અધૂરો પ્રેમ - ૧૦ CA Aanal Goswami Varma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરો પ્રેમ - ૧૦

અધૂરો પ્રેમ ભાગ-૧૦

Disclaimer : આ નોવેલ માં આવતા પાત્રો, જગ્યાઓ અને બનાવ બધું જ લેખક ની કલ્પના છે એને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી .

સ્ટાફ બસ માં પહેલી નજર એ પ્રેમ માં પડેલા સિદ્ધાર્થ અને તારા , એક બીજા ને પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચુક્યા છે અને પોતાના જીવન નો સૌથી અમૂલ્ય સમય જીવી રહ્યા છે. એમનો પ્રેમ સાચો છે પણ દરેક પ્રેમ ક્યાં પરવાન ચઢે છે ? ચાલો જોઈએ.

સિદ્ધાર્થ ના અખૂટ પ્રેમ ના ઝરણાં નીચે ભીંજાતી તારા આ દુનિયા માં જ સ્વર્ગ મળી ગયું હોય એટલી ખૂશ રહેતી. એને પોતાની દરેક નાની નાની વાત સિદ્ધાર્થ ને કહેવી ગમતી અને સિદ્ધાર્થ પાસે હંમેશા તારા માટે સમય રહેતો. તારા પોતાના કપડાં વિશે,જ્વેલરી વિશે , પોતાના કામ વિશે અને પરિવાર ના લોકો વિશે સિદ્ધાર્થ ને માંડી ને બધી વાત કરતી. સિદ્ધાર્થ એની વાત ખૂબ ધ્યાનથી સાંભળતો . બંને અથાગ વાત કરી શકતા અને ક્યારેય એકબીજા ની કંપની માં સહેજ પણ કંટાળતા નહિ. ક્યારેક તેઓ ફિલોસોફિકલ વાતો કરતા જેમાં સિદ્ધાર્થ ને તારા ના if એન્ડ buts ના જવાબો આપવા પડતા. કોઈ હાઈપોથેટીકલ સવાલ ના તારા ને અણગમતા જવાબો માટે સિદ્ધાર્થ ને રીતસર તારા ને સોરી કહીને મનાવવી પડતી . પણ બંને ને બધું ખૂબ વ્હાલું અને મીઠ્ઠું લાગતું. બંને પોતાની સપના ની દુનિયા માં ખૂબ ખુશ હતા. કોઈ ને એક બીજા ને સોરી કહેવા માં જરા સરખો ઈગો ન હતો.

તારા સિદ્ધાર્થ માટે possessive હતી એટલે જ હવે એને જાણે અજાણે સિદ્ધાર્થ નું બીજી કોઈ પણ વ્યક્તિ સાથે નું જોડાણ દુઃખી કરી દેતું. એ ગુસ્સે થઇ જતી કદાચ સિદ્ધાર્થ ને પણ તારા નું આ રીતે ગુસ્સે થવું અને પોતાનું એને મનાવવું ખૂબ જ ગમતું . બંને ને એકબીજા પર પૂરો વિશ્વાસ હતો. સિદ્ધાર્થ possessive હોવાની સાથે practical હતો. તારા પાગલ કહો કે ઇમોશનલ ,પણ વાત સિદ્ધાર્થ ની હોય ત્યારે તારા બહુ જ sensitive થઇ જતી.

એના દરેક દાખલા નો જવાબ ફક્ત સિદ્ધાર્થ હતો. એની દરેક સંભાવના માં સિદ્ધાર્થ જ એક માત્ર possibility હતી. એ સિદ્ધાર્થ ને એટલો પ્રેમ કરી બેઠી હતી કે હવે એમાં થી બહાર આવવાનું એના માટે શક્ય ન હતું . સિદ્ધાર્થ ને પણ આમ તારા નું પોતાના માટે અનહદ પાગલ હોવું ગમતું હતું. સિદ્ધાર્થ તારા જે રીતે તેની દરેક નાની નાની વાત માં કાળજી ભરી સંભાળ લેતી એના કારણે એની પર dependent થઇ ગયો હતો. પોતાની નાની અમથી મિટિંગ માં પણ જ્યાં સુધી તારા વિશ ના કરે એને અધૂરું જ લાગતું.

પણ કહે છે ને કે નજર લાગતા વાર નથી લાગતી. એમ ના પ્રેમ ને પણ નજર લાગી જ ગઈ. તારા, ક્યારેય કોઈ નું બૂરું કરવું તો બાજુ પર રહ્યું , વિચારી પણ ન શકતી. સિદ્ધાર્થ ને એટલું બધું ચાહવા લાગી હતી કે એને હવે સિદ્ધાર્થ ને કોઈ ની સાથે વહેંચવો ન હતો. એ ચાહતી હતી કે સિદ્ધાર્થ ફક્ત અને ફક્ત એનો જ રહે અને આ પઝેશન ધીરે ધીરે એટલું વધી ગયું કે એ હવે તારા ને રીતસર નડવા લાગ્યું .એમ ના પ્રેમ ને નડવા લાગ્યું.

એ રોજ વિચારતી કે જો એ સિદ્ધાર્થ ને પ્રેમ કરે છે તો બંને સાથે કેમ ના રહી શકે ? એને નિહાર સાથે શું કામ રહેવું જોઈએ ? એને નિહાર માટે ખૂબ દુઃખ થતું હતું. જે થયું એમાં એને નિહાર નો જરા સરખો વાંક ન લાગતો હતો. તારા ને સમજાઈ ગયું હતું કે એ નિહાર ને પ્રેમ નથી કરતી અને કદાચ નહિ જ કરી શકે. અને એથી જ આ સંબંધ માં એને નિહાર સાથે ખોટું થતું લાગી રહ્યું હતું. એ જાણતી હતી કે એનો પ્રેમ સિદ્ધાર્થ છે અને પોતે ફક્ત સિદ્ધાર્થ સાથે જ ખુશ રહી શકશે. જે વ્યક્તિ પોતે ખુશ ના હોય એ બીજા ને ખુશ કેવી રીતે રાખી શકે. સ્ત્રી એક વેલ જેવી હોય છે. એ પોતે તો આગળ વધી શકે છે પણ મનગમતા પુરુષ સાથે એ વળગીને આગળ વધવા માંગતી હોય છે . બસ તારા ની હાલત એવી જ હતી. એને હવે સિદ્ધાર્થ નામ ના વૃક્ષ ને વીંટળાઈ જવું હતું અને એમાં જ જીવી જવું હતું.એમ નો પ્રેમ એક સપનું હતું, જે રોજ ઘરે જતા તૂટી જતું. પણ તારા ને હવે આ સપનું પૂરું કરવું હતું. પોતાના સપના ને જીવવું હતું , માણવું હતું એને ચાહવું હતું ,અને પામવું પણ હતું.

સોશિયલ મીડિયા માં મીરા દ્વારા મુકતા ફોટોસ આ બધા માં બળતામાં ઘી મૂકતા. તારા કલાકો સુધી એ ફોટો ને જોતા સુનમુન બેસી રહેતી. એ દરેક ની કોમેન્ટ વાંચતી અને સિદ્ધાર્થ સાથે મીરા ની જગ્યા એ પોતે હોવાની કલ્પના કર્યા કરતી.હોળી, દિવાળી જેવા તહેવાર ઓફીસ માં પહેલા ઉજવાતા એટલે તારા અને સિદ્ધાર્થ આ બધા તહેવાર સાથે સેલિબ્રેટ કરતા પણ એ તહેવારો પછી આવતી રજા ઓ અને એમાં મહેસુસ થતો ખાલીપો બંને ને પજવી જતો. તારા ને તો એ દરેક રાજા ઓ માં સિદ્ધાર્થ પોતાના થી દૂર જતો હોય એવું જ લાગતું. કોઈ પણ હોલીડે પર જાય તો બીજા નો મૂડ અવશ્ય ખરાબ થાય . સિદ્ધાર્થ નિહાર ને લઈને તારા માટે possessive ન હતો . એ સમજ તો કે નિહાર નો તારા પર પહેલો હક છે પણ તારા નું મંતવ્ય અલગ હતું . એ માનતી કે જો એ સિદ્ધાર્થ ના મન માં છે તો એના જીવન માં પણ એનો જ હક હોવો જોઈએ. એને ઘણી વાર સિદ્ધાર્થ સાથે આ વાત ને લઈને લડાઈ થતી. તારા તો સિદ્ધાર્થ ને મીરા સાથે પણ ન જોઈ શકતી . એ હમેશા સિદ્ધાર્થ ને કહેતી કે “ જેટલો પ્રેમ તું મને કરે છે એના કરતા ઘણો વધારે પ્રેમ હું તને કરું છું”. સિદ્ધાર્થ ના બારિટોન અવાજ માં પોતાનું નામ સાંભળવું, સિદ્ધાર્થ નું પોતાને જોવું , એની શોપિંગ માં હેલ્પ કરવી, એની કાળજી લેવી , એની ચિંતા કરવી એને હમેશા મુસીબતો થી દૂર રાખવા આગોતરા સૂચના ઓ આપવી આ બધું સિદ્ધાર્થ અવિરત કરતો જ રહેતો અને એટલે તારા ખૂબ સ્પેશ્યલ અનુભવી. તારા ને સિદ્ધાર્થ સાથે હોય તો જગ જીત્યા નો અહેસાસ થતો . કદાચ સિદ્ધાર્થ ના આટલા પ્રેમ થી સીંચાતી તારા હવે સિદ્ધાર્થ ને કોઈ ની પણ સાથે વહેંચવા તૈયાર ન થાય એ સ્વાભવિક હતું.

એ ઘર પરિવાર તોડવા માંગતી ન હતી પણ પોતાના સંબંધ માં નિષ્ઠા ઇચ્છતી હતી . એ પ્રામાણિક પણે નિહાર ને કહી દેવા માંગતી હતી કે એ હવે એની સાથે નથી રહેવા માંગતી. એ સિદ્ધાર્થ સાથે સ્પષ્ટતા થી આ વાત કરી ન શકતી કારણ કે એ સિદ્ધાર્થ ના ભૂતકાળ થી વાકેફ હતી .જ્યારે સિદ્ધાર્થ મીરા ને ના કહેવા ગયો પણ એની પરિસ્થિતિ જોઈને લગ્ન માટે ના પાડી શક્યો નહિ એ સિદ્ધાર્થ હવે બે બાળકો પછી મીરા ને કેવી રીતે છોડી શકશે એ વાત થી તારા વાકેફ હતી . એ પોતે પણ કદાચ મીરા નું ઘર તોડવા ઇચ્છતી ન હતી . એ નિહાર ને પણ દુઃખી કરવા માંગતી ન હતી.પણ બધું ક્યાં એના કાબૂ માં હતું . એ સિદ્ધાર્થ ને ચાહતી હતી અને સિદ્ધાર્થ પણ એને એટલુંજ ચાહતો. ફરક માત્ર એટલો હતો કે તારા સિદ્ધાર્થ ને કોઈ ની સાથે વહેંચવા તૈયાર ન હતી ,ના પોતે વહેંચાયેલી જિંદગી જીવવા માંગતી હતી.અને સિદ્ધાર્થ એમ માનીને ખુશ હતો કે જીવન સાથી ના રૂપ માં તો તારા ન મળી , પણ મારા જીવન માં તો છે .

તારા અને સિદ્ધાર્થ જયારે એક બીજા સાથે કોઈ પણ ફેમિલી મેટર વિશે ચર્ચા કરતા ત્યારે કોઈ બીજા ના spouse માટે ખરાબ ન બોલતું . અરે ઘણીં વાર તો તેઓ એક બીજાને જાણે અજાણે એમ નો spouse એને કેટલો પ્રેમ કરે છે એમ દર્શાવી દેતા પણ આ બધી ચર્ચા પછી ક્યાંક ઊંડે ને ઊંડે કંઈક બળતું કારણ કે તેઓ એકબીજાના ના જીવન સાથી નથી અને એ વાત નું દુઃખ બંને ને હતું. એટલે જ જયારે હવે સિદ્ધાર્થ ના મોઢે થી મીરા વિશે કઈ પણ સાંભળતી તો એ ગુસ્સે થઇ જતી અને પોતાનો ગુસ્સો કોઈક બીજી વાત ને કારણ બનાવી પ્રદર્શિત કરતી . એ મીરા વિશે ક્યારેય ખરાબ ના બોલતી. મીરા ની birthday પર કે સિદ્ધાર્થ-ર્મીરાની ઍનિવર્સરી પર એજ સિદ્ધાર્થ ને મીરા માટે ગિફ્ટ લાવવા માટે કહેતી પણ એને દુઃખ થતું અને એ દુઃખ એની વાતો માં આવ્યા વગર ન રહેતું. એનું મોનાલીસા સ્માઈલ જતું રહેતું અને ઘણી મહેનત પછી એ પાછું આવતું. એ સિદ્ધાર્થ સાથે લડાઈ તો ન કરતી પણ એની સાથે સામાન્ય પણ ન થઇ શકતી. આવી તો કેટલી birthday અને એનિવર્સરી જતી રહી. પણ હર એક વર્ષ તારા ને ગયા વર્ષ કરતા વધારે દુઃખી કરી જતું.એવું ન હતું કે સિદ્ધાર્થ આ વાત થી અજાણ હતો. એ આ પરિસ્થિતિ ને બદલી શક્વાનો ન હતો અને એટલે જ એ આ બાબતે કોઈ ખુલાસો ન કરતો.

"પ્રેમ તો બેય ને થયો, એક ને બેકાબૂ અને બીજા ને વ્યવહારુ "

એક વાર ઓફિસ તરફ થી એક વર્કશોપ યોજાઈ જેમાં ૧૦ જણ ને શહેર બહાર મોકલવા માં આવ્યા હતા . વર્કશોપ બે દિવસ ની હતી. વર્કશોપ ના બીજા દિવસ લેટ થાય એમ હતું એટલે બધાની બીજા દિવસ ની ફ્લાઇટ બુક કરવામાં આવી હતી. એમાં સિદ્ધાર્થ અને તારા પણ હતા . આ વખતે પહેલી વાર ઓફિસ ના કલાકો સિવાય બંને ને સાથે સમય ગાળવાનો મોકો મળ્યો . એ લોકો આજુ બાજુના ફરવા લાયક સ્થળો એ ફર્યા વર્કશોપ ના છેલ્લા દિવસે બંને મૂવી જોવા પણ ગયા. આ એવો સમય હતો જ્યાં એ લોકો એ બીજા ની ખુબજ કલોઝ આવી ગયા . ઓફીસ ના વાતાવરણ થી અલગ કોઈ ડેકોરમ વગર પ્રેમી ઓ ની જેમ આઝાદ ફરવા માં એમને ખૂબ મઝા આવી. ડેનિમ અને ત શર્ટ માં સજ્જ, પોતા ની ઉંમર થી ખાસ્સા નાના લાગતા તારા અને સિદ્ધાર્થ આ ક્ષણો ને પુરેપુરી માણી લેવા માંગતા હતા.વર્કશોપ પછી નો સમય સાથે ગાળવાથી બંને ને સમજાયું કે તેઓ એક બીજા સાથે કેટલા વધારે ખૂશ રહી શકે છે. સિદ્ધાર્થ તો આને એક અવિસ્મરણીય અનુભવ ની જેમ સાચવીને રાખવા માંગતો હતો પણ તારા, એના માં સિદ્ધાર્થ ને પામવાની ઝંખના વધારે પ્રબળ થી ગઈ. તારા એક ચોખ્ખા હૃદય વાળી મોડર્ન યુવતી હતી એના વિચાર ખુબજ સ્પષ્ટ હતા. જીવન આવી રીતે compromise માં જીવવા કરતા એ અલગ થઇ ને ખુશી સાથે જીવવા માંગતી હતી.

અત્યાર સુધી નિહાર અને મીરા એમના સંબંધ થી અજાણ હતા . એ બંને ને તો કદાચ આ સંબંધ થી ફાયદો જ થયો હતો કારણ કે તારા સિદ્ધાર્થ દ્વારા અને સિદ્ધાર્થ તારા દ્વારા નિહાર અને મીરા ને વધારે સારી રીતે સમજ્યા હતા. પણ તારા ને તો ક્યારનું ય આમ બે અલગ દુનિયા માં રહેવું ખટકતું હતું . જે રીતે સિદ્ધાર્થ મીરા નું એમના બાળકો નું ધ્યાન રાખતો હતો એ જોઈને તારા ને એમ લાગતું કે આ બધા પર ફક્ત એનો જ હક છે.

જયારે બીજે દિવસે નીકળવાનો સમય થયો ત્યારે એરપોર્ટ પર ચેક ઈન કર્યા પછી ૧.૫ કલાક નો બફર હતો ત્યારે તારા એ સિદ્ધાર્થ ને કહ્યું કે એ સિદ્ધાર્થ ની સાથે રહેવા માંગે છે . એ હવે આમ વહેંચાયેલી નથી રહેવા માંગતી. એને હંમેશ માટે સિદ્ધાર્થ ની સાથે રહેવું છે. એ નિહાર ને દુખ આપવા નથી માંગતી. પણ હવે એ એની સાથે નથી રહેવા માંગતી કારણકે એ એને ચાહતી નથી .

સિદ્ધાર્થ તારા ને કહે છે કે એની જવાબદારી છે , એને બાળકો છે તો તારા કહે છે કે એ રાહ જોવા તૈયાર છે . બાળકો મોટા થઇ જાય પછી સિદ્ધાર્થ એની પાસે રહેવા આવી જાય પણ સિદ્ધાર્થ કહે છે કે એ મીરા ને પણ કેવી રીતે એકલી છોડી દે ? એ મીરા અને એમના બાળકો ને સ્વીકારવા તૈયાર હતી . એને સિદ્ધાર્થ ના પૈસા કે ઘર થી સંબંધ ન હતો. એ ફક્ત સિદ્ધાર્થ ને ચાહતી હતી. પણ સિદ્ધાર્થ એ એને આગળ કઈ કહેવા નો મૌકો સુદ્ધા ન આપ્યો . એને આ વાત ને જે કેઝ્યુઅલ રીતે લીધે એના થી તારા ને બહુ મોટો આઘાત લાગ્યો.તારા ને આ સાંભળીને ખુબજ મોટો આઘાત લાગે છે . એ અંદર થી તૂટી જાય છે . સિદ્ધાર્થ તારા ને જેટલો પ્રેમ કરતો હતો એના પરથી તારા એમ માનતી થઇ ગઈ હતી કે સિદ્ધાર્થ એના થી વધારે કોઈ ને પ્રેમ નથી કરતો પણ આજે જયારે સિદ્ધાર્થ એ આવું કહ્યું ત્યારે તારા ને પહેલી વાર રિજેકટેડ ફીલ થયું. સિદ્ધાર્થ નું પોતાને આમ ના કહેવું તારા થી સહન ના થયું.

વધુ છેલ્લા અંક માં .