મિલી કૉફી નૈ મગ તેના બીસ્તર ની બાજુ ના ટેબલ પર મૂકે છે અને અર્થહીન હાસ્ય કરતી કરતી હેડ ફોન તેના કાન પર લગાવે છે.અને રોજ કરતા આજે કંઇક જુદી જ રીતે હેડ ફોનની sweetch પણ દબાવે છે. બંને હોઠ દબાવીને અને થોડી જોરથી. મિલી ના સ્વભાવ અને ગીત વચ્ચે નું ટ્યુનીગ જ કંઈક એવું છે કે મિલી આ ગીતને ધમાસાન યુદ્ધ કરતી બોર્ડર પર સાંભળે તો પણ તે મીઠી નિદ્રામાં સરી પડે. જ્યારે આ તો શાંત એકાંત હતો. સ્ત્રી ગમે તેટલી egoistic લેયર થી કૉર્ડન થયેલી હોય છતાં પણ આવા અહંકારી હાવભાવ ની વચ્ચે પણ કશુક જાણવાની તમન્ના તો રહેવાની.અને આવા જ કોઈ ઉદ્દેશથી મિલી તેના અહંકારી હાવભાવની વચ્ચે પણ આંખો બંધ કરીને સુવાનો ડોળ કરવા લાગે છે. મિલી ની બાજુમાં પડેલા કોફીના મગ માંથી વરાળ નીકળતી બંધ થાય છે અને મિલી નું શરીર સહેજે ઢીલું પડે છે.અને બે મિનીટ પછી મિલી તેની આંખો ખોલે છે.અને એના ડોળા મોટા મોટા કરી ને તેની આંખો સામે જોર જોરથી હાથ વિજવા લાગે છે.અને જાતે જ હવામાં લાતો મારી મારીને બોલે છે ફરીવાર આ વુ કહ્યું છે તો છોડીશ નહીં.એ ક્યારેય શક્ય બને તેમ નથી. you get it.અને તેની બાજુમાં પડેલો કોફીનો મગ ગુસ્સામાં એકસાથે ગટગટાવી જાય છે.અને ઈયર ફોન કાનપર થી કાઢીને છુટ્ટું પલંગ પર ફેકે છે.મિલી આવું ફરી વાર ના થાય એટલા માટે આજની આખી રાત જાગીને જે કાઢે છે.અને સવાર થતા જ રાતની બધી વાત ભૂલી જઈ ને પ્રેક્ટીકલી તેના કામમાં લાગી જાય છે. સંજોગો કરવટ બદલે છે અને સન તેના અતિના સિદ્ધાંતને અજાણતા થી જ અનુસરીને વેદનાઓ માંથી બહાર નીકળે છે.અને મિલી તેજ વેદનાઓ માં પ્રવેશ કરવા લાગે છે.એ જ દિવસે સવારે સન નો મોબાઈલ રણકે છે.અને સન પુરા સ્વસ્થ મને તેના હાથ વડે plane take off કરવાની સાઇન કરીને બોલે છે સુ...........મમમ.અને તેના મોબાઈલની સામુ જુએ છે તો તેમાં પણ plane take off કરી રહ્યું હતું. સન ના હાથમાં કોફીનો મગ છે એટલે તેણે ટેબલ પર પડેલા ફોનનું સ્પીકર ઑન કરી દીધું અને કૉફી પીતા પીતા ચાલતા ચાલતા જ ઍડી ને કહ્યું બોલ ઍડી. આજે સવાર સવારમાં જ? ઍડી કહે છે યાર બહુ દિવસ થઈ ગયા ફાઈવ સ્ટાર હોટલમાં લન્ચ કર્યા ને. સન ફટાક લઈને કહે છે આજે બપોરે જ વાત.
સન પૂછે છે કે પણ કઈ હોટલમાં.
એટલે ઍડી સન ને કહે છે એ જ જ્યાં તું મિલીને સગાઈ કરીને લઈ જવા માગતો હતો.
સન પણ પુરા સ્વસ્થ મને કહે છે ઓકે નો પ્રોબ્લેમ એસ યુ વીશ.
અને એજ દિવસે સવારે મિલી ursula ને ફોન કરીને કહે છે આજે મારી તબિયત ઠીક નથી તો તું પેટ્રીકને કહેજે કે આજનું મારું ડબીગ કેન્સલ રાખે.
ઉર્સુલા મિલી ને કહે છે તો પછી મારે પણ પેટ્રીક ના સ્ટુડિયો પર જવાનો કોઇ અર્થ જ નથી ને? ડબિંગ તો આપણે બંને એ સાથે જ કરવાનું છે.
મિલી કહે છે ઓહ યા હું તો ભૂલી જ ગઈ હતી.
ઉર્સુલા કહે છે કે કેમ એની થીગ સીરીયસ?
મિલી કહે છે ના બસ એમ જ લાગે છે માથું બહુ જ દુખે છે.
ursula કહે છે નો પ્રોબ્લેમ હું પેટ્રીક ને ફોન કરીને કહી દઈશ કે આજ નું ડબિંગ કેન્સલ રાખે ઓકે. ખુશ?
મિલી કહે છે હા બાય .
બાય કહેતા કહેતા મિલી અંદરથી બહુ જ એકલી પડી ગઈ હોય તેવો અહેસાસ કરે છે.અને થોડુંક રડી પણ લેવા માંગતી હતી પરંતુ ઈગો ના બાંધે તેના અશ્રુઓ ના કેટલાક બુદો ને રોકી લીધા.અને મિલી ફરીથી સ્વસ્થતાનો ડોળ કરતી કરતી તેના કામમાં લાગી ગઈ.