હજુ સાધના આવી ન હતી.
એટલે હું વિચલિત હતો.
પણ ત્યાં જ મુસાફરોના કાફલાને ચિરતી,
સૌરભના મનપસંદ બાંધણીના ડ્રેસ માં મહાશ્વેતા સમાન સાધના આવી.
એટલી જ સ્વસ્થ, એટલી જ સુંદર, આજે વાળમાં સૌરભનુ મનગમતું એક ફૂલ પણ નાખ્યું હતુ.
સૌરભને છૂટી લટ ગમતી.
એમજ, આજે પણ છૂટી લટ સાથે સાધના સૌરભ પાસે આવી, ત્યારે આજુબાજુની જુવાન છોકરીના યુવા હૈયામાં થોડા ઇર્ષ્યાના ભાવ ભળી ગયા હતા.
સૌરભ હતો સાધારણ પણ પર્સનાલિટી સાઉથના હિરો જેવી હતી.
આવી ?
તું રાહ જોતો હતો ?
ના રે !
અને હળવુ હાસ્ય બંનેના મોઢા પર આવી ગયુ.
સાથે લાવેલ નાના ડબ્બામાંથી દહીં કાઢી સૌરભને ખૂબ પ્રેમથી ખવડાવ્યુ.
દહીંની સાથે ઘણા પ્રશ્નો હતા.
પણ સાધનની સ્વસ્થતા સૌરભને પણ સ્વસ્થ બનાવતા હતા.
ટ્રેનની વ્હિસલથી સ્વચ્છતા વિહવળ થાય એમ ન હતી, એમ માની સૌરભ વિન્ડો સીટ પાસે ગોઠવાઈ જાય છે.
એક દુનિયા ટ્રેનમાં હતી.
તો બીજી ટ્રેનની બહાર.....
બંને હવે અલગ અલગ દિશામાં પ્રવાસ કરવાના હતા,
એ નક્કી હતું.
અને ....પ્રવાસ શરૂ થયો.....
એક જિંદગી બેંગ્લોરમાં જીવાતી હતી,
તો.... એની પર જ મીટ માંડીને બીજી જિંદગી અમદાવાદમાં જીવાતી હતી.
સૌરભને જવાને માંડ સાત-આઠ દિવસ થયા હશે.
અને એક દિવસ અચાનક સવારમાં સૌરભના પપ્પા આવી ચડે છે.
સ્વસ્થ સાધના મીઠો આવકાર આપે છે.
અંદર આવો અંકલ .....
ના, તારા પપ્પા ને બહાર મોકલ...
આટલા જ સંવાદમાં સાધના સમજી ગઈ આવનાર માહોલ શું વળાંક લેશે.
આમ પણ પહેલાથી જ સાધનાએ પોતાના નિર્ણયથી પોતાના મમ્મી પપ્પાને વાકેફ કર્યા જ હતા.
સ્વસ્થ સાધના એટલી હિંમત તો કેળવી જ શકી હતી.
પણ સૌરભ, એના પેરેન્ટસ સમક્ષ સાચી હકીકત જણાવી શકતો ન હતો.
આજે પણ એ હકીકતનુ પુનરાવર્તન થતું હતું.
સ્વસ્થ સાધના પોતાનો નિર્ણય જણાવી મહાશ્વેતાની માફક...
શુદ્ધ
શ્વેત
અચલ
ઊભી હતી ...
અંતે થોડી રકઝક બાદ સૌરભના પપ્પા ઘરમાં તો આવ્યા.
પણ..
ત્યાર પછીની વાતે તો જાણે ઈતિહાસ સર્જી નાંખ્યો.
હું કોઈપણ સંજોગોમાં તમારી દીકરીને મારા ઘરની વહુ ન બનાઉ.
શું ખામી છે મારી દીકરીમાં ?
ખામી ? ખામી તમારી જાતમાં છે.
અને .....
એક સન્નાટો છવાઈ ગયો.
પણ આ સન્નાટો યોગ્ય નિર્ણય સુધી પહોંચી ગયો હતો.
એ નિર્ણયના પરિણામે એ સન્નાટાએ સાધનાને બેંગ્લોર પહોંચાડી દીધી.
બેંગ્લોર નું દ્રશ્ય :-
અચાનક સાધનાને આવેલી જોઈ સૌરભ કંઈક સમજી ગયો,
પણ ઘણા દિવસની જુદાઈ મિલનના રંગે રંગાવા માંગતી હતી.
અને સૌરભ હાફ ડે લઈ પાસે આવેલા પાર્કમાં સાધનાને લઈને પહોંચે છે.
જે સન્નાટો સાધનાના ઘરે હતો, માનો એ જ સન્નાટાનું અહીં રિહર્સલ થતુ હતુ.
સાધના કંઈક તો બોલ, પ્લીઝ.
સૌરભ ? તને મારી જાત, મારી કાસ્ટ સાથે કોઈ પ્રોબ્લેમ છે ?
આઈ મીન આપણા લગ્નની વચ્ચે અમારી નીચી જાત આવશે ?
વૉટ ?
પણ સાધના ! આ સવાલ તું ફોનથી પણ પૂછી શકી હોત.
હા, પણ મારે જવાબની સાથે આંખોની સચ્ચાઈ જોવી હતી.
સૌરભ ઘણું બધું સમજી ગયો.
અને સાધના બીજા સવાલ કરે એ પહેલાં જ સાધનાને દિવાલ પાસે મુકેલા માં અંબાના ફોટા પાસે લઈ ગયો.
પાસે જ કંકુ ની ડબ્બી હતી.
એ ખુલી ....
ને જાણે સાધનાના હ્દય,દિલો
દિમાગ ના દ્વાર પણ ખુલી ગયા.
સાધના તારી અને મારી વચ્ચે ઉંમર, જાતિ કે બીજા કોઈ ભેદ આવશે નહીં.
અને સાધનાની માંગમાં સૌરભ નો કંકુ રેલાઈ ગયો.
માનો ભર સાંજે આકાશમાં ફરી સુરજ ઉગ્યો.
આ બાજુ જેવી ખબર પડી એટલે સૌરભના પપ્પા તો ધમપછાડા કરીને સોસાયટી ગજવતા હતા.
પણ હવે કોઈ મતલબ ન હતો.
સૌરભ સાધનાને લઈને પહેલા સાધનાના ઘરે ગયો.
સાધના ના મમ્મી પપ્પા ની માફી માંગી.
તમારી અમાનત તમને પૂછ્યા વિના જ લઈ જાઉં છું.
દીકરા તમારા પર પૂરો વિશ્વાસ છે. પણ તમારા પપ્પા જાણો છો ને ?
મારા પપ્પા આ અમાનતને સાચવવા જ ન દેશે.
એટલે જ હું સાધના ને લઈને સીધો બેંગ્લોર જ જાઉં છું.
ના દિકરા આ ભૂલ ન કરતો. એમણે પણ તારા માટે જે સપના જોયા છે. એને પૂરી કરવાની તારી ફરજ છે.
અને દીકરા મમ્મીનો તો વિચાર કરો.
અમે આવીએ ? તમારી સાથે તમારા ઘરે ?
ના પપ્પા મારું અપમાન હું ચલાવી લઈશ.
પણ તમારુ અપમાન થાય એવી કોઈ પરિસ્થિતિ મારે ઉભી કરવી નથી.
હું જાણુ છુ ઓળખુ છુ, મારા પપ્પાને.
એ તમારુ અપમાન કરવામાં કોઇ કસર છોડશે નહિ.
અને આમ પણ મારી સાથે સાધના છે,
એટલે અડધી જંગ તો હું આમ જ જીતી લઈશ.
અને આમ પણ મારી સાથે સાધના છે,
એટલે... અડધી જંગ તો હું આમ જ જીતી લઈશ.
પણ આજે ...
આ લગ્નની જંગ સાધના એકલા હાથે જ જીતી ગઈ હતી.
સૌરભ ને કયાંક ને કયાંક આમાં પોતાની હાર લાગતી હતી.
પણ આ ઘરના દરેક સભ્યો એક વહેતુ જીવન જીવતા હતા.
કોઇ હાર નહીં કોઈ જીત નહીં.
પૂનમ ને જ જોઈ લો ને !
માધુરી રાહુલના જીવનમાં આવી એ વાત સાધનાએ ખૂબ સરળતાથી લીધી.
મમ્મી, તમે રાહુલ નો પક્ષ લઇને મારા ગાલ પર તમાચો મારતા હોય એવું ફીલ થાય છે.
દીકરા તમાચા હજુ ગાલ લાલ કરે એ પહેલા પરિસ્થિતિ સ્વીકારી લો.
પ્રેમ એટલે જ સમર્પણ.
તમે જેને ચાહો ...એની આજુબાજુનું બધું જ ચાહી લો.
બધાને જ ચાહી લો, અને વહેતા જીવન સાથે બસ વહ્યા જ કરો.
રસ્તામાં માધુરી જેવા અવરોધો આવે એને પણ સ્વીકારીને વહેતા રહો.
કેમકે વહેવું એ જ તો જીવન છે.
દરેક વાતને ધીરજથી, કુનેહથી, સ્વસ્થતાથી ટેકલ કરવી એ ગુણ સાધના દરેકને પીરસતી.
આમાં પણ દરેકની ભલાઈ જ હશે એમ વિચારી પૂનમ માધુરીને સ્વીકારી લે છે.
નાની વહુ ગિરિજા પણ ઘરમાં માધુરીનું ચોક્કસ સ્થાન જોતા માધુરીને અપનાવી લે છે.
******
અપનાવવાનો ગુણ તો સૌરભના મમ્મી પણ સાધના માટે ખીલવે છે.
મમતાની મૂરત લાગતા જસુ માં સાધનાને પ્રેમથી અપનાવી લે છે.
ઘરમાં એનું સ્વાગત પણ કરે છે મીઠું મોઢું કરાવે છે.
હવે વારો હતો પપ્પાનો
પણ પપ્પા ! ?
બાપ રે !!
રૂમની બહાર પણ આવતા નથી.
મમ્મી, આ તો ઊંધું થયું.
મને એમ કે પપ્પા ગુસ્સો કરશે ખૂબ ગુસ્સો કરશે.
એના બદલે પોતાને રૂમમાં પૂરી દીધા.. ..
વ્યક્તિ પોતાના સ્વભાવ વિરુદ્ધ વર્તન કરવા લાગે,
એટલે જાણી જવું કે કંઈક વધારે સારું થશે અથવા વધારે ખરાબ..
કેમકે પ્રાણ અને પ્રકૃતિ તો સાથે જ જાય છે ને !
સૌરભના પપ્પાની પ્રકૃતિ સાધનાને એના ઘરે જ દેખાઈ આવી હતી.
અને આજે રૂમની બહાર પણ આવવા ન માગતા પપ્પા માટે સૌરભે ધાર્યું હતું.
એનાથી કંઈક વિરુદ્ધ થવાનું હતું.
પપ્પા નો ગુસ્સો બંધ રૂમમાં શું કરતો હશે એ સમજવાની અને વિચારવાની કોઈ કડી સૌરભને મળતી ન હતી.
એ બંધ રૂમમાં ગુસ્સો પંખા સાથે બાંધેલી દોરી સુધી પહોંચી ગયો હતો.
અને ગુસ્સાની એ દોરીએ સૌરભ ના પપ્પાને રૂમની બહાર તો ઠીક ઘરની બહાર તો ઠીક આ ફાની દુનિયામાંથી જ બહાર કાઢી મૂક્યા.
સૌરભ બારીની તિરાડમાંથી બૂમ પાડવા પ્રયત્ન કરે છે.
અને તિરાડમાંથી જે દૃશ્ય જુએ છે, એ મુક્કા ના સીધા પ્રહાર રૂપે બારણા પર અથડાય છે.
સૌરભના મુક્કાના એક જ પ્રહારથી બારણું બે ભાગમાં વહેંચાઈ જાય છે.
અને બે ભાગ છૂટા પડતાં જ વચ્ચે સૌરભના પિતાનો મૃતદેહ પંખા સાથે લટકતો દેખાય છે.
સ્વસ્થ સાધના ઝડપથી પોતાના ખભા પર સસરા ના પગ ટેકવી દે છે.
સૌરભ પપ્પાને જલ્દીથી નીચે ઉતારો.
બાવરો બની ગયેલો સૌરભ પપ્પાને નીચે ઉતારે છે.
અને સાધના તરત જ ડોક્ટર ને ફોન કરે છે.
થોડો જીવ બાકી હતો.
એટલે સાધના અને સૌરભ થોડી રાહત અનુભવે છે.
પણ..
ડોક્ટરે જ્યારે માથું હલાવી ના પાડી.
ત્યારે એ રાહત જોજનો દૂર ફંટાઈ ગઈ.
સાધનાને માથે તો પહાડ તૂટી પડ્યો.
કોણ જાણે થોડીવાર પહેલા મમતાની મૂરત લાગતી સૌરભની મમ્મી અચાનક જ બીજા સ્વરૂપે પ્રગટ થઈ.
ઘરમાં આવતા જ આ શુકન ?
અપશુકનિયાળ છે તું... શું જરૂર હતી ? સૌરભ પાસે બેંગ્લોર પહોંચી જવાની ?
સાધના પાસે પોતાની સફાઈ રજૂ કરવાનો એક પણ મુદ્દો ન હતો.
અને સૌરભ તરફ એણે નજર કરી કદાચ એની આંખોમાં કોઈક મુદ્દો મળી જાય.
પણ, ત્યાં પણ સિમિલર સવાલ સાધના ને તાકી રહ્યો હતો.
સાધનાને શું કરવું એને સમજ ન પડી.
સામે પક્ષે જોરથી પોક મૂકી અને દબાયેલા આંસુ સાથે સૌરભ તૂટી ગયો.
એક દુનિયા હજુ તો જન્મી અને બીજી દુનિયા ઉજડી પણ ગઈ ?
*****
આજે પણ એ જ પરિસ્થિતિ હતી.
સાધનાના નિર્ણયથી સૌરભની દુનિયા ઉજડી ગઈ હતી.
સૌરવ ને સમજ નહોતી પડતી.
સાધનાનો નિર્ણય તે સમયે ખોટો હતો ?
કે આજે ?????
તે સમયે પણ સૌરભના પપ્પાનો નિશ્ચેતન દેહ જોઈને સાધનાને પોતાનાથી નિર્ણય ખોટો તો નથી લેવાયો ને ? એ વિચાર એક સ્વસ્થતાથી ચહેરા પર રેલાઈ રહયો હતો.
નિર્ણય સાચો હોય કે ખોટો સૌરવ અને સાધનાનું જીવન હવેથી એક જ દિશામાં આગળ વધવાનું હતું એ નક્કી હતું.
સૌરભ એકમાત્ર સંતાન હોવાથી પિતાની અંતિમ વિધિ નો નિર્ણય સાધનાના પપ્પા ને પૂછે છે.
ને બીજે દિવસે સવારે અંતિમવિધિ કરવાનો નિર્ણય લેવાયો.
અંતિમવિધિના સમયે પણ સૌરભના મમ્મી સાધના ની અવગણના કરતા હતા,
એ દરેકની આંખોએ સ્પષ્ટ જોયું.
સાધના ના મમ્મી પણ વિચારવા લાગ્યા કે કેમનું જશે આ છોકરીનુ આખુ જીવન ?
આજ શબ્દોનુ પુનરાવર્તન અંતિમ વિધિ પછી નાઈ ધોઈને હોલમાં બેઠેલા જશુબેન બોલ્યા...
કેમનું જશે મારુ જીવન ?
હું છું ને મમ્મી, સાધના બોલી.
અને જશુબેને એ તરફ નજર પણ ન કરી.
વાતને બદલવા સૌરભ બોલ્યો ...
મમ્મી તર્પણ વિધિ હરિદ્વારમાં કરવાની મારી ઈચ્છા છે.
હા બેટા એમ જ થશે, દસમા ના દિવસે આપણે બે હરિદ્વાર પહોંચી જઈશું.
અને ચાર આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.
કેમ ? આપણે બે જ ?
હા સાધના નહીં આવશે.
ઠીક છે મમ્મી જેવી તમારી ઈચ્છા.
*****
બીજાની ઈચ્છા પર ચાલતી સાધના આજે મહાશ્વેતા ની માફક પોતાનો સ્વતંત્ર નિર્ણય કરીને ખુશ હતી, સંતૃપ્ત હતી.
અપમાન, માનહાનિ જેવા દરેક પાસા સાધના પર ફેંકાતા હતા.
હરિદ્વારમાં તર્પણ વિધિ પતાવીને બાર દિવસ પછી...
મમ્મી કાલે સવારની ટ્રેન થી આપણે બેંગલોર જઈએ છીએ.
મારી નવી નોકરી છે,મારે હાજર થવું જ પડશે.
હા બેટા તમે પહોંચો.
વાંધો નહીં ...
હું તો અહીં જ રહીશ તારા પપ્પા ની યાદો સાથે.
પણ સૌરભ આ વાતમાં એકનો બે ન થયો.
અને સાધના પણ મમ્મી ને સાથે લઈ જવા, થાય તેટલા કાલાવાલા કરવા લાગી.
અંતે જસુબેન માન્યા પણ એક શરત સાથે.
***********
અને સાધના પણ મમ્મી ને સાથે લઈ જવા, થાય તેટલા કાલાવાલા કરવા લાગી.
અંતે જસુબેન માન્યા પણ એક શરત સાથે.
હું સાધના ના હાથનું નહીં જમુ.
સૌરભને એમ કે થોડા દિવસમાં ગુસ્સો ઉતરશે,
એટલે સાધનાના હાથનુ જમવા જ માંડશે,
એમ વિચારી તત્કાલીન સમય પૂરતું એ સંમત થયો.
પણ આજે વર્ષ પૂરું થવા આવ્યું હતું,
તોપણ જશુબેન સાધનાના હાથનું જમતા ન હતા.
લગ્નનું બીજું વરસ એટલે કે બીજું ચરણ ચાલુ થયું.
અને...
કોઈક ના ચરણ... કોઈકના નાના પગલા 👣 👣 આ ઘરમાં પડવાના સમાચાર સૌરભ અને સાધનાએ જસુમાને આપ્યા.
પણ...
જશુમાં જાણે ઉમળકો તડકે સૂકવીને બેઠા હોય,
તેમ ચહેરા પર જરા પણ પ્રેમાળ ભેજ પ્રગટ જ ન થયો.
પણ સૌરભ નો ઉમળકો સાધનાને ભીંજવવા પૂરતો હતો.
સમાચાર જાણ્યા બાદ સાધનાની જિંદગી જ જાણે બદલાય ગઈ.
તે રાતે તો સૌરભે સાધનાને આખી જિંદગીની ખુશીઓ આપી દીધી.
પેટ પરથી હાથ ઘસડતાં.. બસ સૌરભ ! કેટલી ચૂમીઓ કરશે ?
એ આવી જાય ત્યાં સુધી.
નવ મહિના સુધી ?
હા...
બહુ ડાહ્યો કહી સાધના સૌરભના માથામાં વ્હાલથી હાથ ફેરવવા લાગી.
નવ મહિના આમ જ વ્હાલ અને કાળજીમાં પસાર થઈ ગયા.
નવમો મહિનો શરૂ થયો,
અને જાણે સૌરભના બદલાવાની શરૂઆત થઈ.
સૌરભ તું હવે પહેલાં જેવો નથી રહ્યો.
મારે જવાબદારી છે.
પણ હું તારી પહેલી જવાબદારી છું.
ના, મારી પહેલી જવાબદારી કામ છે, પૈસા છે.
આમને આમ ઉમળકા ના રોજમેળ માં ઘટ આવવા લાગી.
સૌરભ આજે સારું નથી લાગતું, મારી પાસે જ સુઈ રે ને.
( સૌરભ હમણાં થોડા સમયથી મમ્મીના રૂમમાં સૂતો હતો)
ના, આજે હું મમ્મીના જ રૂમમાં ઉંઘીશ.
..
અને બંને અલગ-અલગ રૂમમાં સુતા.
રાત્રે અઢી વાગે સાધનાને washroom જવુ હતુ.
જઈ આવી,
ફરી આવી ફરીથી ગઈ....
આ સિલસિલો સવારે પોણા છ સુધી ચાલ્યો.
અંતે સાધનાને થોડી બેચેની લાગતા ઇન્ટરકોમ થી સૌરભને જગાડ્યો.
અને હોસ્પિટલમાં ભાગદોડ સાથે આવ્યો નાનકડો રાહુલ.
રાહુલ જાણે પોતાની સાથે રાહુ લઈને આવ્યો હોય,
તેમ.... સૌરભ અને સાધના વચ્ચે એક અદ્રશ્ય દીવાલ ચણાઈ ગઈ.
જે તોડવાની સાધનાએ ખૂબ ટ્રાય કરી, એમાં ને એમાં એ જ રીતે જીવન આગળ વહેતું ગયું.
એમાં શિવ અને દિયા પણ આવી ગયા.
કુટુંબ મોટુ થતું ગયું પણ મન,
મન નાના થતા ગયા.
સૌરભ નો બદલાયેલ વ્યવહાર સાધનાની સમજથી બહાર હતો.
આ બાજુ સાધનાની તબિયત પણ દિવસેને દિવસે કથળતી જતી હતી.
સૌરભ મને ઘણા દિવસથી તાવ આવે છે
ડોકટર પાસે જઈએ?
ના, તારે જાતે જ પતાવી લેવાનું.
મારી અપેક્ષા ન રાખતી.
અને ...સાધના તૂટેલી અવસ્થામાં વધારે તુટી ગઈ.
બીજે દિવસે સાધના ગૌરવને લઈને હોસ્પિટલ પહોંચી.
થોડા રિપોર્ટ અને અંતે....... ટી.બી.નું નિદાન થયું.
પરદેશ રહેતી શ્રેયાએ ડોક્ટર નું લિસ્ટ મોકલ્યું.
દરેક જણ ફિકર ચિંતા માં આવી ગયા.
આ બાજુ સૌરભના પેટનું પાણી પણ હલતું ન હતુ.
આજે હારી થાકીને સાધનાએ સૌરભ આગળ નમતું મુક્યું.
સૌરભ મારાથી આ રીતે જીવન ન જીવાય ...
આમ જ જીવવું પડશે ...
આટલો નફફટ જવાબ સાધનાને ચકનાચૂર કરવા પૂરતો હતો.
કોઈ નક્કર કારણ વિના સૌરભ સાધનાનુ અપમાન કરવા લાગ્યો.
સાધનાએ ઘણી વખત પ્રયત્ન કરી જોયા, આગળ પડીને.
ઘણીવાર સૌરભને સમજાવતી.
તારા આ વર્તનનુ શું કારણ છે ?
મારાથી કોઈ ભૂલ થઈ છે ?
ના, મને હવે મારી રીતે કમાવવા દે.
પણ સૌરભ તું રાતે ૧ વાગે આવે તોપણ હું તારી રાહ જોઉં છું. તારી સાથે જ જમુ છું.
એટલો સમય તો તું મારી સાથે ફક્ત મારો જ બનીને રહી જ શકે ને ?
તુ હવે મારી અપેક્ષા ન રાખતી, મને કમાવવા દે.
પણ સૌરભ તું મને કરોડો રૂપિયાની પ્રોપર્ટી આપશે એના કરતા થોડા સારા કલાકો મને આપ.
તો હું શાંતિથી મરી શકીશ.
આમ કરતા ઘણી રાતો આમને આમ જ વીતી જતી હતી. ફરીથી એક રાતે ...
સૌરભ મારી સાથે વાત તો કર....
વાત ? તારી સાથે શું વાત કરુ?
***********
એ જ સૌરભ, આજે સાધના સાથે વાત કરવા વ્યાકુળ હતો. પણ મહાશ્વેતા આજે સ્વસ્થ ચહેરા સાથે જાણે દરેકના પ્રશ્નો ના ઉત્તર માત્ર પોતાના હાવભાવથી જ આપતી હતી આ ટેવ તો સાધનાને સૌરભના બદલાયેલા વર્તનને કારણે જ પડી હતી.
સૌરભ નફફટ બનતો ગયો..
તો સાધના પણ હવે સવાલ પૂછવાનું ટાળવા લાગી.
તેનું જીવન રાહુલ શિવ અને દિયા ની આસપાસ જ ચકરાવા મારવા માંડયુ.
પોતાની આજુબાજુ હવે એણે એક વર્તુળ દોરી દીધુ હતુ.
જેમાં કદાચ સૌરભ નો પ્રવેશ પણ મુશ્કેલ થઈ ગયો હતો.
એ વર્તુળના પરિઘમાં ધીમે ધીમે પૂનમ ગિરિજા અનુજ અને અંતે માધુરી પણ આવી ગઈ.
પણ...
સૌરભ પોતાના અહમને કારણે એ વર્તુળની બહાર જ અટવાતો રહ્યો.
આજે પણ એ જ પરિસ્થિતિ હતી
એ વર્તુળમાં દરેકની એક ચોક્કસ જગ્યા હતી.
માત્ર સૌરભ પોતાની સ્થિતિ કે પોતાની ઉપસ્થિતિ પણ બનાવી ન શક્યો.
માધુરી પોતે ઘણીવાર વિચારતી કે આ સ્ત્રી કઈ માટીની બનેલી છે ??????
લગ્નેતર સંબંધને પણ પોતીકુ ફલક આપી દે છે,
અને લગ્નના સંબંધને તસુભર જમીન પણ આપતી નથી.
ફક્ત માધુરી જ નહીં,
પણ ઘરના દરેક સભ્યને હવે સાધનાને સમજવી મુશ્કેલ લાગતી હતી.
બધા પોતપોતાની રીતે અલગ-અલગ વર્તુળમાં જીવતા હતા. અને પોતપોતાના વિચારો, કારણો, તારણોમાં તલ્લીન હતા.
ત્યાં જ શીતલ આવી
ઘરના દરેક સભ્યોને ત્યાં હાજર જોઈને એ સમજી ગઈ કે સાધના એ દરેકને પોતાના નિર્ણય વિશે જણાવી દીધું હશે.
શીતલ ના આવવાથી સાધનાના અધર પર થોડું સ્મિત કે રહસ્ય ન જાણે શું આવ્યુ....
કે સંતોષ એ તો સાધના જ જાણે.
પણ સૌરભની આંખોમાં આશાની એક ચમક આવી.
શીતલ સાધના ને લઈને ફરીવાર એકવાર આજે કોલેજમાં આવને ? પ્લીઝ ? રીકવેસ્ટ ?
શીતલ ગંભીર પણ કટાક્ષ ભર્યા સ્વરે બોલી,
સૌરભ એ સમય હવે ફરી ક્યારેય ન આવશે.
વહેતું જીવન ઊંધી દિશામાં નથી વહેતું.
અને એક નાનકડા વાક્યમાં સૌરભ બધું જ સમજી ગયો.
શીતલ ફાઈલ લાવી ?
હા ...
અને બંને એક રૂમમાં જતા રહ્યા.
ખાસ્સી વાર પછી બંને પાછા ફર્યા ત્યારે શીતલ ની આંખો માં આંસુ અને સાધનાના ચહેરા પર એ જ મહાશ્વેતા જેવી સ્વસ્થતા હતી.
સૌરભે તેને મન ભરીને જોઈ,
આજે પણ મહાશ્વેતા જેવી સાધનાના ચહેરા પર એકાદ કરચલીને બાદ કરતા ચહેરા પર એ જ સુંવાળપ વર્તાતી હતી.
સાધનાની આંખો સૌરભ પર પડી, આજે પણ સૌરભ સાધનાને માત્ર આંખોથી સ્પર્શી રહ્યો હતો.
જે સ્પર્શ ક્યાંક ખોવાઈ ગયો હતો.
એ જાણે આજે ફરીથી સાધનાને મળી રહ્યો હતો.
સાધના ! જવા પહેલા એક વાર શાંતિથી વાતચીત કરવી છે.
અને જાણે સાધનાએ જરા પણ અચકાયા વગર બહાર ચાલવા માંડ્યું.
સાધનાની આ મૂક સંમતિ છે, એમ સમજી સૌરભ પણ પાછળ પાછળ ચાલવા માંડ્યો.
બહાર ઓસરીમાં જે હિચકો હતો, ત્યાં સાધના બેઠી.
બાજુમાં જ સૌરભ પણ ગોઠવાઈ ગયો.
સાધનાને દિયાના લગ્નનો દિવસ યાદ આવી ગયો.
દિયાની વિદાય પછી લગભગ સાધના તૂટી ગઈ હતી.
હંમેશા દરેક પરિસ્થિતિમાં સ્વસ્થ રહેતી સાધના આજે તૂટી ગઈ હતી.
હિંચકા પર બેસીને અનિમેષ નજરે ગેટ તરફ જોઈ રહી હતી,
જ્યાંથી થોડીવાર પહેલા જ દિયાની વિદાય થઇ હતી.
ત્યાં જ એક અજાણ્યો ચહેરો આંખ સામે આવ્યો.
આંટી હું બીટ્ટુ ...
દિયાનો કોલેજ ફ્રેન્ડ.
પણ ચકોર સાધના માણસ અને માણસનો ચહેરો ઓળખવામાં ભૂલ કરે જ નહીં.
ઓન્લી ફ્રેન્ડ્ ????
બીટટુ થોથવાઇ ગયો........
આન્ટી હું દિયાને ખૂબ પ્રેમ કરુ છું. એ મને છોડીને ચાલી ગઈ.
અને સાધનાને એ દિવસ યાદ આવી ગયો,
જ્યારે અનુજ દિયા ને જોવા આવ્યો હતો.
બેટા આનાથી વધારે સારું પાત્ર તને મળશે નહીં. અનુજ તને ખૂબ ખુશ રાખશે.
પણ મમ્મી,......
બેટા તારા જીવનમાં કોઈ બીજું છે ??
ના ...મમ્મી ....
પહેલીવાર સાધના કોઈની આંખો વાંચવામાં નિષ્ફળ નીવડી.
આ જ ચકોર આંખોએ રાહુલને પણ પકડી પાડ્યો હતો.
જ્યારે મળસ્કે 4 વાગે એ ઘરમાં દાખલ થયો ત્યારે સાધના આજ રીતે હિંચકા પર બેઠી હતી.
રાહુલ કંઈ પણ બોલ્યા વિના સાધના પાસે આવી સાધનાના ખોળામાં માથુ મુકી સુઈ ગયો હતો .
સવારે રાહુલ અને પૂનમના રૂમમાંથી બુમ બરાડા સંભળાઈ રહ્યા હતા.
અંતે પૂનમ નીચે રડતી રડતી આવી મમ્મી આ તમારો લાડલો પુરી રાત માધુરીના ઘરે હતો.
સાધનાએ સુચક નજરે પુનમને જ પૂછ્યું...
કેમ?
મને નહીં, રાહુલને જ પૂછો.
હું તને જ પૂછું છું વહુ બેટા, અને તું જ તારી જાતને પૂછ.
જવાબ મળી જશે.
સાધનાએ આજે પણ બીટ્ટુને એ જ સવાલ કર્યો.
એ કેમ તને છોડીને ચાલી ગઈ, એનો જવાબ તું જ તને સારી રીતે આપી શકશે.
જા દીકરા અને જવાબ ન મળે તો ફરી મારી પાસે આવજે.
ભૂતકાળ ખંખેરી સાધનાએ સૌરભ તરફ નજર કરી.
તો એને સૌરભની આંખોનો એ જ સ્પર્શ મળ્યો.
જે ક્યાંક ખોવાઈ ગયો હતો.
પણ સમય પર ન મળેલા આ સાથની કોઈ કિંમત રહેતી નથી.
બીટ્ટુએ સમય પછી પશ્ચાતાપ કર્યો, જેનુ કોઈ મૂલ્ય ન હતુ.
તો પૂનમ પાસે પણ હાથમાંથી સરી રહેલા રાહુલને વહેવા દેવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો.
સાધના વિચારતી હતી... સૌરભ પણ મારા હાથમાંથી સરકી જ રહ્યો હતો ને !
દુઃખ
અફસોસ
પ્રયત્ન
રિસામણા
મનામણાં
આમાંનુ કંઈ જ કામ આપતા ન હતા.
કંઈ જ કામ ન લાગ્યુ.....
અંતે, એટલે જ તા આ નિર્ણય લેવા તત્પર થઈ.
વિચારોની શ્રુંખલા આગળ વધતી જ ગઈ.
ભટકતું મન ....
ક્યારેક યુથ ફેસ્ટિવલમાં ....
તો ક્યારેક બેંગ્લોરમાં....
તો ક્યારેક કેસૂડાની કળીઓમાં....
તો ક્યારેક શિવ ગિરિજા ના લગ્નમાં...
તો ક્યારેક પોતાની માંદગીમાં...
અટવાતુ અટવાતુ હીચકા ની માફક કિચૂડ કિચૂડ અવાજ કરતુ ટી.બી.ના નિદાન પાસે આવી ગયું.
ટી.બી.ના નિદાન છતાં સૌરભના વર્તનમાં કોઈ ફેરફાર ન હતો.
ઉતરી ગયેલુ વજન કે ઓછું થઈ ગયું હિમોગ્લોબીન, આમાનુ કંઈ જ સૌરભને વિચલિત કરતુ ન હતુ.
સૌરભનુ બિહેવ્યર જે હતુ તે જ રહ્યુ......
સાધના ની સારવાર કરતી અને ચિંતા કરતી ભાભી મયુરીએ સાધનાને ફરી બેઠી કરી.
સાધનાબેન દેશી કાચુ ઈંડુ ટીબીમાં અકસીર ઈલાજ છે.
અને સવારે ચાર વાગ્યાનો એલાર્મ મુકી..... મયુરી ભાભી સાધનાબેન સાધનાબેન કરતા આવી જ પહોંચતા.
બળજબરી દૂધમાં કાચું ઈંડુ પીવડાવી જતા.
અને હું સૂઈ જતી...
એ જ કાળજીથી હું ઉભી થઇ.
સૌરભને તો આખા વર્ષ દરમિયાન એકવાર પણ મારી સાથે ડોક્ટર પાસે આવવાનો સમય કે મૂડ ઇચ્છા આમાંનુ કંઈ જ હતું નહીં.
સૌરભની અવગણના અને લાપરવાહી થી ટીબીને કારણે હું કદાચ મોતને ભેટી જ ગઈ હોત.
પણ ભાભીની સ્નેહાળ કાળજીએ મને ફરી ઉભી કરી.
આજે હીચકા પર સૌરભ સાથે હતો.
તોપણ સાધનાનું મન ભૂતકાળની....અતીતની અટારીએથી પાછા આવવાની ના જ પાડી રહ્યું હતું.
સાધનાને અતીત માંથી પાછા ફરતી વખતે છાલા જ પડવાના છે, એ ખબર હતી.
તેમ છતાં અતીતમાં આગળ ને આગળ વધતી ગઈ.
સૌરભમાં જ અટવાતુ સાધનાનુ મન આગળ વધવા તૈયાર જ ન હતુ.
કહેવાય છે કે ખરું જીવન તો ચાળીસી પછી જ શરૂ થતો હોય છે.
આજે ચાળીસી વટાવ્યા પછી સૌરભ સાધનાની થોડી નજીક તો આવ્યો હતો.
પણ સાધનાએ જ જાણે પોતાની આજુબાજુ એક દીવાલ ચણી દીધી હતી.
તેમ છતાં એક બાકોરા જેટલી જગ્યા માંથી સૌરભ અંદર પ્રવેશ્યો ..
એક ભુતકાળમાં પ્રવેશ્યો.......
સાધના ! ચાલ આજે એક મુવી જોવા જઈએ.
સૌરભ નો આ સીધો પ્રસ્તાવ હતો......
આજે ચાળીસી વટાવ્યા પછી સૌરભ સાધનાની થોડી નજીક તો આવ્યો હતો.
પણ સાધનાએ જ જાણે પોતાની આજુબાજુ એક દીવાલ ચણી દીધી હતી.
તેમ છતાં એક બાકોરા જેટલી જગ્યા માંથી સૌરભ અંદર પ્રવેશ્યો
સાધના ! ચાલ આજે એક મુવી જોવા જઈએ.
સૌરભ નો આ સીધો પ્રસ્તાવ હતો......
એટલે સાધનાએ સ્વીકારી લીધો.
સાંજે સૌરભનો મનગમતો એ જ બાંધણી વાળો ડ્રેસ પહેરીને સાધના તૈયાર થતી હતી.
અરીસામાં આજે જાણે કેટલા વખત પછી સાધના પોતાને નીરખી રહી હતી.
એને ભૂતકાળની એક ઘટના યાદ આવી ગઈ...
******
સાધના થોડી શરમાળ હતી એટલે એ ક્યારેય સૌરભની સામે કપડાં ન બદલતી.
તે દિવસે પણ એવુ જ થયુ.
સાધના ચેન્જ કરતી હતી અને સૌરભનુ આવવાનુ થયુ.
એટલે સાધના અટકી ગઈ પાસે પડેલો લાલ ટુવાલ એણે વીંટાળી દીધો એકે અંગ દેખાતુ નથી ને !
એની ખાતરી પછી સાધના સૌરભના જવાની રાહ જોવા લાગી.
અચાનક સૌરભે છણકો કર્યો...
એમ પણ તારામાં લેવાનું શું છે ? !!
સાધના એ ક્યારેય પોતાના રૂપનું અભિમાન કર્યું જ ન હતુ.
પણ આ તો સ્વમાન પર તમાચો હતો.
તો પણ સ્વમાની સાધના આ અપમાન જીરવી ગઈ.
આજે પણ સાધનાના ગાલ એ તમાચાથી લાલ હતા.
અને તેણે બાંધણીનો ડ્રેસ બદલી નાખ્યો...
ચાલ રેડી ?
હા
તુ બહાર આવ હું ગાડી કાઢુ....
અને બંને કોઈપણ જાતની વાતચીત વગર થિયેટર પાસે આવી ગયા.
તુ પહોંચ હું આવ્યો...
સૌરભ નો આ કાયમ નો નિયમ હતો...
સાધના ચૂપચાપ ગાડીમાંથી ઉતરી થિયેટર તરફ જવા માંડી
(સાધનાને ગમતુ...
એને થતું..... ક્યારેક તો સૌરભ હાથ પકડીને મને મોલ કે થિયેટરમાં લઈ જાય..)
સાધના ચૂપચાપ ગાડીમાંથી ઉતરી થિયેટર તરફ જવા માંડી.
છુટ્ટા વાળમાં આગળ વધતી સાધના આજે પણ મહાશ્વેતા સમાન લાગતી હતી.
ઇન્ટરવલ સુધી માં બંને વચ્ચે કોઈ જ વાતચીત નહીં.
ઈન્ટરવલમાં એક કોલેજ ફ્રેન્ડ મળી જાય છે...
સાધના....... પાછળથી કોઇએ બૂમ પાડી.
અને સાધનાએ પાછળ ફરીને જોયું એને ઓળખતા વાર ન લાગી...
મીરા...?
હા મીરા... ક્યાં ગાયબ છે તુ ?
ના કોઈ કોન્ટેક્ટ ના કોઈ સોશિયલ મીડિયા.
હમણાં જ fb પર રિયુનિયન ગ્રુપ બનાવ્યું.
અને અમે બધા ભેગા થયા હતા.
તુ, શીતલ અને સૌરભ સિવાય Almost બધા જ હતા.
મીરા ફોન હાથમાં લઈને સર્ચ કરવા માંડી ચાલ બોલ insta id F B પર નામ ? Account ?
સાધના એ મીરાના હાથમાંથી ફોન લઈ લીધો...
જેનું અસ્તિત્વ જ નથી એને શોધવાનું રહેવા દે.
What ?
કોઈ સોશ્યલ મીડિયા use નથી કરતી ?
સાધના તુ કઈ જિંદગી જીવે છે ?
જવાબ આપવાનુ યોગ્ય ન લાગતાં સાધના આમતેમ જોવા માંડી.
અને ઈન્ટરવલ પૂરો થયો..
બન્ને એકબીજાને કોન્ટેક નંબર આપી છુટા પડ્યા..
બીજી જ સાંજે મીરા નો કોલ આવ્યો.
મીરા સાથે લાંબી વાતચીત બાદ સાધના આજે ઘણા સમય પછી હળવી થઈ હતી.
બંનેએ નેક્સ્ટ સન્ડે મળવાનું નક્કી કર્યુ...
અને ડ્રેસ કોડ પણ નક્કી થયો ...
બ્લુ જીન્સ બ્લેક ટીશર્ટ.
સાધના પાસે જીન્સ તો હતુ પણ black ⚫ T shirt ન હતુ ....
તેણે પોતાનું ફિગર સરસ રીતે મેન્ટેન પણ કર્યું હતું એટલે દિયાનુ black T shirt એને આવી ગયુ....
સાધના આજે પણ કોઈને પણ ઘાયલ કરવા જેટલી જ ઇનફ બ્યુટીફુલ હતી.
બંને ડિનર માટે ભેગા થયા હતા.
કોલેજ સમયની ઘણી બધી વાતો કરી..
સાથે ઘણી બધી સેલ્ફી લીધી..
આટલા ત્રણ કલાકમાં મીરાએ સાધનાને સોશિયલ મીડિયા વિશે ઘણું બધું શીખવી દીધું હતું.
fb ..
insta ...
દરેક પર એકાઉન્ટ બનાવી આપ્યા.
જો આમ post કરવુ તેમ post કરવુ ...
સાધના પાસે તો એટલા બધા પીક પણ ન હતા કે એ fb કે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી શકે.
આજે મીરા સાથે એણે ઘણી બધી સેલ્ફી લીધી.
જે પોસ્ટ કરી...
ઘણી બધી ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ આવી ..
એક્સેપ્ટ કરવી ન કરવી....
એમાં હવે સાધના ખાસ્સી busy રહેવા લાગી...
સાધનાએ વિચાર્યું સૌરભ પણ ઘરે આવ્યા પછી ફોનમાં આ બધામાં જ બીઝી રહે છે ને !
અને આજે...
સાધનાએ પોતાનો પોતીકુ ફલક બનાવી દીધું હતું...
જેમાં હવે સાધના ઉડવા તત્પર હતી.. અને હવે સાધના સોશિયલ મીડિયા પર active રહેવા લાગી.
પણ સાથે સાથે પોતાના પરિવારની અવગણના કરવાની ભૂલ જરા પણ ન કરતી.
દિયા ને જાણ થતાં જ ...
અરે વાહ મમ્મી હવે તુ ખરી જિંદગી જીવવા લાગી.
સાચું કહે તો સાધનાને હવે આ જિંદગી ગમવા લાગી હતી.
સાધનાના જીવનનો આ જાણે બીજો અધ્યાય હતો.
એક દિવસ fb પર આદિત્ય નામથી કોઈની request આવી.....
સાધનાથી એ accept થઈ ગઈ.....
સાધના અજાણતા જ એની સાથે message થઈ વાત કરવા લાગી....
સાધનાને પોતાના ખાલી જીવનમાં ખાલીપો ભરાઈ ગયાનો અહેસાસ થવા લાગ્યો...
fb પર વાતચીત સુધીનો જ સંબંધ હતો.... એટલે સાધનાને એમાં કંઈ જ ખોટુ લાગતુ ન હતુ.
આમ પણ સૌરભ હંમેશા સાધનાને એમ જ કહેતો તારી સાથે શું વાત કરુ??
આ બાજુ આદિત્ય તારી સાથે જ વાત કરુ...
આ બંને ફલકમાં સાધનાને ઊડવા માટે પાંખ મળી ગઈ હતી...
સાધનાની દરેક પોસ્ટ પર આદિત્યની કોમેન્ટ હોય જ.
એવું ન હતું કે આદિત્ય કોઈ લંપટ કે બેકાર યુવાન હતો.
સારું એવું ભણેલો અને સારી એવી સોફ્ટવેર કંપનીમાં જોબ કરતો હતો.
પણ ગયા જન્મનું લેણું કે જે ગણો તે સાધનાને આદિત્ય નો સંગાથ ગમવા લાગ્યો.....
સાંજ પડે ને સૌરભ તો ઓફિસથી આવી જમીને સીધો નીચે બાંકડે બેસવા જતો રહેતો.
સાધના આખા દિવસની દિનચર્યા કહેવા માટે સૌરભની રાહ જોતી..
પણ સૌરભ તો..
તારી સાથે શું વાત કરું ??
એમ કહીને નીચે જતો રહેતો..
રાતના થોડો સમય થાય એટલે સાધના ફોન કરતી ચાલને ....ઊંઘવાનો ટાઈમ થયો છે.
મને તારા વગર ઊંઘ ન આવે..
તુ સુવા માંડ....
રાતના
12
12:30
1
1:30
સૌરભનુ કંઈ જ નક્કી નહીં ..
સાધના આમ તેમ પડખાં ફરતી...
ઊંઘ ન આવતી એટલે સવારે પણ એના શરીરમાં કોઈ charm જ ન રહેતો.
પણ હવે..
હવે સાધના એકલી ન હતી.
એનો સાથ આપવા માટે આદિત્ય હતો.
રાતે સૌરભ આવે ત્યાં સુધી આદિત્ય તેની સાથે મેસેજથી વાત કરતો.
એકવાર સાધના અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતી હતી..
સેલ્ફી અને અરીસાનુ પ્રતિબિંબ આમ સાધનાનું મન બદલાતું હતુ...
કયો pic post કરુ ની અવઢવમાં હતી ને. ......
ફોન પર કોઈ અજાણ્યા નંબર પરથી રીંગ આવી..
એકવાર સાધના અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતી હતી..
સેલ્ફી અને અરીસાનુ પ્રતિબિંબ આમ સાધનાનું મન બદલાતું હતુ...
કયો pic post કરુ ની અવઢવમાં હતી ને. ......
ફોન પર કોઈ અજાણ્યા નંબર પરથી રીંગ આવી.. પણ
સાધનાએ ફોન રિસિવ ન કર્યો બીજી વખત પણ રીંગ આવી અને ત્રીજી રીંગે સાધનાએ ફોન રિસીવ કર્યો ..
હલો કોણ ?
આદિત્ય બોલુ છુ...
ફોનમાં પણ જાણે આદિત્યનુ સ્મિત રેલાઈ રહ્યું હતું ..
અને અવાજ સાંભળતા જ ટાઇમ મશીને જાણે સમયને થંભાવી દીધો હોય,
એમ સાધના કયાં સુધી ફોન પકડીને જ ઉભી રહી....
હલો હલો ..આદિત્ય is here ..સાધના આર યુ ધેર?
થોથવાતી જીભે...યસ.. હા ..બટ મારો નંબર તને કઈ રીતે મળ્યો ??
મેડમ fb પરથી...
વૉટ?
હા fb ની ડિટેલમાં તમે તમારો નંબર પણ લખ્યો છે મેડમ..
ઓહ
હવે પહેલા સેટિંગમાં જા અને ત્યાંથી તારો નંબર ડીલીટ કર.
હં....કર્યો બોલ હવે ..
કંઈ નહિ એમ જ call કર્યો..free છે ?
હા ના હા I mean હા ફ્રી છું.
સાંજે અવાશે તારાથી.... નજીકના પાર્કમાં..
ના આદિત્ય હું એ ટાઈપની નથી...
અને સામે જોરથી હસવાનો અવાજ આવે છે..
અને એ અવાજ સાથે સૌમ્યતા ભળે છે.
એટલે જ તને મળવું છે સાધના,
તુ સૌથી અલગ છે. મળશે ? પ્લીઝ ?
હા... ok...
બંને મળ્યા...
ખૂબ વાતચીત કરી ..
ક્યાંય પણ બંનેને એવું ન લાગ્યું કે, બંને પહેલી જ વાર મળી રહ્યા છે.
ઢગલો વાતચીત કરી, મન ભરીને વાતચીત કરી.
બન્ને છુટા પડ્યા.
ઘરે આવીને સાધનાને લાગ્યું કે આજે મન આટલું હળવુંફૂલ કેમ લાગે છે !
માનો મણ મણનો કોઈ ભાર મગજ પરથી ઉતરી ગયો હોય ....
સાધના અને આદિત્યના સંબંધ કંઈક અલગ હતા.
મૈત્રીના રિવાજથી થોડા આગળ વધી પ્રણયની પરિસીમા સુધી બંને વધ્યા ન હતા.
બસ એવું જ કંઈક આ સંબંધમાં હતુ.
જે સંબંધ કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચે હતો,
એ જ હતો આ પવિત્ર સંબંધ.
કે જે સાધનાના જીવનની દરેક કડીઓ જોડી આપતો હતો.
સાધના હવે ફરીથી જીવન જીવવા લાગી હતી.
બંને વારંવાર મળતા રહ્યા..
ના કોઈ પ્રપોઝ ના કોઈ પ્રેમ ..
બસ મળતા જ રહ્યા..
પણ પ્રેમ પોતાની જગ્યા કરી જ લે છે.
તેમ.....
તેમ એક રંગીન સાંજે..
સાધના ! હું તને ચાહવા લાગ્યો છું.🥰
સાધનાએ જરા પણ અચકાયા વગર મહાશ્વેતા ની માફક એ જ વાક્ય રિપિટ કર્યું હું પણ આદિત્ય.❣
આદિત્યએ સાધનાને હગ આપવા બે હાથ પહોળા કર્યા.
અને...
દુનિયાદારીના બધા જ રસમ પોતાની કાંચળી પરથી ઉતારી..
......... સાધના આદિત્ય ની બાહો માં સમાઈ ગઈ.
આદિત્ય આમ તો પ્રેમમાં કોઇ શરત હોતી નથી.
પણ એક શરત સાથે આપણો પ્રેમ આગળ વધશે.
બોલ સાધના ..
આપણો પ્રેમ હગ થી આગળ વધશે નહીં..
your hug is my life બસ એ જીવન આમ જ વહેતુ જીવન બની વહેવા દેજે.
For sure આમ જ થશે સાધના.
અને .....
આજે એ સંબંધને ચાર વર્ષ પુરા થવા આવ્યા હતા.
પણ.....
પણ બંને હગ થી આગળ ન વધ્યા તે ન જ વધ્યા.
"એક પવિત્ર પ્રેમ સ્થાપિત થઈ ચૂક્યો હતો ....
જે ફક્ત અને ફક્ત આત્મા સુધી જ સીમિત હતો."
સાધનાને આદિત્ય માટે ખૂબ પ્રેમ અને સાથે માન પણ એટલુ જ હતુ.
એ પ્રેમિકા ઓછી અને મિત્ર વધારે હતી.
એટલે જ સમજતી કે એક યુવા હૈયાને સંવેદના સાથે શાની જરુરીયાત હોય છે..
એ બંને વચ્ચે ઘણીવાર આ બાબતે પણ વાત થતી...
ત્યારે આદિત્ય હસવામાં કહેતો પણ ખરો તુ જ માની જતી હોય તો ? અને સાધના હસવામાં કાઢી નાખતી...
ઉપરથી,
આદિત્ય sorry કહેતો ત્યારે તો સાધના પોતાને ખૂબ ભાગ્યશાળી માનતી.....
એ ઘણુ સમજાવતી ..
આદિ મેરેજ કરી લે પ્લીઝ...
ના તું છે ને !
પણ હું તને એ સુખ નથી આપી શકતી જેની તારે જરૂર છે.
પણ મને બસ તારી જરૂર છે, સાધના.
અને સાધના આટલા પવિત્ર પ્રેમ માટે પરમેશ્વરની આભારી આભારી થઈ જતી.
આવો જ રહેજે આદિત્ય...
અને આદિત્યએ હાથમાં પકડેલો સાધના હાથને જરા વધારે હુંફાળો સ્પર્શ આપી, એક પ્રોમિસ કર્યું..
સાધના હું આવો જ રહીશ...
જિંદગીભર તારી સાથે જ રહીશ ...
કોઈ દિવસ તારો સાથ છોડીશ નહીં...
આદિત્ય લગભગ દરેક મુલાકાતમાં ..
દરેક મેસેજમાં આ વાત અચૂક કહેતો.
હું તારી સાથે જ છું. તારી સાથે જ રહીશ. હું કોઈ દિવસ તારો સાથ છોડીશ નહીં ..
સામે છેડે સાધના આવા કોઈ વચન આપતી નહીં.
ફક્ત એ આદિત્ય આપેલા વચનને વાગોળતી રહેતી....અને એ વચનને હુંફાળા સ્પર્શથી હૂંફાળા રાખતી ..
જીવંત રાખતી ...
એ ફક્ત એક જ વાક્ય આદિત્યને હંમેશાં કહેતી,
આદિત્ય Your Hug is my Life...
બસ જીવનભર મને આ જ આપજે..
બીજું હું તારી પાસે કંઈ જ માંગતી નથી...
એ હગ તને જીવનભર મળશે સાધના.
મારા પર ભરોસો રાખજે ....
અને સાધના એ હગ એ વચનથી પુલકિત થઈ જતી...
જે કમી સૌરભ પૂરી ન કરી શક્યો એ કમી આદિત્યે પૂરી કરી..
કહેવાય છે કે તમે જો કોઈ ની જરૂરિયાત બનો તો એ તરત પૂરી થઈ જતી હોય છે.
અને બીજી શરૂ પણ થઈ જતી હોય છે.
પણ..
જ્યારે તમે કોઈક ની કમી બનો ત્યારે એ સ્થાન ફક્ત તમારા અને તમારા પુરતુ જ સીમિત રહે છે.
સાધનાના જીવનમાં આદિત્ય નું હોવું એ આ કમી સમાન જ હતુ.
સૌરભ જરૂરિયાત તો પૂરી કરતો જ ન હતો.
પણ સાધનાના જીવનની કમી પણ પૂરી કરતો ન હતો.
સાધનાના જીવનમાં જે કમી હતી એ ફક્ત અને ફક્ત આદિત્યએ પુરી કરી.
કહેવાય છે કે, ....પ્રેમમાં પડેલી દરેક વ્યક્તિ અદભુત રીતે સુંદર હોય છે.
તેમ... સૌરભને સાધનાને ઓળખતા વાર ના લાગી.
સાધનાને એમ જ કે પોતાની લાઈફમાં બીઝી સૌરભને આ બધાની ભનક પણ ન લાગશે.
પણ થયું ઊંધું ..
સૌરભને આ બધાની જાણ થઈ ગઈ.
અને બંને ના ફોટા સાથેના proof સાથે સાધનાને સામે બેસાડી દીધી.
ફોટા આંખ સામે જ હતા.
હવે ??
સાધના અને આદિત્યનું જીવન ...
સાધના અને સૌરભનુ જીવન કયો વળાંક લે છે.
સૌરભને આ બધાની જાણ થઈ ગઈ.
અને બંને ના ફોટા સાથેના proof સાથે સાધનાને સામે બેસાડી દીધી.
ફોટા આંખ સામે જ હતા.
સાધના અને આદિત્ય મોલમાં ફરવા ગયા હતા,
ત્યાંનો pic હતો.
સાથે સરસ મઝાનુ caption પણ હતુ.
જબ તુમ મુજે દેખતે હો ..
તો મુજે લગતા હૈ કે મેં બહોત ખૂબસૂરત હું...
જબ તુમ મુજે પ્યાર કરતે હો ..
તો મુજે લગતા હૈ કી મે બહોત ખુશ નસીબ હું...
ઔર...
જબ મેં તુમ્હારી બાહો મેં હોતી હું...
તો ..
મુજે લગતા હૈ કી મે દુનિયા કી સબસે મહેફુઝ જગહ પે હું
સાધના હંમેશા આદિત્યને આ ડાયલોગ કહેતી....
તે દિવસે પણ સાધના પાસે પોતાની feelings વ્યક્ત કરવા આ જ શબ્દો... આ જ લાગણીઓ હતી....
ફોટા આંખ સામે જ હતા.
એટલે સાધના પાસે સ્વીકાર કરવા સિવાય છૂટકો ન હતો.
થોડી મારઝૂડ ....
થોડી ગાળો...
થોડી કચકચ...
અને ઘણો બધો ઝઘડો......
આ બધું બે વર્ષ સુધી ચાલ્યું....
અંતે સાધનાએ માફી માંગી.. અને આદિત્ય સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધુ...
પણ જીવન ક્યારેય પૂર્ણવિરામની સંમતિ
આપતુ નથી...
એ સંમતિ માત્ર ને માત્ર મૃત્યુ પાસે જ છે.
સાધનાએ માફી માંગી..
તો સામે પક્ષે સૌરભે પણ માફી માંગી.....
મારી જ ભૂલ છે સાધના...
પૈસા કમાવવા પડ્યો, અને તને સમયના આપી શક્યો.
પણ સૌરભ ! મે તારી પાસે ક્યારેય પૈસાની માગણી કરી જ હતી.
ફક્ત એક માન-સન્માન પ્રેમ સમય માંગ્યો હતો,
કે જે તુ નિ:ક્ષુલ્લક આપી શક્યો હોત.
4 થી 6 મહિના સૌરભે સાધનાને ખૂબ સાચવી...
પણ જે પ્રેમમાં બનાવટનું મિશ્રણ ઉમેરાઈ જ ગયુ હતુ,
એ મિશ્રણ સમય જતા ઉભરાવાનુ જ હતુ.
થોડો સમય જતા જ સૌરભ પોતાના અસલી મિજાજમાં આવી ગયો.
એ જ અપમાન સાધનાના મનોજગત પર ફરીથી અથડાવા લાગ્યું.
સાધના ફરીથી એકલી પડવા લાગી...
સૌરભનુ એ જ રૂટીન ...રાતે late આવવુ...વાતો ન કરવી....દરેક બાબતમાં રોકટોક...
રાતે જ્યારે સાધના એકલી પડતી...ત્યારે આદિત્યને ખૂબ મીસ કરતી.
સાધનાને વિચારતી કે સૌરભે મને લગ્ન પછી એકલી જ મૂકી દીધી હતી...જેમાં આદિત્ય મારી એકલતાનો સહારો બની આવ્યો હતો..
સૌરભે એ સહારો પણ છીનવી લીધો અને એ પોતે પણ મારાથી દૂર થઈ ગયો....
સાધનાને એ જ વાતનુ વધારે દુઃખ હતુ કે ..
સૌરભ જ્યારે પોતે જ મને સમય આપવા સક્ષમ ન હતો...
સૌરભ જ્યારે પોતે જ મને પ્રેમ કરવા સક્ષમ ન હતો...
સૌરભ જ્યારે પોતે જ મને માન આપવા સક્ષમ ન હતો...
તો...
મને આદિત્યથી અલગ કેમ કરી...?????
*****
એક સૌરભ જે ક્યારેય સાધનને હુંફાળો સ્પર્શ ન આપી શક્યો..
એક આદિત્ય જે હંમેશા લાગણીથી તરબોળ, માનથી ભરપૂર પ્રેમ આપતો હતો.
સાધનનુ મન બસ આમાં જ અટવાતુ...મનના વિચારો મનની દિવાલ સાથે અથડાઈને સન્નાટામાં ફેરવાઈને ફરીથી સાધનાના મનોજગત પર અથડાઇ જતા....
અથડાટ અને સન્નાટો..આ બે ની વચ્ચે સાધનાએ આજે જે નિર્ણય લઈ લીધો હતો....એ દરેકને કાળની એક થાપટ સમાન હતો....
સાધનાએ મનને મનાવી જે નિર્ણય કર્યો એ બીજાને શાંતિ આપે કે ન આપે પણ પોતાને સાંત્વના આપવા ભરપૂર હતો.
દરેક જણ સાધનાને સાંભળી રહ્યા હતા, એક પુસ્તક ની જેમ વાંચી રહ્યા હતા....
કેમકે.....
મહાશ્વેતા સમાન સાધના આજે પોતાને એક પુસ્તકની જેમ ખોલી રહી હતી...
પ્રેમના અંતને જાણવા હું ફરીથી પ્રેમની શરૂઆત તરફ જ ગઈ..
સૌરભ સાથેના સંસારની શરૂઆતમાં જ ગાંઠ હતી.
મને હરિદ્વાર નહિ જવાઈ.....
મારા હાથનું જમવાનું ન જમવું...
મારી સાથે વગર કારણે વાતચીતમાં શૂન્યતા લાવી દેવી...
હરેક વખતે મારી અપમાન જનક શબ્દોમાં ઝાટકણી....
આદિત્ય સાથેના મારા જીવનમાંથી મારી જ બાદબાકી કરી નાખવી.....
આ બધા માટે કારણ જાણવા જેટલા ધમપછાડા કર્યા..
એટલા જ બમણા જોરથી ઉંધા માથે પટકાઇ. .
ભલે ને ! ...ઘા ન દેખાયા પણ લોહીલુહાણ થઇ ગઇ...
સંતાનો જ જીવવાનુ એક માત્ર કારણ સમજી જીવી રહી હતી...પણ ત્યાં પણ જોયુ કે દરેક જણ પોત પોતાના વર્તુળમાં સમાઈ ગયા હતા.
તો પણ એકલી જ આગળ વધતી ગઈ...
હુંફાળા અવસર સમાન આદિત્ય મારા જીવનથી સંપૂર્ણ દૂર થઈ ગયો છે,ની ખાતરી થતા જ સૌરભ પણ મારા જીવનથી દૂર થતો ગયો...
એ હુંફાળા સ્પર્શ થી કદાચ જીવન તો વ્યતિત થઈ જ જતે પણ સૌરભ ને એ પણ મંજુર ન હતુ.
આદિત્યએ આપેલ હુંફાળા સાથથી હું જીવન વ્યતિત કરી જ દેતે...
પરંતુ મારે પણ જીવનના ધ્યેયને યોગ્ય વળાંક આપવો હતો....
એ જરુરી પણ હતુ....
આ નિર્ણય મને... મનને શાંતિ આપશે.
પણ એનો મતલબ એવો જરા પણ નથી,
કે હું સ્વાર્થી બની ગઈ છું.
કેમકે સ્વાર્થના એ રસ્તા પર તો શાંતિનું અસ્તિત્વ જ નથી...
પણ જીવનના અંતના થોડા દિવસો પ્રકૃતિમાં ભળવા પહેલા પ્રકૃતિ સાથે વિતાવવા છે.
નિર્ણય :-
ભાંગી પડેલી સાધનાએ હવે સ્વસ્થ થઈ એક સ્વસ્થ નિર્ણય લઈ લીધો હતો...
પ્રોપર્ટીનો દરેક હિસ્સો સમાન હિસ્સામાં વહેચી ...
દરેકને પોતાનુ પોતીકુ ફલક આપી...
કન્યાકુમારીમાં આવેલ બ્રહ્મકુમારી આશ્રમમાં મહાશ્વેતાનું જીવન જીવવા મકકમપણે આગળ વધી ગઈ હતી.....
મહાશ્વેતા એક સાધના .....