Amar Prem - 24 books and stories free download online pdf in Gujarati

અમર પે્મ - ૨૪

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય-સ્વરાને રિવરફ્નટ બોલાવે છે અને કોફી વિથ સેનડવિચ ખાતા ખાતા નોવેલ વિષે પૂછે છે.સ્વરા નોવેલ તથા તેના વિષય બાબત જણાવે છે ત્યારે અજય તેને સાત વરસ સુધી મારી રાહ જોઇ શકે તેવો પ્રશ્ન કરે છે.સ્વરા તેના જવાબમાં હા પાડે છે.હોસટેલ જવા ઊભા થતા અજયને અંધારા સાથે ચક્કર આવે છે........હવે આગળ વાંચો.









અજય, સ્વરાને ડો્પ કરી તેની હોસટેલ જાય છે.આમ હરતા-ફરતા અને પે્માલાપ કરતા તેમના કોલેજના ચાર વરસ પુરા થાય છે.અજય કોમપયુટર એનજીનીયર થઇ TCL કંપનીમાં જોબ મેળવે છે.પૂજન પણ સોફટવેર એનજીવાયર થઇ વધુ અભ્યાસ કરવા સ્ટુડનટ વિઝા મેળવી કેનેડાના ટોરોંટો શહેરની કોલેજમા એડમિસન મેળવી કેનેડા જવાની તૈયારી કરે છે. સ્વરા Bcom થઇ MBAની ડિગ્રી મેળવે છે.સ્વરાને NGO કંપનીમાં જોબ મળે છે.સ્વરા અમદાવાદમા એક ફલેટ ભાડે લઇ તેના માતા-પિતાને બોલાવી તેમની સાથે રહેવા બોલાવે છે.મણીયાર સાહેબ રિટાયર્ડ થઇ ગયા હોવાથી તેમની પત્ની સાથે સ્વરા સાથે રહેવા આવે છે.

આજે પૂજનને કેનેડા જવાનું હોવાથી,અજય અને સ્વરા તેને અમદાવાદ સરદાર વલ્લભાઈ ઈનરનેશનલ એરપોઁટ મુકવા જાય છે.પૂજનના પેરેંનટસ પણ તેની સાથે આવ્યા હોવાથી તે સ્વરાની અજયની કલોઝ ફે્નડશિપ હોવાની અને ભવિષ્યમાં લગ્ન કરવાની ઈચછા ધરાવતા હોવાની જાણ કરે છે.પૂજનના પેરેંનટસ પણ તેમને મલીને ખુશી વ્યક્ત કરે છે અને ઓલ ધી બેષટના આશિવાઁદ આપે છે.પૂજનની ફલાઇટ મુંબઈ થઇ વાયા લંડનથી ટોરોનટોની હતી. તેને ચાર કલાકનો મુંબઈ હોલટ હતો.તેની ફલાઇટનો સમય થતા બધાને મળી છેલ્લી વિદાય લે છે. પૂજન, અજયને કેનેડા આવવા માટે તૈયારી કરવા કહે છે.તુ પણ કેનેડા આવી જાય પછી આપણી ફે્નડશિપ બોનડેડ થશે અને આપણે ખૂબ મઝા કરીશું .

પૂજન તેનો લગેજ ચેકઇન કરાવી બોરડીંગ પાસ મેળવી ઈમિગે્સનમા જતા પહેલા બધાને છેલ્લી વિદાય લેવા આવે છે. તેના પેરેંનટસ ના આશિવાઁદ લઈ અજયને હગ કરી આંશુભિની આંખે સિકયોરિટી તરફ આગળ વધે છે.તે દેખાતો બંધ થતા બધા પોતાના

ઘર તરફ રવાના થાય છે. પૂજનના પેરેંનટસ તેઓને તેમની કારમાં સાથે આવવા અને નારણપુરા ડો્પ કરવા જણાવે છે તયાંથી તમારી બાઇક પર જતા રહેજો.તેઓ તેમની વિનંતીને માન આપી તેમની કારમાં બેસી જાય છે.

અજય અને સ્વરા તેમની જેાબમાં બિઝી થઇ જાય છે.સ્વરાની જોબમા તેની કંપનીને ગામડાઓમા પ્રાથમિક શાળાઓમાં નવા રુમ બાંધવાના હોવાનો પો્જેકટ મલ્યો છે તેથી તે તેના કામથી બીઝી રહેવા લાગી હતી. રવિવારે તેઓ તેમના મલવાનો કાર્યક્રમ જાળવી રાખે છે.અજયને પણ ફોરેનની કંપનની જોબ વકઁ પર કામ મલ્યું હોવાથી તે કામના બોજથી થાકી જતો હતો.

આમ બન્ને કામ કરતા અને રવિવારે મલતા હતા.એક રવિવારે સ્વરા,અજયને તેમના ભાવિ પ્રોગ્રામ વિષે બચતમાંથી થોડા રુપિયાનુ ઈનવેસટમેંટ કરી બાકીની લોન લઇ નવી બનતી કોઇ ફલેટની યોજનામાં રોકાણ કરી ફલેટ બુક કરવા જણાવે છે.અજય-સ્વરાને કહે છે કે ગુડ આઈડીયા છે,આપણે બન્ને જોબ કરીએ છીએ તેથી આપણા બન્નેની આવકમાંથી આપણા માતપિતાને રુપિયા આપ્યા પછી પણ આપણી પાસે ખાસી એવી રકમ બચશે તેથી તેમાથી લોનનો હપતો પણ ભરી શકાશે.આપણે કોઈ સારી સ્કીમમા નજીકના એરીયામા બે બી.એચ.કે વાળો ફલેટ બુક કરાવવા તપાસ કરતા રહીશું .

સ્વરા :અત્યારે મારા માતાપિતા મારા સાથે ભાડાના મકાનમાં રહે છે,આપણેા ફલેટ તૈયાર થતા લગભગ ૧૨ થી ૧૮ મહિના લાગશે ,ત્યાં સુધીમાં આપણી પાસે ખાસી રકમ જમા થઈ ગઇ હશે,અત્યારે આપણે ડાઊન પેમેનટ કરી બુક કરાવી દઇએ પછી દર મહિને ઈનસટોલમેંટથી બાકીની રકમ આપણા બન્નેના પગારમાંથી ભરતા રહીશું.પઝેશન મળી જાય પછી લોન લઈ બાકીના હપતા ભરતા રહીશું થોડો સમય રૂપિયાની ખેંચ પડશે પરંતુ આમ અપણો પોતાની માલિકીનો ફલેટ થઈ જશે જેથી આપણા મેરેજ થઇ ગયા પછી આપણને મકાનની તકલીફ ના રહે અને હપતા ભરતા-ભરતા આપણે ફલેટના માલિક થઇ જશુ અને ભાડાની રકમ વપરાય તે હપતામાં એડજસટ થશે..........

મિત્રો અજય અને સ્વરા તેમના ભાવી સ્વપ્નો જોતા તેમનો પ્લાન બનાવવાના સ્વપ્નો જોવે છે. તેમના ભવિષ્યમાં શું છુપાયું છે તે માટે આગળના પ્રકરણમાં વાંચો...

વધુ માટે વાંચો પ્રકરણ -૨૫

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED