્ને સ્ત્રીઓ એકદમ અનિરુદ્ધ ની સામે આવી ને ઉભી રહી ગઈ.

બન્ને સ્ત્રી .... જુના વસ્ત્રો માં સજ્જ ,પણ જાણે સૂર્ય માંથી છુટા પડેલા ટુકડા સમાન તેજસ્વી અને રૂપવાન હતી..

બન્ને મધ્યમ કદ કાઠી ,શ્વેત વર્ણ ધરાવતી હતી.

એમાં થી એક ના વાળ કમર સુધી લાંબા અને વર્ષા નાં કાળા ડીબાંગ વાદળ જેવા ઘનઘોર હતા.

અને બીજી સ્ત્રી નાં વાળ પણ લાંબા પરંતુ રંગે થોડાક વિખરાયેલા હતા.

બન્ને ની આંખો અંત્યંત ગંભીર હતી જાણે અનેક રહસ્ય એના અંદર છુપાયેલા હતા.

તેમ છતાં એમનું મંદ નિર્દોષ હાસ્ય એના ચહેરા ની સુંદરતા વધારી રહ્યું હતું.

અનિરુદ્ધ : માફ કરશો ..હું આપને નથી જાણતો,તમે મને કેમ બચાવ્યો એ પણ મને જાણ નથી,મને બસ એક વાત ખ્યાલ છે કે વિકર્ણ જી ની હાલત ઠીક નથી.જેથી મારે એમને તુરંત નઝર ગઢ લઇ જવા પડશે.

એ સ્ત્રી : વિકર્ણ જી પણ સ્વસ્થ જ છે ,પરંતુ એમના ઘા વધારે ગંભીર અને ઊંડા હતા જેથી એને ભરવામાં થોડોક સમય લાગ્યો,તમારા ઘા વધારે ના હતા જેથી તમે ઝડપ થી સ્વસ્થ થઇ ગયા,થોડાક ક્ષણો માં એમને પણ હોશ આવી જશે.

અને રહી વાત નઝર ગઢ જવાની તો... તમને જણાવું કે તમે નઝર ગઢ થી ખુબ જ દુર આવી ગયા છો.અને હજુ પણ તમારા દુશ્મન તમારી બહાર ખોજ કરી રહ્યા છે,અને તમે એમની સાથે લડવા અત્યારે સક્ષમ નથી.

અનિરુદ્ધ ને એમની વાતો પર વિસ્શ્વાસ બેઠો.

અનિરુદ્ધ : ઠીક છે ...

પરંતુ આપ બન્ને છો કોણ ? તમે અમારો જીવ કેમ બચાવ્યો ? કઈ રીતે બચાવ્યો ?અને અમે કઈ જગ્યા પર છીએ ?

એ સ્ત્રી : તમને તમારા દરેક સવાલ ના જવાબ મળશે.

પરંતુ આ સ્થળ હજુ સંપૂર્ણ સુરક્ષિત નથી.વિકર્ણજી ના હોશ માં આવતા જ આપણે અહી થી એક સુરક્ષિત સ્થાન પર જવું પડશે.

અનિરુદ્ધ : પરંતુ ક્યા ?

એ સ્ત્રી : તમે એની ચિંતા નાં કરશો ...તમે અમારા મેહમાન છો ,તમારી સુરક્ષા અમારો ધર્મ છે.

એ સ્ત્રી નાં આશ્વાસન ભરેલા શબ્દો થી અનિરુદ્ધ ને હુંફ ની સાથે અલગ જ લાગણી અનુંભવ થઇ

થોડાક સમય બાદ વિકર્ણ ને હોશ આવ્યો,એમના મોટા ભાગ નાં ઘા ભરાઈ ચુક્યા હતા ,એ જોઈ ને અનિરુદ્ધ અને વિકર્ણ ને આશ્ચર્ય થયું,અનિરુદ્ધ એ વિકર્ણ ને સમજાવ્યા.

ત્યારબાદ એ સ્ત્રી નાં કહ્યા અનુસાર એ ચારેય ગુફા ના બીજા મુખ માંથી બહાર નીકળ્યા

થોડુક ચાલ્યા બાદ એમને જોયું કે અહી અંધકાર માં છુટા છવાયા દીવા નો પ્રકાશ ઝગ મગી રહ્યો હતો,

અહી એક નાનું એવું ગામ વસેલું હતું.

એ બન્ને સ્ત્રી આ બન્ને ને એક નાના ઘર માં લઇ ગઈ.

ઘર માં જઈ ને અનિરુદ્ધ એ જોયું તો વધારે આશ્ચર્ય થયું કે બહાર થી સામાન્ય લાગતું ઘર અંદર થી ખુબજ વિશાલ મહેલ જેવું હતું.અને જાણે કોઈ મોટી પ્રયોગ શાળા હોય એવું લાગી રહ્યું હતું.

અનિરુદ્ધ : આ કેવું જાદુ છે ? બહાર થી ઘર ....

એ સ્ત્રી : મને વિશ્વાસ હતો કે અહી આવ્યા બાદ તમારા સવાલ અવશ્ય વધશે ,એટલે જ હજુ સુધી મેં તમારા કોઈ પણ સવાલ નો જવાબ નથી આપ્યો.

અનિરુદ્ધ : મારી જીજ્ઞાસા હવે વધી રહી છે.

એક સ્ત્રી : હું જાણું છું.

એને એ બન્ને માટે બેસવાની વ્યવસ્થા કરી,બીજી સ્ત્રી અંદર થી એ બન્ને માટે કોઈ ગરમ પીણું બનાવી લાવી.

ચારેય જણા એ પોત પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.

અનિરુદ્ધ : હવે કૃપા કરી ને બધા રહસ્ય પર થી આવરણ હટાવો.

એ સ્ત્રી : ઠીક છે ...સૌ પ્રથમ હું તમને અમારી ઓળખાણ આપી દવ.

મારું નામ છે અવની ,અને આ મારી બહેન છે જેનું નામ છે ત્રિશા.

હવે મને એ જણાવો કે એ લોકો તમારો પીછો કેમ કરી રહ્યા હતા.

અનિરુદ્ધ : ઠીક ... મારું નામ અનિરુદ્ધ છે ,અને આ મારા કાકા સમાન વિકર્ણ જી છે જે નઝર ગઢ ના સેનાપતિ છે.જે લોકો અમારો પીછો કરી રહ્યા હતા એ વિદ્યુત નામ ના એક દુષ્ટ werewolf ની સેના હતી.જેમના સાથે અમે યુદ્ધ માં ઘાયલ થયા.

અને એક મહત્વ ની વાત કે ..અમે મનુષ્ય નથી ....હકીકત માં અમે ....

અવની : vampires છો ....મને જ્ઞાત છે.

અનિરુદ્ધ : તમને કઈ રીતે ...

અવની : જણાવું છું ....

આ એક ખુબ જ મોટું રહસ્ય છે ... જે હમેશા લોકો ના નઝર થી છુપાયેલું છે.

અમે બન્ને કોઈ વૈદ્ય નથી.

હકીકત માં અમે બન્ને બહેન witches છીએ.

અનિરુદ્ધ : witches ? ફક્ત કહાનીઓ માં વર્ષો પહેલા સાંભળેલું.કે witches જે ખુબ જ શક્તિશાળી હોય છે ...

વિકર્ણ : જી ...હા ,,,અને મારા ખ્યાલ મુજબ ..એતો ઘણા વર્ષો પૂર્વ જ લુપ્ત થઇ ગયા હતા.

અવની મંદ મુસ્કાઈ ....

અવની : એટલે જ તો કહ્યું કે આ ખુબ મોટું રહસ્ય છે.

તમે અત્યારે જે જગ્યા પર બેઠા છો .. એ કોઈ નાનું ગામ કે વસ્તી નથી ...હકીકત માં એ એક મોટું નગર છે.

વિકર્ણ : પરંતુ બહાર થી તો ....આ એક નાનું ગામ જ લાગી રહ્યું હતું.

ત્રિશા : તમે એટલું જોયું જેટલું તમને દેખાયું.

વિકર્ણ : મતલબ ?

ત્રિશા : મતલબ કે આ કોઈ સામાન્ય નગર નથી ....

તમે બેઠા છો એ જગ્યા નું નામ છે

“માયાપુર”

અનિરુદ્ધ : માયાપુર ? આ નગર વિષે મને કોઈ ખ્યાલ નથી.

વિકર્ણ : પરંતુ મને ખ્યાલ છે ...

આજ થી વર્ષો પહેલા આનવ વેલા એ માયા પુર વિષે ચર્ચા કરી હતી.

માયાપુર એટલે શક્તિશાળી witches ની એક અલગ દુનિયા.જે વર્ષો પેહલા એક પ્રલયમાં નાશ પામી.

તો અત્યારે .....

અવની : અમે કહ્યું ને ,લોકો એ એજ જોયું જે અમે દેખાડ્યું.

અનિરુદ્ધ : પરંતુ એ કઈ રીતે બની શકે ...આવડું મોટું નગર આટલા વર્ષો સુધી બધા ની નઝર થી કઈ રીતે બચી શકે.

અવની : આ માયાપુર છે ...અનિરુદ્ધ ,અહી કઈ પણ શક્ય છે.

અનિરુદ્ધ : માફ કરશો મને નાના મોટા જાદુ સુધી ઠીક છે .. પરંતુ હવે તમે જે વાત જણાવી રહ્યા છો એને સમજી અને માની શકું એમ નથી.

ત્રિશા ને અનિરુદ્ધ ની વાત થી થોડો ક્રોધ આવ્યો.

ત્રિશા : ઠીક છે ..

તો તમે એમ તો માનશો કે તમે બન્ને જે મોત ના મુખ માં હતા એ એક પ્રહર માં જ સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા,અને અત્યારે તમારા બન્ને ના શરીર પર ઇંજા નું એક નિશાન પણ નથી, એતો માનશો કે werewolves જે જેમની સુંઘવાની શક્તિ થી કોઈ પણ ને દુર સુધી સુંઘી શકે

તેઓ એકદમ તમારી પાસે હોવા છતાં એ ગુફા સુધી પહોચી શક્યા નહિ.

અનિરુદ્ધ : આપની લાગણી ને આઘાત કરવાનો મારો ઉદ્દેશ્ય નથી.જો તમને મારી વાત દુ:ખ થયું હોય તો હું દિલગીર છું ..

અવની : હું તમારી વિચાર ક્ષમતા સમજુ છું,તમે આવું એટલે કહી રહ્યા છો કારણ કે તમે કોઈ દિવસ witches જોયા નથી ,એમને જાણતા નથી અને એમની શક્તિ નો તમને અંદાજ નથી

વિકર્ણ : જો વર્ષો સુધી આ રહસ્ય અકબંધ રહ્યું તો ...હવે અમારા આગળ એ રહસ્ય ખોલવાનું કારણ શું ?

ત્રિશા : હકીકત તો એ છે ..કે મારો તમને બચાવવાનો કોઈ જ વિચાર નહતો,પરંતુ મારી બહેન ને ખબર નહિ કેમ તમને બચાવવાની ઈચ્છા થઇ.

અવની : ત્રિશા ..ની વાત ધ્યાન પર ના લેશો,એ સ્વભાવે થોડીક ઉગ્ર છે,મને તમે સારા અને વિશ્વાસ પાત્ર વ્યક્તિ લાગ્યા,થયું કે એમનો જીવ બચાવવો જોઈએ.

અનિરુદ્ધ : હું જ મુર્ખ છું ,તમે પોતાની ચિંતા કર્યા વગર અમારો જીવ બચાવ્યો અને હું તમારા પર શંકા કરી રહ્યો છું.

અને તમે બેફીકર રહો ....ત્રિશા ..તમારું રહસ્ય અમારા સુધી સીમિત રહેશે.

વિકર્ણ : તો તમે બહેનો એ તમારી શક્તિ થી અમારા ઘા ભર્યા ? એ ઘા જે વર્ષો સુધી ભરાય એમ નહોતા.

ત્રિશા : જી હા ... હજુ સુધી તમને witches ની શક્તિ નું અનુમાન નથી.

અનિરુદ્ધ : જો તમે અન્યથા ના સમજો તો ,,,શું એક વાત પૂછી શકું ?

અવની : જી બિલકુલ ....

અનિરુદ્ધ : જો તમે આટલા બધા શક્તિશાળી છો ...તો તમારે બધા થી છુપાઈ ને રહેવાની ફરજ કેમ પડી ?

અવની : માયાપુર પહેલા થી આવી રીતે છુપાયેલું નથી ...અમે પણ નઝર ગઢ ની જેમ શક્તિ થી રાજ કરતા હતા

પરંતુ વર્ષો પહેલા કેટલાક દુષ્ટ વ્યક્તિ ઓની નઝર માયાપુર પર પડી,માયાપુર માં એવા અદ્ભુત રહસ્ય છુપાયેલા છે ,જે વિનાશ સર્જી શકે છે.

અમારી માતા જે બધી witches ની રાણી હતી ,અને દુનિયા ની સૌથી પહેલી witch,એને આ દુષ્ટ લોકો થી બચવા માયાપુર ને હમેશા માટે લોકો ની નઝર થી છુપાવી દીધું.

પરંતુ અફસોસ કે એ પોતાને એ લોકો થી બચાવી નાં શક્યા અને માયાપુર ની સ્વતત્રતા માટે જીવ ત્યાગી દીધો.

માતા ની આજ્ઞા અનુસાર અમે બે બહેનો માયાપુર ની રક્ષા માટે અહી રોકાઈ ગયા.

અમારી બીજી બે બહેન છે એક નું નામ છે તનુજા અને એક છે મનસા.

એ બન્ને ક્યા છે કોઈ નથી જાણતું.

બન્ને બહેનો ગળગળી થઇ ગઈ.

અનિરુદ્ધ : તમારી માતા નું નામ શું છે ?

ત્રિશા : અમારી માતા જેણે માયાપુર ની રચના કરી

એમનું નામ છે “માયા”

ક્રમશ: .......

નમસ્કાર વાચક મિત્રો .

આપ સૌ ના પ્રતિભાવ અને મેસેજ વાંચન બાદ એકંદરે સ્પષ્ટ થયું કે આપ પૃથ્વી નવલકથા ના મોટા ભાગે દરેક પાત્ર ને જોવા માંગો છો,જાણી ને ખુબ આનંદ થયો કે નઝર ગઢ નવલકથા પણ આપ સૌ ને અત્યંત પસંદ પડી રહી છે ,પૃથ્વી નવલકથા ના ઘણા પાત્રો સમયાંતરે જોવા મળશે અને સાથે સાથે અનેક નવા અને છાપ છોડી જાય એવા પાત્ર પણ જોવા મળશે.

આ નવલકથા નો નવો ભાગ પ્રકાશિત થવા માં વિલંબ થયો એ માટે દિલગીર છું ,કોવીડ 19 ની સમસ્યા ના કારણે સમય નો ખુબ અભાવ છે ,છતાં પણ આપ ની પ્રિય નોવેલ સમયસર આપ સુધી પહોચે એવો પ્રયાસ રહેશે.

THE SECRETS OF નઝર ગઢ નવલ કથા ને અભૂત પૂર્વ પ્રતિસાદ આપવા માટે આભાર.

આપના મંતવ્ય અને સૂચનો મેસેજ અને પ્રતિભાવ દ્વારા ચોક્કસ થી જણાવશો.

આભાર.