Trust books and stories free download online pdf in Gujarati

ભરોસો

ચોમાસાની ૠતુની સુંદર નમણી સાંજ હતી. સવારથી જ શગુનને આજે શુભ સભાચારના અણસાર થતા હતા . અને સાંજે ઉત્સવના ફોનથી એ અણસાર હકીકતમાં ફેરવાઇ ગયો.
સ્વભાવથી જ થોડી ઉતાવળી શગુન, થોડી વહેલી જ નકકી કરેલ જગ્યાએ પહોંચી ગઈ. થોડીવાર રહીને ઉત્સવનુ આગમન થયુ. વાતચીતની સાથે લાગણીની આપ લે નો દોર આગળ ચાલ્યો. પ્રથમ મુલાકાત હોવાથી શરમાળ શગુન કંઈ વધારે જ શરમાતી હતી,અને નમણી સાંજને વધારે નમણી બનાવતી હતી,શગુનની નમણાશ.
સાંજ વધારે અંધકારમય થયાના અહેસાસ સાથે જ શગુને જવાની પરવાનગી માંગી. ઉત્સવ પ્રથમ આલિંગન આપવા ઉત્સુક હતો. અને બે હાથ ફેલાવી શગુનને આવકાર આપે છે, આતુર શગુન પણ એક ભરોસા સાથે એ આવકારને સ્વીકારે છે,અને પોતાની ગરીમા ઉત્સવને સોંપી દેય છે, એક ભરોસા સાથે.
આમ, ભરોસાના સથવારે બંનેનો સંબંધ આગળ વધવા માડયો. એ ભરોસાના સથવારે દરેક મુલાકાતમાં શગુન મકકમ બનતી ગઈ. જીવન જેમ જેમ આગળ વધતુ ગયુ ભરોસો પણ વધતો ગયો.
જીવન હવે નવો વળાંક લેશે એ અણસાર સાથે શગુન ઉત્સવને સચેત કરતી રહી, પણ ઉત્સવ હંમેશા ભરોસાના ઓછાયા તળે એ અણસારને સહજતાથી લઈ લેતો. ઉત્સવ પણ એ અણસારથી વાકેફ જ હતો, પણ સ્વભાવથી જ બેફિકરો ઉત્સવ એ વિશે ફિકર ન કરતો.
આમ ને આમ સમય વિતતો ચાલ્યો. ઉત્સવ શગુનને બે ભરોસા વણચૂકયા કહેતો. માની લો કે ઉત્સવ રોજ જ એ બે ભરોસા વિશે શગુનને કહેતો.
ભરોસો નંબર એક:- હું તારો સાથ છોડવાનો નથી.

ભરોસો નંબર બે :- હું જીવનના અંત સુધી તને ચાહીશ.

બસ આ બે ભરોસા પર જ શગુન જીંદગી જીવવા લાગી હતી. ઉત્સવના સાથથી ખુશ અને એ ખુશીને બમણી કરતા ઉત્સવના આ બે ભરોસા.એ ભરોસા શગુનના જીવનને અકબંધ રાખવા પૂરતા હતા, સાથે શગુનને તોડવા માટે પણ.
કારણકે ભરોસો આપવાવાળો તો એકદમ હળવોફૂલ, પણ એ ભરોસો મેળવવાવાળો મણ મણનો ૠણી. અને એટલે જ કદાચ એ ૠણ શગુનને તોડવા માટે પર્યાપ્ત હતુ.
ઉત્સવ હળવો હતો. શગુને કોઇ ભરોસો ઉત્સવને આપ્યો ન હતો. અને તેથી જ કોઈ ૠણ પણ ન હતુ.
હવે જે વળાંકના અણસાર શગુનને હતા. બસ જીંદગીની સામે એ જ વળાંક આવીને ઊભો રહી ગયો.
હવે?............................................
આ બાજુ ઉત્સવ તરફથી નિર્ણય એક લેવાઈ ચૂકયો હતો. બીજી બાજુ એ નિર્ણયથી અજાણ, ઉત્સવના વર્તનમાં તફાવત મહેસૂસ કરતી શગુન તો પણ એ બે ભરોસા પર ભરોસો રાખીને બેઠી જ હતી. પણ વળાંક પોતાનુ કામ કરી ગયો.
જબ મોડ આયે તો બચકે નિકલતે હૈ....

બસ એમ જ ઉત્સવે બંને ભરોસા તોડયા હતા. ભરોસો તૂટતા જ શગુન તુટ ગઈ. કારણ જણાવવાને પણ કાબેલ ન સમજી ઉત્સવે શગુનને. બસ કંઈપણ જણાવ્યા વગર જ ઉત્સવ કોઈક બીજાનો ભરોસો સ્થાપિત કરવામાં વ્યસ્ત થઈ ગયો હતો. એટલો વ્યસ્ત કે શગુન સાથેના સંબંધને યોગ્ય વળાંક આપવા જેટલી પણ દરકાર ન બતાવી. જાણે પંખીની બે પાંખ કાપીને કોઈ લઈ ગયુ હતુ. એમ જ શગુનની પણ ભરોસારૂપી બે પાંખ કપાઈ ગઈ હતી.
આમ ને આમ સમય વીતતો ગયો. શગુન હજુ પણ એ ભરોસારૂપી comfort zone માંથી બહાર આવી ન હતી. બસ ભરોસા તૂટવાના કારણ શોધતી રહી. પહેલો ભરોસો તૂટવાનુ કારણ મળી ગયુ.ખૂબ મનોમંથનને આધારે આશ્વાસનરૂપ શબ્દો મળ્યા...કે...................
માણસહંમેશા મજબૂરીથી વ્યવહાર ચૂકી જતો હોય છે.
અને શગુને મનને મનાવી લીધુ કે .... હશે કોઈ મજબૂરી, અને તેથી જ ઉત્સવ સાથ નામનો વ્યવહાર ચૂકી ગયો. સાથ આપવો એ એક વ્યવહારની જ વાત છે. ..............
પણ...... ........ ......... ......... ...............
પણ પ્રેમ એ કોઈ વ્યવહાર નથી. તો પછી પ્રેમ કરવામાં કઈ મજબૂરી ઉત્સવને નડી?😢 કે એ પ્રેમ કરવાનુ જ ચૂકી ગયો.

બીજો ભરોસો તૂટવાનુ કોઈ કારણ ...........શગુન શોધી ન શકી.
અને એ કારણ શોધવુ .......એને જ શગુને...........
જીંદગી જીવવાનુ કારણ બનાવી દીધુ.

બીજા રસપ્રદ વિકલ્પો