Lockdown ની Love Story - 2 મુકેશ રાઠોડ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

Lockdown ની Love Story - 2

Lockdown ની love story.
ભાગ :-૨
_મુકેશ રાઠોડ.


આપે આગળ જોયુંં શેે. અભિષેક રાત્રે પોતાના લેપટોપમાંં ઓફિસ વર્ક કરે છે.રાતના બાર વાગ્યે એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે. મેસેજ બરોડા ની પલ્લવી નો હોય છે .બંને વચ્ચેે વોટ્સએપ દ્વારા થોડી વાત - ચીત થાય છે.એક બીજા ગુડ નાઈટ કહીને સુઈજાય છે.
હવે આગળ....


સવારનાં મંદ મંદ પવનથી રૂમની બારીના પડદા ફરફરે છે. પક્ષીઓ નો કલરવ કાનમાં પડે છે.પડદાના ફરકવાથી સૂર્યની સોનેરી કિરણો સીધા અભિષેકના બેડ પર પડે છે.અભિષેક આળસ મરડી ને ઉભો થાય છે.હજી તો બાથરૂમમાં જાય એ પહેલાં જ મોબાઈલ સ્ક્રીન પર લાઈટ થતાં અભિષેક નું ધ્યાન ડ્રેસિંગ ટેબલ પર રાખેલા મોબાઈલ પર પડ્યું. ફોન હાથમાં લઈને જોયું તો પલ્લવી નો મેસેજ હતો. " Good morning jsk " .
" vary good morning, Radhe Radhe. "
" Soryy , હું આવું ફ્રેેશ થઈ નેે. પછી નિરાંતે વાત કરીએ. અભિષેકે સામો reply કર્યો.
શરૂઆતમાં અભિષેક થોડો ignore કરતો. મનમા વિચારે છે કે સામે થી મેસેજ કરે છે તો કેવું કેરેક્ટર હશે?કદાચ કોઈ ફ્રોડ કરવાની ફિરાકમાં પણ હોઈ શકે .અભિષેક અવાર - નવાર છાપામાં આવતા કિસ્સાઓ વાંચતો હતો.કદાચ કોઈક આવું પણ હોય શકે એટલે hi, Hello સિવાય કંઈ વધારે વાત ન કરતો.
ધીરે ધીરે અભિષેક જાણી ગયો કે પલ્લવી એક સારી છોકરી છે.મારે એની સાથે સરખી વાત કરવી જોઈએ.
પછીતો જ્યારે પણ ટાઈમ મળે પલ્લવીને મેસેજ કરતો.બંને ખુબ વાતો કરતા. પલ્લવીને ઓફિસે જવાનું હતું નહિ ને એનું કામ પણ એવું હતું કે ઘરે રહીને થઈ ના શકે ,એટલે પલ્લવી આખો દિવસ ફ્રી જ રહેતી.મમ્મીને ઘર કામ માં મદદ પણ કરતી.અવનવી વાનગીઓ બનાવતી .
પલ્લવી ઘર કામમાં પરફેક્ટ હતી . બધું ઘરકામ આવડતું હતું.આવડે જ ને , એની મમ્મીએ પહેલેથી જ બધું ઘરકામ શીખવ્યું હતું .એ જાણતા હતા કે છોકરી ની જાત ને ઘરે તો રાખવાની હતી નહી . કાલ સવારે સાસરે જાય ને ઘરકામ નો આવડે તો બધા એની મમ્મીનો જ વાંક કાઢે. બધા એમ જ કહે કે એની મમ્મીએ કઈ શીખવાડ્યું જ નથી. ને પલ્લવી ને મેણા ટોણા સાંભળવા નો પડે એટલે બધું કામ શીખવાડી દીધું હતુ.. પલ્લવી ને પણ ઘરકામમાં રસ , એટલે બધું મમ્મી પાસે થી શીખી ગઈ.
પલ્લવીનાં મમ્મી જાણતાં હતા કે આજે માણસ ભલે આધુનિક યુગમાં જીવે છે,પણ વિચારો હજી પણ જૂના જમાના જ રાખે છે. આજે પણ માણસો ઈચ્છે છે કે વહું ભલે ગમે - એટલું કમાતી હોય પણ ઘરકામ તો આવડવું જ જોઈએ.સ્ત્રી ભલે આભને આંબી હોય પણ ઘર ,પરિવાર ની બધી જવાબદારી એકલી સ્ત્રી ની જ હોય છે.પુરુષ ને માત્ર પૈસા જ કમાવાના.ખાલી રૂપિયા ઘરમાં દઈ દે એટલે એની ઘર ની જવાબદારી પૂરી.બાળકો,માં,બાપ ને ઘર બધું એક્લી વહું ને જ સંભાળવાનું. પછી ભલે ને નોકરી કરતી હોય તો પણ .
*******

પછી તો આ બંને રોજ ફોનમાં વાત કરતા. ધીરે ધીરે ઘર પરિવારની વાતું પણ થવા લાગી. દિવસ દરમ્યાન શું શું કર્યું એ પણ.ઘરમાં કોણ કોણ છે ,બીજા બધા શું કામ,કાજ કરે વગેરે બધું જાણવા લાગ્યા.

" સારું કહેવાય કે તું જોબ કરે છે તો પણ તેને લખવાનો ટાઈમ મળી રહે છે " પલ્લવીએ અભિષેક ને કહ્યું.

" હા, શોખ વસ્તુ જ એવી છે ,કે ગમતી પ્રવુતિ માટે એટલો ટાઈમ તો એડજેસ્ટ કરી જ શકીએ છીએ."અભિષેક બોલ્યો.
" સારું કેવાય. આવા વિચારો આવે છે ક્યાંથી ?😀😀 " .પલ્લવીએ કહ્યું.

" સાચું કહું તો મને ખુદને પણ ખબર નથી , બસ આવી જાય છે.😀😀😂'. હું ઇચ્છુ છું કે મારા વિચારોને બીજા માણસો સુધી પહોંચે.તેઓ વાંચે. મારૂ લખાણ કોઈ એકને પણ પસંદ આવશે , તો મારું લખેલું સફળ થયું એમ માનીશ હું..." અભિષેકે બોલ્યો.

કોરોના જેવી મહામારીમાં બંને એ ઓફિસે તો જવાનું હતું નહિ .પલ્લવી તો ઘરકામ કરીને નવરી થઈ જાય પછી આખો દિવસ ફ્રી જ હોય.અભિષેક પણ તેના ઓફિસ વર્ક માંથી જેવો નવરો થયા કે તરત પલ્લવીને મેસેજ કરતો.રોજે વાંતુ કરવાથી બંનેમાં પ્રેમના બીજ રોપાયા.પ્રેમ અને લાગણી ના ખાતરથી ક્યારે બીજમાંથી અંકુર ફૂટી નીકળ્યાં ખબર જ ન પડી . બંને ને લવ થઈ ગયો હોય એવી ફિલિંગ થવા લાગી.બંને એક બીજા ને પ્રેમ કરવા લાગ્યા.બંને ને મુંજવણ થવા લાગી કે પ્રપોઝ કેમ કરવું.કોણ પેલા શરૂવાત કરે . કોરોનમાં બહાર તો જઈ શકાય તેમ હતું નહિ.એટલે કરે તો શું કરે ?.
Instagram અને whatsapp મા મેસેજથી શરૂ કરેલી વાત ધીરે ધીરેે વોઇસ કોલ અને વિડિયો કોલ સુધી પોહચી. બંને એક બીજાના ગમાંં ,અણગમા નું પણ ધ્યાન રાખવા લાગ્યા.
ફેવરિટ કલર,વાનગી, હોબિઝ,વગેરે બધું જાણવા લાગ્યા.ભવિષ્યના પ્લાનિંગ ,મમ્મી , પાપા ના સ્વભાવથી લઈને નાની,નાની બધી વસ્તુ નું માર્ક કરવા લાગ્યા.

કુદરતનો સંયોગ કહો કે બંને ના નસીબ, બંને ના વિચારો એકદમ મેચ થતાં . સ્વભાવ પણ સરખો .હા પલ્લવી થોડી ચંચળ ખરી . અભિષેક શાંત, નિર્ભય અને સમજુ છોકરો. હંમેશા માં બાપ ની ખુશીયો નો ખ્યાલ રાખતો. અભિષેકના મમ્મી સ્વભાવે થોડા કઠોર ખરા, અંદરથી એટલા જ નરમ પણ.


ક્રમશ.....

કોણ પેલા પ્રપોઝ કરશે?.
કેવી રીતે પ્રપોઝ કરશે ?
ઘરમાં વાત કરશે તો શું રીએકશન આવશે ?.
આગળ શું થશે વગેરે જાણવા આવતા મંગવાર ની રાહ જોવી જ રહી.આપ છેલ્લે સુધી જોડાયેલા રહેશો એવી આશા 🙏💐🙏
_____________________________________________
મિત્રો કેવો લાગ્યો બીજો ભાગ ?.આપના પ્રતિભાવ જણાવશો.આપનો સાથ મળતો રહેશે એવી આશા.કોઈ સૂચન હોય તો બે ધડક કરજો.
આપનો મિત્ર.
_મુકેશ રાઠોડ.