પરાગિની - 35 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પરાગિની - 35

પરાગિની – ૩૫


શાલિની સમર પાસેથી જાણી લે છે કે તેમનું શુટીંગ ક્યારે પતવાનું છે..!

શુટીંગ પત્યા બાદ શાલિની ટીયા પાસે જાય છે.

શાલિની- તારે ફક્ત મારી માટે એક નાનું કામ કરવાનું છે.

ટીયા- શું કામ છે?

શાલિની તેને સમજાવે છે કે શું કરવાનું છે તે..!

ટીયાને તેનું કામ કરાવવામાં બદલામાં શાલિની ટીયાનું કામ કરે છે તે રિનીને બોલાવી બધુ જાણી લે છે કે રિની ટીયા વિશે શું જાણે છે અને શાલિની રિનીને ના કહે છે કે પરાગને હમણાં કોઈ વાત ના કહે.. જ્યાં સુધી કોઈ પ્રૂફનાં મળે ત્યાં સુધી તો નહીં જ...!

રિની શાલિનીની વાત માનીને તેના કામ પર જતી રહે છે. શાલિની ટીયાને ફોન કરી કહી દે છે કે રિની પરાગને ફેક પ્રેગ્નન્સીનું નહીં કહે..! ટીયા ખુશ થઈ જાય છે અને તે શાલિનીને કહે છે, મોમ થેન્ક યુ.. હવે હું તમારું કામ પણ કરી દઈશ..!

લંચમાંથી આવ્યા બાદ નમન ફોટોગ્રાફર પાસેથી બધા ફોટો લઈ તેના લેપટોપમાં સેવ કરી દે છે. નમન બધા ફોટો તેના લેપટોપમાં લેતો હોય છે તે ટીયા જોઈ લે છે.

ટીયા નમન પાસે આવે છે અને કહે છે, તમે બંને અહીં શું કરો છો? ચાલો ત્યાં બધા વેઈટ કરે છે તમારી આપણો પ્રોજેક્ટ પૂરો થયો તેની સેલિબ્રેશન કરવાના છે.

નમન- હા, બસ હમણાં જ આવ્યા..!

ટીયા બહાર જઈ એક જગ્યાએ છૂપાય જાય છે.

નમન તેનું કામ પૂરું કરી લેપટોપ ટેબલ પર મૂકીને જ જતો રહે છે.

નમનનાં ગયા બાદ ટીયા ફટાફટ ત્યાં આવે છે અને લેપટોપ ખોલી પોતાની સાથે લાવેલ પેનડ્રાઈવમાં બધા જ ફોટો કોપી કરી લે છે, કોપી થઈ ગયા બાદ ટીયા લેપટોપ બંધ કરી પેનડ્રાઈવ લઈ ત્યાંથી જતી રહે છે. ટીયા તેનું કામ સફાઈથી કરે છે પણ તે ભૂલી જાય છે કે નમન જે રૂમમાં બેઠો હોય છે ત્યાં સીસીટીવી કેમેરો પણ લગાવેલો છે.


શાલિની અને ટીયા બંને એક જ ગાડીમાં ઘરે જવા નીકળે છે.

શાલિની- મારું કામ થઈ ગયું?

ટીયા- હા, કામ થોડું મુશ્કેલ હતું પણ કરી લીધું..!

શાલિની- કોઈએ જોઈ નથીને તને?

ટીયા- ના.. કોઈ જ નહોતું..!

શાલિની- હા, તો પેનડ્રાઈવ આપ મારું...

ટીયા- પણ તમે કોન્સેપ્ટ ચોરી કેમ કરાવ્યો?

શાલિની- બરબાદી માટે...

ટીયા- કોની? પ્રોજેક્ટની? પણ પ્રોજેક્ટની બરબાદી થશે તો લોસ તો કંપનીને જશે અને ઘરમાં ઝગડા થશે કેમ કે સમર પણ પચાસ ટકાનો હિસ્સો ધરાવે છે આ પ્રોજેક્ટમાં..!

શાલિની- સમરને કશુ જ નહીં થાય..! પ્રોજેક્ટ બરબાદ થશે તો બધુ નુકશાન પરાગને ભોગવવું પડશે અને સફળ જશે તો બધુ પ્રોફીટ કંપનીને મળશે એવી ડીલ મારી અને પરાગ વચ્ચે થઈ ગઈ છે.


રાત્રે પરાગ, સમર અને માનવ પરાગના ઘરે નીચે ગાર્ડનમાં બેઠા હોય છે.

માનવ- મને એક વાત જાણવા મળી છે રિનીની..!

સમર- શું વાત છે?

માનવ- રિની બે-ત્રણ દિવસથી નમન સાથે રહે છે.

પરાગને શોક લાગે છે.

સમર- શું વાત કરે છે! તને કોણે કહ્યું?

માનવ- મને એશા અને નિશા પાસેથી જાણવાં મળ્યું..!

એશા અને નિશાએ આ વાત માનવને કહી હોય છે. આ પ્લાનનો હિસ્સો નથી હોતો પણ તેઓ રિનીની મદદ કરવાં માંગતા હોય છે તેથી તેમણે માનવને કહ્યું હોય છે કેમ કે માનવ બધી જ વાત પરાગને કહેતો હોય છે પરંતુ એશા અને નિશા નથી જાણતા કે તેમની આ વાત સાચેમાં રિનીને મદદ કરશે કે નહીં..! એશા અને નિશાએ માનવને કહેલી વાત હજી રિની જાણતી નથી..!

પરાગના ઘરનું વાતાવરણ ગંભીર થઈ જાય છે.

સમર- માનવ તું એક કામ કરીશ.. કંઈક ઠંડુ પીવાનું લઈ આવીશ? મારી અને ભાઈ માટે અને તારા માટે પણ..

માનવ- હા, જરૂર...

માનવના ગયા બાદ...

સમર- ભાઈ.. હવે શું વિચાર્યુ છે?

પરાગ- આટલું બધુ થઈ ગયું અને મેં નોટિસ જ ના કર્યુ..!

સમર- તમે આટલા સમયથી તમારા મેરેજની તૈયારીઓનાં વ્યસ્ત હતા તો કેમના નોટિસ કરવાના..!

પરાગ- હા.. પણ મને સમજ નથી પડતી કે કોઈ વ્યક્તિ આટલી જલ્દી કેમનું બદલાય જાય?

સમર- એ પણ તમારી વિશે આવું જ વિચારતી હશે ભાઈ..! તમે ક્યારેય પણ તમારા દિલની વાત એને કહી છે?

પરાગ- ના...

સમર- તમે રિનીને કહ્યું છે કે તમારી અને ટીયા વચ્ચે હવે કંઈ જ નથી?

પરાગ- ના....

સમર- તમે ક્યારેય પણ એને એવો અહેસાસ પણ કરાવ્યો છે કે તમે એને પસંદ કરો છે?

પરાગ- ના..

સમર- તમે રિનીને એવું કહ્યું છે કે તમને નમન સહેજ પણ નથી ગમતો?

પરાગ- હું એને કહેવા તો નહોતો માંગતો પણ મારાથી કહેવાય ગયુ હતું..!

સમર- વાહ.. ભાઈ.. તમારી તો શું વાત કરવી..! પહેલા એવું કહ્યું તે કે નમન નથી સારો અને હવે એવું કહ્યું કે નમન સારો છોકરો છે.

પરાગ- હવે શું ફરક પડે છે..! હવે તો એ નમનની સાથે જ રહે છે ને..!

સમર- ભાઈ... તમારું શું કરું હું..?

એટલાંમાં માનવ પણ બધા માટે કોલ્ડ ડ્રીંક લઈને આવી જાય છે.


રિની, એશા અને નિશા રાત્રે ડિનર કરી તેમના રૂમમાં બેઠા હોય છે.

એશા અને નિશાએ આજે જે વાત માનવને કહી તે જ વાત તેઓ રિનીને કહેવા માંગતા હોય છે.

નિશા- રિની અમારે તારી સાથે એક વાત કરવી છે.

રિની- હા, હું સાંભળું છું.. બોલ ને..

નિશા- તને તો ખબર જ છેને હું, એશા અને તું બહેનોની જેમ જ રહીએ છે.. એકબીજા માટે બહુ જ લગાવ છે આપણા ને...

રિની- હા, મને ખબર છે... જે વાત કહેવાની છે તે કે નિશા...

એશા- હા.. કહીએ છે... આજે માનવ મળવાં આવ્યો હતો.. હું અને નિશા સાથે જ હતા.. તે બધુ નમન વિશે પૂછતો હતો... અમે પણ સામે બધુ કહ્યું કે નમનને રિની ગમે છે અને રિનીને પણ નમન ગમે છે. અમે થોડી સમજદારી બતાવીને કહ્યું કે આજકાલ રિની નમન સાથે રહે છે...

રિની- શું??? તમે લોકોએ એવું કહ્યું કે હું નમન સાથે રહું છું? કેમ?

એશા- અમે એટલે કહ્યું કેમ કે માનવ આમ પણ બધી વાત પરાગને જઈને કહે જ છે તો અમે એને આવું કહ્યું જેથી પરાગ વધારે જેલેસ થાય..!

રિની- તમે આમ કેમ કર્યું?

એશા- અમે વિચાર્યુ કે આવું કહીશું તો તારી વાત થોડી આગળ વધશે..!

રિની- માનવે કહી પણ દીધુ હશે પરાગને... પરાગ ખબર નહીં શું સમજશે મને...? પરાગ પણ હવે મને ટીયા જેવી ચાલુ છોકરી સમજશે..! શું કર્યુ તમે લોકો એ આ? મારી તો ઈજ્જ્ત જ દાવ પર લગાવી દીધી... પરાગનો સામનો કેવી રીતે કરીશ હું... ખબર નહીં મારા વિશે શું વિચારતો હશે એ... યાર.. તમે કંઈક કરો છો તો કહીને કરો..!

એશા- શાંત થઈ જા.. રિની તું..

રિની- શું શાંત થાવ હું... તમે લોકો એ આખી ગેમ બગાડી નાંખી..!

એશા- હવે અમે શું કરીએ?

રિની- તમે હવે કંઈ જ ના કરશો..! હું જ કંઈ કરી લઈશ..!

એશા- ઓકે.

નિશા અને એશા તેમના બેડ પર બેસી જાય છે. નિશા એશાને મેસેજ કરે છે.

નિશા- હવે આપણે શું કરીશું? આપણે તો સારૂં કરવા જતા હતા ને આ તો ઊંધું થઈ ગયું..!

એશા- હા.. હવે આપણે કંઈ કરીને આપણી ભૂલ સુધારવી પડશે..!

નિશા- પણ કેમની?

એશા- વિચારું છું કંઈક..!

રિની ગુસ્સો કરી લાઈટ બંધ કરી સૂઈ જાય છે. એશા અને નિશા પણ સૂઈ જાય છે.

**********

સમર સવારે ડાઈનીંગ ટેબલ પર તેની મોમ, દાદી સાથે બ્રેકફાસ્ટ કરતો હોય છે. નવીનભાઈ મીટિંગ માટે સિંગાપુર ગયા હોય છે.

સમર- પહેલા ન્યૂઝ વાંચી લઉં પછી ગરમા ગરમ નાસ્તો અને પછી ઓફિસ..

દાદી- પહેલા શાંતિથી ખાઈ લે બેટા...

સમર- હા, દાદી જરા ન્યૂઝ વાંચી લઉં...

સમર ન્યૂઝ પેપર ખોલે છે જેમાં પહેલા જ પાનાં પર મોટી એડ આપી હોય છે જે જોઈને તો ચોંકી જાય છે.

સમર- વોટ? આ શું થઈ ગયું?

દાદી- શું થયું સમર?

સમર- એક મિનિટ દાદી...

સમર બીજું અંગ્રેજી ન્યૂઝપેપર ખોલીને જોઈ છે તેમાં પણ પહેલા પાનાં પર જ તેવી જ એડ હોય છે જેવી પહેલા ન્યૂઝપેપરમાં હોય છે.

સમર ફટાફટ પરાગને ફોન કરે છે.

પરાગ ફોન ઉપાડે છે.

પરાગ- હા, સમર.. આટલી સવારમાં કેમ ફોન કર્યો?

સમર- ભાઈ, તમે ન્યૂઝપેપર વાંચ્યું?

પરાગ- ના, કેમ?

સમર- પહેલા પેપર વાંચો જલ્દી...!

પરાગ- હા, જોવ છું જરા શ્વાસ તો લે...

આ બધા વચ્ચે શાલિની તેનું લુચ્ચું સ્મિત આપી શાંતિથી નાસ્તો કરતી હોય છે.


આ બાજુ ત્રણેય બહેનપણીઓ ચાલીને તેમના ઓફિસ જતી હોય છે.

રિની એશા અને નિશાને લડતી હોય છે.

રિની- આજે હું પરાગને શું મોં બતાવીશ? તમને અંદાજો પણ નથી કે તમે શું કર્યું છે તે... મારી લાઈફમાં પ્રોબ્લમ્સ ઓછા હતા કે તમે વધારી આપો છો..! આપણે પરાગનું ફક્ત ધ્યાન મારી બાજુ કરવાનું હતું મને બરબાદ નહોતી કરવાની...!

નિશા- સોરી યાર... અમે તારી માફી માંગી ચૂક્યા છે અને અમે માનીએ છીએ કે અમે ખોટું કર્યું... અમે તારી હેલ્પ કરવા જ માંગતા હતા..

એટલાંમાં જ રિનીની નજર એક મોટા હોર્ડિંગ બોર્ડ પર પડે છે.

રિની- વોટ...? ઈમ્પોસિબલ...!

એશા- શું થયું હવે? સોરી તો કહીએ છે તને...

રિની- અરે તમે સામે પેલા બોર્ડ પર જુઓ...

એશા- આટલી સારી એડ તો છે હવે તને એમા શું વાંધો છે?

રિની- અરે.. આ અમારો કોન્સેપ્ટ છે... આ બીજી કંપનીએ ચોરી કરી લીધો...!આ થીમ નમને આપી હતી અમારી કંપનીને... અને બીજી કંપની વાળાએ કોપી કરી લીધી... હવે શું થશે?


પરાગ ન્યૂઝ વાંચી બધાને ઓફિસ આવવા કહે છે.

પરાગ સખત ગુસ્સામાં હોય છે. તે નમનને બોલાવે છે કેમ કે કાલના શુટીંગના બધા ફોટો નમન પાસે હોય છે તેથી પરાગને નમન પર શક થાય છે.

પરાગ- આ કેવી રીતે થયું?

નમન- મને પણ નથી ખબર... પણ મને લાગે છે જે થયું તે ઓફિસમાંથી જ થયું છે..!

પરાગ- એટલે તું એવું કહેવા માંગે છે કે કોન્સેપ્ટ ચોરી ઓફિસમાંથી જ થયો છે?

નમન- હા.. પૈસા માટે કોઈ પણ વ્યકિત કંઈ પણ કરી શકે છે..!

પરાગ- તું પણ કરી જ શકે છે..!

રિની- સર.. તમે આ શું બોલો છો? આ થીમ નમને જ તૈયાર કરી છે..!

પરાગ રિની ને હાથ બતાવી વચ્ચે બોલવાનું ના કહે છે.

પરાગ- જ્યાં સુધી ખબર નહીં પડે કે કોણ છે ગુનેગાર ત્યાં સુધી તું ઓફિસ નહીં આવે..!

નમન- જુઓ... મેં કંઈ જ કર્યું નથી... અને હા.. નવી થીમ અને કોન્સેપ્ટ લાવીને હું તમને બતાવીશ... કંપનીને કટોકટીમાંથી હું કાઢીનો બતાવીશ..!

પરાગ- સારૂં... એક ચાન્સ આપ્યો તને.. બે દિવસમાં મને નવો કોન્સેપ્ટ જોઈએ...

પરાગ તેના કેબિનમાં જતો રહે છે અને નમન પણ નીકળી જાય છે ત્યાંથી..

થોડી સમય બાદ રિની પરાગની કેબિનમાં જાય છે.

રિની- સર.. એક અગત્યની વાત કરવી હતી... ન્યૂઝપેપરના એજન્ટ સાથે વાત થઈ ગઈ છે તેમણે કહ્યું કે ન્યૂઝ પ્રાઈવેટ રીતે છપાય છે કોઈ એજન્સી દ્ધારા નથી છપાય..!

પરાગ- મને ખબર જ હતી કે આવું જ કંઈક હશે..! નમનને ફોન કર અને તપાસ કર ક્યાં છે? સવારે આવ્યો પછી ગાયબ છે એ..!શું નમન નવો કોન્સેપ્ટ લઈ પાછો આવશે?

શું સમર અને પરાગ જાણી શકશે કે તેમનો આ કોન્સેપ્ટ કોણે ચોરી કર્યો?

શું એશા અને નિશા રિનીની પ્રોબ્લમ હલ કરી શકશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ- ૩૬


રેટ કરો અને રિવ્યુ આપો

Yogesh Raval

Yogesh Raval 1 વર્ષ પહેલા

DrDinesh Botadara

DrDinesh Botadara 1 વર્ષ પહેલા

Heena

Heena 1 વર્ષ પહેલા

Jigna patel

Jigna patel 2 વર્ષ પહેલા

Vishwa

Vishwa 2 વર્ષ પહેલા