સકારાત્મક વિચારધારા - 13 Mahek Parwani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સકારાત્મક વિચારધારા - 13

સકારાત્મક વિચારધારા 13

અમિતભાઈ, મૂળ એક સૌરાષ્ટ્ર ના ગામડાંના રહેવાસી. સંસ્કાર અને સમજ તેમના મૂળિયાં માં વસેલા .તેઓ બે ભાઈ અને એક બેન.તેમના માતા પિતા પણ એ જમાના માં સ્નાતક થયેલા અને
ભણેલા ની સાથે ગણેલા પણ.અમિત ભાઈ ના પિતા એક ગીત દરરોજ સંભળાવતા,
"જીવન ના મધ્યાહન ને
સાચવજે.
સંધ્યા આનંદમય બની જશે.

તું શબ્દો ને સાચવજે.
સંબંધો માં સુગંધ ભળી જશે.

તું તારા પગલાં સાચવજે,
સફર મધુર બની જશે.

તું આજ ને સાચવજે,
કાલ શણગાર સાથે આવશે."

અમિતભાઈ ના પિતા
ખેતીવાડી કરીને ત્રણેય બાળકો ને ભણાવ્યા .તેમની બહેને પણ માસ્ટરસ કર્યું,અમિતભાઈ ને વકીલ બનવાની ઈચ્છા હતી.તેમના નાના ભાઈ ને ડોક્ટર બનવાની ઈચ્છા હતી તો તેમને ડોક્ટર બનાવ્યા. અમિતભાઈએ એલ.એલ.બી.પૂર્ણ કરી વકીલાત શરૂ કરી.દરરોજ અવનવા કેસ જોતા તેમને પિતાજી નું પેલું ગીત યાદ આવવા માંડ્યું. સંસાર ના નિયમો અનુસાર ત્રણેય બાળકોએ ગૃહસ્થ જીવન શરૂ કર્યું અને અમિતભાઈ ને ત્યાં પુત્ર નું આગમન થયું તે મોટો થયો હવે અમિતભાઈ ના મંતવ્ય અનુસાર તેને જીવન ની યોગ્ય દિશા દોરવાનું નું કામ તેમનું હતું.કારણકે,દસ થી તેર વર્ષ ની ઉંમર માં યોગ્ય દિશા ના મળે તો બાળકો ખોટા રસ્તે ચાલ્યા જાય છે અને માત્ર પોતાનું જ નહી તેમની સાથે સંબધિત દરેક વ્યક્તિ નું ખરાબ કરી નાખે છે આથી, આવું ન થાય તે માટે અમિતભાઈ પોતાના દીકરાને તેમની સમક્ષ રજૂ થતાં અવનવા કેસ તેમના પુત્ર ને સંભળાવતા અને યોગ્ય દિશા નું નિર્દેશન કરતાં.

ગઈ કાલ,અમિતભાઈ એ જે કેસ તેમના પુત્ર ને સંભળાવ્યો તે ખૂબ રસપ્રદ હતો .તેમને તેના પુત્ર દેવ થી એક પ્રશ્ન પૂછ્યો કે,"તું તારા મિત્ર ને તેને જરૂર હોય અને તું એ વસ્તુ આપે પણ તારી જરૂરિયાત વખતે એ તને ના આપે તો તું શું કરે ?" દેવે જવાબ, આપ્યો "હું તું મિત્રતા છોડી દઉં."ત્યારે અમિતભાઈ કહ્યું,"શું તે
મિત્રતા કરતી વખતે કોઈ કરાર કર્યો હતો કે એ તારી મદદ ન કરે તો મિત્રતા આગળ રાખવી નહી."
દેવે જવાબ આપ્યો " ના".

ત્યારે અમિતભાઈ એ ખૂબ સરસ વાત કહી,કહ્યું કે,"ગઇકાલે મારે ત્યાં ઑફિસમાં એક ભાઈ ખૂબ ગુસ્સામાં આવ્યા તેમનું નામ ગણેશભાઈ હતું.ગણેશભાઈ ના માતાપિતાએ નાનપણ માં જ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી.તેથી ખેતીકામ કરીને એકલે હાથે ભાઈબહેન ને મોટા કર્યા.બહેન નાં લગ્ન કરાવ્યા અને ભાઈ ને પણ ભણાવ્યું ભણાવીને તેને કમાવવા લાયક બનાવ્યો અને એ વીસ વર્ષ નો હતો ત્યારે તે ખૂબ બીમાર પડ્યો હતો. ડોક્ટરે કહ્યું ,"કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે",ત્યારે પોતાની કીડની આપી, જીવનદાન આપ્યું.હવે ભાઈ મોટો થઈને શહેર જઈને નોકરી કરવા માંડ્યો અને ત્યાં જ પ્રેમ લગ્ન કર્યા ત્યારબાદ પોતાનો એક અલગ ફ્લેટ લોન પર લીધો.હવે લોન ની ભરપાઈ કરવા ભાઈ પાસે ખેતર વેચી પોતાના ભાગ ની માંગણી કરવા લાગ્યો.આથી,ગણેશભાઈ ને ખૂબ ગુસ્સો આવ્યો અને ગુસ્સા માં તેના ફ્લેટ પર ની અરજી નકારવા માટે આવ્યા. તેમને થયું જેના માટે પોતાની જાત ને ઘસી નાખી, હવે તે છૂટો પડશે અને એકલો ફ્લેટ લઈ લેશે.બહારના લોકો ની જેમ આવી ગયો ભાગ લેવા,ખેતર વેચવા.

ત્યારે અમિતભાઈ એ એક જ પ્રશ્ન કર્યો ફ્લેટ પર સ્ટે તો હું તમને જલ્દી થી અપાવી દઈશ પણ આ બદલા ની ભાવના તમને તમારી કિડની અને તમારા આપેલા બલિદાનો પાછા આપી શકશે અને શું આ બદલા ની વૃત્તિ થી તમે ખુશ રહેશો.માનવ બદલા માં જેટલો દુઃખી રહે છે? એટલો તો એ પોતાના દુઃખો થી દુઃખી નથી થતો અને તમે ભલા માણસ થઈને તેમના આ કૃત્ય ને લીધે પોતાનો ભલમનસાઈ નો સ્વભાવ છોડી દેશો તો તમારા બાળકો શું શીખશે?આથી, તેમની આ ભૂલ ને અવગણી ને અહી થી જ નમસ્કાર કરી આગળ વધો તમારા પરિવાર પર ધ્યાન આપો અને તમારા બાળકો ને પણ ભલમનસાઈ અને માનવતા ના પાઠ ભણાવવો અને આગળ વધારો તેમની ઉપર ધ્યાન આપો.

મહીના પછી ગણેશભાઈ ફરી અમિતભાઈ ની ઓફીસે આવ્યા આ વખતે તેઓ મિઠાઈ સાથે લાવ્યા અને કહેવા માંડ્યા કે તમે મારા ભગવાન બની ને મને યોગ્ય માર્ગ ના ચીંધ્યો હોત તો હું તો મારા ભાઈ થી બદલો લેવા માં ખોવાઈ ગયો હોત અને પોતાના પુત્ર ને ક્યારેય ડોક્ટર ના બનાવી શક્યો હોત. તમારો ખૂબ ખૂબ આભાર.
" આથી,તો કહેવાય છે કે અમુક ભૂલ આપણી હોય કે બીજા ની ભૂલી જવા માં જ ભલમનસાઈ છે અને કોઈ મોટા દિલ વાળો માણસ કરી શકે છે"

"क्षमा वीरस्य भूषणम्"

મહેક પરવાની