પરાગિની - ૩૩ Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરાગિની - ૩૩

પરાગિની – ૩૩


પરાગ રિનીને ઊંચકીને બહાર લઈ જાય છે. પરાગ બહાર લઈ જઈ વળાંક પાસે એક ઝાડ નીચે રિનીને નીચે ઊતારે છે.

રિની- આવું કોણ કરે પરાગ સર?

પરાગ- હું...

રિની- હમ્હ...! હવે કહેશો શું વાત કરવી હતી તે?

પરાગ રિનીની એકદમ નજીક આવી જાય છે.

પરાગ- તો તું તૈયાર છે એ વાત સાંભળવા માટે?

રિનીને એવું હતું કે પરાગ તેના પ્રેમનો ઈઝહાર કરશે..!

રિની- હા, અહીં જ ઊભી છું.. અને સાંભળું પણ છું..

પરાગ તેના બંને હાથ ઝાડના થડ પર ટેકવીને ઊભો રહે છે અને રિની તેના બંને હાથની વચ્ચે હોય છે. રિની અને પરાગની વચ્ચે ફક્ત એક વેંતનું જ અંતર હોય છે.

પરાગ- જો હું તને એવું કહું કે....

રિની- શું?

પરાગ- મને..... મને એ છોકરો નમન તારી માટે બરાબર નથી લાગતો... મને નમન સહેજ પણ નથી ગમતો.

રિનીને ગુસ્સો આવે છે તે પરાગના બંને હાથ નીચે કરીને કહે છે, તમે મને ઊંચકીને ફક્ત આટલું કહેવા અહીં લાવ્યા? નમનની વાત કહેવા?

પરાગ- હા... તું મારી જવાબદારી છે.. તું મારી કંપનીનાં કામ કરે છે તો તારું ધ્યાન મારે રાખવું પડેને..!

રિનીને બહુ જ ગુસ્સો આવે છે... તે ગુસ્સો કંટ્રોલ કરતાં પરાગને કહે છે, આ મારી લાઈફ છે હું જે કરું એ... મારી લાઈફમાં દખલગીરી ના કરશો... હું એટલું તો સમજી જ શકુ છુ કે કોણ સારૂં છે અને કોણ નહીં...!

રિની પરાગને ધક્કો મારી ત્યાંથી જતી રહે છે. તેને ગુસ્સો કરતી જોઈ પરાગને હસવું આવી જાય છે.


આ બાજુ માનવ એશાને ઘરે મૂકી જાય છે.

પાર્ટીમાં સમર કંઈક વધારે જ ડ્રીંક કરી લે છે. તેને થોડી ચઢી પણ જાય છે. નિશા થોડી મૂંઝવણમાં આવી જાય છે કે સમરને ઘરે કેમની મૂકવા જઈશ?

પાર્ટી પતતા નિશા સમરને ડ્રાઈવીંગ સીટની બાજુમાં બેસાડે છે અને પોતે ડ્રાઈવીંગ સીટ પર બેસે છે. નિશા કારના પેપર્સમાં સમરના ઘરનું એડ્રેસ જોઈ લે છે. ગૂગલમેપમાં એડ્રેસ નાંખી તે ગાડી હંકારી મૂકે છે. ઘરે જતાં જતાં સમર બબડ્યા જ કરે છે. તેને જોઈ નિશા હસ્યા જ કરે છે.

નમન અને રિની પાર્ટી માંથી ઘરે જવા નીકળી જાય છે. નિશા એશાને ફોન કરી દે છે કે તે સમરને મૂકવા ઘરે જાય છે.

પરાગ અને જૈનિકા જ હોય છે બાકી બધા જ નીકળી ગયા હોય છે.

જૈનિકા- પરાગ... ચાલ બોલ તો તે રિની સાથે શું વાત કરી? તે કહીં તો દીધુ ને?

પરાગ- મારા મનમાં જે હતું તે કહીં દીધુ...

જૈનિકા- હા.. પણ શું કહ્યુ?

પરાગ- મેં રિનીને એજ કહ્યું કે નમન તારી માટે સારો છોકરો નથી...

જૈનિકા- બસ આજ કહ્યું? બીજુ કંઈના કહ્યું તે?

પરાગ- બીજુ શું કહેવાનું હતું?

જૈનિકા- કંઈ નહીં... આ તો કંઈ બીજી વાત થઈ હોય તો એમ...

પરાગ- સારૂં તો હું નીકળું... કાલે મારે કામ છે.. થેન્ક યુ ફોર ધીસ વન્ડરફૂલ પાર્ટી..! બાય..!

જૈનિકા- બાય.

પરાગના ગયા બાદ જૈનિકા બબડે છે, હે ભગવાન... આ છોકરાનું કંઈક કરો.... તેને કોઈ અહેસાસ કરાવો કે તે રિનીને પ્રેમ કરે છે.. ક્યારે તેને ખબર પડશે?


જૈનિકા રિનીને ફોન કરે છે.

જૈનિકા- યાર... આ પરાગને કેમ કંઈ ખબર નથી પડતી? મેં એને હિન્ટ આપી કે રિની સાથે જઈને વાત કર એમ... પણ તારી સામે બફાટ જ મારી...!

રિની- મને ઊંચકીને લઈ ગયા એ પણ એવું કહેવા કે નમન સારો છોકરો નથી...! હવે આમનું કંઈ જ નહીં થાય..! હું તો જધીમે ધીમે મારી ઉમ્મીદ છોડતી જઉં છું કે પરાગને પ્રેમનો અહેસાસ થશે...!

જૈનિકા- ના... રિની.. થોડી ધીરજ રાખ...! કંઈક તો જાદુ થશે જ..!

રિની- હોપ સો કે થાય...!

જૈનિકા- હા.. હવે સૂઈ જા.. ગુડ નાઈટ.. બાય.

રિની- હા, ગુડ નાઈટ.. બાય.


રિની,એશા અને નમન સાથે જ બેઠા હોય છે.

નમન- આ પરાગને સમજવો બહુ જ અઘરો છે.

રિની- હા, મને પણ અમુક વખત એ સમજાતો જ નથી.

નમન- ક્યાંક એવું તો નથીને કે એને આપણા પ્લાન વિશે ખબર પડી ગઈ હોય અને એ આપણી જ સાથે કોઈ ગેમ રમતો હોય?

રિની- પણ આ વાત તો મને, એશા, નિશા અને તને જ ખબર છે... અને હવે આ વાત જૈનિકાને ખબર છે પણ એ તો નહીં કહે.

બધી વાતતો ઠીક પણ નિશા ક્યાં છે?

એશા- એનો ફોન આવ્યો હતો તે સમરને મૂકવા તેના ઘરે જાય છે. સમરે કંઈક વધારે જ પી લીધું હતું તો....

રિની અને એશા બંને રૂમમાં જતા રહે છે. નમન પણ તેની રૂમમાં જતો રહે છે.


આ બાજુ નિશા સમરના ઘરે પહોંચી જાય છે. તે સમરને પકડીને ઘર તરફ લઈ જતી હોય છે પણ સમર તેને ગાર્ડન તરફ લઈ જાય છે.

નિશા- સમર અત્યારે ગાર્ડનમાં શું કરવું છે તારે?

સમર- બેસવું છે... મારે સૂઈ નથી જવું..!

સમર નિશાને પકડીને સ્વિમીંગ પુલ તરફ દોડતો લઈ જાય છે અને નિશાને લઈને તે પુલમાં પડે છે.

પુલમાં આવી રીતે પડવાથી નિશા હોબતાઈ જાય છે.

નિશા- સમર તું શું કરે છે આ? અત્યારે કંઈ સ્વિમીંગ કરવાનો સમય નથી..! ચાલ બહાર..

સમર- ના... હું તો અહીં જ રહીશ...

નિશા તેને જબરદસ્તીથી પકડી બહાર કાઢે છે અને પુલની ચેર પર બેસાડે છે.

રિની નિશાને ફોન કરતી હોય છે પણ નિશા ફોન ઊંચકતી નહોતી કેમ કે તે સમર સાથે પુલમાં હતી. રિનીને ચિંતા થવા લાગે છે કે રિની ઠીક તો હશે ને?

એશા- તું ચિંતા નહીં કર તે મને કહીને ગઈ છેને...!

રિની- હા... બસ હવે બધુ સરખું થઈ જાય.. તું અને માનવ પણ એક થઈ જાવ... અને મારા એને પરાગ વચ્ચે પણ..!


પરાગ બેડ પર સૂવા પડ્યો હોય છે પણ આંખોમાં ઊંઘ નથી... રિનીને બીજા છોકરા સાથે જોઈ તેનું મન બેચેન થઈ જાય છે. રિની સાથે વિતાવેલ બધા ક્ષણોને તે યાદ કરતો હોય છે. યાદ કરતાં કરતાં તે સૂઈ જાય છે.


સમર અને નિશા કપડાં બદલી લે છે. સમરને થોડું ઊતરવા લાગે છે તેથી તે સારૂં ફિલ કરે છે. નિશા સમરના કપડાં પહેરી લે છે. બંને કપડાં બદલી બહાર બેઠા બેઠા વાતો કરે છે અને બંને ત્યાં જ સૂઈ જાય છે.

**********

સવારે સાત વાગ્યે રિનીના ફોન પર રીંગ વાગે છે.

રિની ઊંઘમાં જ બબડે છે અને ફોનની સ્ક્રીન પર જોઈ છે તો પરાગનો ફોન હોય છે.

રિની- (ઊંઘમાં) યાર, સવાર સવારમાં રવિવારના દિવસે ખડૂસ કેમ ફોન કરે છે?

ફોનની રીંગથી એશા પણ ઊઠી જાય છે.

એશા- કોણ ખડૂસ?

રિની- પરાગ...

રિની તરત બેઠી થઈ જાય છે અને કહે છે, સવારે પરાગ કેમ ફોન કરતા હશે?

એશા- ફોન ઉપાડીશ તો ખબર પડશે ને..!

રિની- હા, સર..

પરાગ- સોરી તને આટલી જલ્દી ઊઠાડી દીધી..

રિની- કંઈ નહીં..! કંઈ કામ હતું?

પરાગ- હા, કલાકમાં મારા ઘરે આવી શકીશ?

રિની- કેમ કંઈ કામ હતું? એટલે રવિવાર છે આજે તો...!

પરાગ- હા, અગત્યની વાત કરવી હતી..!

રિની હા કહી ફોન મૂકે છે. તે સમજે છે કે પરાગ તેને તેના દિલની વાત કહેશે તેથી તે ખુશ થઈ ન્હાવા જતી રહે છે.

આ બાજુ રિનીએ ઊંઘમાં પરાગ સાથે વાત કરી તે રિનીનો ઊંઘવાળો અવાજ સાંભળી પરાગને હસવું આવી જાય છે અને મલકાવા લાગે છે. રિની માટેનો વધતો જતો પ્રેમ પરાગની સમજની બહાર હોય છે તે મહેસૂસ તો કરે છે પણ તે પ્રેમ કેવી રીતે તેની સમક્ષ મૂકવો તે તેને ખબર નથી..!

રિની નાહીને રેડી થઈને ટેબલ પર બ્રેકફાસ્ટ કરવા બેસે છે. તે નમનને જોઈ ચોંકી જાય છે.

રિની- તું તૈયાર થઈને ક્યાં ચાલ્યો? આટલી જલ્દી?

નમન- પરાગ સરનો ફોન આવ્યો હતો કે કલાકમાં તેમના ઘરે બોલાવ્યો છે.

રિની- ઓહ... તો તને પણ બોલાવ્યો છે?

નમન- હા..

રિનીનું મોં બગડી જાય છે. તે સમજી જાય છે કે કંઈક ઓફિસના કામથી જ બોલાવ્યા હશે..!

બંને બ્રેકફાસ્ટ કરી પરાગના ઘરે જવા નીકળે છે.


આ બાજુ નિશા હજી સૂતી જ હોય છે. સમર ઊઠીનો ફ્રેશ થઈ તેના અને નિશા માટે જ્યૂસ લેવા જાય છે. શાલિની તેની કોફી લઈ ગાર્ડનમાં આવે છે તે નિશાને જોઈ ચોંકી જાય છે. તે વિચારે છે કે આ છોકરી કોણ હશે અને અહીં કેમની આવી? શાલિની તેને ઊઠાડે છે.

શાલિની- કોણ છે તું? અને અહીં શું કરે છે?

એટલાંમાં જ સમર ત્યાં આવે છે.

સમર- મોમ... આ મારી ફ્રેન્ડ નિશા છે.

શાલિની- ઓહ... પહેલી વખત જોઈ તારી ફ્રેન્ડને..!

સમર- હજી હમણાં જ અમે ફ્રેન્ડ બન્યા છે... જાણીતી હોસ્પિટલમાં હેડ નર્સ છે..!

શાલિની સમજી જાય છે કે સમરને નિશા પ્રત્યે કંઈક વધારે જ લગાવ છે અને નિશા એક નર્સ છે તે સાંભળી શાલિનીનું મોં બગડી જાય છે.

નિશાને સમરની મોમ સામે થોડું અસ્વસ્થ લાગે છે.

શાલિની, સમર, દાદી અને નિશા ડાઈનીંગ ટેબલ પર બ્રેક ફાસ્ટ કરતાં હોય છે. સમર નિશાની ઓળખાણ તેની દાદી સાથે કરાવે છે. શાલિનીને નિશા સહેજ પણ પસંદ નથી આવતી. તે નિશાને તેના બેક ગ્રાઉન્ડ વિશે પૂછે છે.

શાલિની- તો તું એક સામાન્ય નર્સ છે?

નિશા- હા..

સમર- ના.. નિશા મારી દોસ્ત છે એટલે એ હવે સામાન્ય ના કહેવાય...

નિશા તેમને કાલ રાતે જે થયું તે બધુ કહે છે.

નિશા નોટિસ કરે છે કે સમરની મોમને તે પસંદ નથી આવી..!

નિશા બોલવાનું ટાળે છે અને ચૂપચાપ બ્રેકફાસ્ટ કરી લે છે.


રિની અને નમન બંને પરાગના ઘરે પહોંચે છે. જૈનિકા પહેલેથી જ પરાગના ઘરે આવી ગઈ હોય છે. રિની અને નમનને સાથે આવતા જોઈ પરાગને નથી ગમતું.

પરાગ- સોરી... રવિવારના દિવસે પણ કામ પર બોલાવ્યા તે માટે..!

નમન- અરે કંઈ નહીં મને તો આમ પણ કામ કરવું ગમે જ છે.

પરાગ- ઓકે... ગુડ મોર્નિંગ રિની..!

રિની- ગુડ મોર્નિંગ સર...

પરાગ તેમને નવા પ્રોજેક્ટ વિશે વાત કરે છે અને ચારેય તેની પર કામ ચાલુ કરે છે.

થોડું કામ કર્યા બાદ રિની બધા માટે કોફી બનાવવા કીચનમાં જાય છે. પરાગ પણ થોડી વાર પછી કીચનમાં જાય છે.

પરાગ- રિની મારે તારી સાથે વાત કરવી હતી..

રિની- શું વાત કરવી હતી?

રિનીને હજી પણ એવું છે કે પરાગ તેને આઈ લવ યુ કહેશે..!

પરાગ- એ જ કે કંઈ ખાવાનું લઈ આવજે સાથે...!

રિનીનું મોં બગડી જાય છે.

પરાગ- વાત બીજી હતી... નમનની વાત હતી મેં તને કાલે કહ્યું હતુંને...

રિની-(ખુશ થઈને) હા તો...

પરાગ- હું ખોટો હતો...

રિની- એટલે?

પરાગ- તારા વિશે હું કંઈક વધારે જ વિચારવા લાગુ છું કેમ કે...

રિની- કેમ કે...

પરાગ-હું નથી ઈચ્છતો કે તારું દિલ ફરીથી તૂટે... અને.. નમન વિશે કાલે મેં કહ્યું તે ખોટું છે.. નમન તારો લાઈફ પાર્ટનર બનશે...! તારી વાત સાચી હતી કે તારી લાઈફ છે.. તો નિર્ણય પણ તારો જ હોવો જોઈએને...!

રિનીને હતું કે પરાગ હવે તો કહી જ દેશે તેના દિલની વાત પણ આ તો કંઈક બીજુ જ થઈ રહ્યું હતું... તેનું મન ભરાઈ આવે છે.

પરાગ- હું કોફી લઈ જઉં છું તું નાસ્તો લઈને આવ..

રિની ફક્ત માથું હલાવી હા પાડે છે... પરાગનાં જતાં જ રિનીના આંખમાંથી આસું સરી પડે છે.



રિનીનો પ્લાન સફળ જશે કે નિષ્ફળ?

નવા પ્રોજેક્ટમાં શું ધડાકો થશે?

જાણવાં માટે વાંચતા રહો આગળનો ભાગ - ૩૪