મિશન 5 - 20 Jay Dharaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિશન 5 - 20

ભાગ 20 શરૂ

..................................... 

"અરે વાહ જેક તું તો એકદમ બહાદૂર છે હો" રીકે જેક ને કહ્યું. 

"અરે એમાં શું આપણે બધા મિત્રો તો છીએ" જેકે બધાંને કહ્યું. 

અને એ રાત્રે તે લોકો ડિનર કરે છે અને રાતે પણ એ આદિવાસીઓ ના કબીલા માં જ રોકાઈ જાય છે અને સવાર પડતા જ આગળ જવાનું બધા લોકો વિચારે છે અને તે લોકો એ રાતે ત્યાં જ રહી જાય છે. 

હવે જેવી સવાર પડે છે અને બધા નીકળવાની તૈયારી કરતા હોય છે આદિવાસીઓનો સરદાર તેમણે ઘણા બધા હથિયારો(ભાલા) અને પથ્થરો આપે છે. 

"અરે આ આપણને બધાને શું કામમાં આવશે?" ઝોયાએ બધાને પૂછ્યું. 

"અરે આ લઈ તો લઈએ કદાચ કોઈ કામમાં આવી ગયું તો" જેકે ઝોયાને કહ્યું. 

અને તે લોકો આ બધી વસ્તુ લઈ લે છે હવે જ્યારે જેક લોકો ત્યાંથી જતા હોય છે ત્યારે તેમની માટે એક ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. અને તે લોકો પોતાનો સાંસ્કૃતિક નૃત્ય કરે છે અને જેની અંદર જેક લોકો પણ ભાગ લે છે અને ખૂબ જ મસ્તી અને મજા કરે છે હવે જ્યારે તે લોકો નીકળતા હોય છે ત્યારે આદિવાસીઓ તેમની માટે પાલખીઓ બનાવે છે અને એ પાલખીઓની અંદર જેક અને તેના મિત્રોને છેક છેડા સુધી મુકવામાં આવે છે. અને ત્યારબાદ બધા ખૂબ ખુશ થઈ જાય છે. 

"હાઈશ ફાઇનલી આપણે અહીંયાથી પણ નીકળી ગયા હો" જેકે ખુશ થઈને જવાબ આપ્યો. 

"અરે હા સકેહી વાત હવે તો ઘરે પહોંચી જઈએ એટલે બસ કંટાળી ગયા છીએ અહીંયા આવીને તો" નિકિતાએ કંટાળીને જવાબ આપ્યો. 

"અરે આ પણ એક એડવેન્ચર છે અને આમાં તો જિંદગીની મજા છે એક સેકન્ડ પછી શું થશે તેની પણ ખબર ના હોય ત્યારે તો રોમાંચ અનુભવાય છે હિયાની જ વાત લઈ લો ને જે આદિવાસીઓનું આપણે ભોજન બનવાના હતા કાલે એજ આદિવાસીઓની સાથે આપણે આપણે ભોજન કર્યું અને આજે એ જ આદિવાસીઓ આપણને છેક મુકવા પણ આવ્યા. એટલે જિંદગી પણ થોડીક એવી આ એડવેન્ચર જેવી જ છે. " નેવીલે બધાને કહ્યું. 

"હા કાઈ નહિ ચાલો હવે આગળ નીકળીએ" જેક એટલું બોલ્યો અને તે લોકો આગળ વધવા લાગ્યા. 

"હવે આગળ શું આવશે ખબર છે નેવીલ?" જેકે નેવીલ ને કહ્યું. 

"હવે એ તો ખબર નથી પણ જોઈએ કે હવે શું થાય છે" નેવીલે જેક ને કહ્યું. અને પાછા બધા આગળ જવા લાગ્યા. 

અહીંયા એક વાત નોંધવા જેવી હતી કે નકશાની અંદર જે વસ્તુઓ દર્શાવવામાં આવી હતી તે પ્રમાણે કાંઈ થતું જ ન હતું. મતલબ નકશામાં જેટલો સરળ રસ્તો દેખાડ્યો હતો તેટલો સરળ આ રસ્તો નહોતો. મતલબ કે એક એક કદમ પર કંઈક ને કંઈક નવી મુસીબતો આવતી હતી. 

"અરે નેવીલ આ નકશામાં જે પ્રમાણે બધું બતાવેલ છે તેની કરતા તો આ ચાવીને મેળવવી ઘણી અઘરી છે" જેકે નેવીલ ને કહ્યું. 

"હા એ તો છે પણ આ ચાવી મેળવ્યા વગર તો તમે અહીંયાંથી નીકળી જ નહીં શકો અને બીજી વાત એ પણ છે કે આ ચાવી આપણે આજ રાત સુધીમાં જ લેવી પડશે નહિતર ત્યારબાદ પૂનમ ની રાત આવી જાય છે અને એ રાતે આ ચાવી મેળવવાનું સ્થાન એકદમ ખાલી થઈ જશે એટલે જલ્દી ચાલવું પડશે" નેવીલે જવાબ આપ્યો. 

હવે તેઓ આગળ ચાલતા ચાલતા પોતાની વાત ને આગળ વધારે છે. 

"મને એક વાત નથી સમજાતી નેવીલ આ ટાપુ ઉપર આ ચાવી મેળવવામાં આટલી મુસીબતો કેમ આવે છે?"જેકે નેવીલ ને પૂછ્યું. 

"આ ટાપુ ઉપર હજારો વર્ષો પહેલાં એક મોટું નગર હતું અને આ નગર નો રાજા એકદમ બહાદૂર યુધ્ધો હતો. આ નગર નું સંચાલન એટલું સરળ રીતે થતું કે તેના કારણે આ નગર ના લોકોએ કોઈ દિવસ ગરીબાઈ નહોતી જોઈ. પણ એક વાર આ નગરમાં ખૂબ જ વરસાદ પડ્યો અને નગરમાં અતિવૃષ્ટિ ને કારણે બધા નગરજનોનો બધોય પાક નિષ્ફળ જતો રહ્યો અને ત્યારે આવા સમયમાં આ રાજાએ નગરની અંદર જે ખજાનો હતો એ બધો ખજાનો પ્રજામાં વહેંચી દેવાનો હતો પણ એ સમયે તે રાજાના સેનાપતિ ને આ વાત પસંદ ના હતી. તેના મત મુજબ રાજ્ય નો ખજાનો એ રાજનો ગણાય અને રાજા ના મહેલ માં રાજા ના ખાનદાન માટે જ રહેવો જોઈએ. એટલે સેનાપતિએ એજ રાત્રે એક યુક્તિ કરી કે રાજા જ્યારે સુઈ જાય ત્યારે આ ખજાનાની ચાવી કસેય ગૂમ કરી દેવી છે. અને જ્યારે રાજા સુઈ ગયા ત્યારે સેનાપતિ રાજા પાસે ગયો અને ચાવી તો લઈ લીધી પણ જલ્દી જલ્દી માં આ જે ચાવી હતી તે રાજાએ જે ગુનેગારો પકડ્યા હતા તે કાળા પાણી ની સજાવાળા લોકો ના રૂમ ની ચાવી હતી હવે સેનાપતિએ કોઈ દિવસ ખજાનાની ચાવી જલી ના હતી એટલે તે સીધો ખજાના પાસે ગયો અને ત્યાં ચાવી ખોલવાની કોશિશ કરી પણ ખજાનો ના ખુલતા તે કાળા પાણી સજા થાય તે કાળ કોટરી પાસે ગયો અને તેને એમ કે કદાચ આ ખજાનાનો રસ્તો અહીંયાંથી હશે તો ત્યાં ખજાનામાં જ ચાવી ફેંકી દઈશ અને કહી દઈશ કે ખજાનાની ચોરી થઈ ગઈ પણ હકીકતમાં તે સેનાપતિ જેવો રાતે એ કાળ કોટરીમાં જાય છે ત્યાં મહિનાથી ભૂખ્યા માણસો ત્યાં પડ્યા હોય છે આ માણસો સેનાપતિ ને જોતા જ તેને મારી નાખે છે અને તેને મારીને ત્યાં એક જગ્યા હોય છે એમાં સેનાપતિ ને નાખી દે છે હવે એ લોકો પણ આઝાદ થવાના હોય છે તેમાંથી એક કાળ કોટરી માં પુરાયેલો ગુનેગાર એ રાજા નો સગો ભાઈ હોય છે જેને રાજા ને મારી નાખવાની કોશિશ કરી હતી એટલે તેને પણ ત્યાં સજા આપવામાં આવી હોય છે હવે આ રાજાનો ભાઈ સેનાપતિ નો વેશ ધારણ કરીને બહાર નીકળે છે અને ત્યાંથી બધા ગુનેગારોને પોતાના સૈનિકો બનાવી દે છે અને રાતોરાત જ તે બહાર નીકળીને રાજા ના રૂમ માં જઈને રાજાને મારી નાખે છે અને ત્યાંથી અસલી ખજાનાની ચાવી લઈને ત્યાંથી નીકળી જાય છે અને એ ખજાનો લઈને તેના સથી મિત્રો સાથે ત્યાંથી તે મહેલ થી એકદમ દૂર આવી જાય છે અને ત્યાં તેણે એક કૂવો દેખાય છે

.................................... 

મિશન 5 - ભાગ 20 પૂર્ણ

.................................... 

આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5. 

જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ના ભૂલતા. 

..................................